રાશિફળ ૨૧ ઓક્ટોબર : ગણેશજી આ ૫ રાશિઓ થઈ રહ્યા છે પ્રસન્ન, ખુશીઓથી ભરી દેશે તેમનું જીવન

મેષ રાશિ

વિદ્યાર્થીઓનું આજે અભ્યાસમાં મન લાગશે. તમારી કલ્પનાશક્તિમાં વૃદ્ધિ થવાના કારણે તમે કાલ્પનિક દુનિયામાં ખોવાયેલા રહેશો. પ્રેમભર્યું વાતાવરણ બની રહેવાના કારણે દામ્પત્ય જીવન સુખદ રહેશે. સંતાનનું સ્વાસ્થ્ય વિકાર થઇ શકે છે. માતા પાસેથી સંપત્તિ મળવાના યોગ બની રહ્યા છે. તમે આજે પોતાને ખૂબ જ એકલા મહેસૂસ કરશો. ભાવનાત્મક સંબંધોમાં તમે નરમ થઇ જશો. વ્યવસાયમાં એકાગ્રતા જળવાય રહેવાથી સાંજ સુધીમાં આઉટપૂટ સારું રહેશે.

વૃષભ રાશિ

આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. ખૂબ જ સંઘર્ષ પછી આજે તમને સમસ્યાઓમાં થોડી રાહત મળશે. ભાગ્ય સાથ આપશે. વાણીના પ્રભાવમાં વૃદ્ધિ થશે. વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. જૂના મિત્રો સાથે સંબંધ ફરીથી જીવંત થઇ જશે. ઉતાવળમાં કોઇ કામ કરવું નહી. તમે કોઈ વિપરીત લિંગ પ્રત્યે આકર્ષિત થઇ શકો છો. વ્યવસાયમાં લાભકારી પરિવર્તન થઈ શકે છે.

મિથુન રાશિ

તમે ધીમે ધીમે પોતાની રંગત અને રોનકમાં પરત ફરશો. મનમાં શાંતિ અને પ્રસન્નતાના ભાવ રહેશે. કુટુંબ પરિવારમાં ધાર્મિક સંગીતના કાર્યક્રમ થઈ શકે છે. માતા-પિતા તરફથી સહયોગ મળશે. આજે તમે પોતાના કામમાં તેજી બતાવશો, જેના લીધે તમારી આગામી યોજનાઓ સફળ થશે. માતા-પિતાની સાથે સારો સમય પસાર કરી શકશો. તમારા મોટા ભાગના વિચારેલા જુના કામો આજે પૂરા થઈ શકે છે, જેમાં તમને સારો નફો મળશે. કરિયરમાં અચાનક અમુક પરિવર્તન આવી શકે છે.

કર્ક રાશિ

લેખન અને બૌદ્ધિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તનનાં યોગ બની રહ્યા છે. બિન આયોજિત ખર્ચમાં વધારો થશે. કોઈ પરીક્ષા અંગે ચિંતામાં રહેશો. આવકના સ્ત્રોત મજબૂત કરવામાં વ્યસ્ત હતા તો આ બાબતમાં આત્મનિર્ભર થવાના દિવસો આવી ગયા છે. વ્યવસાયિક ભાગીદાર સહયોગ કરશે અને તમે સાથે મળીને અધૂરા રહેલા કામોને પૂરા કરી શકશો. વ્યર્થ વાદ-વિવાદને ટાળવા. આજે કોઈ વડીલનું મંતવ્ય જરૂર લેવું, ફાયદો થશે.

સિંહ રાશિ

આજે વ્યવસાયિક અવરોધો આવશે. પ્રતિસ્પર્ધીઓ સાથે વિવાદના યોગ છે. ઉચ્ચ શિક્ષા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. આળસ વધારે રહેશે. નોકરીમાં પરિવર્તનની સંભાવના બની રહી છે. કોઈ મિત્રનાં સહયોગથી આવકના સ્ત્રોત વિકસિત થઇ શકે છે. આધ્યાત્મિક તરફ વધુ ઝૂકેલા રહેશો. આજીવિકા ક્ષેત્રમાં પરિવર્તનનું પણ મન બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ કષ્ટપ્રદ રહેશે. દાંપત્યજીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થશે.

કન્યા રાશિ

આજે કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ કરવો નહી. મિત્રો તરફથી સહયોગ મળશે. શૈક્ષણિક કાર્યોમાં વિક્ષેપ આવી શકે છે. ભાઈઓ સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વાતચીતમાં સંતુલન રાખવું. તમારે પોતાની ઉર્જાને વ્યક્તિત્વ-વિકાસના કામમાં લગાવવી, જેના લીધે તમે વધારે શ્રેષ્ઠ બની શકશો. પૈસાની બાબતમાં આજનો દિવસ ઉતાર-ચઢાવ વાળો અને અણધાર્યો સાબિત થઈ શકે છે. તમારી સામે કેટલાક અવરોધો આવશે પરંતુ તમે તેને દૂર કરી શકશો.

તુલા રાશિ

પતિ સાથે પ્રેમ સંબંધોમાં મધુરતા જોવા મળશે. વાહન પ્રત્યે સાવધાની રાખવાની જરૂરિયાત છે. મનમાં નિરાશા અને અસંતોષનાં ભાવ રહેશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં થોડી અસંતોષની સ્થિતિ રહેશે. બિનઆયોજિત ખર્ચમાં વધારો થશે. લેવડ-દેવડ અને રોકાણનાં મામલામાં સંભાળીને રહેવું. જો તમે મહેનત કરશો તો પ્રગતિના દ્વાર ખૂલી શકે છે. તમારું થોડું ધન સ્વાસ્થ્ય અને દવા પર ખર્ચ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકો જવાબદારીઓને સંભાળવા માટે ઘર પર કે પોતાની રીતમાં બદલાવ કરવો જોઈએ. પારિવારિક જીવન સુખમય રહેશે. મકાન ખરીદી શકો છો. સંક્રમણથી બચવા માટે સમયસર દવાનું સેવન કરવું. પિતા સાથે મતભેદ થઈ શકે છે. માતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વ્યવસાયમાં લાભનાં અવસર મળશે. પારિવારિક સંબંધોને નજરઅંદાજ કરવા નહી. કોઈપણ કાર્યમાં ઉતાવળ કરવી નહી. નોકરીમાં કરવામાં આવેલ કાર્યમાં સફળતા મળશે. મોટા વડીલો પાસેથી તમને લાભ મળશે.

ધન રાશિ

આજનો દિવસ આર્થિક મોરચા માટે લાભદાયક સાબિત થશે કારણ કે નવો સોદો તમને લાભ અપાવશે. મનમાં અશાંતિ રહેશે. ધર્મ પ્રત્યે શ્રદ્ધાભાવ રહેશે. અમુક જૂના મિત્રો સાથે ભેટ થઈ શકે છે. આજનો દિવસ શેર બજારમાં રોકાણની યોજના બનાવવા માટે એક ઉત્કૃષ્ટ દિવસ છે. તમે ભાગીદારી અને સહયોગનાં કાર્યો ખૂબ જ સારી રીતે કરી શકશો. આજે કોઇ નવા કાર્યનો પ્રારંભ કરવા માટે સવારનો સમય સૌથી અનુકૂળ રહેશે. આજે સરકારી લાભ થવાની સંભાવના છે.

મકર રાશિ

આનંદ-પ્રમોદની પાછળ ધન ખર્ચ થઈ શકે છે. કોઈ મિત્રની મદદથી સંપત્તિમાં રોકાણ કરી શકશો. માતા-પિતા તરફથી સહયોગ મળશે. સંતાન સુખમાં વૃદ્ધિ થશે. તમારુ ખરાબ વર્તમાન તમારા માતા-પિતાને દુઃખી કરી શકે છે. આજે કોઈ કામમાં ધીમી પરંતુ સ્થિર ગતિથી પ્રગતિ થશે. આજે તમને કાર્યક્ષેત્રમાં કોઈ મોટો લાભ થઈ શકે છે. વ્યવસાયમાં નવી યોજનાઓનો શુભારંભ થશે. હાલનો સમય પૈસાની બાબતમાં સારો રહેશે.

કુંભ રાશિ

આજે તમારા રોકાયેલ કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. સહકર્મી તમારા સખત પરિશ્રમ અને સમર્પણની પ્રશંસા કરશે. પરિવારમાં જવાબદારીઓ વધી શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે. વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારો કૂટનીતિક વ્યવહાર તમારા જીવનમાં ઉથલ-પાથલ કરી શકે છે. આજનો દિવસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે પડકારજનક રહેશે. વ્યવસાયિક વિકાસ માટે ખર્ચ કરવામાં આવેલું ધન ભવિષ્યમાં સારું પરિણામ આપશે.

મીન રાશિ

આજે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ થઇ શકે છે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે. આવકમાં વધારો થશે. યાત્રા પર જવું પડી શકે છે. તમારી સર્જનાત્મક શક્તિ આજે શ્રેષ્ઠ રહેશે. તમારે મિત્રોથી સાવધાન રહેવું પડશે કારણ કે હાલના સમયમાં મિત્ર પણ દુશ્મન બની શકે છે. માનસિક તણાવનાં કારણે તમારી નિર્ણય ક્ષમતા પર અસર પડશે. તમારું કરવામાં આવેલ પ્લાનિંગ કોઈની સામે રાખવું નહી. આર્થિક વિષયોમાં અને સંતાન સંબંધી મામલાઓમાં ચિંતિત રહેશો.