રાશિફળ ૨૬ ડિસેમ્બર : શનિવારે આ ૬ રાશિ વાળા જાતકોને થશે મોટું નુકશાન, કાયદાકીય બાબતોમાં ફસાઈ શકે છે

Posted by

મેષ રાશિ

પારિવારિક કાર્યક્રમમાં સામેલ થવાથી તમને ખુશી થશે. તમે કોઈ સામાજિક કાર્યમાં રુચિ લેશો. તમને કોઈ ધાર્મિક આયોજન સાથે જોડાવાનો અવસર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત રહેશે. પાર્ટનર સાથે પરસ્પર તાલમેલ જાળવી રાખવું. કોઈ વ્યક્તિ તમારા કામમાં અડચણ ઉત્પન્ન કરી શકે છે. તમે કોઈ બોસ કે પ્રાધિકરણમાં કોઈના પ્રત્યે આકર્ષિત મહેસૂસ થઈ શકો છો.

વૃષભ રાશિ

ઘર-પરિવારમાં તમારી કોઈની સાથે વાદ-વિવાદ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનાં ગ્રહો કમજોર છે. તમારે ખૂબ જ ગંભીરતાથી સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. અહમનો ટકરાવ તમારો દિવસ ખરાબ કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થશે. ભાઈ-બહેન તરફથી કોઈ ચીજની માંગણી થઈ શકે છે. તમે વ્યાવસાયિક યાત્રા પર જઈ શકો છો.

મિથુન રાશિ

તમારું પ્રિય વ્યક્તિ આજે રોમેન્ટિક મૂડમાં હશે. આજના દિવસે તમે કોઈપણ અડચણ વગર વિશ્રામ કરી શકો છો. મિત્રોની સાથે તમે પોતાની કોઈ વાત શેર કરશો. તમે પોતાના પાર્ટનરની સાથે શોપિંગ કરવાની પ્લાનિંગ કરશો. વિદ્યાર્થીઓ અને પ્રતિયોગીઓને પોતાના અભ્યાસ પર ખૂબ જ ફોકસ કરવું પડશે. બાળકોનુ મન આજે અભ્યાસમાં લાગશે નહી. પરિવારમાં બધાનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે. આવનારા સમયમાં તમને નવી જવાબદારીઓ આપવામાં આવી શકે છે.

કર્ક રાશિ

આજે તમે સંપૂર્ણ દિવસ તણાવમાં રહી શકો છો. સ્વયંને શાંત જાળવી રાખવા કારણકે આજે તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અપ્રત્યાશિત સ્ત્રોતો દ્વારા ધન પ્રાપ્ત થવાની સંભાવના છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ છે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આકર્ષક કાર્ય કરવા જોઈએ. જો તમે પારિવારિક સ્તર પર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હોય તો તે આજે ઉકેલાઈ શકે છે. ધાર્મિક હોવાથી તમને માનસિક શાંતિ મળશે.

સિંહ રાશિ

સંતાન તરફથી સહયોગ મળશે. પોતાની પ્રસન્નતામાં ઘટાડો આવવા દેવો નહી. તમારી દરેક સમસ્યા ખૂબ જ જલ્દી દૂર થશે. અન્ય લોકોના હિત માટે તમે સદાય તત્પર રહેશો, પરંતુ તમને લોકો તરફથી નિરાશાજનક વ્યવહાર જોવા મળશે. વ્યવસાયમાં લાભ થશે. યશ, માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાના યોગ છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. તમારો સમય પણ તમારી સાથે રહેશે. મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ સરળતાથી થવાની સંભાવના છે.

કન્યા રાશિ

ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી કરવામાં ઉતાવળ કરવી નહી. આજે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. તમારી સમજ અને અગમચેતીથી વ્યવસાયમાં લાભ થશે. મિત્રો તરફથી સહયોગ અને સમર્થન મળશે. શાંત રહીને આજે પોતાના કાર્ય પર ફોકસ કરવું. હાડકાઓ સંબંધિત સમસ્યાઓને લઈને સાવચેત રહેવું. રાજકારણમાં બનેલા નવા સંબંધો લાભદાયી સિદ્ધ થશે. બની શકે તો પોતાના દિવસની શરૂઆત પૂજા સ્થળની યાત્રા થી કરવી.

તુલા રાશિ

આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વૃદ્ધિ થવાના કારણે સફળતા તમને અવશ્ય પ્રાપ્ત થશે. પારિવારિક જીવન આનંદમય રહેશે અને તમે પોતાના ઘરના સદસ્યોની સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આજે તમારે અન્ય લોકોની સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. મહેનતની અપેક્ષા પ્રમાણે લાભ અવશ્ય પ્રાપ્ત થશે. રોકાણ કરવા માટે પણ આજે શુભ યોગ બની રહ્યા છે, જેના લીધે તમને ભવિષ્યમાં લાભ થવાની સંભાવના છે. જરૂરીયાતના હિસાબથી ખર્ચાઓ કરવા.

વૃશ્ચિક રાશિ

પોતાના ભાઈ-બહેનોની સાથે કોઈપણ પ્રકારની દલીલમાં પડવાથી બચવું કારણકે પરિસ્થિતિ તમારા ફેવરમાં હશે નહી. આજે તમારા ઘણા બધા પૈસા બરબાદ થવાની સંભાવના છે. તમે કોઈ પ્રોફેશનમાં આગળ વધવાની કોશિશ કરશો. જો તમારી માં અસ્વસ્થ છે તો કોઈ વિશેષજ્ઞની પાસે લઈ જઈ શકો છો. વ્યવસાય કરતા લોકો પોતાની દિનચર્યા અને ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશે. પોતાના કાર્યોને ટાઈમટેબલનાં હિસાબથી પૂર્ણ કરવા.

ધન રાશિ

અન્ય લોકોની સાથે ગરમ વાતચીતનો આનંદ લેશો. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં લાભ થવાના સંકેત છે. આજે જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું. વાહન ખૂબ જ સંભાળીને ચલાવવું બની શકે તો વાદ-વિવાદથી દૂર રહેવાની કોશિશ કરવી. આજે તમારામાં ક્રોધની માત્રા વધારે રહેશે. જીવનસાથીના ખરાબ મૂડ ના કારણે ઘરનું વાતાવરણ અશાંત રહી શકે છે. કોઈ બહારની વ્યક્તિની વાતોમાં ફસાવવું નહીં અને તેમના પર આંખ બંધ કરીને ભરોસો પણ કરવો નહી. ખર્ચથી લઇને મનોરંજન સુધી કોઈ ચીજમાં વધારે પ્રમાણમાં અતિ થવું નહી કારણકે કહેવત છે કે અતિ ને ગતિ નાં હોય.

મકર રાશિ

મંદિર જવાની કે કોઈ ધાર્મિક કાર્યક્રમના આયોજનની યોજના બનાવી શકો છો. પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈ સંબંધીને મળવા તમે શહેરથી બહાર જઈ શકો છો. એક સારી શરૂઆત તમને આગળ વધવામાં ખૂબ જ મદદ કરશે. કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલા ખૂબ જ સારી રીતે વિચારી લેવું. તમે પોતાના વ્યવસાય પર યોગ્ય રીતે ધ્યાન ના આપી રહ્યા હોય તો સમયસર સમજી જવું. કામકાજમાં વધારો થશે અને અમુક ઘટનાઓ અનુકૂળ રહેશે.

કુંભ રાશિ

તમને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળશે. મનોરંજનના કાર્યમાં સમય વધારે પસાર થશે. પરિવારને પૂરતો સમય આપી શકશો. મનમાં શાંતિ અને સંતોષ બન્નેનો ભાવ સરખો રહેશે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોએ સખત મહેનત કરવી પડશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકશો. મહેમાનના આગમનથી પણ મનમાં પ્રસન્નતા રહેશે. પ્રતિદ્વંદી ગતિવિધિઓ તમને નુકસાન નહી પહોંચાડી શકે. તમારા લીધેલા બધા જ નિર્ણયો યોગ્ય સાબિત થશે.

મીન રાશિ

આજે તમારે ખૂબ જ ભાગદોડ કરવી પડશે. જીવનસાથીની સાથે પોતાની ખુશીઓને વહેંચીને તમને વધારે સારું મહેસુસ થશે. તમારું કોઇ જરૂરી કામ આજે ખૂબ જ સરળતાથી અને સમયસર પૂરું થશે, જેના લીધે તમે ખૂબ જ ખુશ રહેશો. પરિવારના લોકોની ઈચ્છાઓને પૂર્ણ કરવાની કોશિશ કરશો. તમારી બેદરકારી બધા માટે ખતરનાક સાબિત થશે. તમે પોતાના આવનારા સમયથી અભિભૂત થઈ જશો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૬ ડિસેમ્બર ૨૦૨૦થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *