રાશિફળ ૨૧ નવેમ્બર ૨૦૨૧ : રવિવારે આ ૪ રાશિનાં લોકોની તમામ મનોકામનાઓ થઈ શકે છે પુરી, વાંચો દૈનિક રાશિફળ

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે મહેનત વાળો રહેશે. આજે તમે વધારે મહેનતનાં લીધે પોતાનાં અમુક કાર્યને આગળ માટે વિલંબિત કરી શકો છો, જેનાં લીધે તમારા મનમાં ઉથલ-પાથલ રહેશે પરંતુ તેમ છતાં પણ તમે તે કાર્યોને આગળ માટે ટાળી દેશો. જો તમારા વ્યવસાયમાં કોઈ જગ્યાએ ધન ફસાયેલું હતું તો તે આજે તમને પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારે પોતાનાં ઘર-પરિવારમાં સંપુર્ણ વાત જાણ્યા વગર કોઈનાં પર પણ ગુસ્સે થવું નહી, જો તમે આવું કરો છો તો તમારા સંબંધો ખરાબ થઈ શકે છે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમરૂપથી ફળદાયક રહેશે. આજે ઘર-પરિવારની અમુક જવાબદારીઓ તમારા પર વધી શકે છે, જેનાં લીધે તમારું મન થોડું પરેશાન રહેશે પરંતુ તેમ છતાં પણ તમે પોતાની જવાબદારીઓને પુર્ણ કરવામાં સફળ રહેશો. નોકરી કરી રહેલા જાતકોને આજે કોઈ નવું કામ સોંપવામાં આવી શકે છે પરંતુ તે પોતાનાં સિનિયર્સની મદદ લઈને તે કાર્યને સમયસર પુર્ણ કરી શકશે. પ્રેમજીવન જીવી રહેલા લોકોને આજે કોઈ સરપ્રાઈઝ મળી શકે છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે પ્રભાવ અને પ્રતાપમાં વૃદ્ધિ કરવાનો દિવસ રહેશે. આજે તમારી પોતાનાં મિત્રો અને સગા-સંબંધીઓ સાથે મુલાકાત લાભદાયક રહેશે પરંતુ આજે તમારે પોતાનાં કોઈપણ કાર્યને ભાગ્યનાં ભરોસે છોડવું નહી. આજે તમે પોતાનાં જીવનસાથીને અમુક કડવી વાતો સંભળાવી શકો છો, જેનાં લીધે તે તમારાથી નારાજ થઈ શકે છે, જો આવું થાય છે તો તમારે તેમને મનાવવાની કોશિશ કરવી. આજે સાંજનાં સમયે તમે પોતાનાં પરિવારનાં લોકોની સાથે કોઇ માંગલિક કાર્યક્રમમાં પણ સામેલ થઇ શકો છો.

કર્ક રાશિ

આજે તમારે પોતાનાં ઘર-પરિવારમાં કોઈપણ વાત ખુબ જ સમજી-વિચારીને બોલવી પડશે, જો તમે આવું નહીં કરો તો તે તમારા માટે કોઈ નવી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. કાર્યક્ષેત્ર થી લઈને ઘર-પરિવાર સુધીનાં સદસ્યો આજે તમારી મધુર વાણીનાં લીધે તમારાથી પ્રસન્ન રહેશે. જો તમે કોઈ જગ્યાએ અગાઉ રોકાણ કરેલું હતું તો તે આજે તમને ભરપુર લાભ આપી શકે છે. નાના વેપારીઓને આજે રોકડ રકમની કમી નો સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશિ

આજના દિવસે તમારી ચારેય તરફ સુખદ વાતાવરણ રહેશે. આજે તમારે પોતાનાં કોઈપણ કાર્ય માટે અન્ય લોકો પર નિર્ભર રહેવું નહીં. આજે તમારા તમામ કાર્ય ખુબ જ સરળતાથી પુર્ણ થઇ શકે છે. આજે તમારા માતાજીનાં સ્વાસ્થ્યમાં થોડી કમી આવી શકે છે, જો આવું થાય છે તો તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી. આજે તમારા અમુક વિરોધીઓ પણ તમને નુકસાન પહોંચાડવાની પુરી કોશિશ કરી શકે છે પરંતુ તમારે તેમનાથી સતર્ક રહેવું પડશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લઇને આવશે. જો તમે કોઈ નવો વ્યવસાય અથવા તો રોજગારમાં પરિવર્તન કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના માટે સમય અનુકુળ છે. વ્યવસાય કરી રહેલા લોકોને આજે થોડો લાભ થવાની સંભાવના રહેલી છે, તેમ છતાં પણ તે પોતાનાં પરિવારનાં લોકોનાં ખર્ચાઓ કાઢવામાં સફળ રહેશે. આજે તમને અમુક માનસિક તણાવ રહી શકે છે, જેનાં લીધે તમારી વાણી માં કડવાશ આવી શકે છે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમરૂપથી ફળદાયક રહેશે. આજે તમારે પરિવારનાં કોઈ સદસ્ય સાથે તકરાર થઈ શકે છે, જો આવું થાય છે તો તમારે શાંતિ જાળવી રાખવી જ તમારા માટે સારું રહેશે. આજે પિતાજીનાં માર્ગદર્શનથી કરવામાં આવેલ કાર્યોમાં તમને સફળતા મળશે. આજે તમારે પોતાના મિત્રોથી જ સાવધાન રહેવું પડશે કારણકે આજે તે તમને દગો આપી શકે છે. વિદ્યાર્થીઓએ આજે શિક્ષણમાં અમુક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

