રાશિફળ ૨૩ ઓક્ટોબર : શુક્ર કન્યા રાશિમાં કરશે પ્રવેશ, આ ૬ રાશિઓનો શરૂ થઈ જશે સારો સમય

Posted by

મેષ રાશિ

આજે તમને માનસિક રૂપથી પ્રસન્નતાનો અનુભવ થશે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે. બહારના ખાદ્ય પદાર્થો ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના રહેલી છે. પેટ સંબંધિત પીડાથી પરેશાન રહેશો. ખરાબ સમાચાર મળી શકે છે, જેના લીધે તમે તણાવમાં રહી શકો છો. હાથમાં આવેલા લાભનાં અવસર નીકળી જશે. સફળતા મેળવવા માટે તમારે વધારે પરિશ્રમ કરવો પડશે. આર્થિક હાની થઈ શકે છે. તમે વડીલોનો આદર કરવામાં આગળ રહેશો. કાર્યમાં સફળતા ના મળવાથી ક્રોધની ભાવના પર નિયંત્રણ રાખવું.

વૃષભ રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવવાની સંભાવના છે. મિત્રો તરફથી લાભ મળશે. જીવનસાથીનો સહયોગ મળશે. રાજકીય અવરોધો દૂર થશે. ધન લાભના અવસર પ્રાપ્ત થશે. શત્રુઓનો ભય રહેશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિથી તમને પ્રમોશન મળવાની સંભાવના છે. વિવાહ ઇચ્છુક વ્યક્તિઓને જીવનસાથી મળવાના યોગ છે. કરિયરમાં આગળ વધવા માટે સારી તક મળી શકે છે. વ્યાપારી વર્ગની આવકમાં વધારો થશે.

મિથુન રાશિ

આજે તમે તન-મનથી પ્રસન્નતાનો અનુભવ કરશો. પ્રભાવશાળી અને આવશ્યક લોકો સાથે પરિચય વધારવા માટે સામાજિક ગતિવિધિઓ સારી તક સાબિત થશે. વેપારી લોકો વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકશે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા અને યશ કીર્તિ મળવાના પણ યોગ છે. આકસ્મિક ધન લાભની સંભાવના છે. તમારા કાર્યોથી અધિકારી ગણ ખુશ થઈ શકે છે. ઈજા, ચોરી કે વિવાદ વગેરેથી હાનિ પહોંચી શકે છે. ખરાબ સંગતથી દૂર રહેવું.

કર્ક રાશિ

વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે. કોઈ કાર્યમાં સફળતા ના મળવાથી નિરાશા મળવાની સંભાવના છે. સાહિત્ય કે અન્ય કોઈ સર્જનાત્મક કલાના પ્રત્યે રૂચિ વધશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં તમે પડી શકો છો. પારિવારિક જીવન સુખમય રહેશે. કાર્ય પદ્ધતિમાં સુધારો આવશે. લાભના અવસર મળશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને તમારી વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારા ક્રોધના કારણે કોઈની સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે.

સિંહ રાશિ

વ્યવસાયમાં હાનિ પહોંચી શકે છે. યાત્રા નિષ્ફળ રહેશે. શારીરિક સ્વસ્થતા અને માનસિક પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. નોકરી કરનાર લોકોને સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. પિયર તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. તમે સંપત્તિમાં રોકાણ કરવાનો પ્રોજેક્ટ બનાવી શકો છો. માં-બાપ નાં સ્વાસ્થ્યમાં સુધારો આવવાની આશા છે. નવા વસ્ત્રો ખરીદી શકો છો. લાંબા સમય પછી તમે પોતાના જીવનસાથીની સાથે નિકટતા મહેસૂસ કરી શકશો.

કન્યા રાશિ

આજે તમારે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું. અચાનક નવા સ્ત્રોતોથી ધન લાભ મળશે. આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે. આજે તમારામાં સ્ફુર્તિનો અભાવ રહેશે. કોઈ ગેરસમજણ અને દુર્ઘટનાથી સંભાળીને રહેવું. ઓફિસમાં તમારા વિરોધીઓ ષડયંત્ર કરશે. પરિવારના લોકોની સાથે વધારે સમય પસાર કરી શકશો. મિત્રો સાથે ઝઘડાઓનો અંત આવશે. વ્યવસાય યાત્રા સફળ રહેશે. અનૈતિક કૃત્યોથી દૂર રહેવું. તમારા પ્રિય વ્યક્તિની સાથે થોડા મતભેદ થઈ શકે છે.

તુલા રાશિ

આજે એક યાદગાર યાત્રા થવાની સંભાવના છે. પરિવારના લોકોની સાથે પણ મતભેદ થઈ શકે છે, જેના લીધે ઘરનું વાતાવરણ બગડી શકે છે. પરિશ્રમની અપેક્ષાએ સફળતાની પ્રાપ્તિ ઓછી થવાના લીધે આર્થિક સંકટની ચિંતા રહેશે. તમે તમારા વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો અને તેનું શ્રેય વડીલોને આપશો. વ્યવસાયમાં અચાનક હાનિ પણ થઈ શકે છે. વાહન અને મશીનરીના ઉપયોગમાં સાવધાની રાખવી. દાંપત્યજીવનમાં મધુરતા આવશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારે સરકાર વિરોધી પ્રવૃત્તિઓનાં કારણે પરેશાની ઉત્પન્ન ના થાય તેનું ધ્યાન રાખવું. ખર્ચમાં વધારો થઇ શકે છે. જો તમે ઘણા દિવસોથી કામકાજમાં સમસ્યા મહેસૂસ કરી રહ્યા હોય તો આજના દિવસે તમને થોડી રાહત મહેસુસ થઇ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. કોઈપણ કાર્યને ઉતાવળમાં કરવું નહી. આજનો દિવસ ભાગદોડ ભરેલો રહેશે. નોકરીયાત લોકો પર ઉચ્ચ અધિકારીઓની કૃપા દ્રષ્ટિ રહેશે.

ધન રાશિ

આજે તમે પોતાને સમાજ સેવાની તરફ આકર્ષિત કરી શકશો. કોઈની સાથે વાદવિવાદ કે ઝઘડાઓ સંભવ હોય તો ટાળી દેવા. ખાણી-પીણી પર સાવચેતી રાખવી. આજે તમારો દિવસ અનુકૂળતાથી પરિપૂર્ણ રહેશે. શારીરિક સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. જેટલી બની શકે તેટલી ધનની બચત કરવી, જેના લીધે તમે ધન સાથે જોડાયેલ સમસ્યાઓથી બચી શકશો. નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થશે. જીવનસાથી અને બાળકોની સાથે સમય પસાર કરવાથી ખુશી મળશે. મનોરંજનનું સુખ મળશે.

મકર રાશિ

તમારો આજનો દિવસ સફળતા અને આમોદ-પ્રમોદથી ભરેલો રહેશે. વાદ-વિવાદનો અંત આવશે. માંગ્યા વગર જ મદદ મળશે. કરજ લેવાથી બચવું. અતિ ઉત્સાહથી હાનિ ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું. શારીરિક અને માનસિક સ્વસ્થતાનું પણ ધ્યાન રાખવું. આજે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. વિપરીત લિંગ તરફ આકર્ષિત થઇ શકો છો. જીવનસાથી સાથે પ્રમાણિક રહેવું. કોઈપણ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.

કુંભ રાશિ

આજ નો દિવસ રોમાન્સ, આનંદદાયી અને ખૂબ જ રોમાંચક રહેશે. પરિવારમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે. નવી સજાવટથી ઘરની શોભામાં વધારો થશે. શારીરિક રૂપથી સ્વસ્થ અને માનસિક રૂપથી પ્રસન્ન રહેશો. જો તમે કાર્યક્ષેત્રમાં તણાવ લેશો તો તેનાથી તમારા સિવાય કોઈ અન્યને નુકસાન થશે નહી. ધન પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રોની સાથે આજે મુલાકાત થશે, જે તમને આનંદિત કરશે.

મીન રાશિ

આજે તમારી પારિવારિક સ્થિતિ ઠીક રહેશે. તમારા મનમાંથી ચિંતાનો ભાર હળવો થઈ જશે અને તમે માનસિક રૂપથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. સાથે જ શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અવિવાહિતોને પોતાનો યોગ્ય પાર્ટનર મળી શકે છે. તમને વાહનની પ્રાપ્તિ પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહી. પ્રોપર્ટીથી લાભ મળશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. ઉત્સાહ વર્ધક સૂચના મળી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહી ઘટનાઓમાં રાશિફળ ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *