રાશિફળ ૨૨ સપ્ટેમ્બર : હનુમાનજીની કૃપાથી આજે આ ૪ રાશિઓને મળશે કષ્ટોમાંથી મુક્તિ, રોકાણમાં મળશે લાભ

Posted by

મેષ રાશિ

આજે તમારે તમારા પરિવારના લોકો સાથે ખરાબ વ્યવહાર ના કરવો જોઈએ. તે પરિવારની શાંતિને ભંગ કરી શકે છે. તમે અમુક મહત્વપૂર્ણ નિર્ણય એવા લેશો જે તમને ખૂબ જ કામ આવશે. આજે તમારા કામની પ્રશંસા પણ થશે કારણકે લોકો તમારી પાસે જરૂરી કામો માટે સલાહ લેવા આવશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. જુના મિત્રો કે સંબંધી સાથે મુલાકાત થઇ શકે છે. મિત્રો પાસેથી સારા સમાચાર મળશે. આજે તમે કોઇ સારા પરિણામ પર પહોંચી શકો છો.

વૃષભ રાશિ

આજે તમારા પરિવારના લોકો સાથે અને મિત્રો સાથે સારો સમય પસાર થશે. કામકાજની બાબતમાં આજે તમે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશો. વ્યવસાય બાબતે આજે અમુક સમસ્યા ઉભી થઇ શકે છે. ચૂપ બેસીને સમય બરબાદ કરવાથી સારું છે ચૂપચાપ કામ કરતા રહેવું. મનોરંજન માટે સમય જરૂર કાઢવો જોઈએ. પાછલા થોડા દિવસોથી તમારા મગજમાં જે ઊથલ-પાથલ ચાલી રહી છે તે ખતમ થઈ શકે છે.

મિથુન રાશિ

આજે તમારા પ્રેમ પ્રસંગ બાબતે કોઈ જગ્યાએ વાત કરવી નહી. મહિલા વર્ગના સહયોગથી લાભ મળશે. મિત્રોની સાથે તમને આજે મોજ-મસ્તી કરવાનો અવસર મળી શકે છે. પરિવારના લોકો આજે તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ જળવાઈ રહેશે. કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. તમારી ભૂલના લીધે બનેલું કામ પણ બગડી શકે છે. ધૈર્યથી કામ કરશો તો સફળતા મળવાના યોગ છે. વ્યવસાય સારો ચાલશે. આજે નકામી વાતોથી દૂર રહેવું જોઈએ.

કર્ક રાશિ

આજે તમને આગળ વધવાની અમુક તક મળી શકે છે. પારિવારિક જીવન માટે આજનો દિવસ અનુકૂળ છે અને તમે તમારા પરિવારમાં કોઈ નવા કામની પહલ કરી શકો છો. તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો અને તે તમારા કાર્યસ્થળ પર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આજે કોઈ સાથે વાદ-વિવાદમાં પડશો નહી તો તમારા માટે સારું રહેશે. આજે તમે નાના મોટા વિષયો પર પણ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરશો.

સિંહ રાશિ

આજે તમને કોઇ આનંદોત્સવમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે સમયના પરિવર્તનથી તમે રાહત મહેસુસ કરશો. વિદ્યાર્થી વર્ગને સફળતા મળી શકે છે. આજે તમારા મનોબળમાં વધારો થશે અને કામ પર ફોકસ કરવાથી સારું પ્રદર્શન કરી શકશો. નોકરીમાં કોઈ નવું કાર્ય કરી શકશો. કોઈ મોટી વાતને લઈને ચિંતા ખતમ થઈ શકે છે. આજે તમે ખૂબ જ ઉત્સાહમાં રહેશો. આવકમાં વધારો થશે. કોઈ શુભ કાર્ય થવાના સંકેત પણ ગ્રહો આપી રહ્યા છે. તમારી વસ્તુઓ સંભાળીને રાખો.

કન્યા રાશિ

આજે તમારુ શ્રેષ્ઠ પ્રદર્શન તમને તમારા માલિકોને પ્રભાવિત કરવામાં મદદ કરશે. વાણી પર સંયમ રાખવું પડશે અને સંબંધીઓ સાથે મધુર વ્યવહાર જાળવી રાખો. ભવિષ્યમાં કોઈની પણ પાસેથી મદદ લેવી પડી શકે છે. સંભવ છે કે કોઈ તમારી સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. સંપત્તિના મોટા સોદા થઈ શકે છે જે તમને લાભ આપશે. કાર્યસ્થળમાં પ્રગતિ થઈ શકે છે. રોકાણ આજે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મોટા અનુભવી લોકો પાસેથી સારી સલાહ તમને મળી શકે છે.

તુલા રાશિ

આજે તમારા પરાક્રમ અને સાહસમાં ખૂબ જ વધારો થશે. સમાજમાં ખૂબ જ માન-સન્માન અને પ્રતિષ્ઠા પણ મળશે. અમુક લોકો માટે પરિવારમાં એક નવા વ્યક્તિના આગમનથી ઉત્સવ અને પાર્ટીની ક્ષણો આવશે. આજે તમારા કામને એક નવી ઓળખાણ મળશે અને કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રયાસોનું ફળ મળશે. બેફિકર થઇને તમારું કામ કરતા રહેવું. નવા પ્રેમ સંબંધ બનવાની પ્રબળ સંભાવના છે. ગૃહસ્થ જીવન સુખમય રીતે પસાર થશે. વાણી પર નિયંત્રણ રાખવું. કોઈ કાર્યમાં અડચણ આવી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારી આસપાસનું કોઈ વ્યક્તિ ભાવનાત્મક રૂપથી અસંતુલિત થઇ શકે છે. વિરોધીઓ પરાસ્ત થશે. વ્યવહાર કુશળતા અને શાંતિ રાખીને આગળ વધારતા રહો તો પ્રગતિના અવસર પ્રાપ્ત થશે. વાહન મશીનરી અને અગ્નિના પ્રયોગમાં સાવધાની રાખવી પડશે. વિવાદોથી બચવું જોઈએ. વધારે પડતો વિશ્વાસ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કાર્યાલયમાં બધું તમારા પક્ષમાં જતા નજર આવશે. તમારી મહેનતને યોગ્ય સન્માન મળશે અને નવી જવાબદારીનો ભાર પણ તમારા પર આવી શકે છે.

ધન રાશિ

આજે તમે તમારું કામ મન લગાવીને કરો. જો તમે કોઇ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો તે તમારો પીછો જરૂર કરશે. ધર્મ-કર્મના કાર્યોમાં રુચિ રહેશે. રાજકીય સહયોગ પ્રાપ્ત થશે. દુર્ઘટનાથી બચવું જોઈએ. નાની અમથી ભૂલ કરવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. શત્રુ પક્ષને આજે તમારા પર હાવી ના થવા દો. યાત્રા સુખદ અને મનોરંજક સાબિત થશે. જીવનસાથી સાથેના સંબંધમાં સુધારો આવશે. સમય આવવા પર તેમનો ફાયદો પણ તમને મળી શકે છે.

મકર રાશિ

આજે રોકાણ કરવાથી સારું ફળ મળી શકે છે. કોઈપણ સ્થાયી સંપત્તિને ખરીદવામાં કોઈ વિશેષજ્ઞ અથવા તો અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. આજે થનારી કોઈ ખાસ વાત-ચીત તમારા ભવિષ્યને પણ પ્રભાવિત કરી શકે છે. આજે તમારે વ્યવહારિકતા પણ રાખવી જોઈએ. આજે નવા કાર્યો બનવાની ખુશી પણ થશે. નવા સંપર્કોથી લાભ થશે. આજે તમને કોઈ સાથી પાસેથી ઉપહાર મળી શકે છે. આજે કઠિન પરિસ્થિતિમાં પણ સાહસ ગુમાવવું નહીં. આજે તમારે કોઈપણ વાતચીત ખૂબ જ સમજી-વિચારીને કરવી.

કુંભ રાશિ

આજે તમારૂ કોઈ રોકાયેલું કામ પૂરું થશે. ઇષ્ટ દેવતાને યાદ કરવાથી તમારી સમસ્યાઓનું નિવારણ થશે. દાંપત્યજીવન માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. જો કે થોડી રકઝક થવાની પણ સંભાવના રહેલી છે. કામકાજની બાબતમાં આજનો દિવસ સામાન્ય પસાર થશે. ઉતાવળમાં કોઇ નિર્ણય લેવો નહી કારણકે જીવનમાં આગળ જતાં પછતાવવું ના પડે. મહેનત અને અનુભવ દ્વારા અમુક નવી સ્થિતિને પામી શકશો. કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિ

આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. જીવનસાથી ધનલાભનો માર્ગ પ્રશસ્ત કરશે જેનાથી તમને ધન સંબંધિત સારા પરિણામ પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં પણ સફળતા મળશે. આજે તમારા અધુરા કાર્યો પૂરા થશે. માતા-પિતાના મંતવ્ય વગર કોઈ નવા કામની શરૂઆત કરવી નહી. આજના દિવસે તમારી સર્જનાત્મકતા તમને અન્ય સાથીઓથી આગળ લઈ જશે. પરિસ્થિતિઓ અચાનક પ્રતિકૂળ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *