રાશિફળ ૨૦૨૧ : પોતાની જન્મતિથિ પરથી જાણો કેવું રહેશે તમારા માટે નવુ વર્ષ

વર્ષ ૨૦૨૦ સંપૂર્ણ દુનિયા માટે ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું છે. તેવામાં હવે બધા ૨૦૨૧ પાસેથી ઘણી બધી આશાઓ રાખી રહ્યા છે. દરેક વ્યક્તિ તે જાણવા માંગે છે કે વર્ષ ૨૦૨૧ કેવું રહેશે. જણાવી દઈએ કે જન્મતિથિનો આપણા જીવનમાં ખૂબ જ વધારે પ્રભાવ પડે છે. તેવામાં જન્મતિથિનાં અનુસાર દરેક વ્યક્તિનો એક મૂળાંક હોય છે. તો ચાલો જાણી લઈએ નવું વર્ષ એટલે કે ૨૦૨૧ ક્યાં મૂળાંક વાળા લોકો માટે શુભ રહેશે અને ક્યાં લોકોએ સાવધાન રહેવું પડશે.

મૂળાંક-

૧, ૧૦, ૧૯, ૨૮ તારીખનાં રોજ જન્મેલા લોકોનો મૂળાંક ૧ હોય છે. વર્ષ ૨૦૨૧ મૂળાંક ૧ વાળા લોકો માટે સામાન્ય રહેશે. નવા વર્ષમાં તમારી અંદર ઘણી નવી ઉર્જાનો સંચાર થશે અને તમે પોતાના કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો. તમારી મહેનતનું ફળ તમને ખૂબ જ જલ્દી મળશે. ઓફિસમાં તમારા સિનિયર અધિકારીઓ તમારા કામની ખુબ જ પ્રશંસા કરશે. તેવામાં તમારી પ્રગતિ થવાની અને આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પણ ૨૦૨૧ ખૂબ જ સારું રહેશે. જે વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમણે વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પૈસાની લેવડ-દેવડના મામલાઓમાં સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે, નહીતર કોઈ મોટું નુકસાન થઈ શકે છે. વર્ષ ૨૦૨૧ તમારા માટે રોકાણની બાબતમાં સારું રહેશે નહી. પરિવારમાં ખુશનુમા વાતાવરણ જળવાયેલું રહેશે. દાંપત્યજીવનમાં અમુક પરેશાનીઓ આવી શકે છે, જોકે તે ખૂબ જ જલ્દી દૂર પણ થઈ જશે.

મૂળાંક-

૨, ૧૧, ૨૦, અને ૨૯ તારીખનાં રોજ જન્મેલા લોકોનો મૂળાંક ૨ હોય છે. નવું વર્ષ મૂળાંક ૨ માં જન્મેલા લોકો માટે શુભ ફળદાયી રહેશે. તમને પોતાની મહેનતનું ફળ મળશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષામાં છે, તેમને પણ સફળતા મળશે. સંપૂર્ણ વર્ષ તમે ઊર્જાવાન રહેશો. જે જાતકો રિલેશનશિપમાં છે, તે પોતાનાં સંબંધને આગળ વધારી શકે છે અને વિવાહનો પણ વિચાર કરી શકે છે. નોકરીયાત લોકોનું સ્થાન પરિવર્તન થઈ શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. પરણિત લોકોના જીવનમાં અમુક નવા પડકારો આવી શકે છે. નવું વર્ષ તમે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો. પારિવારિક જીવન ખુશનુમા રહેશે.

મૂળાંક-

મૂળાંક ૩ તેમનો હોય છે, જેમનો જન્મ ૩, ૧૨, ૨૧ કે ૩૦ તારીખના રોજ થયો હોય. મૂળાંક ૩ વાળા લોકો માટે આ વર્ષ એકદમ સામાન્ય રહેશે. અમુક જરૂરી કાર્યોમાં અડચણો આવશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકશો, જેનાથી તમારું મન શાંત રહેશે. આ વર્ષની શરૂઆતથી જ વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે. પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળ થવાની સંભાવના છે. પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે ૨૦૨૧ વધારે સારું રહેશે નહી. નોકરિયાત લોકોને થોડા સારા સમાચાર મળી શકે છે. આ મૂળાંકના લોકોનાં ખર્ચાઓમાં વધારો થશે, તેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે. નવા વર્ષમાં તમારે માનસિક રૂપથી મજબૂત રહેવાની જરૂરિયાત રહેશે.

મૂળાંક-૪

૪, ૧૩, ૨૨ અને ૩૧ તારીખના રોજ જન્મેલા લોકોનો મૂળાંક ૪ હોય છે. મૂળાંક ૪ વાળા લોકો માટે નવું વર્ષ સામાન્ય રહેશે. તમારી પ્રામાણિકતા અને મહેનત તમને સફળતાનાં શિખરે પહોંચાડશે. નવા વર્ષમાં તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે, જેનાથી તમે ખુશ રહેશો. પ્રેમ સંબંધો પણ આગળ વધશે. વિદ્યાર્થીઓ માટે વર્ષના મધ્યમાં થોડી મુશ્કેલીઓ આવશે. આ મૂળાંકના જે જાતકો વ્યવસાયના ક્ષેત્રમાં સક્રિય છે, તેમના માટે ૨૦૨૧ ખૂબ જ શુભ છે. નવા વર્ષમાં સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમને ધન લાભ થશે. દાંપત્યજીવન પણ સામાન્ય રહેશે. વર્ષના મધ્યમાં અમુક સમસ્યાઓ થશે.

મૂળાંક-

૫, ૧૪ અને ૨૩ તારીખનાં રોજ જન્મેલા લોકોનો મૂળાંક ૫ હોય છે. વર્ષ ૨૦૨૧ મૂળાંક ૫ વાળા લોકોને સૌથી વધારે પ્રભાવિત કરશે. એવું એટલા માટે કારણ કે આ વર્ષનો કુલ યોગ (૨+૦+૨+૧=૫) છે. તેવામાં આ વર્ષે ૫ મૂળાંક વાળા લોકોએ પૂરો લાભ ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈપણ પરિસ્થિતિઓનો મુકાબલો તમે સરળતાથી કરી લેશો. પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા મળશે. પ્રેમસંબંધો માટે પણ આ વર્ષ સારું રહેશે. અમુક લોકોના પ્રેમ-વિવાહ થઈ શકે છે. પારિવારિક જીવનમાં અમુક ઉતાર-ચઢાવ આવી શકે છે. નોકરીયાત લોકોએ ૨૦૨૧માં સતર્ક રહેવું પડશે. આર્થિક સ્થિતિની બાબતમાં તમારા માટે નવું વર્ષ સારું રહેશે. વ્યવસાય કરતા લોકોને સારો એવો નફો થઈ શકે છે.

મૂળાંક-

૬, ૧૫ અને ૨૪ તારીખનાં રોજ જન્મેલા લોકોનો મૂળાંક ૬ હોય છે. અંક જ્યોતિષનું માનીએ તો તમારા માટે નવું વર્ષ ઉત્તમ રહેશે. તમે પોતાના જીવનસાથીને ખુશ કરવાની કોશિશ કરશો. તીર્થ યાત્રા પર જવાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ ખૂબ જ સારું રહેશે. પોતાના પરિવારના લોકો સાથે બહાર ફરવા જઈ શકો છો. તમારા મનમાં બધા જ માટે સ્નેહની ભાવના રહેશે. આ વર્ષે તમે પોતાની નોકરી બદલી શકો છો. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળશે. નવા વર્ષમાં તમે પોતાની ક્ષમતાઓનો સારી રીતે પ્રયોગ કરી શકશો.

મૂળાંક-૭

૭, ૧૬ અને ૨૫ તારીખનાં રોજ જન્મેલા લોકોનો મૂળાંક ૭ હોય છે. વર્ષ ૨૦૨૧ તમારા માટે ઉન્નતીથી ભરેલું રહેશે. આવકના નવા સ્રોતો ખુલશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. તમે પોતાની ઘણી ઇચ્છાઓ નવા વર્ષમાં પૂરી કરશો. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે કારણ કે મહેનત વગર સફળતા મળશે નહી. જે વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમને સારા પરિણામ મળી શકે છે. જીવનસાથી સાથે અમુક વાતોને લઈને મતભેદ થઈ શકે છે, જોકે ધીમે-ધીમે વર્ષના અંત સુધીમાં સંબંધ ફરીથી મજબૂત થઈ જશે. વ્યવસાય કરતા લોકો માટે વર્ષ ૨૦૨૧ ખૂબ જ લાભદાયક રહેશે.

મૂળાંક-૮

૮, ૧૭ અને ૨૬ તારીખનાં રોજ જન્મેલા લોકોનો મૂળાંક ૮ હોય છે. નવું વર્ષ તમારા માટે સામાન્ય રહેશે. પોતાના ગંભીર વ્યક્તિત્વથી બહાર નીકળવું અને વ્યાવહારિક જીવન જીવવાની કોશિશ કરવી. જો તમે પ્રેમ સંબંધોમાં હોય તો પોતાના પાર્ટનર માટે કંઈક નવું કરી બતાવશો. તમારે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે, નહિતર કોઈ મોટી પરેશાનીમાં ફસાઈ શકો છો. ખાણી-પીણી સંતુલિત કરવાથી તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી બચી શકો છો. નોકરીયાત લોકો માટે નવુ વર્ષ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં તમને સહકર્મીઓનો સાથ મળશે. નવા વર્ષમાં તમારા વ્યવસાયમાં પણ તેજી આવશે અને લાભ થશે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે અને તમે નવા વર્ષમાં ખૂબ જ ખુશ રહેશો. નવા વર્ષમાં તમને અમુક નવી ચીજોનો પણ અનુભવ થઈ શકે છે.

મૂળાંક-૯

૯, ૧૮ અને ૨૭ તારીખનાં રોજ જન્મેલા લોકોનો મૂળાંક ૯ હોય છે. નવા વર્ષમાં તમારી ખૂબ જ પ્રગતિ થશે. ચારેય તરફથી તમને લાભ જ લાભ મળશે. વર્ષ ૨૦૨૧માં તમારે ઘણું બધું શીખવું પડશે. જો તમારે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી હોય તો પોતાના બિનજરૂરી ખર્ચાઓ પર લગામ રાખવી પડશે. તમારું પારિવારિક જીવન નવા વર્ષમાં સંતુલિત રહેશે પરિવારના સદસ્યોની વચ્ચે પ્રેમ અને સ્નેહની ભાવના જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓએ નવા વર્ષમાં સખત મહેનત કરવાની જરૂરિયાત રહેશે ત્યારે જ ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો. નોકરીયાત લોકો માટે નવા વર્ષની શરૂઆત સારી રહેશે, પરંતુ વર્ષના મધ્યમાં અમુક પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. જોકે નવા વર્ષમાં તમારી પ્રગતિ થવાની અને આવકમાં વધારો થવાના પણ યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ નવું વર્ષ તમારા માટે સામાન્ય રહેશે અને આંખ સાથે જોડાયેલ કોઇ સમસ્યા થઈ શકે છે.