રાશિફળ ૨૬ નવેમ્બર ૨૦૨૧ : આ ૬ રાશિનાં લોકો માટે ખુશીઓ લઇને આવ્યો છે શુક્રવારનો દિવસ, આવકમાં થશે વધારો

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. આજે નોકરી કરી રહેલા જાતકોને પોતાનાં કોઈ મોટા અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે, જેનાં લીધે તેમનું પ્રમોશન અટકી શકે છે, જો આવું થાય છે તો તમારે દલીલબાજીમાં પડવાથી બચવું પડશે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં મિત્રો સાથે યાત્રા પર પણ જઈ શકો છો. પ્રેમ જીવન જીવી રહેલા લોકોમાં આજે એક નવી ઉર્જાનો સંચાર થશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે થોડો મહેનત વાળો રહી શકે છે. વિદ્યાર્થીઓએ આજે પરીક્ષામાં સફળતા મેળવવા માટે ખુબ જ પરિશ્રમ કરવાની આવશ્યકતા રહેશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે કોઈ મહિલા મિત્રનાં સહયોગથી ધન લાભ થઈ શકે છે. આજે સાંજનાં સમયે તમને અમુક સામાજિક યોજનાઓનો લાભ મળી શકે છે. જો તમે પોતાનાં વ્યવસાયમાં પાછલા થોડા સમયથી અમુક યોજનાઓ લાગુ કરી હતી તો તે આજે તમને લાભ આપી શકે છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. આજે તમને પોતાનાં વ્યવસાયમાં સંપુર્ણ દિવસ નાના-મોટા લાભનાં અવસર મળતા રહેશે, જેનાં લીધે તમે પોતાનાં દૈનિક ખર્ચાઓ કાઢવામાં સફળ રહેશો. જો તમારા દાંપત્યજીવનમાં કોઈ વાદવિવાદ ચાલી રહ્યો હતો તે પણ આજે સમાપ્ત થઈ શકે છે. આજે રાત્રિનો સમય તમે પોતાનાં પરિજનો સાથે હરવા-ફરવામાં પસાર કરી શકો છો. જો નોકરી કરી રહેલા જાતકો કોઈ અન્ય નોકરીની તલાશ કરી રહ્યા છે તો આજે તેમને કોઈ સારી ઓફર મળી શકે છે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે મોજ-મસ્તીવાળો રહેશે. નોકરીમાં પણ આજે તમે પોતાનામાં જ મસ્ત રહેશો અને કોઈની આલોચના પર ધ્યાન આપશો નહીં. આજે તમારે પોતાનાં વ્યવસાયમાં વધારે રોકાણ કરવાથી બચવું પડશે. સામાજિક ક્ષેત્રમાં કાર્યરત લોકોનાં કાર્યની લોકો આજે પ્રશંસા કરશે, જેનાં લીધે તેમનાં મિત્રો અને જનસમર્થનમાં પણ વધારો થશે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે દેવદર્શનની યાત્રા પર જઈ શકો છો.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમરૂપથી ફાયદાકારક રહેશે. આજે પરિવારનાં લોકો તમને દરેક મામલામાં સાથ આપશે અને તમને નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત થઇ શકે છે. વ્યવસાયમાં આજે અમુક નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તમારે ખુબ જ મહેનત કરવી પડશે. જો તમારું મન પરેશાન છે તો તે બિનજરૂરી ચિંતાઓ હશે તેથી તેને છોડી દેવી. આજે તમારે પોતાનાં વ્યવસાયમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ-દેવડ કરતા પહેલા ખુબ જ વિચારી લેવું.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે મહેનત વાળો રહેશે. આજે તમે જે પણ કાર્ય મહેનતથી કરશો તે અવશ્ય પુર્ણ થશે. જો આજે તમે પોતાનું કોઈ કાર્ય અન્ય લોકો પાસે કરાવો છો તો તે ભવિષ્ય માટે અધુરું રહી શકે છે. વિદ્યાર્થીઓને પોતાનાં ગુરુજનનો સાથ અને સહયોગ પ્રાપ્ત થશે. જો કોઇ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તે પણ આજે કોઈ પરીજનની મદદથી સમાપ્ત થઈ શકે છે. જો આજે કોઈ વિપરીત પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તો તમારે તેમાં પોતાનાં ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમરૂપથી ફળદાયક રહેશે. આજે તમારા ઘરમાં અમુક એવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે કે જેને જોઈને તમને માનસિક તણાવ રહેશે પરંતુ તેમ છતાં પણ તમારે ધીરજ રાખીને તે સમસ્યાઓમાંથી બહાર નીકળવા તરફ ધ્યાન આપવું પડશે. આજનાં દિવસનો મોટાભાગનો સમય તમે અન્ય લોકોની મદદ કરવામાં પસાર કરી શકો છો. આજે સાંજનાં સમયે તમે કોઈ યાત્રા પર જવાનો પ્લાન બનાવી શકો છો. નોકરી કરી રહેલા જાતકોને આજે વેતનમાં વધારો જેવી કોઈ શુભ સુચનાં પ્રાપ્ત થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમને દરેક બાબતમાં ભાગ્યનો ભરપુર સાથ મળી શકે છે. નોકરી કરી રહેલા જાતકોએ આજે પોતાનાં સાથીઓથી સાવધાન રહેવું પડશે કારણકે તે તમારા બની રહેલા કામને બગાડવાની કોશિશ કરી શકે છે. આજે તમારે પોતાનાં અધિકારીઓ સાથે પણ મીઠી વાણીનો પ્રયોગ કરવો પડશે. આજે તમે પોતાનાં માટે થોડો સમય કાઢવાનું વિચારી શકો છો, જેમાં તમને સફળતા મળી શકે છે. જો આજે તમે કોઇ સંપત્તિની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તે તમને સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે થોડો ખાસ રહી શકે છે. આજે તમે પોતાનાં લાંબા સમયથી અધુરા રહેલા કાર્યને પુર્ણ કરવા માટે પ્રયાસ કરી શકો છો અને તેમાં તમને સફળતા પણ મળી શકે છે, જેમાં તમને અમુક લાભ પણ થઈ શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબુતી પ્રદાન કરશે પરંતુ આજે તમારે પોતાની દિનચર્યાનાં કાર્યમાં બેદરકારી દાખવવી નહી. આજે સાંજનો સમય તમે પોતાનાં મિત્રોની સાથે અમુક વિશેષ મુદ્દા પર વાતચીત કરવામાં પસાર કરી શકો છો. આજે સાંજનાં સમયે તમે અમુક ધાર્મિક આયોજનમાં પણ સામેલ થઇ શકો છો.

