રાશિફળ ૨૦ સપ્ટેમ્બર : આજે ૭ રાશિવાળા લોકોને મળશે સૂર્યદેવના આશીર્વાદ, મળશે ભાગ્યનો સાથ

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે થોડો કષ્ટદાયી રહી શકે છે. આજે તમારું મન દુવિધામાં રહેશે. સમય પર સાચો નિર્ણય ના લેવાના કારણે નુકસાન થઈ શકે છે. આજે કોઈની સાથે પૈસાની લેવડ-દેવડ ના કરવી જોઈએ અને કોઈને પૈસા ઉધાર પણ ના આપવા જોઈએ. પૈસાના મામલામાં કોઇ મોટો નિર્ણય પણ જાતે ના લેવો જોઈએ. કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ ના પહોંચાડો. પ્રેમની સાથે-સાથે તમારા વ્યવસાય પર પણ ધ્યાન આપો. કોઈ નજીકનું વ્યક્તિ તમારો ખોટો ફાયદો પણ ઊઠાવી શકે છે. સ્વાસ્થ્ય થોડુ ખરાબ થઈ શકે છે.

વૃષભ રાશિ

નોકરીમાં આજે તમારા ઉચ્ચ અધિકારી તમારાથી ખુશ રહેશે. તમારા પ્રમોશનના યોગ બની રહ્યા છે. અધિકારી સાથે વાત થઇ શકે છે. કોઈ કામ બાબતે મુસાફરી કરવી પડી શકે છે. કોઈ નવી યોજનાનો આરંભ કરવા માટે આજનો દિવસ શુભ છે. સરકાર તરફથી લાભ થવાની પણ સંભાવના છે મનમાં ચિંતા અને વ્યાકુળતા રહી શકે છે. વિદ્યાર્થીઓને આજે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારી પરેશાનીમાં બે ગણો વધારો થશે. વેપારીઓને મળનાર આર્થિક લાભમાં અડચણ આવી શકે છે.

મિથુન રાશિ

તમારી માતાના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો. જમીન અને મકાન સાથે જોડાયેલ કામ પુરા થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે. આજે સ્વસ્થતાનો અનુભવ થશે. વિવેકપૂર્ણ કાર્ય લાભ આપશે. સ્પર્ધામાં સફળ રહેશો. સંતાન સુખ મળી શકે છે. વ્યવસાયમાં આગળ વધવાના નવા અવસર મળી શકે છે. અમુક મામલાઓમાં કોઈ અનુભવી પાસેથી સલાહ લઈને જ નિર્ણય લેવો જોઈએ. કોઈ નજીકના વ્યક્તિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. લવ લાઈફ માટે આજનો દિવસ સામાન્ય પસાર થશે.

કર્ક રાશિ

આજે જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે. સહ કર્મીઓ અને અધિકારીઓ સાથે વિવાદમાં પડવું નહી. જો તમે રજા પર હોય તો નાના લોકો સાથે સુમેળ રાખો. પારિવારિક જીવન સામાન્ય રહેશે. પૈસા સાથે જોડાઈ અમુક મામલા મુશ્કેલી ઉભી કરી શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. આજે તમે તમારી ઇચ્છાઓને બાયપાસ કરીને તમારા જીવનસાથીની ઈચ્છાઓને પૂર્ણ કરશો.

સિંહ રાશી

આજે કામ વધારે હોવાને કારણે થાક મહેસૂસ કરશો. ઉતાવળમાં કોઇ કામ કરવાથી બચવું જોઈએ. જુના રોગોમાંથી છુટકારો મળી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં પહેલા કરતાં વધારે સુધારો જોવા મળશે. જો આજે તમે તમારા માટે કંઈક ખાસ કરવા માંગતા હોય તો આજનો દિવસ એકદમ યોગ્ય છે. કાર્યસ્થળ પર કારણ વગર તણાવ સંભવ છે. યાત્રા સફળ રહેશે. સારા સમાચાર મળી શકે છે. આજે તમને તમારી મહેનતનું ફળ મળશે. રસ્તા પર બેકાબૂ થઈને ગાડી ચલાવશો નહી. બિનજરૂરી વાતચીત અને નકામા મુદ્દાને પોતાનાથી દૂર રાખો.

કન્યા રાશિ

યાત્રાથી લાભ થશે. પ્રમોશનના પ્રયત્નો સફળ રહેશે. કોઈ માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. તમારા કરિયારમાં આગળ વધવાનો અવસર મળી શકે છે. તમને કોઈ મોટી જવાબદારી મળવાના પણ યોગ છે. મહિલાઓએ છેતરપિંડી અને ખરાબ પરિસ્થિતિમાં જવાથી બચવાની આવશ્યકતા રહેશે. પગારદાર લોકોને લાભ મળી શકે છે. સ્વાસ્થ્યમાં આજે થોડી રાહત મળશે. વિદ્યાર્થીઓને આજે વધારે મહેનત કરવી પડશે.

તુલા રાશિ

આજે તમે તમારામાં એક નવી ઉર્જાનો અનુભવ કરશો અને કોઈપણ કાર્યને ઝનૂન સાથે કરવામાં સક્ષમ રહેશો. આજે વ્યવસાયમાં કોઈ જોખમ લેવું નહીં. આજે ખર્ચમાં વધારો થઇ શકે છે. ચોરી, ઈજા અથવા વિવાદથી નુકસાન થઈ શકે છે. સંયમથી કામ લેવું પડશે. પિતાની સાથે વિવાદ થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી પડશે. સહકર્મીઓની નજર આજે તમારા પર રહેશે. આજે તમારે વાણી પર નિયંત્રણ રાખવું પડશે. નહિતર કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે. ધનમાં વધારો થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજના દિવસે જૂના રોકાણથી ફાયદો થવાના યોગ બની રહ્યા છે. મહિલાઓ ઘરના કાર્યમાં વ્યસ્ત રહેશે. મનોરંજન અને અમુક જરૂરી ચીજોની ખરીદીમાં ખર્ચ વધશે. દિનચર્યામાં પરિવર્તન આવશે. કાર્યશૈલીમાં પરિવર્તનથી લાભ મળશે. તમારે આજે નોકરીમાં અમુક મુદ્દા પર સમાધાન કરવું પડશે. ગુરૂજનો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત થશે. વિવાહિત લોકો માટે આજનો દિવસ સારો પસાર થશે. કાળા કૂતરાને રોટલી ખવડાવો કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થશે. પરિવારના લોકો સાથે સંબંધમાં સુધારો આવી શકે છે.

ધન રાશિ

કોઈપણ વાદ વિવાદમાં પડવાની જગ્યાએ જો તમે તે મામલાને શાંતિથી હલ કરશો તો તમારા માટે સારું રહેશે. ગ્રહ-નક્ષત્ર આજે તમને ધન બાબતે લેવડ-દેવડમાં સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. નકારાત્મક વિચારોને મનમાં આવવા દેવા નહી. પારિવારિક જીવનમાં તાલમેલથી સ્થિતિ પર નિયંત્રણ રહેશે. અવસર તમારી સંતુષ્ટિના અનુસાર નહીં હોય. આજે લક્ષ્ય પ્રાપ્ત ના થઈ જાય ત્યાં સુધી હિંમત હારશો નહિ. સફળતા જરૂર મળશે. આત્મવિશ્વાસ વધારે હોવાથી સ્વભાવ થોડો નરમ રાખશો.

મકર રાશિ

આજે તમે સફળ થઈ શકશો. કામકાજમાં ઉતાવળ કરવાથી બચવું જોઈએ. મિત્રોનો સહયોગ મળશે. સ્વાસ્થ્યના મામલામાં પણ તમારે આજે સંભાળીને રહેવું પડશે. પરિવારમાં વાદ-વિવાદનું વાતાવરણ બની શકે છે. માતા-પિતાની સાથે તાલમેલ બનાવીને રાખો અને તેમના આશીર્વાદ અવશ્ય લેવા. જીવનસાથીની સાથે કોઈ નાનો મોટો મતભેદ તમારા ઘરની શાંતિને ભંગ કરી શકે છે. આજે તમારે વિરોધીઓથી સતર્ક રહેવાની જરૂર છે. તેમના દ્વારા કરવામાં આવેલ બધા જ પ્રયાસો અસફળ સાબિત થશે.

કુંભ રાશિ

જીવનસાથી અનઅપેક્ષિત ઝઘડાના કારણે તમને પરેશાન કરશે. કલા-જગત સાથે જોડાયેલા લોકો થોડું નવું અને સારું કરી શકે છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગીદારી અવશ્ય કરો. આજે તમારા તમામ કાર્યો પૂરા થશે. રાજકારણમાં આજે તમને એવા લોકો મળશે જે તમારા લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂરા કરવામાં મદદ કરશે. આજે તમને અમુક રસપ્રદ માહિતી મળી શકે છે. ઓફિસમાં આજે ઉત્સાહજનક સ્થિતિ બની શકે છે. આજે તમારું કામકાજમાં મન લાગશે. આજે તમે અચાનક આવનારી સમસ્યાઓ સામે લડી શકશો.

મીન રાશિ

આજે અચાનક મળેલ કોઈ સુખદ સંદેશ ઊંઘમાં તમને મીઠા સપના આપશે. પરિવારની સાથે આજે સારો સમય પસાર કરી શકશો. જરૂરી વસ્તુઓ પર તમારુ ધન ખર્ચ થશે. પ્રતિસ્પર્ધીઓ અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમારા અધુરા કાર્યો પૂરા થશે. આજે નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. વાહન અને મશીનરીના પ્રયોગમાં સાવધાની રાખવી પડશે. વિવાદોથી બચવું જોઇએ. ખરાબ સંગત આજે તમને નુકસાન પહોંચાડશે. જુનો રોગ ફરીથી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *