રાશિફળ ૨૧ જાન્યુઆરી : જગતનાં પાલનહાર ભગવાન શ્રીવિષ્ણુ આ ૭ રાશિઓ પર થયાં મહેરબાન, દરેક ક્ષેત્રમાં પ્રાપ્ત થશે સફળતા

Posted by

મેષ રાશિ

આજે તમારો સમય ખૂબ જ સારો ચાલી રહ્યો છે. કામકાજની બાબતમાં પરિણામ સામાન્ય મળશે અને પરિવારનાં લોકો તમારા માન-સન્માનને વધારવામાં તમારી મદદ કરશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે તમે દરેક સંભવ કોશિશ કરશો. આજે ધનલાભના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહી શકે છે. વિરોધીઓ સક્રિય રહેશે, જે તમારા બનેલા કામને બગાડી શકે છે.

વૃષભ રાશિ

આજે તમારે કોઇની પાસેથી વધારે આશા રાખવી જોઇએ નહિ, સંબંધોમાં વધારે અપેક્ષાઓ કષ્ટકારી રહેશે. તમારે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું તમારા માટે જરૂરી રહેશે અને વિરોધીઓથી સાવધાન રહેવું. તમારો સકારાત્મક વ્યવહાર લોકોને પ્રભાવિત કરશે. વ્યવસાયની બાબતમાં સારા પરિણામ પ્રાપ્ત થશે અને નોકરીમાં પણ દિવસ તમારા પક્ષમાં રહેશે. આજે તમે પોતાના કાર્યક્ષેત્રમાં નવી યોજના લાગુ કરશો.

મિથુન રાશિ

સંપત્તિને લઈને મોટા સોદાઓ થઈ શકે છે. આવકમાં વધારો થવાથી મન ખુશ થઈ જશે. વ્યવસાયમાં પણ સારા પરિણામ પ્રાપ્ત થશે. તમે આજે પોતાનામાં તાજગી મહેસૂસ કરશો. પ્રેમજીવન જીવી રહેલા લોકોએ થોડી સાવધાની રાખવી પડશે અને પોતાના પ્રિયનું દિલ ના દુખે તેનું ધ્યાન રાખવું પડશે. તમારે કોઈ નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમારે પોતાના કામ અને કરિયરની દિશા પર પુન:વીચાર કરવો પડશે.

કર્ક રાશિ

આજે તમારી ધાર્મિક પ્રવૃતિમાં વધારો થશે. નસીબનાં સહયોગથી ધન લાભ થવાની સંભાવના બની રહી છે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. બિમાર પડી શકો છો. તમારા સંબંધો વધારે મજબૂત થશે. પરિણીત લોકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે. વિશેષ રૂપથી ઉંઘ આવવામાં સમસ્યા થઈ શકે છે. કામકાજની બાબતમાં દિવસ સામાન્ય રહેશે અને તમને સારા પરિણામ મળશે. શાસન-સત્તા પક્ષ તરફથી સહયોગ મળશે. આજનો દિવસ લવ લાઈફ માટે સૌથી સારો રહેશે.

સિંહ રાશિ

ખૂબ જ સમજી-વિચારીને આજે કાર્ય કરશો તો ધન લાભ થશે. ઘર અને બહાર બંને જગ્યાએ તમારી પૂછપરછ થઈ શકે છે. તમારી કામ કરવાની ક્ષમતામાં વધારો થશે અને તમે નવી-નવી મહત્વાકાંક્ષાઓની સાથે આગળ વધી શકશો. વિદ્યાર્થીઓ માટે તે એક કઠિન દિવસ રહેશે, તેમને પોતાના અભ્યાસ પર ધ્યાન આપવામાં મુશ્કેલી થઈ શકે છે. યાત્રા કરવા માટે દિવસ સારો નથી. તમારા પરિવારનાં નાના સદસ્યો તરફથી તમને થોડી સમસ્યા થઈ શકે છે. ધાર્મિક પ્રસંગમાં જવાનું આયોજન તમે આજે બનાવી શકો છો.

કન્યા રાશિ

કર્મ કરતા રહેવું અને બધું જ ભાગ્ય પર છોડી દેવું. ધન લાભ થવાના પ્રબળ યોગ છે અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રોની સાથે સંબંધો મજબૂત થશે. વિદ્યાર્થીઓને પોતાના કરિયરમાં સફળતા મળશે. તમે કોઈ જરૂરી પ્લાનિંગ પણ કરી શકો છો. પ્રતિસ્પર્ધી અને મિત્રના છૂપા વેશમાં રહેલા તમારા દુશ્મન તમારા પ્રયાસોમાં અડચણો ઊભી કરી શકે છે. માન-સન્માનમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. કામકાજમા આવી રહેલી અડચણો દૂર થશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે ઘણા પ્રકારે ફાયદાકારક રહેશે. આજે કરવામાં આવેલું કાર્ય બે દિવસ પછી અથવા તમારા દ્વારા લેવામાં આવેલો નિર્ણય તમને પૂર્ણ સફળતા અપાવશે. આજે તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદવામાં પૈસા ખર્ચ કરી શકો છો. કોઈ રમણીય સ્થળ પર પર્યટનનું આયોજન થશે. પરિવારના લોકો માટે ખર્ચ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાનું ધ્યાન અભ્યાસમાં લગાવવું પડશે. પૈસાની લેવડ-દેવડ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમે પોતાના પ્રયાસોને યોગ્ય દિશા આપી શકશો. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થવાના યોગ છે. ધન પ્રાપ્તિના વિશેષ યોગ છે. કોઈ નવું કાર્ય કરતાં પહેલા તમે ખૂબ જ વિચાર કરશો. નોકરીયાત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે. વ્યાવસાયિક સ્થળ પર સહકર્મી તમારા માટે સહાયક બનશે. કોઈ સંબંધી અચાનક તમારા ઘરે આવી શકે છે, જેના લીધે તમારી યોજનાઓ બગડી શકે છે.

ધનુ રાશિ

આજે ખર્ચાઓ થવાના યોગ બની રહ્યા છે. સમજી વિચારીને જ કોઈ જગ્યાએ રોકાણ કરવું. બિનજરૂરી વાદ-વિવાદમાં પડવાથી બચવું. યાત્રા કરવાથી દૂર રહેવું. તમારું દાંપત્યજીવન સુખદ જળવાઈ રહેશે. નોકરિયાત લોકોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારીઓને આજે વધારે ભાગદોડ કરવી પડી શકે છે. તમે પોતાના સંબંધિત જ્ઞાનને વધારવા માટે તત્પર રહેશો. જો કે આ દિશામાં તમારે વધારે પરિશ્રમ કરવાની જરૂરિયાત રહેશે. આજે જીવનસાથી સાથે કોઈ વાત પર લડાઈ થઈ શકે છે.

મકર રાશિ

આજે કોઈપણ ખોટું પગલું ભરતા પહેલાં પોતાના પૈસાની સ્થિતિ પર વિચાર કરી લેવો. કોર્ટ-કચેરીની બાબતોમાં સફળતા મળશે. તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. પોતાના પરિવારના સદસ્યોની સાથે શાંતિ જાળવી રાખવાની કોશિશ કરવી, તેમનામાંથી કોઈ એક વ્યક્તિ સાથે મતભેદ થવાની સંભાવના છે. વેપારીઓને ધન લાભ થશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળશે. તમને લાંબા સમયે પ્રમોશન મળવાથી તમારી ખુશીમાં વધારો થશે.

કુંભ રાશિ

આજે તમે આર્થિક રૂપથી સમૃદ્ધ રહેશો. વાણીના પ્રદર્શનથી ધન અર્જિત કરી શકશો અથવા તો તમારું અટવાયેલું ધન પરત મળી શકે છે. આર્થિક લાભના યોગ છે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. વિરોધીઓ પરાસ્ત થશે. હાઈપર ટેન્શનથી પીડિત લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને તણાવથી દૂર રહેવાની કોશિશ કરવી. યાત્રા લાભદાયક રહેશે. વ્યવસાયમાં આજે તેજી આવશે, જેનો લાભ તમને મળશે. તમારી પોતાના વરિષ્ઠ અધિકારીઓની સાથે તકરાર થઇ શકે છે.

મીન રાશિ

રોકાયેલા કાર્યો ગતિ પકડશે. ઉતાવળમાં કોઇ ખોટો નિર્ણય લેવો નહી. યાદ રાખવું કે ધીરજથી તમે બધું જ જીતી શકો છો. આજનાં દિવસની શરૂઆત શાનદાર રહેશે. પોતાના કાર્યને લઇને બેદરકારી રાખવી નહી. વિદ્યાર્થીઓ આજે અભ્યાસ પર ધ્યાન આપી શકશે નહી. દિવસ આમોદ-પ્રમોદમાં પસાર થશે. તમારા પરાક્રમમાં વધારો થવાનો દિવસ છે. યાત્રામાં લાભ થશે અને ભાઈઓ તરફથી સહયોગ મળશે. લવ લાઇફમાં પ્રેમ અને રોમાન્સ રહેશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૧ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *