રાશિફળ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ : આજે શનિદેવની કૃપાથી આ ૪ રાશિવાળા લોકોને મળશે શુભ સમાચાર, નોકરી-ધંધામાં થશે મોટો લાભ

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમરૂપથી ફળદાયક રહેશે. આજે તમને દરેક બાબતમાં જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓ પણ પરસ્પર લડીને નષ્ટ થઈ જશે અને તે તમારું કંઈપણ બગાડી શકશે નહી, તેથી આજે તમારે પરેશાન થવાની આવશ્યકતા રહેશે નહી. આજે તમારા ઘર-પરિવારમાં કોઈ પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. વિદ્યાર્થીઓએ પણ આજે પોતાનાં નબળા વિષય પર વધારે ધ્યાન આપવાની આવશ્યકતા રહેશે ત્યારે જ તે સફળતા પ્રાપ્ત કરી શકશે. જે લોકો રોજગારની દિશામાં પ્રયાસ કરી રહ્યા છે, આજે તેમને કોઈ સારા અવસર મળી શકે છે.

Advertisement

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા સામાજિક કાર્યોમાં સફળતા અપાવનાર રહેશે. જો આજે તમે પોતાનાં જીવનસાથીને કોઈ નવો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં પણ આજે તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારે પોતાનાં લાંબા સમયથી અધુરા રહેલા કાર્યને પુર્ણ કરવા માટે પોતાનાં ભાઈની મદદ લેવી પડી શકે છે. જો તમારા પરિવારમાં કોઈ વિવાહ યોગ્ય સદસ્ય છે તો તે આજે પોતાનાં મનપસંદ સાથીની તમારી સાથે મુલાકાત કરાવી શકે છે. આજે તમારા પરિવારમાં કોઈ વડીલ સદસ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેનાં લીધે તમે પરેશાન રહેશો. સંતાનને આજે સામાજિક કાર્યમાં ભાગ લેતા જોઈને તમારા મનમાં પ્રસન્નતા થશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમરૂપથી ફળદાયક રહેશે. વિદેશમાં વ્યવસાય કરી રહેલા જાતકોને આજે કોઈ શુભ સુચના સાંભળવા મળી શકે છે. નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે પોતાનાં સિનિયર તરફથી ઠપકો સાંભળવા મળી શકે છે તેથી આજે તેમણે પોતાનાં કામ પર પુરું ધ્યાન આપવું પડશે. આજે સાંજ નો સમય તમે પોતાનાં માતા-પિતાની સેવામાં પસાર કરી શકો છો. આજે તમારા પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારા સુચનોનું સ્વાગત પણ થશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે પ્રમોશન જેવી કોઈ શુભ સુચના સાંભળવા મળી શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે કોઇ માંગલિક કાર્યક્રમમાં સામેલ થઇ શકો છો.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોને આજે પોતાનાં સાથી તરફથી કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. જો તમે શેરબજાર અથવા લોટરીમાં ધનનું રોકાણ કરવા માંગો છો તો તે ભવિષ્યમાં તમને સારો લાભ આપી શકે છે. જો આજે તમે કોઈની પાસેથી ધન ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો થોડા સમય માટે થોભી જવું કારણકે બાદમાં તેને પરત કરવામાં તમને મુશ્કેલી થઈ શકે છે. વ્યવસાય કરી રહેલા લોકોએ આજે કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે ત્યારે જ તે લોકો પાસેથી પોતાનું કામ કઢાવવામાં સફળ રહેશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેવા માટેનો રહેશે. આજે તમારે પોતાનાં સંતાનની સંગત તરફ પણ ધ્યાન આપવું પડશે નહીંતર તે કોઈ ખરાબ સંગતમાં ફસાઇ શકે છે. આજે તમને પોતાનાં પરિવારનાં કોઈ સદસ્ય તરફથી દગો મળવાના લીધે તમે પરેશાન રહેશો. આજે તમારે પોતાનાં પિતાજી સાથે કોઈ વાદવિવાદ થઈ શકે છે પરંતુ તમારે તેમાં ચુપ રહેવું પડશે નહીંતર તમારા સંબંધો ખરાબ થઈ શકે છે. આજે સાંજનાં સમયે તમારા ઘર પર અતિથિનું આગમન થઈ શકે છે, જેમાં તમારે ધન ખર્ચ પણ કરવો પડી શકે છે.

કન્યા રાશિ

આજે તમારી ચારેય તરફ સુખમય વાતાવરણ રહેશે. આજે તમને એક પછી એક સુચનાં સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તમારું મન પણ પ્રસન્ન રહેશે. જો તમે ભાગીદારીમાં કોઈની સાથે વ્યવસાય કરી રહ્યા છો તો તેમાં પણ આજે તમને પોતાનાં મન મુજબ લાભ થઈ શકે છે, જેનાં લીધે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જો તમારા પરિવારમાં કોઈ કલેશ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ શકે છે, જેનાં લીધે પરિવારનાં લોકો પણ એકબીજાથી પ્રસન્ન રહેશે. આજે તમારા પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમ પર પણ ચર્ચા થઇ શકે છે, જેમાં પરિવારનાં સદસ્યોની સલાહની આવશ્યકતા રહેશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે ઉન્નતિ વાળો રહેશે. આજે તમે જે પણ કાર્ય કરશો તેને ઉત્સાહ સાથે કરશો. જો વિદ્યાર્થીઓ આજે કોઈ કોર્સમાં દાખલો લેવા માંગે છે તો તેનાં માટે આજે ઉત્તમ દિવસ રહેશે. જો આજે તમે કોઈ સંપત્તિ ખરીદવાનું કે વેચવાનું વિચારી રહ્યા છો તો તેમનાં ચળ અને અચળ પાસાઓને સાવધાનીપુર્વક તપાસી લેવા નહીંતર ભવિષ્યમાં તમને પસ્તાવો થઇ શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે કોઈ પિકનિક પર જવાનો પ્લાન બનાવી શકો છો, જેમાં પરિવારનાં નાના બાળકો મોજ મસ્તી કરતા નજર આવશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરવાનો દિવસ રહેશે. આજે ભવિષ્યમાં માટે તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય માટે તમારી પ્રશંસા કરવામાં આવી શકે છે. આજે તમારે પોતાનાં કાર્યક્ષેત્રમાં પોતાનાં સાથીઓ સાથે મધુર વ્યવહાર જાળવી રાખવો પડશે ત્યારે જ તમે તેમની પાસેથી પોતાનું કામ કઢાવવામાં સફળ રહેશો. આજે તમારે પોતાનાં વ્યવસાય માટે યાત્રા પર જવું પડે છે તો અવશ્ય જવું. વ્યવસાય માટે કરવામાં આવેલી યાત્રા તમારા માટે સુખદ રહેશે. જો આજે તમારે પોતાનાં જીવનસાથી સાથે કોઈ વાદવિવાદ થાય છે તો તમારે તેમને સમજાવવાની જરૂરિયાત રહેશે નહિતર તે કોઈ ખોટી વાત માટે જીદ પર અડગ રહી શકે છે.

ધન રાશિ

તમારો આજનો દિવસ સાંસ્કૃતિક અને માંગલિક કાર્યક્રમમાં પસાર થશે. આજે તમને પોતાનાં ઘર અને નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારા પરિવારનાં સદસ્ય તમારા માટે કોઈ ઉપહારની ખરીદી કરી શકે છે, જેનાં લીધે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમારે પોતાનાં સાસરિયા પક્ષનાં લોકો સાથે કોઈ મતભેદ ચાલી રહ્યા હતાં તો તે આજે સમાપ્ત થશે અને તમારા સંબંધો મધુર બનશે. જો તમારૂ દૈનિક કાર્ય લાંબા સમયથી અધુરું રહેલું હતું તો આજે તમારે તેને પુર્ણ કરવું પડશે નહીંતર તમારા અમુક કાર્ય પણ અધુરા રહી શકે છે. આજે સાંજનો સમય તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે ભવિષ્યની યોજનાઓને બનાવવામાં પસાર કરી શકો છો.

મકર રાશિ

આજનો દિવસ તમારા સંબંધોમાં મજબુતી લઈને આવશે. આજે તમારા અમુક નવા સંબંધો સ્થાપિત થશે. આજે તમારા કોઈ લાંબા સમયથી અધુરા રહેલા કાયદાકીય કાર્યો પુર્ણ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે પરંતુ તેનાં લીધે તમારા અમુક શત્રુઓ પણ ઉત્પન્ન થશે, જેનાથી તમારે સાવધાન રહેવું પડશે. આજે તમે સામાજિક કાર્યોમાં પણ ખુબ જ સક્રિય રહેશો, જેમાં અમુક ધન ખર્ચ થઈ શકે છે. જો આજે તમારા પિતાજી તમને કોઈ કાર્ય સોંપે છે તો તેને અવશ્ય પુર્ણ કરવું નહિતર તે તમારાથી નારાજ થઈ શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં કોઇ જુનાં મિત્રને મળવા માટે તેમના ઘરે જઈ શકો છો.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહી શકે છે. આજે તમે અમુક બિનજરૂરી પ્રયોજનનાં લીધે પણ પરેશાન રહેશો, જેનાં લીધે તમારું મન કાર્યક્ષેત્રમાં લાગી શકશે નહી પરંતુ તમારે આવું કરવાથી બચવું પડશે. આજે તમારે પોતાનાં કાર્યક્ષેત્રમાં અવસરને ઓળખીને તેમનાં પર અમલ કરવો પડશે ત્યારે જ તમે તેનો લાભ ઉઠાવી શકશો. આજે તમારી આધ્યાત્મિક કાર્ય તરફ રુચિ વધી શકે છે. આજે તમે પોતાનાં કોઈ પરીજનનાં સ્વાસ્થ્યને લઈને પણ થોડા પરેશાન રહી શકો છો.

મીન રાશિ

આજનો દિવસ રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે ઉત્તમ રહેશે કારણકે આજે તેમને શાસન અને સત્તાનો ભરપુર સહયોગ મળશે, જેનાં લીધે તે પ્રસન્ન થશે અને તેમનાં જનસમર્થનમાં પણ વધારો થશે. આજે તમારે આર્થિક બાબતોમાં જોખમ લેવાથી બચવું પડશે નહીંતર તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાઈ શકે છે. જો આજે તમારા ઘરમાં કોઈ લડાઈ-ઝઘડાની સ્થિતિ ઉત્પન્ન થાય છે તો તમારે તેમાં પોતાની વાણી પર મધુરતા જાળવી રાખવી પડશે નહીંતર તમારા સંબંધો ખરાબ થઈ શકે છે અને તેનાં માટે તમને ભવિષ્યમાં પસ્તાવો થઇ શકે છે. આજે સાંજનો સમય તમે પોતાનાં સંતાનની સમસ્યાઓને સાંભળવામાં પસાર કરશો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ થી અમુક વિભિન્નતા હોય શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Advertisement