જે લોકો રોજગારની દિશામાં પ્રયાસ કરી રહ્યા છે આજનો દિવસ તેમના માટે ઉત્તમ રહેશે. આજે તેમને અમુક નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે અને અમુક લોકો આ નવા વ્યવસાયમાં પણ રોકાણ કરી શકે છે. આજે તમારે પોતાના માતાજી સાથે મતભેદ થઈ શકે છે, જેનાં લીધે તમારા પરિવારનું વાતાવરણ પણ અશાંતિ ભરેલું રહી શકે છે પરંતુ તમે પોતાનાં પરિવારનાં કોઈ વરિષ્ઠ સદસ્યની મદદથી તેને સાંજ સુધીમાં ઠીક કરવામાં સફળ રહેશો. જો આજે તમે પોતાનાં વ્યવસાયમાં કોઈ જોખમ ઉઠાવો છો તો તે તમારા માટે લાભદાયક રહેશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમરૂપથી ફળદાયક રહેશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોને આજે પોતાનાં પરિવારનાં સદસ્યો તરફથી સન્માન પ્રાપ્ત થઇ શકે છે. જો આજે નોકરીમાં તમારે કોઈ સાથી સાથે દલીલબાજી થાય છે તો તમારે તેમાં પડવાથી બચવું પડશે. આજે તમે પોતાનું કામ પુર્ણ કરવામાં ઉતાવળ કરી શકો છો, જેનાં લીધે તમને કોઈ નુકસાન પણ થઈ શકે છે. આજે તમને પોતાનાં વ્યવસાયમાં પોતાનાં મન મુજબ પરિણામ મળવાનાં લીધે તમારું મન પ્રસન્ન રહેશે.

મકર રાશિ

આજનો દિવસ તમારી ઈચ્છાઓની પુર્તિ કરવાનો દિવસ રહેશે. આજે તમારે પોતાનાં માતા-પિતાને ખુશ કરવામાં થોડી મુશ્કેલી થઈ શકે છે પરંતુ તમારે તેમને સમજાવવાનાં પ્રયાસ કરવા પડશે. આજે તમને પોતાનાં વ્યવસાયમાં અન્ય લોકોની તુલનામાં ખુબ જ સારો લાભ થઈ શકે છે. જો નોકરી કરી રહેલા જાતકો કોઈ અન્ય વ્યવસાય શરૂ કરવા માંગે છે તો તે આજે શરૂ કરી શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે દેવ-દર્શનની યાત્રા પર જઈ શકો છો.

કુંભ રાશિ

આજે તમારે પોતાનાં કોઈ નવા કાર્યનાં લીધે પોતાની દિનચર્યામાં બદલાવ કરવો પડી શકે છે. નોકરી કરી રહેલા જાતકોને આજે પ્રમોશન પ્રાપ્ત થઇ શકે છે પરંતુ તેને જોઈને તમારા અમુક શત્રુઓ તમારી ઈર્ષા કરી શકે છે અને તમારા બની રહેલા કામને બગાડવાની પણ પુરી કોશિશ કરી શકે છે. વ્યસ્તતાની વચ્ચે પણ તમે પોતાનાં પ્રેમ જીવન માટે સમય કાઢવામાં સફળ રહેશો, જેનાં લીધે તમે પ્રસન્ન રહેશો.

મીન રાશિ

આજનાં દિવસે તમારા પારિવારિક વાતાવરણમાં શાંતિ જળવાય રહેશે, જેનાં લીધે તમારું મન પ્રસન્ન રહેશે. આજે સાસરીયા પક્ષ તરફથી પણ તમને ધન લાભ થઈ શકે છે. આજે સાંજનાં સમયે તમને હરવા-ફરવા દરમિયાન કોઇ મહત્વપુર્ણ જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. આજે વ્યવસાયમાં તમારી સામે અમુક પડકારો આવી શકે છે, જેમનો તમારે હિંમતપુર્વક સામનો કરવો પડશે. આજે તમારે પોતાના કામની વચ્ચે અમુક સમય આરામ માટે પણ કાઢવો પડશે નહીતર તમને કોઈ શારીરિક કષ્ટ થઇ શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાંઓમાં રાશિફળ ૨૧ નવેમ્બર ૨૦૨૧ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.