રાશિફળ ૨ નવેમ્બર : આજે ૬ રાશિઓને મળશે નસીબનો સાથ જ્યારે અન્ય જાતકોને થશે નુકશાન

મેષ રાશિ

આજે તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે. આધ્યાત્મિકમાં મન લાગશે. વ્યવસાયનું વિસ્તરણ કરવા માટે વિચારશો. નોકરીની સારી ઓફર મળી શકે છે. અનુમાન નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી દરેક પ્રકારનું રોકાણ કરતાં સમયે સંપૂર્ણ સાવધાની રાખવી. એકાગ્રતાના અભાવમાં કોઈ ભુલ કરી શકો છો. ઉચ્ચ અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. બેદરકારીના કારણે હાથમાં આવેલ અવસર નીકળી જશે. તમારું સ્વાસ્થ્ય કમજોર રહેશે.

વૃષભ રાશિ

આજે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધારે ભરોસો કરવો નહી. અધ્યયનમાં રુચિ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતાનો અનુભવ કરશો. આકસ્મિક ઘટનાઓ પરેશાન કરશે. વધતા ખર્ચાઓ પૂરા કરવા માટે નવું કામ હાથમાં લઈ શકો છો. શેરબજારમાં રોકાણથી લાભ મળશે. સંતાનની સમસ્યાનું સમાધાન થશે. તમારું દાંપત્યજીવન પણ સુખદ રહેશે. વ્યવસાય કે કામકાજમાં ભાગદોડની સ્થિતિ રહેશે. વ્યવસાય કરતા લોકો આજે વધારે નફો મેળવી શકશે.

મિથુન રાશિ

શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે તમારા નિર્ણયથી કોઈ એવા વ્યક્તિને દુઃખ ના પહોંચે છે જે તમારા પર ભાવનાત્મક રૂપથી નિર્ભર છે. વ્યવસાયના મામલાઓમાં સફળતા મળવાની સંભાવના રહેલી છે. નવા કરાર વ્યવસાયના વિસ્તારમાં સહાયક બની શકે છે. બીજાના મામલાઓમાં દખલગીરી કરવાની જગ્યાએ પોતાના કામ પર ધ્યાન આપવું. નોકરિયાત લોકોએ પોતાના નિયમિત કાર્ય પૂરા કરવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ

આજે તમે પોતાના બોસની અપેક્ષા પર ખરા ઉતરશો. આજનો સંપૂર્ણ દિવસ ધર્મના કાર્યમાં પસાર થશે. આર્થિક લાભ મળશે. તીર્થસ્થાન પર જવાની યોજના બનશે. વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. યુવાનોને માન-સન્માન અને પુરસ્કાર મળશે. નવા સંપર્કો ભાગ્યોદયમાં સહાયક રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ રોકાવાથી પરેશાની વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો નથી. સમાજમાં માન-સન્માન જળવાય રહેશે. ઘર પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરી શકશો.

સિંહ રાશિ

આજે તમને દિવસભર સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારું સ્વાસ્થ્ય આ ચરણમાં ગંભીર ચિંતાનો વિષય છે. પોતાના વિચારોનો વિસ્તાર કરવા અને એક રચનાત્મક સપનાને પૂરા કરવા માટે એક નવો રસ્તો મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. જમીન સંપત્તિથી ફાયદો થશે. અમુક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઇ શકે છે. સ્વભાવથી જિદ્દી રહેશો. નોકરીમાં સતર્ક રહેવું. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એક સારો વિચાર સાબિત થઈ શકે છે.

કન્યા રાશિ

પોતાના મિત્રો, સંબંધીઓ અને ભાઈ બહેનની સાથે આજનો દિવસ મસ્તીમાં પસાર થઈ શકે છે. કલાકારોની કલાની પ્રશંસા થશે. જીવનસાથીની સાથે પ્રેમ જળવાઈ રહેશે. મિત્રોની સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના રહેલી છે. પિતાના સ્વાસ્થ્યને લઈને પરેશાન રહેશો. તમારી સામે વ્યાવસાયિક મોરચા પર પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે દબાણ રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસની બાબતો સરળતાથી આગળ વધશે. આજે તમે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખી શકશો નહી.

તુલા રાશિ

પરિવારની સાથે સામાજિક ગતિવિધિઓમાં સહભાગીતા માનસિક દબાણ ઉત્પન્ન કરી શકે છે. લાભદાયી યોજનામાં મૂડી રોકાણ કરવાનું મન બનશે. મિત્ર મંડળના સહયોગથી કાર્ય સરળતાથી પૂર્ણ થશે. જમીન અને વાહન સંબંધિત કામકાજ માટે સમય અનુકૂળ છે. આજે તમને માનસિક શાંતિ રહેશે. નોકરી અને વ્યવસાયના પરિણામથી તમે ખુશ થઈ જશો. પ્રેમ કરવાની અને મેળવવાની સ્વતંત્રતા રહેશે. તમારા પ્રેમ જીવનમાં કઈક સકારાત્મક થવું જોઈએ.

વૃશ્ચિક રાશિ

પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો છે. ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી બધા જ કાર્ય સફળતાપૂર્વક પૂરા કરી શકશો. પારિવારિક જીવન સારું રહેશે કારણકે તમારા બાળકો સ્થિતિને સુધારવાના પ્રયત્ન કરશે. તમારા મોટા ભાઈ-બહેન તમારું સમર્થન કરશે. નાની-નાની વાતો પર ગુસ્સો કરવાથી બચવું. તમારા સ્વાસ્થ્ય ગ્રહો કમજોર છે. કાર્યસ્થળ પર અમુક નવી ચીજોને સ્વીકારવી પડશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે.

ધન રાશિ

નોકરીમાં પ્રગતિ અને આવકના સ્ત્રોતો વધવાથી આનંદ અને સંતોષ મળશે. તમારો હસી-મજાક વાળો સ્વભાવ કોઇ અન્ય વ્યક્તિને તમારી જેવી ક્ષમતાને વિકસિત કરવા માટે પ્રેરિત કરી શકે છે. મિત્રો, પત્ની, પુત્ર તરફથી શુભ સમાચાર મળશે. વ્યવસાયમાં નવા ફાયદાકારક સોદાઓ થઈ શકે છે. નોકરીયાત લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમે દિવસભર કોઇને કોઇ વાત લઇને ચિંતામાં રહેશો.

મકર રાશિ

આજે તમારા મગજમાં ઘણા બધા વિચારો ઉત્પન્ન થઇ શકે છે. માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. વિશેષ રૂપથી મોજ-શોખ અને મનોરંજનની પાછળ ધન ખર્ચ થઈ શકે છે. મધુર વ્યવહારથી મિત્રોનું મન જીતી લેશો. મિત્રોની મદદથી અટકેલા કામ પૂર્ણ કરી શકશો. આકસ્મીક લાભના અવસર મળશે. તમારા પ્રયાસ સકારાત્મક પરિણામ જરૂર આપશે. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય એક ચિંતાનો વિષય બની રહેશે. કોઈ જુનો રોગ પરેશાન કરી શકે છે. કોઈ વાતને લઈને મૂંઝવણમાં રહી શકો છો.

કુંભ રાશિ

આજના દિવસે તમારી યોજનાઓમાં છેલ્લી ક્ષણે પરિવર્તન આવી શકે છે. આજે વધારે ધન ખર્ચ થશે. ખાણી-પીણીમાં સાવચેતી રાખવી પડશે. નોકરીમાં પ્રમોશન મળવાની પૂરી સંભાવના રહેલી છે. પરિવારમાં કોઈ વાતને લઈને તમામ સદસ્યો પરેશાન રહેશે. તમે તમારી જવાબદારી પૂરી કરવામાં સફળ રહેશો. બેદરકારી કે ઉતાવળમાં કોઇ નિર્ણય લેવો નહી. મિત્રો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. જે ચીજ તમને અત્યાર સુધી સમજાતી ના હતી તે હવે સરળ નજર આવશે. બીમારી પર ધન ખર્ચ થશે.

મીન રાશિ

આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળવાના યોગ છે. દુશ્મનોથી સાવધાન રહેવું. અમુક પારિવારિક બાબતો પરેશાન કરી શકે છે. ઈચ્છા ના હોવા છતાં પણ કોઈને પૈસા ઉધાર આપવા પડી શકે છે. આજે કલાત્મકતામાં સુધારો લાવવાનો દિવસ છે. આજે મનોરંજનની પાછળ ધન ખર્ચ કરી શકો છો. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. મિત્રોની સાથે કોઈ કાર્યક્રમ બની શકે છે. વ્યક્તિગત રૂપથી કોઈ જોખમ ઉઠાવવું નહીં. રોકાણ કરતાં સમયે સાવધાની રાખવી. પરિવારમાં ખુશહાલી આવશે.

નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહી ઘટનાઓમાં રાશિફળ ૨ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.