રાશિફળ ૨૪ સપ્ટેમ્બર : આજે થશે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, આ ૬ રાશિઓ માટે વરદાન સાબિત થશે

Posted by

મેષ રાશિ

આજે તમે તમારા કાર્યોમાં ખૂબ જ સારા પરિણામની આશા રાખી શકો છો. પરિવારમાં કોઈ સદસ્યનું ખરાબ સ્વાશ્થય તમને પરેશાન કરી શકે છે. ઘણા ક્ષેત્રોમાં તમે એકસાથે સક્રિય પણ રહી શકશો. આગળ વધવા માટે તમારે તમારા જીવનમાં અમુક બદલાવ કરવા પડી શકે છે. પ્રેમ જીવનમાં આજનો દિવસ સારો પસાર થશે. આજે તમે અનુભવશો કે તમારા પ્રિય વ્યક્તિનો પ્રેમ તમારા માટે ખૂબ જ ઊંડો છે. પૈસા ખર્ચ કરવામાં તમારે ખૂબ જ ચતુરાઇથી કામ લેવું પડશે. લવ લાઇફના મામલામાં આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે.

વૃષભ રાશિ

આજે વ્યવસાય કાર્યપ્રણાલીમાં પરિવર્તન થવાથી લાભ મળશે. પરિવારના લોકોનો તમને સહયોગ પ્રાપ્ત થશે. તેમની પાસેથી સુખની અનુભૂતિ થશે. તમે વિચારેલા બધા જ  કામો પુરા થઇ શકે છે. તમારા માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજન પણ થતું રહેશે. બેરોજગાર લોકોને કોઈ સારી કંપનીમાંથી નોકરીની ઓફર મળી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં તમને પૂરી તાકાતથી કામ પૂર્ણ કરી લેશો. તમારી આર્થિક તંગી પણ ખતમ થઈ શકે છે.

મિથુન રાશિ

આજે તમારા મનમાં નવા વિચારો આવી શકે છે અને નવા મિત્રો પણ બની શકે છે. જો તમે તમારી ખાણી-પીણી પર ધ્યાન નહી આપો તો આજે તમે બિમાર પડી શકો છો. તમે તમારી બચતને પારંપારિક રોકાણમાં લગાવો છો તો તમને પૈસા મળી શકે છે. બિમાર વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં સુધારો થશે. કાર્યક્ષેત્રમાં આજે બધાનો સહયોગ તમને મળશે. આજે તમારે તમારી પ્લાનિંગ ગુપ્ત રાખવી. કોઈની પણ સાથે શેર કરવી નહી. પરિવારના સદસ્યો સાથે ખુશનુમા સમય પસાર કરી શકશો.

કર્ક રાશિ

આજે તમારા પરિવારના લોકોનું સ્વાસ્થ્ય નરમ રહેશે. પ્રેમ જીવનમાં થોડી સમસ્યા આવી શકે છે. યાત્રાઓ આરામદાયક સાબિત થશે. આજે આપવામાં આવેલ ધન પરત મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે. બિનજરૂરી ખર્ચથી બચવું. બપોર બાદ કાર્યોમાં અડચણો આવી શકે છે. અચાનક આવેલા ખર્ચા આર્થિક બોજને વધારી શકે છે. મહિલાઓએ કોઈની વાતમાં આવવું નહી. આજે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જીવનસાથી સાથે તમારો સંબંધ વધારે મધુર બનશે.

સિંહ રાશિ

શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેશો. આજે તમારા મનમાંથી ચિંતાનો ભય દૂર થશે. જીવનસાથી કોઈ આવશ્યક કાર્યના લીધે ઘરથી દૂર જઈ શકે છે. તમને તેમની કમી નો અહેસાસ થશે. મિત્રો અને સ્નેહીજનોની સાથે આનંદદાયક મુલાકાત થશે. પ્રવાસ આનંદપ્રદ રહેશે. મહેનત કરવાથી તેમનો લાભ તમને જરૂર મળશે. વાહનનો પ્રયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો. આજે તમારું મન બિનજરૂરી કાર્યમાં વધારે રહેશે.

કન્યા રાશિ

આજે તમારે કોઇ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહી. કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. માતા-પિતાના આશીર્વાદથી દરેક કામમાં સફળતા મળશે. તેમનું સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે. આજે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું. ઘરનું વાતાવરણ યોગ્ય રહે તેનું ખાસ ધ્યાન રાખવું. પરિવારના લોકોની સાથે મતભેદ થવાની આશંકા રહેલી છે. તમે જવાબદારીનું કોઈ કાર્ય પૂર્ણ કરી શકશો. તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ કામ નસીબની મદદથી પૂરા થઈ શકે છે. તમારા ફાયદાની ચિંતા જરૂર કરવી.

તુલા રાશિ

આજે તમારી ખૂબ જ સારી મિત્રતામાં તિરાડ પડી શકે છે. પારિવારિક જીવનની અસર તમારા કામ પર પણ પડશે અને તમારા કાર્યોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. આજનો દિવસ આનંદ અને ઉલ્લાસમાં પસાર થશે. ધન સાથે જોડાયેલ લાભ થવાની સંભાવના રહેલી છે. તમે તે યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વાર વિચારજો જે તમારી સામે આવી હોય. તમારી મોટાભાગની સમસ્યાઓ ખતમ થવાના યોગ છે. જે કામ તમને અધૂરું લાગી રહ્યું હતું તે હવે પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિ

આજે દિવસભર મનોરંજક પ્રવૃત્તિમાં તમે વ્યસ્ત રહેશો. દાંપત્યજીવનના હિસાબે આજનો દિવસ અનુકૂળ પસાર થશે. જીવનસાથી સાથે ગેરસમજણને દૂર કરવાનો પ્રયાસ કરવો અને તેમની પાસે બેસીને વાતચીત કરવી. જો કોઇ સમસ્યા હશે તો તે દૂર થઈ જશે. આજે કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. રોમાન્સના સારા અવસર મળવાના યોગ છે. આજે તમારો પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. પરિવારની સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. બુદ્ધિ અને વિવેકથી કામ લેવાથી સફળતા જરૂર મળશે.

ધન રાશિ

આજે તમારે ઘર સાથે જોડાયેલી યોજનાઓ પર વિચાર કરવાની ખૂબ જ જરૂર છે. સ્વાસ્થ્ય અને તમારા જીવનસાથીનો વ્યવહાર તમારા દિવસને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે. કાર્યક્ષેત્ર માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમે વ્યવસાય કરતા હોય કે નોકરી બંનેમાં આજે તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. વધારે વિચારવામાં સમય બગાડશો નહી. આજે અચાનકથી તમારી પરેશાનીઓ પણ વધી શકે છે. કામકાજમાં અડચણ આવવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે.

મકર રાશિ

પોતાના પ્રિયજનોની સાથે સુખદ અનુભવ માટે થોડા પૈસા ખર્ચ કરશો. તમારા વિરોધીઓ પર તમે ભારે પડશો. કોર્ટ-કચેરીના મામલાઓમાં તમને જીત પ્રાપ્ત થશે. જો આજે તમે રોકાણની યોજના બનાવી રહ્યા હોય તો આજનો દિવસ ખૂબ જ સારો છે. આર્થિક લાભ થવાની તેમજ પ્રવાસ થવાની સંભાવના છે. આજે તમારા કાર્યોની પ્રશંસા થશે. પ્રેમ સંબંધમાં આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. તમારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે અસમર્થતા વ્યક્ત કરશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે.

કુંભ રાશિ

આજે તમને અચાનક અટવાયેલા પૈસા પરત મળી શકે છે. ધન બાબતે રોકાણ કરવા માટે આજનો દિવસ સારો નથી તેથી તેનાથી બચવું જોઈએ. દાંપત્યજીવનમાં પણ આજે પરિસ્થિતિ વધારે અનુકૂળ નથી. આજે તમારે તમારી ક્ષમતાથી વધારે કાર્ય કરવું પડી શકે છે. મૂડી રોકાણ કરવા માટે થોડી સાવધાની રાખવી. તમારા સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખવી નહી.

મીન રાશિ

આજે તમારે તમારા જરૂરી કામોમાં ઉતાવળ કરવી નહી. પ્રેમ જીવનમાં ખુશહાલી આવશે અને દાંપત્યજીવન જીવી રહેલા લોકોને પણ સારા પરિણામ પ્રાપ્ત થશે. કામની બાબતમાં સ્થળાંતર કરવું પડી શકે છે. આજના દિવસે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. શેરબજારમાં રોકાણ કરો છો તો લાભ મળી શકે છે. વ્યવસાયમાં નવા સંપર્કોથી ફાયદો થશે. પરિવાર અને મિત્રોની સાથે આનંદનું વાતાવરણ રહેશે. કોઈ સાથે ઝઘડો ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *