રાશિફળ ૨૪ નવેમ્બર ૨૦૨૧ : આ ૫ રાશિવાળા લોકોને બુધવારનાં દિવસે ધન લાભ થવાનાં મળી રહ્યા છે સંકેત, મળશે અપેક્ષાથી વધારે લાભ

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે થોડો પરેશાન વાળો રહી શકે છે. આજે તમે પોતાનાં વ્યવસાયમાં મળતા લાભથી ખુશ નજર આવશો પરંતુ તમારા પરિવારનાં વધી રહેલા ખર્ચાઓ પણ તમારી પરેશાનીનું કારણ બની શકે છે, તેથી તમારે તેમને ઓછા કરવાની કોશિશ કરવી પડશે. આજે તમે પોતાનાં વ્યવસાયની અમુક યોજનાઓને લોન્ચ કરવામાં વ્યસ્ત રહેશો, જેનાં લીધે તમારું જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોમાં આજે એક નવી ઉર્જાનો સંચાર થશે.

વૃષભ રાશિ

તમારો આજનો દિવસ પરોપકારનાં કાર્યમાં પસાર થશે. આજે તમારું મન ધાર્મિક આયોજનમાં પણ લાગશે અને તમે તેમાં આગળ આવીને ભાગ લેશો. આજે તમે કોઇ ધાર્મિક સ્થાનની યાત્રા પર પણ જઈ શકો છો. આજે તમને કોઇ બહુમુલ્ય ચીજ ની પ્રાપ્તિ થઇ શકે છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતાં. આજે પરિવારમાં તમને કોઈ સદસ્ય તરફથી ખરું-ખોટું સાંભળવા મળી શકે છે પરંતુ તેમાં પણ તમારે શાંતિ જાળવી રાખવી પડશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા પ્રભાવ અને પ્રતાપમાં વૃદ્ધિ કરવાનો દિવસ રહેશે. આજે તમારા મગજમાં અમુક વ્યવસાય સંબંધિત યોજનાઓ આવશે પરંતુ જો તમે તે યોજનાઓને કોઈની સાથે શેર કરશો તો તે પુર્ણ થવામાં અડચણો ઉત્પન્ન થઇ શકે છે. આજે તમે પોતાનાં કાર્યક્ષેત્રમાં પણ અમુક બદલાવ કરી શકો છો, જેનો તમને લાભ પણ અવશ્ય મળશે. આજે તમે પોતાનાં સંતાન માટે અમુક પૈસાનું રોકાણ પણ કરી શકો છો.

કર્ક રાશિ

આજનો દિવસ સામાજિક દ્રષ્ટિકોણથી ઉત્તમ રહી શકે છે. આજે તમને સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. આજે તમે પોતાનાં અધુરા રહેલા કાર્યને પુર્ણ કરવા માટે પ્રયાસ કરતા રહેશો. આજે તમે પોતાનાં પરિવારનાં કોઈ સદસ્યની ઇચ્છાની પુર્તિ કરવામાં વ્યસ્ત રહી શકો છો. આજે તમારે પોતાનાં મનની તમામ ઈચ્છાઓ પોતાનાં જીવનસાથી સાથે શેર કરવી કારણકે તે તેમને પુર્ણ કરવામાં તમને સહયોગ આપી શકે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં જીવનસાથીને બહાર ફરવા માટે લઈ જઈ શકો છો.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહી શકે છે. આજે તમે પોતાનાં સંતાનનાં અભ્યાસ સંબંધિત કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. આજે તમારા શત્રુઓ તમારા બની રહેલા કામ અટકાવવાની પુરી કોશિશ કરી શકે છે. સાસરીયા પક્ષ તરફથી પણ આજે તમને માન-સન્માન મળી શકે છે. જો આજે તમારી આસપાસ કોઈ વાદવિવાદ ઉત્પન્ન થાય છે તો તમારે તેમાં પડવાથી બચવું પડશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે થોડો પરેશાની વાળો રહી શકે છે. આજે તમારા ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમ પર ચર્ચા થઇ શકે છે, જેનાં લીધે પરિવારનાં તમામ સદસ્યો પ્રસન્ન નજર આવશે. આજે તમારે પોતાનાં માતાજીનાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે, જો તેમને પહેલાથી જ કોઈ કષ્ટ છે તો આજે તેમાં થોડો વધારો થઇ શકે છે. જો આજે તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તેનાં માટે આજે ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ

જો તમારો કોઈ કાયદાકીય વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તે આજે પુર્ણ થઇ શકે છે. નોકરી સાથે જોડાયેલા જાતકો જો કોઈ પાર્ટટાઈમ કાર્ય કરવાનું વિચારી રહ્યા છે તો તે આજે પોતાનાં કોઇ મિત્રની મદદ લઈ શકે છે. આજે તમારે જમીન-સંપત્તિનાં મામલામાં પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે કોઈપણ પ્રકારની દલીલબાજીમાં પડવાથી બચવું પડશે. આજે સાંજનાં સમયે તમે કોઈ ધાર્મિક આયોજનમાં પણ સામેલ થઇ શકો છો.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રૂપથી લાભદાયક રહેશે. આજે તમારી સામે લાભનાં ઘણા બધા અવસર આવશે પરંતુ તમારે તેમને ઓળખવા પડશે ત્યારે જ તમે તેમનો લાભ લઈ શકશો. નોકરી કરી રહેલા જાતકો જો આજે પોતાનાં અધિકારીઓ સામે કોઈ સુચન રાખશે તો તેનું સ્વાગત થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે, જેનાં લીધે તમારું મન પણ પ્રસન્ન રહેશે. જો તમારા પરિવારમાં કોઈ વિવાહ યોગ્ય સદસ્ય છે તો આજે તેમનાં માટે કોઈ ઉત્તમ પ્રસ્તાવ આવી શકે છે.

ધન રાશિ

આજનાં દિવસે તમારે પોતાનાં વ્યવસાયમાં સાવધાની અને સતર્કતા રાખવી પડશે. જો તમે પોતાનાં વ્યવસાયમાં આજે કોઈનાં પર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો તો તે તમારા માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. નોકરી કરી રહેલા જાતકો જો આજે કોઈ નવું કાર્ય કરવાનું વિચારે છે તો તેમાં સફળ થઈ શકે છે. પરિવારનાં સદસ્યો સાથે આજે કોઈ વૈચારિક મતભેદ થઈ શકે છે, તેમાં તમારે પોતાનાં ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર તમારા સંબંધો ખરાબ થઈ શકે છે.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આજે તમે રોજિંદા કાર્યને પુર્ણ કરવા માટે પુરા પ્રયાસ કરી શકો છો અને તમે તેમાં સફળ પણ થઈ શકો છો. જો તમારા સંતાનનાં વિવાહ સંબંધિત કોઇ સમસ્યા ચાલી રહી હતી તો આજે તમે તેને પોતાનાં પરિવારનાં કોઈ વડીલ વ્યક્તિની મદદથી સમાપ્ત કરી શકો છો. આજે ઘણા બધાં પ્રકારનાં કામ તમારી સામે આવવાથી તમારી ચિંતામાં વધારો થઈ શકે છે, જેનાં લીધે તમે પરેશાન રહેશો.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. જો આજે તમે કોઈ યાત્રા પર જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે અને ખાણીપીણીમાં સાવધાની રાખવી પડશે. જો તમે ભાગીદારીમાં કોઈની સાથે વ્યવસાય કરી રહ્યા છો તો તે આજે તમને ભરપુર લાભ આપી શકે છે. જો આજે તમે પોતાનો કોઈ મહત્વપુર્ણ નિર્ણય ઉતાવળમાં લેશો તો તે તમારા માટે ભવિષ્યમાં તમને કોઈ મોટું નુકસાન કરાવી શકે છે, તેથી આજે જો કોઈ નિર્ણય લેવો પડે છે તો ખુબ જ સમજી-વિચારીને લેવો.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે લાભદાયક રહી શકે છે. જો આજે તમે પોતાનાં વ્યવસાયમાં કોઈ જોખમ ઉઠાવો છો તો તે તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. જો આજે તમારી સામે કોઈ પરેશાની આવે છે તો તમારે તેનું સમાધાન ધીરજ રાખીને શોધવું પડશે અને તમારે પોતાની વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે ત્યારે જ તમે તમામ સમસ્યાઓનું સમાધાન શોધવામાં સફળ રહી શકો છો. આજે સાંજનાં સમયે તમારે પોતાનાં કોઈ પરીજનની મદદ કરવા માટે અમુક પૈસાની વ્યવસ્થા પણ કરવી પડી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાંઓમાં રાશિફળ ૨૪ નવેમ્બર ૨૦૨૧ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.