રાશિફળ ૨૫ નવેમ્બર ૨૦૨૧ : આ ૭ રાશિવાળા લોકોને ગુરુવારનાં દિવસે મળશે ભાગ્યનો પુરો સાથ, યશ અને કિર્તી માં થશે વધારો

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપથી ફળદાયક રહેશે. આજે તમને શાસન તરફથી પણ સન્માનિત કરવામાં આવવાની પુરી સંભાવનાં નજર આવી રહી છે. જો આજે તમે કોઈની પાસેથી ધન ઉધાર લેવાનું અથવા તો બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો તે પણ આજે તમને સરળતાથી મળી શકે છે. આજે સાંજનાં સમયે તમારી કોઈ એવા મિત્ર સાથે મુલાકાત થશે, જેને મળવાથી તમારું મન પ્રસન્ન થશે. આજે રાત્રિનો સમય તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે મોજ-મસ્તીમાં પસાર કરી શકો છો.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે. આજે તમે અમુક એવા કામમાં વ્યસ્ત રહેશો જેને પુર્ણ કરવા માટે પ્રયાસ કરી શકો છો અને તેમને પુર્ણ કરવામાં સફળ પણ થઈ શકો છો પરંતુ તમારે તેમાં ધ્યાન રાખવું પડશે કે તમને કોઈ ઈજા પહોંચે નહી તેથી ઉતાવળમાં કોઈપણ કામ કરવું નહી. જો તમે ધનનાં રોકાણ માટે કોઈ યોજના બનાવો છો તો તે તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આજે તમે પોતાનાં વ્યવસાયમાં મળનારા લાભ થી સંતુષ્ટ રહેશો. જો આજે તમારે પોતાનાં ઘરનાં કોઈ સદસ્ય સાથે દલીલ થાય છે તો તમારે પોતાની વાણી પર મધુરતા જાળવી રાખવી પડશે.

મિથુન રાશિ

આજનાં દિવસે તમારે આર્થિક દ્રષ્ટિકોણથી થોડું સંભાળીને રહેવું પડશે તેથી આજે તમારે પોતાના વધી રહેલા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે અને પોતાનાં ધનનું ભવિષ્ય માટે કોઇ એવી જગ્યાએ રોકાણ કરવું પડશે જ્યાંથી તે તમને ભરપુર લાભ આપી શકે. જો તમને કોઈ શારીરિક કષ્ટ છે તો આજે તેનાં કષ્ટમાં વધારો થઈ શકે છે, જેનાં લીધે તમારું મન પણ પરેશાન રહેશે. જે લોકો રોજગારની દિશામાં કાર્યરત છે, આજે તેમને પોતાની મહેનત અનુસાર કાર્ય મળશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમરૂપથી ફળદાયક રહેશે. જો આજે તમે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરો છો તો તેમાં તમને ભાગ્યનો ભરપુર સાથ મળી શકે છે. સાસરીયા પક્ષ તરફથી પણ આજે તમને માન-સન્માન મળી શકે છે. આજે તમારે પોતાના માતા-પિતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે, જો તેમને કોઇ સમસ્યા છે તો ડોક્ટરની સલાહ જરૂર લેવી. આજે તમે પોતાની શાન અને શૌકત પર અમુક ધન ખર્ચ કરી શકો છો પરંતુ તેમાં પણ તમારે પોતાની આવકને ધ્યાનમાં રાખીને જ ખર્ચાઓ કરવા.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લઇને આવશે. આજે તમે અમુક કાર્ય પુર્ણ ના થવાનાં લીધે થોડા પરેશાન રહી શકો છો પરંતુ તેમાં તમારે ધ્યાન આપવું પડશે કે તમારે કોઈ ખોટા વ્યક્તિ પર વિશ્વાસ રાખીને પૈસાની લેવડદેવડ કરવી નહી નહીતર ભવિષ્યમાં તે તમારો વિશ્વાસ તોડીને તમને કોઈ મોટી હાનિ પહોંચાડી શકે છે. જો આજે તમે પોતાનાં કોઈ મિત્ર પાસે પૈસાની મદદ માંગો છો તો તે પણ તમે સરળતાથી મળી શકે છે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે સુખદ પરિણામ લઇને આવશે. આજે તમને નોકરીમાં કોઈ એવું કાર્ય સોંપવામાં આવી શકે છે કે જેમાં તમારે પોતાના સાથીઓના સાથની આવશ્યકતા રહેશે. આજે તમારી અંદર નિર્ભિકતાનો ભાવ રહેશે અને તેનું પરિણામ ખુબ જ શુભ મળશે. જો તમારે પોતાની પત્નિ સાથે કોઈ વાદવિવાદ ચાલી રહ્યો છે તો તે પણ આજે સમાપ્ત થઈ શકે છે. આજે તમારે લોકોની મદદ કરતા સમયે ધ્યાન આપવું પડશે કે લોકો તેને તમારો સ્વાર્થ ના સમજે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે સંપત્તિ પ્રાપ્તિનો દિવસ રહેશે. આજે તમારા પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમ પર ચર્ચા થઇ શકે છે. જો આજે તમારે કોઈ નવું રોકાણ કરવું પડે છે તો ખુબ જ સમજી-વિચારીને કરવું. આજે તમે પોતાનાં કોઈ પરિજનનાં ઘરે ફરવા માટે જઈ શકો છો. સંતાન પક્ષ તરફથી પણ આજે તમને કોઇ હર્ષવર્ધન સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમારે કોઈ સંપત્તિ સંબંધીત વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે તો આજે તેમાં તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજનાં દિવસે તમારા મનમાં એક અજીબ મુંઝવણ રહેશે, જેનાં લીધે તમે પરેશાન રહેશો. જો આજે ઘર પરિવારમાં કોઈ મતભેદ થાય છે તો તમને તેમાં કોઈ એવી વાત સાંભળવા મળી શકે છે કે જેનાં લીધે તમારું મન પરેશાન રહેશે પરંતુ તમારે તે વાત પર ધ્યાન આપવું નહી કારણકે સાંજ સુધીમાં પરિવારનાં વડીલ સદસ્યો દ્વારા તમે તે સમસ્યાનું સમાધાન શોધવામાં સફળ રહેશો પરંતુ કાર્યક્ષેત્રમાં આજે કોઇ વ્યક્તિ તમારા બની રહેલા કામમાં અડચણો ઉત્પન્ન કરવાની પુરી કોશિશ કરી શકે છે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે બુદ્ધિ અને વિવેકથી કાર્ય કરવા માટેનો રહેશે. જો આજે તમે પોતાનાં વ્યવસાયમાં અમુક નવી યોજનાઓ લાગુ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈની વાતોમાં આવીને કરવું નહી. પોતાની બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લઈને જ આગળ વધવું ત્યારે જ તે તમને ભરપુર લાભ આપી શકે છે. આજે વ્યવસાયમાં થોડો લાભ થવા છતાં પણ તમે સંતુષ્ટ નજર આવશો. આજે તમે પોતાનાં પરિવારનાં સદસ્યોની ઈચ્છા પુર્ણ કરવામાં પણ સફળ રહેશો. તમારી આર્થિક સ્થિતિ થોડી કમજોર રહેશે.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આજે તમને કોઇ એવી બહુમુલ્ય ચીજ ની પ્રાપ્તિ થઇ શકે છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતાં પરંતુ આજે તમારે પોતાનાં સંતાનનાં અભ્યાસ પર પણ અમુક ધન ખર્ચ કરવું પડશે ત્યારે જ તે ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. સાસરીયા પક્ષમાં આજે તમને માન-સન્માન મળી શકે છે. નોકરી કરી રહેલા જાતકો જો કોઈ નવો વ્યવસાય શરૂ કરે છે તો તે પણ તેમને ભરપુર લાભ આપી શકે છે.

કુંભ રાશિ

આજનાં દિવસે તમારૂં સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહી શકે છે તેથી આજે તમારે પોતાની ખાણીપીણી તરફ વધારે ધ્યાન આપવાની આવશ્યકતા રહેશે અને બિલકુલ પણ બેદરકારી દાખવવી નહી. આજે તમને પોતાનું કોઈ દગો આપી શકે છે પરંતુ તમે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી બચવામાં સફળ રહેશો. આજે તમે સાંસારિક સુખના સાધનો પર પણ અમુક ધન ખર્ચ કરી શકો છો. આજે સાંજનો સમય તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે વાતચીત કરવામાં પસાર કરી શકો છો.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. જો તમારે સંતાનનાં વિવાહ સંબંધિત મામલો લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો આજે તે પુર્ણ થઇ શકે છે. આજે સામાજિક સન્માન મળવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે ખુશમિજાજ વ્યક્તિ હોવાનાં લીધે આજે અન્ય વ્યક્તિઓ તમારી સાથે સંબંધ રાખવાની કોશિશ કરી શકે છે, જેનાં લીધે તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાંઓમાં રાશિફળ ૨૫ નવેમ્બર ૨૦૨૧ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.