રાશિફળ ૨૨ નવેમ્બર : રવિવારે સાવધાન રહે આ ૪ રાશિનાં લોકો, ઉઠાવવું પડી શકે છે મોટું નુકશાન

Posted by

મેષ રાશિ

આજે તમને કાર્યાલયમાં તમારા બોસ દ્વારા એક મહત્વપૂર્ણ યોજના સોંપવામાં આવશે. તમે પોતાના ભવિષ્યને લઈને કંઈક નવું પ્લાનિંગ કરશો. આર્થિક રૂપથી સાવધાન રહેવું, નુકસાન થઈ શકે છે. કસરતને પોતાની દિનચર્યામાં સામેલ કરવાથી તમારી રોગપ્રતિકારકમાં સુધારો થશે. આજે તમે પોતાના લવ પાર્ટનરની સાથે સારો સમય પસાર કરી શકશો તેમજ એકબીજાની ગેરસમજણને ભૂલીને પ્રેમ જીવનનો આનંદ લઇ શકશો. બેરોજગાર લોકોને રોજગાર માટે નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે.

વૃષભ રાશિ

તમને પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે થોડો સમય લાગી શકે છે. રોકાણ કરવા વિશે વિચારવું. ઉતાવળમાં લેવામાં આવેલ નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. મિત્રો અને સ્નેહીજનોના સમાચાર મળી શકે છે. વ્યવસાયિક સ્થળ પર સહયોગ મળશે. કોઈની સાથે વાદ-વિવાદમાં ના પડવાથી આજે તમારે બચવું જોઈએ. પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો. આ બદલતા સમયમાં ઈચ્છાઓને નિયંત્રિત કરવી. લવ લાઇફમાં સુખ અને શાંતિ આવશે. યોગ કરવા તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

મિથુન રાશિ

આજે અન્ય લોકોની વાતોમાં દખલગીરી કરવાથી બચવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. કોઈ નવી જગ્યા પર પૈસા રોકાણ કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજો ધ્યાનથી વાંચી લેવા. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. નોકરિયાત કે વ્યવસાય કરી રહેલા લોકો આજે કંઈક વિશેષ કરવાના મૂડમાં રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. આજે તમે કોઈ નવું કાર્ય આરંભ કરવાનો વિચાર બનાવી શકો છો. આજના દિવસે લાભ કમાવવાના ઘણા અવસર પ્રાપ્ત થશે. વેપારીઓ માટે આજે નફાના સોદા થઈ શકે છે. આજે તમે બુદ્ધિજીવીઓની સંગતમાં રહેશો. વ્યવસાયમાં સારી સફળતા મળશે, પરંતુ વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. હાથમાં ઇજા પહોંચવાની આશંકા રહેલી છે. અન્ય લોકો માટે ખરાબ નિયત રાખવી તમને માનસિક તણાવ આપી શકે છે.

સિંહ રાશિ

વ્યક્તિગત રીતે આજનો દિવસ સામાન્ય પસાર થશે. વ્યવસાયિકોને યાત્રા પર જવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. વ્યવસાય માટે આજનો દિવસ સારો તો નથી પરંતુ અપેક્ષા પ્રમાણે ધન લાભ અવશ્ય થશે. અમુક પ્રતિસ્પર્ધી અડચણ ઉત્પન્ન કરવાની કોશિશ કરી શકે છે પરંતુ તમે તેમના પર નિયંત્રણ મેળવી લેશો. સમયની અનુકૂળતા કાર્ય સિદ્ધ કરશે. વ્યાવસાયિક લાભના યોગ છે. મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે. મન ચંચળ રહેશે.

કન્યા રાશિ

આજે તમે પોતાના કાર્ય પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રામાણિક રહેશો અને તમે પોતાના કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમે પોતાની આવડતથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. કોઈ લક્ષ્ય મેળવવા માટે ફક્ત તેના પર જ એકાગ્રહ રહીને કાર્ય કરવું. નવા સંબંધો અનિષ્ટકારક સાબિત થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજણો દૂર થઈ શકે છે. નિર્માણ કાર્યોમાં અડચણ આવવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પરિવારના લોકોને સહયોગ કરવો પડશે. સિંગલ રહેતા લોકોને કોઈની સાથે પ્રેમ થઈ શકે છે.

તુલા રાશિ

તમને પોતાના પ્રત્યે વિશ્વાસ તમને સતત વિજય અપાવશે. કામની વચ્ચે થોડો આરામ કરી લેવો અને મોડી રાત સુધી કામ કરવું નહીં. આજે તમારે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. કોઇપણ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહી. ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. વ્યવસાયમાં વધારો થઇ શકે છે. પોતાના વધારાના ધનને કોઈ સુરક્ષિત જગ્યા પર રાખવું, તેના માટે કોઈ નિષ્ણાત વ્યક્તિ પાસેથી સલાહ લેવી. ચારેય તરફથી આજે તમને ખુશીઓ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

યાત્રાનાં લીધે વિશ્રામ કરવાનો ભરપૂર આનંદ મળશે. આજના દિવસની શરૂઆત ભક્તિભાવથી થશે. વ્યવસાયમાં પરિવર્તન કે નોકરીમાં પ્રગતિની સંભાવના રહેલી છે. આજે તમારે શેર બજારમાં પૈસા લગાવવાથી બચવું જોઈએ. વસ્ત્રો અને ઘરેણા વગેરે પર ખર્ચ વધી શકે છે. માનસિક રૂપથી તાજગીનો અહેસાસ થશે અને મસ્તિષ્કમાં નવા નવા વિચારો આવશે. આજે તમે પોતાનો નવો વ્યવસાય પણ પ્રારંભ કરી શકો છો. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના રહેલી છે.

ધન રાશિ

આજે દૂરના સ્થાનોમાં દૂર સંચાર દ્વારા સંપર્ક થશે અને તે લાભદાયક રહેશે. તમારી કાર્ય યોજનાનું વિસ્તરણ સંભવ છે. રાજનીતિમાં લાભના અવસર પ્રાપ્ત થશે. પ્રતિસ્પર્ધીઓ શાંત રહેશે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. રોજગારના નવા અવસર પ્રાપ્ત કરી શકશો. નવા કામકાજની શરૂઆત માટે આજનો દિવસ સૌથી અનુકૂળ છે. ધાર્મિક દર્શનનો આનંદ લઇ શકશો. કાનૂની અડચણો સમાપ્ત થશે. આર્થિક મોરચા પર એક લાભદાયક દિવસ રહેશે, જ્યારે તમે બોનસ પ્રાપ્ત કરશો.

મકર રાશિ

આજે તમે પોતાના મિત્રોની સાથે પ્રવાસનું આયોજન કરી શકશો અને સાથે જ આર્થિક વિષયમાં કાર્ય કરશો. શત્રુઓ પરાસ્ત થશે. જમીન સંપત્તિના કાર્યોમાં આવતી અડચણો દૂર થશે. ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. ઉતાવળ કરવાથી બચવું. આજે તમારું કોઇ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ ના થવાથી સ્વભાવ ચીડીયો રહી શકે છે. કોઈ કાર્યમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રનો વિસ્તાર અને સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. દૈનિક જીવન પર સકારાત્મક શક્તિઓની અસર થઈ શકે છે. આજે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

કુંભ રાશિ

આજે તમારે નકારાત્મક વિચારોથી બચવું જોઇએ કારણ કે એ તમારા સમયની ફક્ત બરબાદી જ કરશે. લાંબા સમયથી ચાલી રહેલા કષ્ટો દૂર થશે. ધન લાભના યોગ છે. બૌદ્ધિક કાર્ય સફળ રહેશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પ્રાપ્ત કરી શકશો. અસ્વસ્થતાનો અનુભવ થશે. તમારા વર્ચસ્વને જોઈને શત્રુ શાંત રહેશે. આજે તમે નોકરી કે વ્યવસાય સાથે જોડાયેલ કોઇ મોટો નિર્ણય લઈ શકો છો. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. નસીબના સાથથી આજે તમને તમારી મહેનતનું ફળ પણ મળશે.

મીન રાશિ

આજે શાંત અને તણાવરહિત રહેવું. વિવાહિત લોકોના જીવનમાં ખુશીઓ આવશે. દિવસના મહત્વને સમજવું અને પોતાના ઉદ્દેશ્યના પ્રત્યે કાર્ય કરતા રહેવું. વ્યવસાયિક કાર્યમાં લાભનાં અવસર આવશે. માતા-પિતા તરફથી આર્થિક સહયોગ મળી શકે છે. ઇજા, ચોરી કે વિવાદ વગેરેથી હાનિ સંભવ છે. આજે તમારા અમુક કાર્યોમાં વિલંબ થશે. જોખમ કે જમાનતનાં કાર્યો ટાળવા. આર્થિક રીતે મજબૂત થઇ શકો છો. ગરીબીમાંથી મુક્તિ મળી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૨ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *