રાશિફળ ૨૧ નવેમ્બર : આજે આ ૩ રાશિઓને મળશે શનિદેવનાં આશીર્વાદ, પ્રભાવ અને વર્ચસ્વમાં થશે વૃદ્ધિ

Posted by

મેષ રાશિ

આજના દિવસે આળસ અને થાક રહેવાથી તમે પોતાને અસ્વસ્થ મહેસૂસ કરશો. તમારા કાર્યોમાં આવેલા અવરોધથી પરેશાન રહેશો. આજે ધૈર્ય જ કામ આવશે. આર્થિક રોકાણમાં લાભ મળવાની સંભાવના ઓછી છે. આજે તમારા જીવનમાં કોઈ નવો મિત્ર બની શકે છે, જે દરેક મુશ્કેલીના સમયમાં તમારી સાથે રહેશે. આજે થોડા માનસિક તણાવમાં રહી શકો છો. તમારા માટે સૂર્યદેવને જળ અર્પિત કરવું શુભ રહેશે. રોજગારના નવા અવસર પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

આજના દિવસે આત્મકેન્દ્રીત રહેવું અને પોતાનું કામ કરતા રહેવું. તમારી યોગ્ય રણનીતિથી તમારા શત્રુઓ પરાસ્ત થશે. ઉત્સાહમાં વધારો થશે. તમારા પાર્ટનર સાથે આજે તમારી લડાઈ થઈ શકે છે, જેનાથી તમારો સંબંધ ખરાબ થઈ શકે છે. યોગ્ય માર્ગદર્શનથી આર્થિક લાભ મળશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાય રહેશે. મધ્યાહન બાદ આર્થિક લાભ મળવાની સંભાવના રહેલી છે પરંતુ ખર્ચાઓ સમજી-વિચારીને કરવા કારણકે અનાવશ્યક રૂપથી ખર્ચાઓ વધવાની સંભાવના રહેલી છે.

મિથુન રાશિ

આજે તમે પોતાના મિત્રોની સાથે સમય પસાર કરવા માટે ખૂબ જ ઉત્સુક રહેશો. આજે સમાજમાં માન અને યશમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. શત્રુઓનો ભય રહેશે. તમારા અને તમારા પાર્ટનરની વચ્ચેના સંબંધમાં મધુરતા આવશે. આજે તમે બંને વધારે સમય સાથે પસાર કરી શકો છો. પ્રિયજન સંતુષ્ટ રહેશે. માંગલિક આયોજનમાં ધન ખર્ચ થશે. તમારી આસપાસના લોકો તમારા મનોબળને ઊર્જા પ્રદાન કરશે. યોગ્ય આયોજન કરીને કોઈપણ કાર્ય કરશો તો તમને સફળતા જરૂર મળશે.

કર્ક રાશિ

આજે તમને ઘણા બધા સારા નિમંત્રણ મળશે. તમારી બેદરકારીથી રોગ અને કષ્ટનું જોખમ જળવાયેલું રહેશે. આજે તમને કોઇ ખાસ વ્યક્તિ મળી શકે છે, જેમની તમે રાહ જોઈ રહ્યા હશો. વિચાર્યા વગર કામ કરવાથી હાનિ થવાની સંભાવના રહેલી છે. જુના દુશ્મનો આજે તમારા મિત્રો બની શકે છે પરંતુ પહેલ તમારે જ કરવી પડશે. ઘરમાં શાંતિ જાળવી રાખવી. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. ધર્મ પત્નીની વાત માનવી અને તેમની સાથે બિનજરૂરી વાદ-વિવાદ કરવા નહી.

સિંહ રાશિ

વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારા સખત પરિશ્રમને પુરસ્કાર મળશે. આર્થિક રોકાણમાં નુકસાન થવાનો ભય સતાવશે. આજે તમારે ખૂબ જ સમજી-વિચારીને કોઈની સાથે વાત કરવાની જરૂરિયાત રહેશે, ખાસ કરીને પોતાના પાર્ટનર સાથે. તેમના મૂડમાં આજે તમને થોડો બદલાવ જોવા મળી શકે છે. માતાનું સ્વાસ્થ્ય ઠીક ના રહેવાથી તમારી ચિંતામાં વધારો થશે. આજે ધન લાભના યોગ છે. બહારની દુનિયાથી મન વિચલિત અને પરેશાન રહી શકે છે. તમારા ક્રોધ પર કાબૂ રાખવું.

કન્યા રાશિ

આજે તમે પોતાના પાર્ટનરની સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આજે તમારા પ્રયાસોથી યશમાં વૃદ્ધિ થશે. મિત્ર મિલનના યોગ બની રહ્યા છે. તમારા કોઈ જુના મિત્ર સાથે તમારી ખરાબ થયેલી મિત્રતામાં સુધારો થઇ શકે છે પરંતુ તેના માટે તમારે પહેલ કરવી પડશે. આજે તમને કોઇ ખોટી સૂચના મળી શકે છે, જેના લીધે તમે માનસિક તણાવનો શિકાર થઈ શકો છો. સાહિત્ય જગત અને ફિલ્મી જગત વાળા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.

તુલા રાશિ

મનમાં ઉત્સાહ અને વિચારોની સ્થિરતાના કારણે આજે તમારા તમામ કાર્ય ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે. આજે તમારા પર સોશિયલ મીડિયાની પોઝિટિવ અને નેગેટિવ બંને ઇફેક્ટ રહેશે પરંતુ તમારે સકારાત્મક વિચારસરણીથી કામ કરવું પડશે. ભાગ્ય તમને સાથ આપી રહ્યું છે. મિત્રોનો સહયોગ તમામ સમયે તમારી સાથે રહેશે. ધૈર્યની સાથે કામ કરતા રહેવું પરંતુ વધારે પરેશાનીની સ્થિતિમાં સ્થાન પરિવર્તનના વિશે ચિંતન કરવું. આજે તમારે પોતાની વાતો ગુપ્ત રાખવી.

વૃશ્ચિક રાશિ

આજે તમારે પોતાના મનની ભાવનાઓને નિયંત્રણમાં રાખવી પડશે. જીવનસાથી સાથે મતભેદ થવાના લીધે પારિવારિક સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. તમને કોઈ વાતને લઈને અંદર ને અંદર જ ચિંતા થઈ શકે છે. આજે તમારી પ્રગતિ થઈ શકે છે પરંતુ તેમાં પણ ઘણા લોકો સમસ્યા ઉત્પન્ન કરવાનું કામ કરી શકે છે. આજે પોતાના દિલની વાત પોતાના અંગત વ્યક્તિ સાથે શેર કરવી, સાચું માર્ગદર્શન મળશે. સંતાન તરફથી અપેક્ષા પ્રમાણે સહયોગ અને પ્રેમ મળશે. વ્યવસાયમાં સ્પર્ધા વધશે.

ધન રાશિ

આજે તમે રચનાત્મક કાર્ય કરશો. પરિવારમાં શુભ કાર્ય થશે. સારું રહેશે કે તમે પોતાના જ વિચારોને સાંભળો. કાર્ય કરવાની સાથે સાથે પોતાના શરીર પર ધ્યાન આપવું આવશ્યક રહેશે. કોઈ જગ્યાએથી અચાનક કોઈ મોટો લાભ મળી શકે છે. કોઈપણ પ્રકારની બેદરકારી ઉચિત નથી. પોતાના સંસ્કારો ભૂલવા નહી, નહીંતર વડીલો નારાજ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ મળવાની સંભાવના રહેલી છે. રોકાયેલું ધન પરત મળી શકે છે. આજના દિવસે કડવી ભાષાનો પ્રયોગ કરવાથી બચવું.

મકર રાશિ

આજે તમારું આકર્ષણ ધર્મની તરફ રહેશે. આજનો દિવસ આર્થિક બાબતો માટે ખૂબ જ સારો રહેશે. પ્રેમ-પ્રસંગ કે અંગત જીવનમાં ઉત્પન્ન થયેલા નાના વિવાદોને મોટા બનાવવા નહી. મનમાં સકારાત્મક વિચારોનો પ્રવાહ રહેશે. લોભ કે લાલચમાં ના ફસાવવાની તમને સલાહ આપવામાં આવે છે. વર્તમાનનો નફો જોઈને મોટું રોકાણ કરવાથી બચવું જોઈએ. આર્થિક નુકસાન થઈ શકે છે. દામ્પત્ય જીવનને લઇને સ્થિતિઓ ચિંતાજનક રહેશે.

કુંભ રાશિ

આજે તમારે પોતાના નિર્ણય પર અડગ રહેવું અને અન્ય લોકોના વિચારોથી પ્રભાવિત થવું નહી. જો આજે તમે નવું વાહન લેવા વિશે વિચારી રહ્યા હોય તો લઈ શકો છો. આજે તમે કોઈ સંપત્તિ ખરીદી શકો છો કે કોઈ જગ્યાએ રોકાણ કરી શકો છો. મહેનત કરવા વાળા લોકોને સારા પરિણામની પ્રાપ્તિ થશે. બાળકોએ રમતા સમયે ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે, ઇજા પહોંચી શકે છે. આજે મહેનતનો દિવસ છે. જેટલું બની શકે સકારાત્મક રહેવું. વાહન સુખ મળવાના યોગ બની રહ્યા છે.

મીન રાશિ

આજે તમારી નોકરીમાં અધિકાર વધશે. સમાજસેવાથી તમને માનસિક શાંતિ મળશે. જે વિદ્યાર્થીઓ પ્રતિયોગિતાની તૈયારી કરી રહ્યા છે તેમને સખત મહેનત કરવી પડશે. મિત્રોની સાથે અમુક સમય પસાર કરી શકશો અને નવી યોજનાઓને લઈને ઉત્સાહિત રહેશો. તમારે પોતાના કિમતી સામાનની સુરક્ષા કરીને રાખવી જોઈએ. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાની ઉત્પન્ન કરી શકે છે. આજે તમે જે પણ પ્રયાસ કરશો તેમાં તમને સફળતા મળશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૧ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *