રાશિફળ ૨૫ ઓક્ટોબર : આજે દશેરાનાં દિવસે બની રહ્યો છે અનોખો સંયોગ, આ સંયોગથી બદલાઈ જશે આ ૩ રાશિઓનું નસીબ

Posted by

મેષ રાશિ

પૈસાની બાબતમાં આજે સ્થિતિ સામાન્ય રહેશે. જો તમે પોતાના બજેટના અનુસાર ચાલશો તો આજે કોઈપણ પ્રકારની સમસ્યા આવશે નહી. તમારો સમય ખૂબ જ સર્વોત્તમ છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં શુભ કાર્ય થવાના યોગ બની રહ્યા છે. જો તમે પોતાના કામમાં મન લગાવશો અને થોડો સમય ચુપ રહેશો તો તમારા માટે લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે. સારું રહેશે કે તમે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આર્થિક લેવડ-દેવડ માટે આજનો દિવસ સારો નથી.

વૃષભ રાશિ

આજે કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો. દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા બની રહેશે. શિક્ષણનાં ક્ષેત્રમાં જો તમે પ્રયાસ કરશો તો તમને લાભ ચોક્કસ મળશે. જીવનસાથી સાથે કોઈ વાત પર મતભેદ થઈ શકે છે. તમારે પોતાનાં સ્વભાવમાં થોડું પરિવર્તન લાવવાના પ્રયાસ કરવા. શબ્દોની આગળ નવો અભિગમ શીખવાનો આનંદ લેવો.

મિથુન રાશિ

આજે તમારા પારિવારિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સ્થિતિ થોડી સારી રહેશે. કાનૂની અડચણો દૂર થઈને લાભની સ્થિતિ બનશે. અંતરાત્માના અવાજ પર કાર્ય કરવું, કોઇની વાતોમાં આવવું નહી. પૂજા પાઠમાં મન લાગશે. કાર્યોમાં ગતિ આવશે. ધન પ્રાપ્તિના યોગ છે. કોઈ અજાણ્યા સ્ત્રોતથી આવકનો પ્રવાહ વધશે, જે તમારા મૂડને સારો બનાવશે. ઓફિસમાં આજે ઉચ્ચ અધિકારીઓની સાથે સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે.

કર્ક રાશિ

આજે તમને અચાનક કોઈ મોટી ખુશખબરી મળી શકે છે, જેના લીધે તમારું મન પ્રસન્ન રહેશે. વાહન અને મશીનરીનાં પ્રયોગમાં સાવધાની રાખવી આવશ્યક છે. વિવાદમાં પડવાથી બચવું. જુનો રોગ ફરીથી થઇ શકે છે. રોજગાર ક્ષેત્રમાં વ્યવસાયથી તમને લાભ મળશે. જમીન કે મકાન ખરીદવા માંગતા હોય તો તેના માટે ખૂબ જ સારો સમય છે. વ્યવસાય સામાન્ય ચાલશે. જોખમ ઉઠાવવું નહી. નવા વ્યવસાયની શરૂઆત માટે આજનો દિવસ સારો રહેશે.

સિંહ રાશિ

આવકનાં સાધનોમાં વૃદ્ધિ થશે. રચનાત્મક કાર્ય સફળ રહેશે. ધન પ્રાપ્તિના અવસર હાથ આવશે. પ્રસન્નતા રહેશે. તમારી મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે. જે યોજનાઓ બનાવશો તેમાં તમને મોટી સફળતા મળશે. તમે પોતાના મિત્રો અને પાડોશીઓની જરૂરિયાતની પૂરી કરશો અને તેમની મદદ કરવા માટે વધારે ઇચ્છુક રહેશો. પ્રતિસ્પર્ધીઓ શાંત રહેશે. કોઈપણ કાર્યમાં ઉતાવળ કરવી નહી. થોડું આત્મનિયંત્રણમાં રહેવાની જરૂરિયાત છે.

કન્યા રાશિ

આજે પરિવારનાં લોકોનો સહયોગ મળશે. ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાયેલું રહેશે. કામ પર વધારે ધ્યાન આપવું. રાજકીય અવરોધો દૂર થશે. પત્નીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે પરંતુ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. નવા કરાર થઈ શકે છે. પ્રતિષ્ઠામાં વધારો થશે. આવકના ક્ષેત્રમાં સતત વધારો થશે. આવકના નવા સ્રોતો ખુલશે. રોમેન્ટિક લાઇફમાં આજે કોઈ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

તુલા રાશિ

તમારી વ્યાવસાયિક ક્ષમતામાં વધારો કરીને તમે તમારી કારકિર્દીમાં નવા દરવાજા ખોલી શકો છો. સંપત્તિની વેચાણ-ખરીદી લાભદાયક રહેશે. વાણી પર નિયંત્રણ રાખવું. આંતરિક શક્તિઓથી મન પ્રસન્ન રહેશે. તમને શિક્ષણનાં ક્ષેત્રથી ધન લાભ થશે. પ્રગતિનાં માર્ગો પ્રશસ્ત થશે. બેરોજગારી દૂર થશે. તમારા જીવનસાથી તમારા સંબંધની પ્રશંસા કરશે અને તમારી ચિંતા દૂર કરશે. કોઈના ખરાબ વ્યવહારથી તમારું મન થોડું દુઃખી થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે ભાગ્ય સાથે આપવાથી તમારા તમામ કાર્ય પૂર્ણ થશે. સહકર્મીઓની સાથે તાલમેલની ખામી જોવા મળશે. ઇચ્છિત ફળ મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. વ્યવસાય સાથે જોડાયેલ કોઇ મહત્વપૂર્ણ મામલો અચાનક તમારી સામે આવી શકે છે, જેને તમારે ચતુરાઇથી સંભાળવો પડશે. તમારા જીવનમાં દરેક સમસ્યાઓનું સમાધાન થશે, આવનારો સમય લાભદાયક રહેશે. પરિવારમાં તમારા ભાઈ-બહેનોની સહાયક ભૂમિકા રહેશે.

ધન રાશિ

આજે તમારે વ્યવસાયિક રૂપથી અવરોધોનો સામનો કરવો પડશે પરંતુ તે સમય ખૂબ જ જલ્દી પસાર થઈ જશે. આવકમાં વધારો થઇ શકે છે. તમારે પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. પરિવારનાં લોકોની સાથે તમારા સંબંધ મધુર જળવાઈ રહેશે. કોઈ જગ્યાએ અટવાયેલું ધન પરત મળી શકે છે. જૂના મિત્રોને મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે. પિતા અને સાસરિયા તરફથી ધન મળશે. જીવનસાથીનો વ્યવહાર આજે થોડો બદલાયેલો લાગી શકે છે. આકસ્મિક ધન લાભ થશે.

મકર રાશિ

આજે તમે પોતાના જીવનમાં મોટી સફળતા મેળવીને આગળ વધશો.  ફક્ત બેસી રહેવાની જગ્યાએ કંઈક એવું કરવું કે જેનાથી તમારી આવકમાં વધારો થાય. પૈસાની બાબતમાં આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમે ખૂબ જ સમજી-વિચારીને જ ખર્ચ કરશો તો કોઈ સમસ્યા આવશે નહી. કામકાજની દ્રષ્ટિથી આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમને જીવનસાથી તરફથી ગિફ્ટ મળી શકે છે. તમે નોકરીમાં પ્રગતિ કરી શકો છો.

કુંભ રાશિ

વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયક રહેશે. તમારા વ્યવસાયને આગળ વધારવા માટે આજે તમારે કોઇ મોટો નિર્ણય લેવો પડી શકે છે. પોતાની ઈચ્છાઓ અને આવશ્યકતાઓને સમજવાની કોશિશ કરવી અને તેમનું વિશ્લેષણ કરવું કારણકે તેનાથી કોઇ સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચી શકો. બની શકે છે કે આજે તમારે કામ સાથે જોડાયેલ લાંબી યાત્રા કરવી પડે. લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરવાથી સફળતા ચોક્કસ મળશે. વડીલોને પરિવારમાં સમર્થન મળશે.

મીન રાશિ

આજે તમારે પોતાના કરિયર પર વિશેષ ધ્યાન આપવું. આજે કંઈ ખાસ ફાયદો તમને મળશે નહી. તમારો સારો વ્યવહાર તમારી આસપાસના લોકોને ખુશ રાખશે. તમારું સ્વાસ્થ્ય પહેલાની અપેક્ષામાં સારું રહેશે. નોકરી કરનાર લોકોએ ઓફિસમાં પોતાના બધા જ કામ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવા પડશે. દબાયેલી સમસ્યાઓ ફરીથી સામે આવીને તમને માનસિક તણાવ આપી શકે છે. આર્થિક સ્થિતિમાં સારા અને ફાયદાકારક બદલાવ આવશે.

નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહી ઘટનાઓમાં રાશિફળ ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *