રાશિફળ ૨૫ ડિસેમ્બર : આ ૪ રાશિઓ માટે ફાયદાકારક રહેશે આજનો દિવસ, માં લક્ષ્મી રહેશે મહેરબાન

Posted by

મેષ રાશિ

આજે પાડોશીઓ અને ભાઈ-બહેનો સાથેના સંબંધ સૌહાર્દપૂર્ણ રહેશે. ઘરની સજાવટ પર ભારે ખર્ચાઓ થવાની સંભાવના છે. આજે કાર્યોને લઇને બિનજરૂરી મુશ્કેલીઓ આવી શકે છે, તેથી કાર્યોનું વિવરણ પહેલાથી જ તૈયાર કરી લેવું. આજે કરજ લેવાથી બચવું જોઈએ. પારિવારિક, માંગલિક કાર્યની યોજના બનશે. પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. ભાગ્ય વૃદ્ધિ માટે અવસર સામે આવશે.

વૃષભ રાશિ

તમે આ સમય દરમ્યાન કોઈ અધૂરું કાર્ય પૂરું કરી શકો છો. જીવનસાથી સાથે મતભેદ રહેશે. ગેરસમજણ થવાની સંભાવના વધારે રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે છે. વ્યવસાયમાં નવી યોજનાઓનો પ્રારંભ થશે. તમારા સ્વાસ્થ્યના ગ્રહો કમજોર છે. ઠંડી લાગવી અને માથાના દુખાવાથી પીડિત થવાની સંભાવના રહેલી છે. જોખમભર્યા કાર્યોમાં સમજી-વિચારીને જ પહેલ કરવી.

મિથુન રાશિ

નિર્ધારિત કાર્ય પૂરા થશે. તમારુ બગડેલું ભાગ્ય પણ અચાનક પલ્ટી જશે. વ્યાપારિક સ્થિતિ આશાજનક રહેશે. જીવનસાથીની ભાવનાઓને સમજવી અને તેમને પણ સમય આપવો. જો તમે જિમ જાઓ છો તો ઇન્સ્ટ્રક્ટરની સલાહ લીધા વગર કોઈ એક્સરસાઇઝ કરવી નહી. સારા કાર્યો કરીને માનસિક સુખ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક નવી ગતિવિધિઓ લાભકારી રહેશે. કરિયર અને નોકરીમાં પ્રગતિના શુભ અવસર મળશે. કામ ધંધામાં પ્રગતિ થશે.

કર્ક રાશિ

આજનો દિવસ સામાન્ય રહી શકે છે. સમજદારીથી કોઈ બાબતનો સામનો કરવો, નહીંતર સબંધ પણ તૂટી શકે છે. વ્યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે કોઈ મોટી ડીલ મળશે, જેના લીધે તમારી પ્રગતિ નિશ્ચિત છે. નોકરીયાત લોકોનું આજે પ્રમોશન થશે. એકબીજા પ્રત્યેનો પ્રેમ તમારા દાંપત્ય સંબંધને વધારે મજબૂત બનાવશે. અચાનક કોઇ કાર્યમાં તમને ભારે નફો મળશે. આજે તમારી પોતાની બધી જ ઉર્જા કાર્યને પૂર્ણ કરવામાં લગાવવી પડશે

સિંહ રાશિ

આજે તમારી બધા જ પ્રયાસો નિષ્ફળ જતાં દેખાઈ રહ્યાં છે. તમારા બોસ એક મહત્વપૂર્ણ અસાઇમેન્ટ પૂરું કરવા માટે તમને સંપૂર્ણ સમર્થન આપશે. ઓફિસમાં પ્રસન્નતાનું વાતાવરણ જળવાઈ રહેશે. તમારે પણ આ હર્ષિત વાતાવરણનો લાભ લેવો જોઈએ. પરિવારના સદસ્યોની વચ્ચે ગેરસમજણ અને અસહમતીની સંભાવના છે. વાહન સંભાળીને ચલાવવું. આવનારા સમયમાં તમારા કાર્યમાં મોટા બદલાવ જોવા મળી શકે છે.

કન્યા રાશિ

આજે ભાઈ-બહેનોની સાથે પ્રેમભર્યો સંબંધ જળવાઈ રહેશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા કરવામાં આવશે અને સંબંધિત કાર્યો પૂરા થશે. કોઈ પ્રોજેક્ટ માટે તમને પોતાનું મંતવ્ય આપવાનો અવસર મળશે. લોકોને તમારું કામ પસંદ આવશે. વાણીના પ્રદર્શનથી તમારા અટવાયેલા કાર્યો પૂર્ણ થશે. ગપ્પાબાજી અને અફવાઓથી દૂર રહેવું. આજે તમે લેખન કાર્યોમાં રુચિ લેશો. ઘરના સુખ-સૌભાગ્યમાં વધારો થશે.

તુલા રાશિ

આજે વિવાદને પ્રોત્સાહન આપવું નહી. તમે પોતાના સંપર્ક વધારવાના પ્રયાસ કરશો. આજે કરવામાં આવેલું આર્થિક રોકાણ લાભકારી રહેશે. જીવનસાથીના સંબંધોને મજબૂત કરવા માટે એકબીજાને ગિફ્ટ આપવી. તમે પોતાના જીવનને રોમાંચક બનાવવાની કોશિશ કરશો. માનસિક શાંતિની શોધમાં તમને આધ્યાત્મક સાથે જોડાવાનો અવસર મળશે. તમે મિત્રો, ગ્રુપ અને વિશેષ રૂપથી રચનાત્મક કલાત્મક લોકોની કંપનીની સાથે ફરવાનો આનંદ ઉઠાવી શકશો.

વૃશ્ચિક રાશિ

આજે તમને દરેક કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે. અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે અથવા તો અટવાયેલું ધન પરત મળી શકે છે. બુદ્ધિ અને વિવેકથી સફળતા મળશે. મહેનતનું ફળ મીઠું મળશે. પ્રેમ સંબંધો માટે દિવસ ખૂબ જ સારો છે. અભ્યાસમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. તમે કોઈ રોકાયેલા કામને ફરીથી પોતાના હિસાબથી પૂર્ણ કરી શકશો. આ સ્થિતિમાં આર્થિક સુધારો થવાના લીધે તમારા માટે જરૂરી ચીજો ખરીદવી સરળ રહેશે.

ધન રાશિ

આજે તમારા પરિવારનાં લોકો તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ જળવાઈ રહેશે. સુનિશ્ચિત કરી લેવું કે તમે અને તમારા સાથી પોતાના લક્ષ્યના વિશે સ્પષ્ટ છે. બદલતા સમયની સાથે તમારામાં પણ પરિવર્તન આવશે. મકાન માલિકોને ઘર માટે ભાડુઆત મળી શકે છે. પોતાની સમસ્યાઓને ઉકેલવામાં માટે પોતાના ભાઈની મદદ લેવી. પોતાના કામથી સંબંધિત સકારાત્મક અને ઉત્સાહજનક સમાચાર સાંભળવાની સંભાવના રહેલી છે.

મકર રાશિ

ઉદ્યોગપતિઓ કામના મોરચે લાભની અપેક્ષા રાખી શકે છે. શેરબજારમાં રોકાણ કરી શકો છો, લાભ થવાના સંકેત છે. આજે પ્રતિયોગી પરીક્ષાઓમાં પણ સફળતા મળવાની સંભાવના રહેલી છે. જીવનસાથી સાથે મતભેદ થવાથી ઘરનું વાતાવરણ અશાંત થઈ શકે છે. નોકરિયાત લોકોને અધિકારી વર્ગ તરફથી પ્રશંસા મળવાની સંભાવના રહેલી છે. વેપારીઓને નફો થઈ શકે છે. પ્રેમીઓને સખત પરીક્ષા કે વિરોધ પ્રદર્શનમાંથી પસાર થવું પડશે.

કુંભ રાશિ

આજે અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થશે. આજે સમજ્યા વિચાર્યા વગર કોઈના પર ભરોસો કરવાથી બચવું પડશે. પરિવારના લોકોની સાથે જેટલો પ્રેમભાવ જાળવી રાખશો, તમારા જીવન માટે એટલું જ સારું રહેશે. અનૈતિકતાથી બચવું પડશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સામાન્ય રહેશે. અભ્યાસમાં મહેનત કરવાની જરૂરિયાત રહેશે. ભાઈ-બહેનો સાથે વિવાદ થઈ શકે છે. આજે તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. શારીરિક કષ્ટ સંભવ છે.

મીન રાશિ

મિત્રો, સ્વજનોની સાથે મુલાકાત થશે. આજનો દિવસ રોકાણ કરવા માટે અનુકૂળ નથી. આજે દૂરની યાત્રા કરવાથી બચવું જોઈએ. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું અને અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો નહી, નહિતર મુશ્કેલીમાં મુકાઇ શકો છો. આજના દિવસે ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવું. વાણી પર સંયમ રાખવું પણ જરૂરી રહેશે. કડવી વાણીનો ઉપયોગ કરવાથી બની રહેલું કામ પણ બગડી શકે છે. ક્રોધિત અવસ્થા તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૫ ડિસેમ્બર ૨૦૨૦થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *