રાશિફળ ૨૨ ઓક્ટોબર : આજે ૧૨ માંથી આ ૭ રાશિઓનાં જીવનમાં થશે મોટો ચમત્કાર

Posted by

મેષ રાશિ

આજે પ્રેમની દ્રષ્ટિએ જુઓ તો તમે જીવનનો ભરપૂર આનંદ લેવામાં સફળ રહેશો. તમારા પ્રિયજનો દ્વારા દગો મળવાના કારણે તમારું મન દુઃખી રહેશે. વાહન સુખ મળશે. કર્મચારીઓની અનિયમિતતાથી પરેશાન રહેશો. વેપારીઓ માટે એક લાભદાયક દિવસ પસાર થશે. વિરોધીઓ હાવી થવાના પ્રયાસ કરશે પરંતુ સફળ થશે નહી. કોઈ જરૂરી કામ અધૂરું રહી જશે. કોઈ મંગળ કાર્યની યોજના બનશે. શેયર ટ્રેડિંગમાં લાભ થશે.

વૃષભ રાશિ

આજે સારી તકો તમારી રાહ જોઈ રહી છે. તમારે તમારા લક્ષ્ય પ્રત્યે અડગ વફાદારી રાખવી પડશે. સારા સમાચાર મળી શકે છે. લગ્નજીવનના પ્રયાસો વધારે થશે. થોડી યોજના બનાવીને ચાલશો તો પૈસાની સ્થિતિ સારી થતી જશે અને તમારી બચતમાં પણ વધારો થશે. સંતાનોના ભવિષ્યને લઈને થોડી ચિંતા રહેશે. હાથમાં આવેલ કોઈપણ અવસરને જવા દેવો નહી કારણકે આ જ અવસર ભવિષ્યમાં તમારા સફળતાના દ્વાર ખોલી શકે છે.

મિથુન રાશિ

આજે તમને પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગેરે કાર્યોમાં સફળતા મળશે. શાસન સત્તા તરફથી સહયોગ મળશે. ઉતાવળમાં કોઇ જગ્યાએ રોકાણ કરવું નહી. પરિવારના લોકોની સાથે લાંબી યાત્રાનાં યોગ બની રહ્યા છે, જેના લીધે પરિવારમાં ખુશીઓ આવશે. વાણી અને બૌદ્ધિક ક્ષમતા તમને નવા રસ્તા તરફ દોરી જશે. નવા કાર્યની યોજના બનશે. આધ્યાત્મિક પ્રવૃત્તિનો વિકાસ થશે. જો તમને કોઈ ખાસ કામ કરવાની જવાબદારી સોંપવામાં આવે તો આશ્ચર્યમાં પડવું નહી.

કર્ક રાશિ

આજે તમારે પોતાની વાણી પર નિયંત્રણ બનાવી રાખવું પડશે. નોકરીમાં પ્રગતિના અવસર મળશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. આવકમાં વધારો થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. પરિસ્થિતિઓ વધારે સકારાત્મક રહેશે. કોઈ સારા સમાચાર તમારું મન પ્રસન્ન કરી દેશે. કોઈ લાભકારી યોજનાનો કરાર થઈ શકે છે. માનસિક કાર્ય વધારે રહેશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ જે પણ કામ કરશે તેમાં તેને સફળતા મળશે.

સિંહ રાશિ

આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. ધંધાનો વિસ્તાર થશે. પરિશ્રમ વધારે કરવો પડશે. આત્મવિશ્વાસમાં વધારો થવાથી દરેક કાર્યમાં સફળતા મળશે. અગાઉ કરવામાં આવેલી ભૂલોને સુધારવાનો અવસર મળશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. જો તમે પોતાનાં ઘરની જવાબદારીઓને અવગણશો તો અમુક એવા લોકો તમારાથી નારાજ થઈ શકે છે જે તમારી સાથે રહે છે. આવકમાં વધારો થશે. જો તમે હાલના સમયમાં જ કોઈ જમીન કે સંપત્તિમાં રોકાણ કર્યું છે તો તમે જોઇ શકશો કે કઈ રીતે તમારું રોકાણ ફાયદાકારક થઈ રહ્યું છે.

કન્યા રાશિ

આજે તમારે નાની નાની વાતોને લઈને કોઈની સાથે વિવાદ કરવો નહી. વાંચનમાં રસ વધશે. શૈક્ષણિક કાર્યોનાં સુખદ પરિણામ મળશે. નોકરીમાં યાત્રા પર જવું પડી શકે છે. કોઈ જૂની યાદો ગલીપચી કરશે. ઉંઘ ઓછી આવશે. રોકાણની ઓછી થતી કિંમત તમને પરેશાન કરશે. ખર્ચમાં વધારો થશે. થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. માનસિક રૂપથી પ્રસન્નતા જળવાઈ રહેશે.

તુલા રાશિ

આજે તમારે વધારે કામ કરવાથી બચવું કારણ કે તે તમને ફક્ત તણાવ અને થાક જ આપશે. મનમાં નિરાશા અને અસંતોષનાં ભાવ રહેશે. મહેનત પ્રમાણે ઓછું ફળ મળશે. વાદ-વિવાદથી બચવું. અસ્વસ્થતા રહેશે. તમને અન્ય લોકો પર ખૂબ જ જલ્દી વિશ્વાસ કરી લો છો તેથી સતર્ક રહેવું. નોકરીમાં પ્રગતિના અવસર મળશે, પરંતુ સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે. કલા સંસ્કૃતિની પૃષ્ઠભૂમિનાં લોકો ઉજ્વલ રૂપથી ચમકશે.

વૃશ્ચિક રાશિ

નવા કાર્યનો પ્રારંભ કરવા માટે સમય અનુકૂળ છે. નોકરીમાં પરિવર્તનનાં યોગ બની રહ્યા છે. કોઈ બીજી જગ્યા પર જવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વધારો થશે. તમારી મહેનત અને ત્યાગથી સફળતાના દ્વાર ખુલશે. સંપત્તિના મોટા કરારો થઈ શકે છે. દાનનું કાર્ય કરવું. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. વ્યવસાય કરનાર લોકોને પોતાના વ્યવસાયમાં કોઈ મોટો ફાયદો થઈ શકે છે. કરજ લેવાથી બચવું. જીવનસાથી કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિરોધીઓ તણાવનું કારણ બનશે.

ધન રાશિ

ભાઈ બહેનની સાથે સંબંધ વધારે મધુર બનશે અને મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. આશા-નિરાશાનાં મિશ્રિત ભાવ મનમાં રહેશે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળશે. અચાનક મોટા ખર્ચાઓ સામે આવશે, જેના લીધે તમે તણાવમાં રહેશો. કલેશ કરવાથી બચવું. રાજકીય મહત્વકાંક્ષાની પૂર્તિ થશે. લેખન અને બૌદ્ધિક કાર્યોથી કમાણી થશે. આર્થિક તંગીથી બચવા માટે પોતાના નક્કી કરેલા બજેટથી દૂર જવું નહી. કોઈ મોટી જવાબદારી માટે તૈયાર રહેવું.

મકર રાશિ

જો તમે કોઈ કામને ખૂબ જ સમય અને ઊર્જાની સાથે પૂરું કર્યું છે તો આજે તેમનું ફળ તમને મળી શકે છે. ખર્ચાઓમાં વધારો થવાની સ્થિતિ ઉત્પન્ન થશે. કાર્યક્ષેત્રમાં પરિશ્રમના અનુસાર સફળતા મળશે નહી. વ્યવસાય યાત્રા સફળ રહેશે. પૈસા મેળવવામાં સરળતા રહેશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ધાર્મિક યાત્રાનાં યોગ બની રહ્યા છે. મિત્રો તરફથી સહયોગ મળશે. બિનજરૂરી કાર્યોમાં શાંતિ નષ્ટ થઈ શકે છે. પાર્ટનર કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિરોધીઓ તમારા તણાવનું કારણ બનશે. સાવચેત રહેવું જરૂરી છે.

કુંભ રાશિ

આજે તમે વધારે પડતા ઉત્સાહમાં રહેશો, જો કે શિથિલતા અને આળસ તમારા પર હાવી રહેશે. પરિવાર પ્રત્યે જવાબદારી વધી શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. ભાઈઓનાં સહયોગથી આવકમાં વધારો થઇ શકે છે. યાત્રા અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો. મહેમાનોની અવરજવરથી દિનચર્યામાં બદલાવ આવશે. મન પ્રસન્ન રહેશે. પરિવાર તરફથી શુભ સમાચાર મળશે. આત્મસન્માનમાં વધારો થશે. આધ્યાત્મિક તરફ રસ વધશે.

મીન રાશિ

આજે પારિવારિક જીવનમાં થોડી ઉથલપાથલ થઇ શકે છે. કાર્યોના પ્રત્યે જોશ અને ઉત્સાહ જળવાઈ રહેશે. નોકરીમાં પરિવર્તનનાં યોગ બની રહ્યા છે. પરિવારથી દૂર જવું પડી શકે છે. ખર્ચાઓમાં વધારો થશે. તમારી કોઈ અધૂરી ઇચ્છા પુરી થશે, જેના લીધે તમારું મન પ્રસન્ન રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કાર્યસિદ્ધિથી પરાક્રમ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. પાડોશીઓ સાથે સંબંધ મધુર બનશે. રાજકીય અને સામાજિકમાં કાર્યમાં રસ વધશે. વાહનની ખરીદી કરી શકો છો.

નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહી ઘટનાઓમાં રાશિફળ ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *