રાશિફળ ૨૦ ડિસેમ્બર : સૂર્યદેવની કૃપાથી ચમકશે ૬ રાશિઓનાં સિતારાઓ, રોકાયેલાં કાર્યોમાં આવશે ગતિ

Posted by

મેષ રાશિ

આજે કાર્યનું ભારણ રહેવાથી વ્યર્થની ચિંતા થઈ શકે છે. યાત્રા કરવાનું આયોજન બનાવી શકો છો. પુરસ્કાર કે ભેટ મળવાની ખુશી થશે, આજનો દિવસ અનુકૂળ રહેશે. લાભ થવો સુનિશ્ચિત છે. પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. તમારા માટે બિનજરૂરી ભાગદોડ રહેશે. તમારા ખર્ચાઓ ઉચ્ચ પક્ષ પર રહેશે. અવસરોનો ફાયદો ઉઠાવવો. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વિવાહિત યુગલ પારિવારિક પ્રતિબદ્ધતાઓમાં વ્યસ્ત રહેશે.

વૃષભ રાશિ

ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આજે મળી શકે છે. કોઈ વિશેષ વ્યક્તિ પાસેથી સહયોગ મળશે. ઉગ્ર સ્વભાવના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈ ખાસ કામ માટે પરિવારનાં લોકો તમારી પાસેથી અપેક્ષા રાખશે. પરિશ્રમ પ્રમાણે સફળતા ના મળવાના કારણે મન અસંતુષ્ટ રહેશે. સંતાન પક્ષનાં લીધે ચિંતિત રહી શકો છો. યાત્રા સુખદ રહેશે અને ઉન્નતિના સમાચાર મળશે. પોતાના શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સંતુલિત આહાર લેવો.

મિથુન રાશિ

આજે તમે પોતાનાં વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકો છો. લાંબી રજામાં પણ જવાનો તમે મૂડ બનાવી શકો છો. પોતાના કાર્ય પર વધારે ધ્યાન આપવું, દિવસના અંત સુધીમાં બધું જ ઠીક થઈ જશે. લવમેટ માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે. ધન ખર્ચ કરતાં પહેલાં પોતાની આર્થિક દશાનું અવલોકન જરૂર કરી લેવું. આજે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

કર્ક રાશિ

પારિવારિક મામલાઓને લઈને તમારી માતાની સલાહ મદદગાર સાબિત થશે. ગુપ્ત શત્રુઓ પરેશાન કરી શકે છે, સાવધાન રહેવું. તમારા બધા જ કાર્ય કાર્યસ્થળ પર સરળતાથી આગળ વધશે. કોઈની સાથે કારણ વગર દલીલમાં પડવું નહી. દિવસના પહેલા ભાગમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, સાંજનો સમય સુખમય રીતે પસાર થશે. તમારે પોતાના બજેટને લઈને સાવધાન રહેવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

સિંહ રાશિ

પોતાનાં ક્ષેત્રમાં શુભ સમાચાર મળી શકે છે. સગા-સંબંધીઓ સાથે પરસ્પર વિવાદમાં વધારો થઇ શકે છે. ઘરમાં કોઈ નવા કાર્યનો આરંભ કરી શકો છો. લાંબા કાર્યોને પૂરા કરવામાં સફળ રહેશો. તમે સરકાર સંબંધિત પરિયોજનાના કારણે લાભ પ્રાપ્ત કરી શકશો. મિત્રોનો સાથ મળશે. વ્યવસાયમાં લાભના યોગ છે. સાંજના સમયે કોઇ નજીકના મિત્ર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની પૂજા કરવી.

કન્યા રાશિ

અચાનક ધન લાભ થવાની સંભાવના રહેલી છે. તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો, જેમાં પોતાના લોકોને સાથે લેશો, જેના લીધે તમને નવી ઊર્જા મળશે અને જીવનમાં આગળ વધવાના અવસર મળશે. આર્થિક પરેશાનીઓના કારણે તમારે વ્યક્તિઓની આલોચના અને વાદવિવાદનો સામનો કરવો પડી શકે છે. જે લોકો કોઈને પ્રેમ કરી રહ્યા છે, તેમને પ્રેમ જીવનમાં સફળતા મળશે. પોતાના માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

તુલા રાશિ

આજે એવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર દલીલ કરવાથી બચવું, જે તમારી અને પ્રિયજનોની વચ્ચે અંતર વધારી શકે છે. વિરોધીઓ પરાસ્ત થશે. આવકનાં નવા સ્ત્રોત મળવાની સંભાવના છે. તમારું પારિવારિક અને વૈવાહિક જીવન સુમેળભર્યુ રહેશે. વ્યવહાર કુશળતા અને શાંત રહીને કાર્ય પૂર્ણ કરવું. ઉન્નતિના અવસર મળશે. જીવનસાથીનો સહયોગ અને પ્રિય વ્યક્તિનો સાથ મળશે. શેરબજારમાં રોકાણ પણ કરી શકો છો.

વૃશ્ચિક રાશિ

અમુક લોકોને વ્યર્થની ભાગદોડ કરવી પડી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ વિષયને વાંચવામાં વધારે આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરશે. ઘરમાં નવું મહેમાન આવવાની સંભાવના છે, જેના લીધે પરિવારનું વાતાવરણ ખુશનુમા બની જશે. તમને રાજકારણ, વેપાર અથવા ટેકનોલોજી વિષય સંબંધિત કોઈ ડિગ્રી મળી શકે છે. આજે શેરબજારથી દૂર રહેવાના પ્રયાસ કરવા. જીવનસાથી સાથે ટકરાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

ધન રાશિ

આજે તમે નવું વાહન કે મોબાઈલ ખરીદવાનું મન બનાવી શકો છો. આજે તમે માનસિક રૂપથી તણાવમાં રહેશો. આજના દિવસે ખૂબ જ શાંત મગજથી તમારે આગળ વધવું જોઈએ, તો જ તમે પોતાની પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવી શકશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે તળેલી ચીજો ખાવાથી બચવું જોઈએ. તમે પોતાના જીવનમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ તરફ આગળ વધશો. યાત્રા પર જવા માટે દિવસ અનુકૂળ નથી.

મકર રાશિ

આજે તમે કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો. આજે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાર્થીઓ પોતાના લાંબા કાર્યો પૂર્ણ કરી શકે છે. પોતાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારી આર્થિક દશા લાભકારી સિદ્ધ થશે. આજે તમારા ક્રોધ પર સંયમ રાખવું. વધારે મેળવવાના પ્રયાસમાં તમારી પાસે છે તેને પણ ગુમાવી શકો છો. ખર્ચાઓ વધારે થઈ શકે છે. ગુરુનું માર્ગદર્શન અને સ્નેહ તમને મળશે.

કુંભ રાશિ

પૈસાની બાબતમાં કોઈ પાસેથી સલાહ લઈ શકો છો. પિતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિથી વિવાદ થઈ શકે છે. સંતાનની પાછળ ધન ખર્ચ થશે. સરકારી કાર્યથી લાભનો અવસર મળશે. સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકોએ પોતાના કાર્યમાં બેદરકારી દાખવવી ના જોઈએ. પરિવારનાં લોકોની સાથે સંબંધોમાં નકારાત્મકતા પ્રવેશી ના જાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ રહેશે.

મીન રાશિ

અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. સંતાનથી સંતુષ્ટિ રહેશે અને તમે પોતાના સંતાનના પ્રત્યે પ્રેમનો ભાવ પ્રદર્શિત કરી શકશો. કામકાજની બાબતમાં પણ તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. ઘર પરિવારને લઈને મનમાં ચિંતા થઈ શકે છે પરંતુ બદલાતો સમય છે તેથી તે ચિંતાઓ ખૂબ જ જલ્દી દૂર પણ થઈ જશે. જે લોકો સિંગલ છે અને કોઈને પ્રેમ કરે છે, તેમને પોતાના પ્રિયનો સાથ મળશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *