રાશિફળ ૨૧ સપ્ટેમ્બર : મહાદેવની કૃપાથી આજે આ ૫ રાશિ વાળા લોકોને મળશે ઇચ્છીત સફળતા

Posted by

મેષ રાશિ

આજે તમારી યોજનાઓના અમલીકરણમાં મામૂલી અડચણો ઉભી થઇ શકે છે. ગુસ્સા પર કાબૂ રાખીને પોતાની વાતોને બીજાની સામે રાખવી જોઈએ. દુર્ઘટનાની આશંકા છે. વાહન પણ ધીમી ગતિથી ચલાવો. શત્રુઓથી સતર્ક રહેવું પડશે. જમીન અને મિલકતનું વિભાજન આજે તમારા પક્ષમાં રહેશે. વિદ્યાર્થીઓને આજે કરિયર સંબંધી કોઈ મોટી સફળતા મળી શકે છે. આળસ વધારે હોવાથી કાર્યમાં રુચિ રહેશે નહી. આર્થિક મામલાઓ આજે તમારા પક્ષમાં રહેશે.

વૃષભ રાશિ

મિત્રો પાસેથી સહયોગ પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં આજે કંઈક નવો વળાંક આવી શકે છે જે તમારા હિતમાં રહેશે. નોકરી અને વ્યવસાયમાં તમને સફળતા મળશે. આજે તમારે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે અને તમે કોઈ મોટા કાર્યમાં આગળ વધી શકો છો. શત્રુઓ અને રોગ પર વિજય મેળવશો. જીવનમાં પ્રગતિ કરશો. વડીલોના આશીર્વાદ મળી શકે છે. પ્રશાસન સાથે જોડાયેલ કાર્ય કરવા સરળ બનશે. નવું કામ પ્રારંભ કરવાની યોજના બનશે.

મિથુન રાશિ

આજે તમે તમારા કર્મચારીઓના કારણે પરેશાન રહેશો. વિવાદ-મતભેદ અને બીજા લોકોની તમારામાં ખામીઓ શોધવાની આદતને નજર અંદાજ કરવી પડશે. તમારે આજ કોઈ કામથી બહાર પણ જવું પડી શકે છે અને તેમાં તમને સફળતા પણ મળશે. મિત્રો અને પરિવારના લોકો પાસેથી તમને મદદ મળશે. તમે રોમાન્સમાં પહલ કરી શકો છો. ઉદ્યોગપતિઓ જૂની વાતોને પાછળ છોડીને આગળ આવનારા સમયની તરફ જુઓ. આવકના નવા સ્ત્રોત સ્થાપિત થશે.

કર્ક રાશિ

તમારા કોઈ વિશેષ પ્રિયજન સાથે વાત કરી લેવાથી તમને ખૂબ જ સંતુષ્ટિ મળશે. કોઈના પર આંખો બંધ કરીને વિશ્વાસ ના કરવો. તમારે ધૈર્ય અને સમજદારી સાથે કામ લેવું પડશે. પરિવારમાં વિવાદનું વાતાવરણ બની શકે છે. તમે મહેનત કરો અને સંકુચિત માનસિકતા બદલો. બાળકોના સ્વાસ્થ્યને લઈને પરેશાન રહેશો. વધારે પડતું વિચારવાના કારણે પરેશાન રહી શકો છો. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. મિત્રોની સાથે સમય પસાર થશે.

સિંહ રાશિ

નોકરીના નવા પ્રસ્તાવો મળી શકે છે. નકારાત્મક વિચારોથી પોતાને દૂર રાખો અને મહેનતની સાથે કરવામાં આવેલ બધા જ કામ સરળતાથી પૂરા થશે. સ્વાર્થ અને ભોગની પ્રવૃત્તિના કારણથી વધારે પ્રતિષ્ઠા પ્રાપ્ત નહીં કરી શકો. કોઈપણ કામને શરૂ કરવા માંગતા હોય તો આ સમય યોગ્ય છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને સારું પદ મળી શકે છે. પરિવારના લોકોની મદદ કરવી પડશે. પાર્ટનરો સાથે મતભેદ તમને તણાવ આપી શકે છે. સમયસર કામ પૂરું ના થવાથી ચિંતામાં રહેશો.

કન્યા રાશિ

વ્યવસાયમાં દરેક વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહી. પોતાનાઓ સાથે સ્પર્ધા કરવાથી બચવું જોઈએ. આજે કોઇપણ નિર્ણય લેતા પહેલા તમારી ખૂબીઓ અને ખામીઓ પર સાવધાનીપૂર્વક વિચાર કરી લેવો. કોઈ રોકાયેલ કાર્ય પૂરું થશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઇ નવા વ્યક્તિ સાથે સંબંધ બની શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારી રીતે ધ્યાન નહીં આપી શકે. કોઈના ખરાબ વ્યવહારથી તમારા હૃદયને ઠેસ પહોંચી શકે છે.

તુલા રાશિ

નોકરી બદલવાની વાત થઇ શકે છે. નિરાશાજનક વિચારોથી બચવું જોઈએ. આજના દિવસની શરૂઆત કાર્ય-વ્યવહાર સાથે જોડાયેલી સમસ્યાઓને હલ કરવાથી થશે. મનોરંજનના કાર્યોમાં સમય વધારે પસાર થશે. પરિવાર અને મિત્રોનો દરેક પરિસ્થિતિમાં સાથ મળશે. વાણી પર નિયંત્રણ રાખવું પડશે. વધારે પડતું બોલવું નહીં. મૂડીનું રોકાણ હજુ કરવું નહી. વ્યવસાયના વિસ્તરણ માટે નાણાં એકત્રિત કરવામાં રહેશો.

વૃશ્ચિક રાશિ

આજે કોઈ નવા સોદા પર સાઇન કરવા પર વિચારી શકો છો. નોકરી કરનાર લોકોની અધિકારીઓ પાસેથી પ્રશંસા મળશે. તમારા સારા પ્રયત્નો છતાં પણ બની શકે છે કે લોકો તમારી વિરુદ્ધ જ રહે. તેથી તમારે સારી વ્યવહારિકતા અપનાવવી પડશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. ખૂબ જ સમજી-વિચારીને જ કોઈ મોટો નિર્ણય લેવો. આજે કોઈ એવી વાત તમારી સામે આવી શકે છે કે જેનાથી તમે પરેશાન થઇ શકો છો.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે સારી તક લઈને આવશે. કાર્યોમાં અડચણ આવી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું પડશે. આજે તમારે પોતાની શારીરિક ક્ષમતાથી વધારે કાર્ય કરવું પડી શકે છે. અવિવાહિત લોકોને લગ્નનો કોઇ પ્રસ્તાવ અચાનકથી મળી શકે છે. તમારો સમય સકારાત્મક કામોમાં કરવામાં લગાવો. સફળતા જરૂર મળશે. આજે એવા મામલાઓમાં પડવાથી તમારે બચવું જોઈએ કે જેનાથી તમારે કંઈ લેવાદેવા ના હોય.

મકર રાશિ

આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. દાંપત્યજીવનમાં આજનો દિવસ અનુકૂળ રહેશે અને આજે તમને તમારા જીવનસાથી પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે તમારા ધૈર્ય અને દ્રઢતા સાથે બની રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં પહેલાથી બનાવેલું પ્લાનિંગ કોઈ બીજાની સામે રાખવું નહીં. નહીતર કોઈ બીજુ વ્યક્તિ તેમનો ફાયદો ઉઠાવી શકે છે. આર્થિક પક્ષ નબળો હોવાના કારણે ઘરમાં થોડી તણાવની સ્થિતિ બની રહેશે. આજે કાર્યસ્થળ પર પ્રમોશનના અણસાર છે.

કુંભ રાશિ

પ્રેમમાં રહેલા લોકોને આજે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આજે તમારે થોડો સંયમ રાખવાની આવશ્યકતા રહેશે. કારણ કે વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે ધનલાભ થવાના અમુક નવા અવસર પણ મળશે. ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના આશીર્વાદ લેવાથી તમારા બધા જ કામ ખૂબ જ સરળતાથી પૂરા થઈ જશે. થોડો ચિંતાજનક સમય છે. ખર્ચ વધારે થઈ શકે છે. જમીન સંબંધિત વિવાદોના કારણે ચિંતા રહેશે.

મીન રાશિ

આજે માનસિક રૂપથી તમે ખૂબ જ આનંદિત રહી શકશો. જીવનસાથી સાથે પણ તમારા સંબંધો સારા રહેશે. પ્રેમમાં રહેલા લોકો માટે પણ આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમને પરિવાર તરફથી સહયોગ મળશે. તમે તમારા પોતાના પર વધારે પૈસા ખર્ચ કરી શકો છો. તમારે પારિવારિક જીવન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જે લોકો અવિવાહિત છે આજે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે ઓછી મહેનતથી સફળતા મળી જશે. આજે થોડો વધારે ખર્ચ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *