મેષ રાશિ
આજે તમારા પરિવારમાં કલેશ, મતભેદ થઈ શકે છે. આર્થિક મામલાઓ માટે આજનો દિવસ સારો રહેશે. આવકના નવા સ્રોતો મળી શકે છે. તમારા કાર્યના પ્રત્યે તમને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે તમારા કાર્યોની સમીક્ષા કરવામાં આવી શકે છે. કાર્યસ્થળ પર મધુર વ્યવહાર બનાવીને રાખવો. આજે કોર્ટના મામલાઓમાં પડવાથી બચવું. ખરાબ આદતોથી દૂર રહેવું. ભવિષ્યને લઈને બિનજરૂરી ચિંતા કરતા રહેવું તમને પરેશાન કરી શકે છે.
વૃષભ રાશિ
વેપારીઓ આજે પોતાના વ્યવસાયમાં ધન ખર્ચ કરીને નવા કાર્યનો પ્રારંભ કરી શકશે. મહેનત વગર સારા પરિણામ મળશે નહી. આજે પરિવારના વર્તનમાં થોડો ફર્ક આવી શકે છે. પરિવારના સદસ્યો સાથે તમારે દલીલ કરવાથી બચવું જોઈએ. નહિતર વિવાદ થઈ શકે છે. મનમાં અસુરક્ષાની ભાવના જાગી શકે છે. દેવી દુર્ગાની પૂજા કરવી. ભવિષ્ય માટે યોજના બનાવી શકશો. શત્રુઓ સાથે ટક્કર લેવી પડી શકે છે. સીઝનની બીમારી થઇ શકે છે.
મિથુન રાશિ
પિતાનું સ્વાસ્થ્ય અસ્થિર રહેવાની સંભાવના છે, પરંતુ તે ખુબ જ જલ્દી ઠીક પણ થઈ જશે. બેરોજગારોને રોજગાર મળશે. આજે કારણ વગર કોર્ટ-કચેરીના મામલાઓમાં પડવું નહી, નહિતર સમય અને ધન બન્નેનો બગાડ થશે. મહેનતના અનુરૂપ ફળ પ્રાપ્ત થશે નહી, તેવામાં તમારે નકારાત્મક થવું નહી. આજે સકારાત્મક વિચારોની સાથે આગળ વધવું. લોકો તમારી સાથે પોતાના ખોટા કામ માટે માફી માંગશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે.
કર્ક રાશિ
આજે વાણી પર સંયમ રાખીને આગળ વધવું, સાથે જ બિનજરૂરી ખર્ચાઓ કરવાથી બચવું. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થઇ શકે છે. બોસ પણ તમારા કામથી ખુશ રહેશે. ભગવાન શ્રીરામનું ધ્યાન કરવું, ભગવાન શ્રીરામનું ધ્યાન કરીને કરવામાં આવેલ તમારા બધા જ કાર્યોમાં આજે તમને સફળતા મળશે. પરિવારમાં તમારે પોતાના કર્તવ્યને સમજવું અને તેમને પૂરું કરવું, જેના માટે તમારું સન્માન કરવામાં આવશે. ભાગ્યનો સાથ મળશે.
સિંહ રાશિ
આજે તમારે પોતાના ક્રોધને નિયંત્રિત કરવાની આવશ્યકતા છે. આજે કામ ધંધા માટે દિવસ અનુકૂળ છે. પ્રગતિ થવાની પણ સંભાવનાઓ છે. આજે તમારે લાંબી યાત્રાઓ કરવી પડી શકે છે પરંતુ આજે કરવામાં આવેલી યાત્રા ફાયદાકારક રહેશે. પરિવારના સદસ્યોનો સહયોગ તમને મળી શકે છે. તમે પોતાના ઘરેલુ જીવનને લઇને ચિંતામાં રહી શકો છો. આજે તમે શિવ મંદિરનાં દર્શન કરો. તેનાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
કન્યા રાશિ
ગેરસમજણથી બચીને રહેવું. પારિવારિક જીવન સુખી રહેશે. તમારું માન-સન્માન વધશે. આજે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. આજે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. આજે અમુક મામલાઓમાં પરસ્પર મતભેદ થવાની સંભાવનાઓ છે. ઘર પર પ્રયત્નો કરવા કે કોઈ તમારા લીધે દુઃખી ના થાય અને પરિવારની જરૂરિયાત મુજબ તમારે પોતાને ઢાળવા. આજે સંતાનને લઈને તમારું મન પ્રસન્ન રહેશે.
તુલા રાશિ
તમે વિપરીત પરિસ્થિતિઓ પર નિયંત્રણ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરશો. કામકાજના મોરચા પર આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સંતાન સાથે જોડાયેલ કોઈ વાત પણ પરેશાન કરી શકે છે. જરૂર છે કે ધૈર્ય બનાવી રાખો અને વાણી પર સંયમ રાખીને જ કોઇ વિવાદમાં પડવાથી બચવું. નોકરીયાત લોકો આજે કોઈ નવા પ્રોજેક્ટ પર પોતાના કામની શરૂઆત કરી શકે છે. મિત્રો-સંબંધીઓથી લાભ થશે. તેમની પાસેથી ભેટ મળીને આનંદ થશે.
વૃશ્ચિક રાશિ
તમારી લવ લાઇફ પર ગ્રહોની સામાન્ય અસર જોવા મળશે. પ્રેમ અને તકરાર બન્ને થઈ શકે છે. તમારા માટે આજે મોજ મસ્તીનો દિવસ છે. તેમાં તમારા મિત્રો અને તમારા નજીકના સંબંધીઓ ભાગ લઈ શકે છે. વ્યવસાયમાં ફાયદો મળવાનાં યોગ છે. પાછલા ઘણા સમયથી તમે દબાણ મહેસુસ કરી રહ્યા હતા પરંતુ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. આજે તમે માનસિક રૂપથી મજબૂત રહેશો. પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
ધન રાશિ
કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધારે વિશ્વાસ કરવો નહી. તમે જે નોકરી કરી રહ્યા છો તેના પર જ ધ્યાન આપવું અને કોઈ અન્ય વ્યક્તિ પાસે આશા રાખવી નહી. તમારી રચનાત્મકતા તમને અન્ય લોકોથી આગળ રાખશે. જે કામને તમે હાથમાં લેશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારે તમારી આવક અને ખર્ચામાં સંતુલન જાળવવાની જરૂરિયાત છે. જરૂરિયાત પડવા પર તમારા વડીલોનો સહયોગ તમને પ્રાપ્ત થશે. પૈસાની બાબતમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.
મકર રાશિ
વડીલોની સહાયતા પ્રાપ્ત થશે. આજે ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. બની શકે છે કે પૈસાથી જોડાયેલ જે કામને લઈને તમે ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા હતા આજે તે કામ તમારું પૂર્ણ થઈ શકે છે. આજે ભાવુકતાથી બચવાની કોશિશ કરવી અને લાગણીમાં આવીને કોઇ નિર્ણય લેવો નહી. વિરોધીઓ તમને અસ્થિર કરવાની કોશિશ કરશે પરંતુ તે અંતમાં પરાજિત થશે. ઉતાવળમાં કે બેદરકારીથી કોઇ કામ કરવું નહી.
કુંભ રાશિ
આજે તમારી સફળતાનું સ્તર અન્ય લોકોની તુલનામાં વધારે હોઈ શકે છે. પાછલા ઘણા દિવસોથી તમે પોતાના પાર્ટનરને પૂરતો સમય આપી શકતા ના હતાં, પરંતુ આજે તમે તેમની સાથે ખૂબ જ મોજ-મસ્તી કરશો અને તેમની દરેક ફરિયાદો દૂર કરવાની કોશિશ કરશો. આજે તમારે પોતાને નકારાત્મક વિચારોથી દૂર રાખવાની કોશિશ કરવી કારણકે આજનો પૂરો દિવસ તમારા પર હાવી થવાનો છે. નવો વ્યવસાય શરૂ કરવામાં પરિવારના લોકોનો સહયોગ મળશે.
મીન રાશિ
આજે તમારા કાર્ય અધુરા રહી શકે છે. પ્રેમની બાબતમાં આજે તમને ખોટા સમજવામાં આવશે. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમારું રોકાયેલ કોઈ કામ આજે ફરીથી શરૂ થઈ શકે છે. જોકે તમારે તેને પૂરું કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. પેટ સંબંધી રોગો પરેશાન કરી શકે છે. તમારો ખરાબ વ્યવહાર તમને મુસીબતમાં નાખી શકે છે. વાણી પર સંયમ રાખવું જરૂરી રહેશે. જમીન સંપત્તિ સાથે સંબંધિત ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે.