રાશિફળ ૨૧ ડિસેમ્બર : આ ૮ રાશિઓ પર ભોળાનાથ રહેશે મહેરબાન, સફળતા મળવાનાં બની રહ્યાં છે યોગ

Posted by

મેષ રાશિ

વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પોતાના પ્રિયની સાથે આજે તમે અમુક ગંભીર બાબતો પર વાતચીત કરી શકો છો. પોતાની ઉર્જાનો ઉપયોગ તાજી હવા લેવામાં અને વ્યાયામ કરવામાં લગાવી શકો છો. બપોરબાદ દિવસ મનોરંજનમાં પસાર થવાની સંભાવના રહેલી છે. પૈસાની સ્થિતિ સારી રહેશે, પરંતુ સુખ-સુવિધાની ચીજો પર વધારે ધન ખર્ચ કરવાથી તમારે બચવું જોઈએ. મનમાં લગભગ દરેક ચીજને લઇને ઉત્સુકતા રહેશે.

વૃષભ રાશિ

આજે તમારે પોતાના ક્ષેત્રમાં લોકો સાથે પોતાના સંબંધ મજબૂત કરવાના પ્રયાસ કરવા જોઈએ. મનમાં અસંતોષનો ભાવ રહેશે અને તમે કોઈપણ નિર્ણય લઈ શકશો નહી. પોતાના સંબંધને લઇને કોઇપણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવું. શાંત મગજથી આ વિષય પર વિચાર કરીને જ આગળ વધવું. વિદેશી એજન્સીઓ અને કંપનીઓ તમારા વ્યવસાય નેટવર્ક સાથે જોડાશે. સારા સમાચાર મળી શકે છે. ધન લાભની સંભાવનાઓ રહેલી છે.

મિથુન રાશિ

આજે તમારા મનોબળમાં વધારો થશે. તમે લગભગ આજે પોતાના જૂના મિત્રોને યાદ કરી શકો છો, તેમને મળીને તમને ખૂબ જ ખુશી થશે. પરિવાર સાથેના સંબંધોને નવજીવન આપવાનો આ યોગ્ય સમય છે. કાર્યક્ષેત્રમાં અનુભવી લોકો સહયોગ આપશે. આજે તમારી સકારાત્મક વિચારસરણી ખૂબ જ મદદગાર સાબિત થશે. ઘણા લોકો માટે આજનો રોમેન્ટિક દિવસ ભેટ અને ફૂલોથી ભરપૂર રહેશે. કાર્યસ્થળ પર શાંતિ અને દૂરદર્શિતાથી કામ કરવું.

કર્ક રાશિ

આજે વ્યવસાય માટે તમે નવા પાર્ટનરની શોધમાં રહેશો. નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ આજનો દિવસ સારો છે. એકાગ્રતાની સાથે સાથે તમારે પોતાના મનમાં ઘણી બધી વિનમ્રતા પણ લાવવી પડશે કારણકે લોકો તમારી સાથે સારી રીતે જોડાઈ શકે. આજે જીવનસાથીની સાથે વિવાદ થવાની સંભાવનાઓ રહેલી છે. આજે તમારા કામની પ્રશંસા દરેક તરફ થશે અને અન્ય લોકો તેમને નોટિસ પણ કરશે. સંપતિ સંબંધિત કાર્ય પૂર્ણ થશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો સાથે પોતાના સંબંધને સારા બનાવવાની કોશિશ કરવી. જો તમે લાંબા સમય માટે રોકાણ કરી રહ્યા છો તો સારો એવો નફો પ્રાપ્ત થઇ શકે છે. વધારે ધન ખર્ચ થઈ શકે છે. આઈટી અને બેન્કિંગ ફિલ્ડ સાથે જોડાયેલા જાતકોએ સંઘર્ષ કરવો પડશે. પોતાના પરિવારને પૂરતો સમય આપવો. તેમને મહેસૂસ કરાવવું કે તમે તેમનો પૂરતો ખ્યાલ રાખો છો. માતા-પિતા તરફથી તમને આર્થિક સહાયતા મળશે. વાહનમાં ખરાબી આવી શકે છે.

કન્યા રાશિ

આજે તમારે પોતાના પૈસાને કોઈ એવા જોખમમાં નાખવાં નહીં કે જેની ભરપાઈ કરવી મુશ્કેલ થઈ જાય. વડીલોનું સન્માન કરવું અને તેમની સલાહ લેવી. તમે સફળતાના માર્ગ પર છો. તમે પોતાને ઉત્સાહિત મહેસૂસ કરશો પરંતુ કામ પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા ઓછી રહેશે. તેથી જો તમારા સિનિયર તમારા પર નારાજ થાય છે તો આશ્ચર્યની વાત નથી. કોઈ સારા વ્યક્તિની સલાહ પ્રાપ્ત થઇ શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે.

તુલા રાશિ

આજે તમારા માટે સમય થોડો મુશ્કેલ રહી શકે છે પરંતુ ધૈર્ય ગુમાવવું નહી. આજે જીવનસાથીની સાથે ખૂબ જ સારો સમય પસાર કરવાનો અવસર મળશે. તમે પોતાના પ્રિયની સાથે આજે ફરવા જઈ શકો છો. ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ થશે. તમામ કાર્યો સરળતાપૂર્વક પૂર્ણ થશે. આજે તમારી સકારાત્મકતા જોઈને અન્ય લોકો ખૂબ જ પ્રભાવિત થશે. પૈસાની સ્થિતિ મજબૂત રહેશે. પોતાને વધારે ઉર્જાવાન મહેસૂસ કરશો.

વૃશ્ચિક રાશિ

દિવસ સામાન્ય રહેશે. આજે તમને પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાની તક મળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. રાજકીય અડચણો દૂર થઈને લાભની સ્થિતિ બનશે. આવકમાં વધારો થશે. પૈસાની સ્થિતિમાં સુધારો થઇ શકે છે. વડીલોનું માર્ગદર્શન મળશે. તમે પોતાની પસંદગીના કામો માટે ઉત્સુક રહેશો. જમીન અને મકાન સંબંધિત અડચણો દૂર થશે. પોતાના મનની વાતો શેર કરવી. તણાવ પણ ઓછો થઈ જશે.

ધન રાશિ

આજે તમે પોતાની વાતોને પ્રભાવશાળી રીતે રાખી શકશો, જેના લીધે તમારું વર્ચસ્વ વધશે. અચાનક આવેલા અપ્રત્યાશિત ખર્ચાઓ તમારા પર આર્થિક રીતે દબાણ વધારી શકે છે. સ્વાસ્થ્ય કમજોર રહેશે. લોકો તમારી વાતો સાંભળશે. બાળકોની સાથે વિવાદ માનસિક દબાણનું કારણ બની શકે છે. પોતાના પર તણાવને હાવી થવા દેશો નહી. કોર્ટ-કચેરીના મામલાઓમાં સફળતા મળશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે.

મકર રાશિ

સામાજિક અને ધાર્મિક સમારોહ માટે દિવસ ખૂબ જ સારો છે. વાહન અને મશીનરીના પ્રયોગમાં સાવધાની રાખવી. ક્રોધ પર નિયંત્રણ રાખવું. મોટાભાગની બાબતોમાં તમે નુકશાનીથી બચી શકશો. આજે કોઈ એવી યાત્રા થઈ શકે છે, જેમનો ફાયદો તમને આવનારા દિવસોમાં મળશે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. વિવેકથી કાર્ય કરતા રહેવું. જોખમ અને જમાનતનાં કાર્યો ટાળવા. ક્રોધના કારણે વૈવાહિક સંબંધોમાં કડવાહટ આવી શકે છે.

કુંભ રાશિ

વ્યવસાયમાં પ્રગતિ થવાના યોગ છે. પોતાના ક્રોધ પર સંયમ રાખવું. કોઈની સાથે દલીલમાં પડવું નહી. અમુક લોકો માનસિક રૂપથી પરેશાન રહી શકે છે. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત અને કંટાળાજનક રહેશે. આજનો દિવસ તમારા માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે. તેને દૂર કરવા માટે આજે તમે કોઈ રચનાત્મક કાર્ય કરી શકો છો. મિત્ર તરફથી ઉપહાર મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામકાજ બાબતે જોડાયેલી યાત્રા તમને રાહત આપશે. માતા-પિતા સાથે ઊંચા અવાજમાં વાત કરવી નહી.

મીન રાશિ

આજે તમને પોતાના પ્રિય વ્યક્તિની યાદ આવશે. પોતાના કામ અને પ્રાથમિકતાઓ પર ધ્યાન એકાગ્ર કરવું. રોકાયેલા કાર્યોમાં ગતિ આવશે. વ્યવસાયમાં લાભ થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. અવિવાહિત લોકોના લગ્ન થવાના યોગ છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ધન પ્રાપ્તિ થશે. ઘર પરિવારની ચિંતા રહેશે. ઉતાવળ કરવાથી બચવું. ઇજા, ચોરી કે વિવાદ થવાની સંભાવના રહેલી છે. વ્યવસાયમાં વધારે નફો થવાની સંભાવના રહેલી છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૧ ડિસેમ્બર ૨૦૨૦થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *