રાશિફળ ૨૦ નવેમ્બર : શુક્રવારે આ ૪ રાશિઓને સાથ આપી રહ્યું છે ભાગ્ય, થશે ધનવર્ષા

Posted by

મેષ રાશિ

વૈવાહિક સુખનાં દ્રષ્ટિકોણથી આજે તમને કંઇક અલગ ઉપહાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન ખૂબ જ સારું રહેશે તેમજ સફળતા પ્રાપ્ત કરી શકશો. અભ્યાસમાં સુધારો કરવાના નવા અવસર મળી શકે છે. કોઈની તરફ તમે પહેલી જ મુલાકાતમાં આકર્ષિત થઇ શકો છો. નવા સંપર્કો બનશે જે આગળ ચાલીને તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓ પર તમારું ધન ખર્ચ થશે. આજે તમારી સકારાત્મક વિચારસરણી ખૂબ જ મદદગાર સાબિત થશે.

વૃષભ રાશિ

આજે પોતાનો વ્યવહાર સકારાત્મક જાળવી રાખવો. ખૂબ જ જલ્દી સફળતાના દ્વાર ખુલશે. પિતા તરફથી સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. ધનનું રોકાણ કરવા માટે આજે ખૂબ જ સારો દિવસ છે. પરિવારની સાથે સમય પસાર કરીને સારું મહેસૂસ કરશો. અભ્યાસમાં તમારું પ્રદર્શન ખૂબ જ સારું રહેશે. કોઈ સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરી શકશો. નાની પરંતુ દૂરની યાત્રા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમારો દિવસ અનુકૂળ રહેશે. કોઈની પાસેથી યોગ્ય સલાહ લેવામાં અચકાવું નહીં.

મિથુન રાશિ

આજે તમારી ભૂલો મિત્રો કે સંબંધીઓ પર ઢોળવાની કોશિશ કરવી નહી. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. આર્થિક બાબતમાં સમજી વિચારીને નિર્ણય લેવા, ધન ખર્ચ વધારે થઈ શકે છે. કરિયરમાં કોઈ મોટો અવસર મળી શકે છે. પોતાના સાથીને લઈને ચાલી રહેલી શંકા દૂર થશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. વ્યવસાય બાબતે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારું મન આજે કોઈ વાતને લઈને પરેશાન રહી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા કષ્ટો હવે દૂર થશે.

કર્ક રાશિ

આજે તમારા જીવનસાથી તમારી ખૂબ જ પ્રશંસા કરશે જેના લીધે તમારા બંનેની વચ્ચે નિકટતા વધશે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. તમને કોઈ સારી કંપનીમાંથી નોકરી માટે ઓફર આવી શકે છે. તમને મિત્રો તરફથી ભરપૂર સહયોગ મળશે. તમારું વૈવાહિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય કે તેમની તૈયારીઓ થઈ શકે છે. બાળકો તરફથી ખુશી મળશે. સાંજના સમયે મહેમાન આવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા જળવાઈ રહેશે.

સિંહ રાશિ

અચાનક કોઈ શુભ સમાચાર મળવાથી તમે આનંદમાં રહેશો. જો આજે તમે ક્રોધ પર નિયંત્રણ રાખશો તો તમે પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. સામાજિક મોરચા પર આજે કોઈ તમારી મદદ કરી શકે છે. આજે તમારા સાથી કોઈ જૂની વાતો સાંભળવાના મૂડમાં નહી હોય. તમે એક પારિવારિક આયોજનમાં બધાના ધ્યાનનું કેન્દ્ર બનશો. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત કરી શકશો. આજે તમે ખૂબ જ સમજી-વિચારીને ખર્ચ કરશો. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે.

કન્યા રાશિ

આજે તમારા પરિવારમાં કોઈ બાળકના સ્વાસ્થ્યને લઈને ચિકિત્સકીય દેખભાળની જરૂરિયાત પડી શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં પોતાના સપનાઓને પુરા કરવાની કોશિશ કરશે. યાત્રા સુખદ અને લાભદાયક રહેશે. સંતાન પક્ષ તરફથી આનંદ પ્રાપ્ત થશે. લવ લાઇફમાં ભરપૂર રોમાંચ રહેશે. જે લોકો બેરોજગાર છે આજે તેમની નોકરીની તલાશ પૂરી થઈ શકે છે. તમારે પોતાના આસપાસની દરેક ચીજ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

તુલા રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જે લોકો પ્રેમ જીવનમાં છે તેમને આજે સમસ્યાઓ થઈ શકે છે. કોઈ વાતને લઈને ગેરસમજણ તમારા બંનેની વચ્ચે પોતાની જગ્યા બનાવી શકે છે. યાત્રા દરમિયાન નવી જગ્યા જોવા મળશે અને નવા લોકો સાથે મળવાનો અવસર મળશે. આજે તમે ઉતાવળમાં અમુક નિર્ણયો લઇ શકો છો, જેના લીધે તમારે ભવિષ્યમાં પસ્તાવું પડી શકે છે. દિવસના મહત્વને સમજવું અને પોતાના ઉદ્દેશ્યનાં પ્રત્યે કાર્ય કરતા રહેવું.

વૃશ્ચિક રાશિ

સ્વાસ્થ્ય હેતુ પોતાની ખાણી-પીણી પર વધારે ધ્યાન આપવું. શિક્ષણ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓની પ્રગતિ થશે. આજે પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે. તમે અન્ય લોકોની સામે પોતાની વાત ખુલીને જણાવી શકશો. આજે સંતાન પક્ષ તરફથી તમને ખુશખબરી મળશે. કામકાજની બાબતમાં આજે તમારે અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારું મન પોતાના કામમાં ઓછું લાગશે. નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ રહેશે. તમે પોતાની પ્રતિભાથી લોકોને પ્રભાવિત કરશો.

ધન રાશિ

આજનો દિવસ આસપાસના લોકોની સાથે મળીને કામ કરવાનો દિવસ છે. પરિવારના લોકો તમારી સાથે ઉભા રહેશે. આજે સ્વાસ્થ્યના મામલામાં તમે સ્વસ્થ રહેશો. આજે તમારા મગજમાં અચાનકથી કોઈ એવો વિચાર આવશે જે તમારા પ્રગતિના માર્ગ ખોલશે. તમારા દાંપત્યજીવનમાં તણાવની સ્થિતિ રહેશે, પરંતુ તમારે થોડું સંયમ રાખવું પડશે. એક જૂનું રહસ્ય આજે તમારી સામે આવી શકે છે જેનાથી તમારા મનમાં શંકા ઊભી થઈ શકે છે.

મકર રાશિ

આજે કોઈ પર્યટન સ્થળની મુલાકાત થશે. પરિવારનો સહયોગ ઓછો હોવાને લીધે તમે પરેશાની મહેસૂસ કરશો. પ્રેમ જીવન માટે દિવસ સામાન્ય રહેશે. જૂના લોકો સાથે મુલાકાત થવાથી તમને ફાયદો મળશે. વેપારીઓને કોઈ જરૂરી કામથી યાત્રા કરવી પડી શકે છે. આજે ધનની બાબતમાં સ્થિતિ સારી રહેશે. કામકાજની બાબતમાં સારા પરિણામો મળવાથી તમે ખુશ રહેશો. વિવાહ ઇચ્છુક વ્યક્તિઓને પાર્ટનર મળવાના યોગ છે.

કુંભ રાશિ

આજે તમારી સર્જનાત્મકતા તમને અન્ય સાથીઓથી આગળ લઈ જશે. તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આજે તમે બીમાર પડી શકો છો જેથી તમારે પોતાની ખાણીપીણી પર વિશેષ ધ્યાન આપવું પડશે. આવકમાં વધારો થવાથી મન પ્રફુલ્લિત રહેશે. આજે તમને કોઇ સારી નોકરી મળી શકે છે. પરિવારના લોકોની સાથે ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે. સમયની અનુકૂળતા કાર્ય સિદ્ધ કરશે. વ્યાવસાયિક લાભના યોગ છે.

મીન રાશિ

આજે મિત્રો સાથે મુલાકાત થશે અને તેમના પર ખર્ચ થશે. આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારા કરિયરની દિશા બદલશે, પરંતુ તમારે પોતાના જીવનનો કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો જોઈએ. આજે તમે પોતાના પ્રિય વ્યક્તિને પોતાના દિલની વાત ખુલીને જણાવશો, જેનાથી તે ખૂબ જ ખુશ થશે. આજે તમારે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૦ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *