રાશિફળ ૨૨ જાન્યુઆરી : આજે ૪ રાશિઓની કુંડળીમાં બની રહ્યાં છે રાજયોગ, આર્થિક રૂપથી અતિ શુભ રહેશે આજનો દિવસ

Posted by

મેષ રાશિ

જીવનસાથીની સાથે આજે તમે ભવિષ્યની યોજનાઓ બનાવી શકશો. કર્મ કરતા રહેવું અને બધું જ ભાગ્ય પર છોડી દેવું. ધન લાભ થવાનાં પ્રબળ યોગ છે. દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આજે તમારો વ્યવસાય સામાન્ય રૂપથી ચાલશે. ગણેશજીની લાડુનો ભોગ લગાવવો, પરિવારનાં સંબંધોમાં મીઠાશ આવશે. માન-સન્માનમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. કામકાજમા આવી રહેલી અડચણો દૂર થશે. તમે યાત્રાઓ પર વધારે ખર્ચ કરશો.

વૃષભ રાશિ

આજે અટવાયેલું ધન પરત મળવાના યોગ બની રહ્યા છે. કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. આજે યાત્રા કરવાથી દૂર રહેવું અને કોઈની સાથે બિનજરૂરી વાદ-વિવાદ કે ઇજા પહોંચવાની ઘટનાઓ તમારા ચિંતાનું કારણ બની શકે છે. પરિવારનાં લોકોની સાથે સુખદ સમય પસાર કરી શકશો. સામાજિક સ્તર પર તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવામાં અને આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી બચવું. નોકરી અને શત્રુઓના વિશે સાવધાન રહેવું.

મિથુન રાશિ

આજે તમારો જીવનસાથી ઉત્સાહ અને સારો રોમાન્સ લાવશે. મન પ્રસન્ન રહેશે અને આજે મિત્રોને મળવાથી સમય સારો પસાર થશે. માતા-પિતાની સાથે તમે કોઈ ધાર્મિક સ્થળ પર દર્શન માટે જઈ શકો છો. વ્યવસાયમાં તમને તમારી અપેક્ષા પ્રમાણે ઓછો લાભ મળશે. કોઈ કામકાજની બાબતમાં તમારે બહાર પણ જવું પડી શકે છે. નજીકના મિત્રોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. બની શકે તો આજે કાર ચલાવવાથી દૂર રહેવું.

કર્ક રાશિ

આજે તમે હારને જીતમાં ફેરવી નાખશો. અટવાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે કોઈ રોકાયેલું કામ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. અચાનક કોઈ શુભ સમાચાર મળશે. શત્રુ અને વિરોધીઓ તમારાથી દૂર ભાગશે. તમે પોતાના વૈવાહિક સંબંધોમાં નવી તાજગી અને ઊર્જા મહેસૂસ કરશો. જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરવાનું શીખવું. ઓફિસમાં સહ-કર્મીઓની સાથે સહયોગની ભાવના રહેશે. તમારું ધ્યાન આધ્યાત્મની તરફ વધારે રહેશે.

સિંહ રાશિ

કોઈ જૂની સમસ્યા આજના દિવસે ફરીથી સામે આવી શકે છે. કુબુદ્ધિનાં કારણે તમારા કાર્યો બગડી પણ શકે છે, તેથી સમજી વિચારીને બુદ્ધિ અને બળનો પ્રયોગ કરવો. વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત સારા અવસર મળશે. નવા લક્ષ્ય નિર્ધારિત કરવા માટે આજનો દિવસ શુભ છે. આધ્યાત્મિકતા અને ઇશ્વર ભક્તિથી તમારા મનને સંતોષ મળશે. મકાન ખરીદવા કે બનાવાના મામલામાં તમારે પાર્ટનરનાં મંતવ્યને નજરઅંદાજ કરવું નહી.

કન્યા રાશિ

નોકરિયાત લોકોને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જો તમે પોતાની વાણી પર નિયંત્રણ રાખશો તો દિવસ સુખ-શાંતિથી પસાર થશે. નહીતર કોઈ વ્યક્તિ સાથે વાદવિવાદ થવાથી મન દુઃખી થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિ તરફથી તમને સહયોગ મળશે. તમારા દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે. ઓફિસમાં પ્રમોશન મળશે. આજે તમને યાત્રા ના કરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. તમે પોતાના પ્રેમીને આજના દિવસે ઘણા બધા વચનો આપી શકો છો.

તુલા રાશિ

અચાનક આવેલી સમસ્યાઓના કારણે તમારા પરિવારની શાંતિ ભંગ થઈ શકે છે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના રહેશે. પ્રેમની બાબતમાં દિવસ સફળતાપૂર્વક પસાર થશે. તમારા રોકાયેલા કામ કોઈ સહયોગીની મદદથી પૂરા થશે. દાંપત્યજીવનમાં સમય સારો રહેશે. પ્રેમજીવન જીવી રહેલા લોકોએ થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે. ઉધારની લેવડદેવડ કરતાં પહેલાં વિચારી લેવું તમારા માટે સારું રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે ભાગદોડ વધારે રહેશે. નવી નોકરી મળવાની સંભાવના બની રહી છે. પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે નિકટતા વધી શકે છે. દાંપત્યજીવન જીવી રહેલા લોકોને આજે સારા પરિણામ મળશે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થતો રહેશે. જીવનસાથી તમને પોતાના મનની વાત જણાવશે. સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે. તમારા જીવનસાથીને અચાનક કોઇ રોકાણનો ફાયદો મળી શકે છે.

ધન રાશિ

આજે તમારે ઉતાવળ કરવાથી બચવું જોઈએ, દરેક કાર્ય પોતાની ગતિથી પોતાના સમયે જ સંપન્ન થશે. ખર્ચાઓમાં અચાનક વધારો આવવાથી મનમાં નિરાશા રહેશે તેમ છતાં પણ પરિવારનું કોઈ વ્યક્તિ દૂર યાત્રા પર જઈ શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમારો મૂડ થોડો ખરાબ થઈ શકે છે. દાંપત્યજીવન માટે આજનો દિવસ થોડો કમજોર રહેશે. તમારા વ્યવસાયમાં સામેલ વ્યક્તિ કોઈ જૂના મિત્રની મદદ લઈ શકે છે.

મકર રાશિ

સ્વાસ્થ્ય મજબૂત રહેશે. કોઈ નવું કામ શરૂ કરવાનું મન બનાવી શકો છો. પૈસાની સ્થિતિ પર તમે ગંભીરતાથી વિચાર કરશો. પ્રેમ જીવનમાં આજે ખુશી ભરેલા સમયની પ્રાપ્તિ થશે. ભેટ અને ઉપહારની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને સારા પરિણામ પ્રાપ્ત થશે. જો તમે પોતાનો વ્યવસાય કરી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. જૂનો રોગ ફરીથી સામે આવી શકે છે. આજે એક સારો નિર્ણય તમને સફળતા અપાવી શકે છે.

કુંભ રાશિ

આજે તમે ખૂબ જ સારા ભાવથી કોઈની મદદ કરશો. ધનની બાબતમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી નહી, નહીતર મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ઓફિસમાં તમને કોઈ નવો પ્રોજેક્ટ મળશે, જેમાં તમે સફળ પણ થશો. દાંપત્યજીવનમાં તણાવમાં વધારો થશે. પ્રેમજીવન જીવી રહેલા લોકોને સારા પરિણામ અને પરિવારમાં એકતા જોવા મળી શકે છે. અન્ય લોકોની ખુશીમાં ખુશ થવાથી તમે પોતાને ઉર્જાવાન મહેસુસ કરશો.

મીન રાશિ

આજે તમને આર્થિક લાભ મળશે. તમે શેર બજારમાં પણ નફો કમાઈ શકો છો. પરિવારમાં અંતર વધશે. કામકાજની બાબતમાં બહાર જવું પડી શકે છે. તમારા ભૌતિક સુખ-સાધનોમાં વધારો થશે. જો કોઈ ટ્રાન્સફરનો ઓર્ડર આવે છે તો તમારે તેનાથી બચવાના પ્રયાસ કરવા અને તેને થોડા સમય માટે પાછળ ધકેલી દેવો. પ્રેમજીવન માટે દિવસ ખૂબ જ સારો રહેશે. તમે પોતાના તરફથી સફળતા મેળવવા માટે દરેક સંભવ પ્રયાસ કરશો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૨ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *