રાશિફળ ૨૦ જાન્યુઆરી : આ ૩ રાશિ વાળા જાતકો માટે ભાગ્યશાળી રહેશે બુધવારનો દિવસ, રોકાયેલા કાર્યો ગતિ પકડશે

Posted by

મેષ રાશિ

આજે દિવસનાં અંત સુધીમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખવું. ખરાબ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. તમારા દરેક જરૂરી કાર્યો બપોર પહેલા કરી લેવા. બોસની સાથે દલીલમાં પડવાથી બચવું. પોતાના કામથી કામ રાખવું. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી પડશે. જુનો રોગ ફરી સામે આવી શકે છે. કામમાં મન લાગશે નહી. નકારાત્મકતા તમારા પર હાવી રહેશે. આજે કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવા. તમારી ગુપ્ત વાતો કોઈને પણ જણાવશો નહી.

વૃષભ રાશિ

આજે લોકો તમારા તરફથી સહાનુભૂતિની આશા રાખશે. તમારા દરેક વિચારેલા કાર્યો પૂરાં થવાના યોગ બની રહ્યા છે. સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળશે. સંપતિ સંબંધિત મામલાઓનું સમાધાન થઇ શકે છે. વ્યાવસાયિક યાત્રાઓમાં સફળતા મળશે. મીટીંગ અને બેઠકોમાં ભાગ લઈ શકશો. માન-સન્માનની પ્રાપ્તિ થશે. ધન પ્રાપ્તિ સુગમ હશે. પૈસાની લેવડદેવડમાં સતર્કતા રાખવી. તમારે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ન્યાયિક બાબતોમાં પક્ષ મજબૂત રહેશે.

મિથુન રાશિ

આજે તમારા કામકાજમાં વધારો જોવા મળી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનાં સહયોગથી ભાગ્યોદયનાં માર્ગ પ્રશસ્ત થશે. રોગમાંથી મુક્તિ મળશે. પ્રિયજનો સાથે મુલાકાત થશે. એકાગ્રચિત થઈને કાર્ય કરી શકશો. વેપારીઓ માટે આજનો દિવસ વિશેષ રૂપથી લાભકારી રહેશે. નવા સંપર્કો બનશે. ધન લાભ અનુકૂળ રહેશે. તમારી યોગ્યતા અને પ્રતિભાને કારણે તમને પોતાના પ્રયાસોના પ્રત્યે પુરસ્કૃત કરવામાં આવશે.

કર્ક રાશિ

આજે કોઈ ખાસ વ્યક્તિ કે નજીકના વ્યક્તિ પાસેથી દગો મળવાના અણસાર છે. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે. ભેટ અને ઉપહારની પ્રાપ્તિ થશે. સરકારી કામમાં થોડી અડચણો આવી શકે છે. વ્યવસાયમાં વધારો થશે. જીવનસાથીની સાથે કોઈ મહત્વપૂર્ણ વિષયમાં ચર્ચા થશે. કોઈ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી પ્રાપ્ત થશે. તમારા જ્ઞાનમાં વધારો થશે અને વિચારોમાં દ્રઢતા આવશે. વ્યવસાય અને નોકરીમાં તમારું પ્રદર્શન ખૂબ જ સારું રહેશે.

સિંહ રાશિ

પરિવારનાં લોકો સાથે કોઈ જરૂરી વિષય પર ચર્ચા થઇ શકે છે. જુનો રોગ ફરીથી સામે આવી શકે છે. ચિંતા અને તણાવમાં રહેશો. દાંપત્યજીવનમાં નવીનતા આવશે. યાત્રામાં વિલંબ થઈ શકે છે. નોકરીમાં સેલેરી વધવાની સંભાવના છે. જોખમ અને જમાનતનાં કાર્યો ટાળવા. ફાલતુ ખર્ચાઓ થશે. સંતાનની વિવાહ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવશે. તમે વિચારેલા દરેક કાર્યો પૂરા થઈ શકે છે. આજે તમારી મહેનતનો ફાયદો મળી શકે છે.

કન્યા રાશિ

આજે તમારા મનમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. જોખમ લેવાનું પણ સાહસ કરી શકશો. પારિવારિક મિત્રોની સાથે સમય સુખમય પસાર થશે. આળસ અને પ્રમાદથી બચવું. પાડોશીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. મનમાં ચંચળતા રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવો નહી. પોતાના દૈનિક કાર્યોની પૂર્તિ બાદ મિત્રોની સાથે બહાર ફરવા જઈને ખુશીઓની ક્ષણો પસાર કરશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ રહેશે. લાભના અવસર પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આજે તમે તે ખર્ચાઓમાંથી બચવા માટે સક્ષમ નહી હોય, જેને તમે લાંબા સમયથી નજરઅંદાજ કરી રહ્યા હતાં. રચનાત્મક કાર્યો સફળ રહેશે. કોઈ તીર્થસ્થળની યાત્રા થઈ શકે છે. ઉમંગ અને ઉત્સાહમાં વધારો થશે. પરિવારનાં વડીલો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલશે. નવા વિચારો મનમાં આવશે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે નહી. પ્રમોશન મળવાની સાથે જ કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમે ઘરના કોઈ કાર્યમાં સહયોગ કરી શકો છો. પૈસાની લેવડદેવડમાં ઉતાવળ કરવી નહી. મનમાં ચિંતા રહેશે. જોખમી રોકાણ લાભકારી રહેશે. ડૂબી ગયેલા પૈસા પ્રાપ્ત થઇ શકે છે. કોઈ નવા અનુબંધ પ્રાપ્ત થઇ શકે છે. ઘર અને જમીન વગેરેની ખરીદી કે વેચાણ લાભદાયી રહેશે. આવનારા સમયમાં તમે શાંતિનો અનુભવ કરી શકો છો. તમને ખૂબ જ જલ્દી સરકારી નોકરી મળી શકે છે. આજે કોઈ સારા સમાચાર મળી શકે છે.

ધન રાશિ

આજે તમારે કોઇપણ વાત ખૂબ જ સમજી-વિચારીને બોલવી. કોર્ટ-કચેરીના કાર્યોમાં આવી રહેલી અડચણો કોઈ પ્રભાવશાળી વ્યક્તિનાં સહયોગથી દૂર થશે. પરસ્પર સંબંધોમાં મજબૂતી આવશે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. યાત્રા મનોરંજક રહેશે. થાક અને અસ્વસ્થતા મહેસૂસ કરશો. તમારે પોતાને સાચા સાબિત કરવામાં ખૂબ જ મહેનત કરવી પડશે.

મકર રાશિ

માતા-પિતાનાં સ્વાસ્થ્યમાં સમસ્યા ઉભી થઇ શકે છે. શારીરિક હાનિ પહોંચી શકે છે. કોઈની સાથે કારણ વગર વિવાદ થઈ શકે છે. તમારે પોતાની વાતોને શેર કરતા સમયે સતર્ક રહેવું. વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. ભાઈઓની બાબતમાં થોડી ચિંતા રહેશે. તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. જો તમને કોઈ ગુમરાહ કરી રહ્યું હોય તો તમારે તેમના પર ધ્યાન રાખવું પરંતુ આવું તમારે છુપાઈને કરવું પડશે.

કુંભ રાશિ

આજે સંતાનના દાયિત્વની પૂર્તિ થશે. પ્રણય સંબંધો પ્રગાઢ થશે. વ્યવસાય ખૂબ જ સારો ચાલશે. પારિવારિક સુખમાં વધારો થશે. કોઈ ખુશખબરી મળવાના યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં સારા પરિણામ મળશે. જો તમે નોકરી શોધી રહ્યા હોય તો સફળતા મળશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહેશે. જીવન સુખમય પસાર થશે. સારું પ્લાનિંગ અને સારી વિચારસરણીનાં કારણે તમને મોટો ફાયદો થઈ શકે છે.

મીન રાશિ

આજે કોઈ મુસીબતનો સામનો કરવો પડી શકે છે. નવી યોજનાઓ બનશે. કાર્ય-પ્રણાલીમાં સુધારો આવશે. જો કોઇ સમસ્યા હોય તો તેમના પર વધારે પડતી પ્રતિક્રિયા આપવી નહી. યાત્રા કષ્ટકારક રહેવાના યોગ બની રહ્યા છે. ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. આજે દરેક કાર્યમાં બુદ્ધિનો યોગ્ય પ્રયોગ કરવો. કાયદા વિરુદ્ધ કોઈ એવું કાર્ય ના કરવું કે જેનાથી કોઈ મોટી પરેશાનીનો સામનો કરવો પડે. લવ લાઇફમાં સિતારાઓ તમને સાથ આપશે. તમારી ચતુરાઇથી બગડેલા કામ પણ પુરા કરી શકશો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૦ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *