રાશિફળ ૨૪ જાન્યુઆરી : આજનો દિવસ મેષ, કર્ક સહિત આ ૪ રાશિઓને પ્રદાન કરશે નવી ઉર્જા, જાણો બીજી કઈ-કઈ છે રાશિ છે સામેલ

Posted by

મેષ રાશિ

ખરાબ આદતોને છોડવા માટે આજે સૌથી સારો દિવસ છે. ઘરના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. વ્યસ્તતાના કારણે પરિવાર માટે સમય કાઢી શકવો મુશ્કેલ રહેશે. અભ્યાસમાં કોઈ તમારી મદદ કરશે. મિત્રો તરફથી તમને લાભ મળશે. આજે તમારો કોઈ મિત્ર તમારો વિશ્વાસ તોડી શકે છે. પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામ મળશે. આજે તમામ લોકો પ્રત્યે તમારો વ્યવહાર નમ્ર રહેશે. આજે કોઈ કાર્યક્રમની રૂપરેખા બનશે.

વૃષભ રાશિ

પાર્ટનરને લઇને મનમાં નેગેટિવ વાતો ચાલતી રહેશે. અંગત લોકો પાસેથી પૈસાની મદદ મળી શકે છે. કોઈ વધારાના કામમાં કોઈની મદદ મળી શકે છે. જૂની કોઈ બાબતોમાં મતભેદ ખતમ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવું અને કોઈની સાથે વાદ-વિવાદમાં પડવું નહી. અન્ય લોકોના દ્રષ્ટિકોણ પણ સમજવાની કોશિશ કરવી. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પરત મળી શકે છે. મિત્રતા પ્રેમમાં બદલાઇ શકે છે.

મિથુન રાશિ

આજે તમે કોર્ટ કચેરીના મામલામાં વ્યસ્ત રહી શકો છો. કોઈ સંબંધી સારા સમાચાર લઇને આવી શકે છે. કોઈ સુંદર જગ્યાએ ફરવા જઈ શકો છો. પોતાના જીવનસાથી માટે સમય કાઢી શકવો મુશ્કેલ થઈ શકે છે. મનમાં અનેક પ્રકારની અનિશ્ચિતતાના કારણે માનસિક મૂંઝવણ રહેશે. તમારો દિવસ મંગલમય રહી શકે છે. નવી વ્યાવસાયિક યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે. આજે તમારા પ્રેમ જીવનમાં પરેશાની આવી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોનું પારિવારિક જીવન સુખી રહેશે. આજે પરિવારના લોકોની સાથે હરવા-ફરવાનો અવસર મળી શકે છે. જીવનસાથીની સાથે પણ સંબંધમાં સારો તાલમેલ રહેશે. કોઈ ટેસ્ટ કે પરીક્ષાને હળવાશમાં લેશો નહી. ઘર કે બહાર મિત્રો અને પરિવારના લોકોની સાથે મનપસંદ ભોજન કરવાનો અવસર મળી શકે છે. રોમેન્ટિક લાઈફ સામાન્ય રહેશે. કોઈ વડીલનું મંતવ્ય તમારા ટુટતા સંબંધને બચાવી શકે છે. પરિવારની સાથે સમય પસાર કરી શકશો.

સિંહ રાશિ

આજે નવું વાહન ખરીદવાનું મન બનશે. રાજનૈતિક મહત્વાકાંક્ષાની પૂર્તિ થશે. તન મનની તાજગીના અનુભવની સાથે આજના દિવસની શરૂઆત થશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. કોઈ અપ્રિય પરિસ્થિતિમાં ફસાવાથી સમસ્યાઓ વધી શકે છે. કોઈ નવા અધિગ્રહણથી મહત્વપૂર્ણ ચીજ પર ધ્યાન આપી શકશો નહી. પોતાના સાથીને આપવામાં આવેલ વચનને નિભાવવામાં સમસ્યા થઈ શકે છે. વાહન, મશીનરી અને અગ્નિ વગેરેના પ્રયોગમાં સાવધાની રાખવી.

કન્યા રાશિ

તમારા અમુક વિચારોના કારણે પરેશાનીમાં વધારો થઇ શકે છે. આર્થિક મોરચા પર દિવસ શુભ છે. પૈસા સાથે જોડાયેલ ચિંતા ખતમ થશે કારણકે જે આર્થિક નફા માટે તમે ઘણા લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતાં તે આજે તમને મળવાની સંભાવના છે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. તે આદતોને સુધારવાની કોશિશ કરવી છે નુક્સાનદાયક છે. આજે નાની યાત્રાના યોગ બની રહ્યા છે.

તુલા રાશિ

આજે તમારું પ્રિય વ્યક્તિ તમારી સાથે સમય પસાર કરવાની અને તમારા તરફથી ઉપહાર મળવાની આશા રાખી શકે છે. આજે દેશ-વિદેશ સાથે જોડાયેલ વ્યવસાયમાં અન્ય લોકોના આધારે રહેવું નહી. અમુક વાતોને લઈને તમે મૂંઝવણમાં રહી શકો છો. વાણી પર સંયમ રાખવું જરૂરી છે. સંબંધોને ટકાવી રાખવા માટે વિશેષ પ્રયાસ કરવા પડશે. આજે તમારે પોતાના કર્મચારીઓથી સતર્ક રહેવું. મહત્વપૂર્ણ કાર્યોને જલ્દી પુરા કરવાની વિચારસરણી રાખવી.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને ઉપહાર કે સન્માન મળવાના યોગ છે. અચાનક કોઈ નાની યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. આજે તમારી ચિંતામાં વધારો થશે. ધાર્મિક કાર્યો માટે આજે તમે સમય કાઢી શકશો. અચાનક કોઇ જૂનું કરજ તમને પરેશાન કરી શકે છે, જો તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો બચત પર વધારે ધ્યાન આપવું. વૈવાહિક જીવનમાં આજે સુધારો જોવા મળશે. જીવનસાથી તમારી ભાવનાઓનું સન્માન કરશે.

ધન રાશિ

આજે કામમાં વિલંબ થવાથી તમારું કામ પ્રભાવિત થઈ શકે છે. આજે વ્યવસાયનું વિસ્તરણ કરવાની કે નવું સાહસ કરવાની યોજના બનાવી શકો છો. પરંતુ તેના નક્કર અમલીકરણમાં સમય લાગી શકે છે. લેવડદેવડની બાબતોમાં સાવધાની રાખવી અને તમારા હાથમાં આવેલા પૈસાને યોગ્ય જગ્યાએ લગાવવા. આજે કાયદાકીય બાબતોથી દૂર રહેવાની કોશિશ કરવી. માતા-પિતાના આશીર્વાદથી ચમત્કાર થશે અને કોઈ સમસ્યાથી દૂર થવામા મદદ મળશે.

મકર રાશિ

મકર રાશિનાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક મોરચા પર ચમકશે. ઓફિસમાં વિપરિત લિંગના લોકોની સાથે વાતચીત કંઈક વધારે જ થઈ શકે છે, તે લોકો તરફથી પણ મદદ મળવાના યોગ છે. ભાગ્યમાં વધારો કરનારી કોઇ ગતિવિધિ સામે આવી શકે છે. કોઈ મોટી કંપની તરફથી કે સરકાર તરફથી કામ બની શકે છે. પ્રેમ વ્યક્ત કરવા માટે દિવસ સારો છે. તમારા ઘરના વડીલો તમારી પાસે આશા રાખશે કે તમે તેમની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરો. જૂની કાયદાકીય બાબતોનો ઉકેલ આવી શકે છે.

કુંભ રાશિ

આજે ખૂબ જ સારો દિવસ પસાર થશે. વ્યવસાયમાં નવા અને લાભદાયી પ્રસ્તાવ મળશે. સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. ભાગીદારીની બાબતમાં તમારે સાવધાનીપૂર્વક કામ કરવું. કોઈ એવી ચૂકવણી કરવી ના પડે કે જેના કારણે તમારે પાછળથી પસ્તાવું પડે. ઘર-પરિવારની બાબતોમાં મોટા લોકોની વાત સાંભળવી અને પોતાના કામ તેમજ શબ્દો પર ધ્યાન આપવું કારણકે આધિકારિક આંકડાઓ સમજવામાં મુશ્કેલી થશે. કામકાજના ભારણથી પોતાને દબાવીને રાખવા નહી.

મીન રાશિ

આજે તમારા પરિવારનાં લોકોની સુખ-સુવિધાના પ્રત્યે મન ચિંતિત રહેશે. એકાગ્રતાથી કામ પૂરું કરવાની કોશિશ કરવી. નવા વ્યક્તિ સાથે મુલાકાત કે મિત્રતા થવાના યોગ છે. તમે કોઈ મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરી શકો છો. પરિવારના અમુક લોકો સાથે પોતાનું કામકાજ અને પ્લાનિંગ શેર કરી શકો છો. પરિવારના સદસ્યોની સાથે સારો સમય પસાર થશે. તમે પોતાના મહત્વપૂર્ણ કાર્યોને કરવાની જગ્યાએ મોજમસ્તીમાં દિવસને પસાર કરશો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૪ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *