મેષ રાશિ
આજે તમારે કોઈ બાબતને લઈને સમાધાન કરવું પડી શકે છે, પરંતુ અમુક ફાયદા ને જોતાં તેમાં કોઈ નુકશાન પણ નથી. તમે કોઈ નવા કામ માટે પ્લાનિંગ પણ કરી શકો છો. અમુક નવા કોન્ટેક્ટ તમારા લિસ્ટમાં સામેલ થઈ શકે છે. મનમાં અનેક વિચારો આવશે જેનાથી સર્જનાત્મક શક્તિને યોગ્ય દિશા મળી જશે. પરંતુ વેપારીઓને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમને માતા-પિતાનું સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
આજે તમે પોતાના અટવાયેલા કાર્યોને પુરા કરી શકો છો. સાંજે મિત્રો અથવા પરિવારની સાથે સમય પસાર કરશો. કોઈપણ કાર્યમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પરિવારનું વાતાવરણ તમારા અનુકૂળ રહેશે અને દામ્પત્ય જીવનમાં ખુશહાલી જળવાઈ રહેશે. દૂર રહેતા સંબંધી તરફથી શુભ સમાચાર મળવાથી તમારો આનંદ બમણો થઇ જશે. તમારી નોકરી સંબંધી સમસ્યાઓના સમાધાન થવામાં હજુ થોડો સમય લાગશે. તમારો આર્થિક પક્ષ પહેલાની અપેક્ષામાં વધારે સારો રહેશે.
મિથુન રાશિ
તમે આજે પોતાના પર બોજ મહેસૂસ કરશો. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તમે કોઈ નવી આવકના સ્ત્રોતનો ફાયદો ઉઠાવી શકો છો. આજે તમે નવા લોકોના સંપર્કમાં પણ આવી શકો છો. જેનાથી તમને ખૂબ જ મોટો ફાયદો થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન થવાની સાથે પ્રગતિ મળવાના પણ યોગ બની રહ્યા છે. પરિવારનું વાતાવરણ તમારા અનુકૂળ રહેશે અને તમને પરિવારજનો તરફથી સહયોગ કરશે. પરિવારનો સહયોગ તેમને પોતાના લક્ષ્યથી ભટકાવવાથી બચાવશે. જેનાથી તમને માનસિક સંતુષ્ટિનો અનુભવ થશે.
કર્ક રાશિ
તમારો આજનો દિવસ ખૂબ જ શાનદાર રહેશે. આજે તમારી પોતાના પરિવારજનોનું ધ્યાન રાખવાનું રહેશે અને જો કોઈ નિર્ણય લેવાનો હોય તો સૌથી પહેલાં ગંભીરતાપૂર્વક વિચાર કરી લેવો. વેપાર સારો ચાલશે. પરંતુ નાની-નાની પરેશાનિઓ આવી શકે છે. સાંજ સુધીમાં તમને કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે, જેના લીધે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે અને ધનલાભ થઈ શકે છે. જેનાથી તમારું મનોબળ વધશે.
સિંહ રાશિ
જો તમે ક્યાંય બહાર જવાની યોજના બનાવી રહ્યા છો તો તે છેલ્લા સમયે બંધ રહી શકે છે. આજે કોઈ નવું કાર્ય અથવા પ્રોજેક્ટ શરૂ કરવો, તમારા માટે લાભદાયક રહેશે. સંતાન પક્ષ તરફથી ચિંતા રહેશે અને તેનો દરેક રીતે સહયોગ કરવાનો પ્રયાસ કરવો, જેનાથી આગળ સ્થિતિઓ તમારા અનુકૂળ રહેશે. અવસર વારંવાર તમારા દરવાજા પર હશે, એટલા માટે અવસરનો લાભ ઉઠાવો અને આગળ વધો. વેપારી મિત્રો માટે આજે ઘણા નવા લોકોને મળવાની સંભાવના છે.
કન્યા રાશિ
મનની દ્રઢતા અને આત્મવિશ્વાસ તમારું કાર્ય સફળ બનાવશે. માનસિક ભાર હળવો રહેશે. પરિવારની સાથે સમય પસાર કરશો. દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. સામાજિક કાર્યોમાં મન લાગશે તથા સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ પિતાતુલ્ય વ્યક્તિ કાર્યક્ષેત્રમાં તમારી મદદ કરી શકે છે, જે તમારા માટે ખૂબ જ કામની સાબિત થશે. આજે કરવામાં આવેલ રોકાણ તમારી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષામાં વધારો કરશે.
તુલા રાશિ
કોઈ અંગત પરેશાની છે તો તમને તેના સંબંધ આવશ્યક સૂચના મળી શકે છે. ક્રોધ અને આવેશમાં આવવાથી બચવું. વાણી પર સંયમ રાખવો. વાદ-વિવાદથી બચવું ત્યારે જ દિવસની શુભતા પ્રાપ્ત થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. દૈનિક કાર્ય પણ આત્મવિશ્વાસ અને એકાગ્ર મનથી પૂર્ણ કરી શકશો. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. રૂપિયા-પૈસા કોઈને પણ ઉધાર આપવા નહીં. પોતાના મહત્વપૂર્ણ કામોનું લિસ્ટ બનાવવું અને તેના પર ધ્યાન આપવું.
વૃશ્ચિક રાશિ
આજે ક્રોધ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે, એટલા માટે ક્રોધનો ત્યાગ કરી શાંતિનો માર્ગ ધારણ કરવાની આવશ્યકતા છે. શિક્ષા સંબંધિત પ્રયાસોમાં તમને સફળતા મળશે. રોકાણ સંબંધિત મામલાઓમાં વિશેષજ્ઞ સલાહકારની મદદ લેવી. ઘરથી બહાર જો કોઈ કામ માટે જઈ રહ્યા છો તો તમને લાભ જરૂર થશે. આજે તમે પોતાની સમસ્યાઓથી ખૂબ જલ્દી મુક્તિ મેળવી શકશો.
ધન રાશિ
આજે તમને ધનલાભ થવાના સંકેત મળી રહ્યા છે. તમારો આવનારો સમય ખૂબ જ આનંદમય રહેશે. આજે કારણ વગરના કાર્યોને લીધે તમારું મન ચિંતિત રહેશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. પરિવારના લોકો તમારી મદદ કરવા માટે સાથે ઉભા રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે પણ સંબંધોમાં સુધારો થશે. સાંભળેલી વાતો પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો નહીં અને તેની સત્યતાની તપાસ કરી લેવી.
મકર રાશિ
તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. બાળપણની યાદો મન પર છવાયેલી રહેશે. સમજી વિચારીને આજે કાર્ય કરવું, નહીંતર પરેશાની થઈ શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. માનસિક અને શારીરિક થાક લાગી શકે છે. સંતાન તરફથી કોઈ પરેશાનીની વાત સામે આવી શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમારા સન્માનને ઠેસ પહોંચી શકે છે. તમારા માટે આજનો દિવસ શુભ અને ઉન્નતી કારક છે.
કુંભ રાશિ
આજે તમે પૂરી કોશિશ કરો કે બધા પરિવારજનો એકબીજા સાથે પ્રેમથી રહે તથા એકબીજા પર ભરોસો કરે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. મિત્રોની સાથે સાંજનો સમય મોજ મસ્તીમાં પસાર કરશો. ઘરે કોઇ મહેમાનનું આગમન થઈ શકે છે. વેપારમાં અચાનક ફાયદો થઈ શકે છે, પરંતુ સમજી-વિચારીને નિર્ણય લેવાની આવશ્યકતા છે. તમારે પોતાની મહેનત પર ભરોસો રાખવો. સંબંધીઓ તમારા દુઃખમાં ભાગીદાર બનશે. તમારી પરેશાનીઓ તેમને કહેતા અચકાવું નહીં
મીન રાશિ
આજે તમે જે વિચારો છો તે સરળતાથી પ્રાપ્ત કરશો. દિવસના મહત્વને સમજો અને તેનો લાભ ઉઠાવો. આજે કોઈ નજીકના વ્યક્તિ તમારા અટવાયેલા કાર્યને પૂર્ણ કરવામાં મદદ કરશે. માતા-પિતાના આશીર્વાદ થી તથા માતા-પિતાના સહયોગથી ભાગ્યમાં ઉન્નતિ થવાની સંભાવના છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો પોતાના કાર્યને જવાબદારી પૂર્વક પુરા કરવા પડી શકે છે. બધી જ બાબતો તમારી આશા અનુસાર સકારાત્મક રૂપથી આગળ વધશે.