મકર રાશિ

તમારો આજનો દિવસ પરોપકારનાં કાર્યમાં પસાર થઈ શકે છે. આજે તમે અન્ય લોકોની મદદ કરવામાં પણ મોટાભાગનો સમય પસાર કરી શકો છો. આજે તમારે પોતાનાં કોઈ પરિજન માટે અમુક પૈસાની વ્યવસ્થા પણ કરવી પડી શકે છે. વિદેશથી વ્યવસાય કરી રહેલા જાતકોને આજે કોઈ સુચનાં પ્રાપ્ત થઇ શકે છે. આજે તમે પોતાનાં જીવનસાથીને શોપિંગ કરવા માટે લઈ જઈ શકો છો. જો આજે તમારે પોતાનાં માતા કે પિતા સાથે કોઈ દલીલ થાય છે તો તમારે તેમાં શાંતિ જાળવી રાખવી જ સારું રહેશે.

કુંભ રાશિ

આજનો દિવસ તમને સફળતા અપાવનાર રહેશે. જો આજે તમે કોઈ જમીન, વાહન વગેરેની ખરીદી કરવા માંગો છો તો તે તમને કોઈપણ અડચણ વગર પ્રાપ્ત થઇ શકે છે. જો આજે તમે પોતાનાં વ્યવસાયમાં કોઈને પાર્ટનર બનાવો છો તો તેમનાં વિશે પહેલા સંપુર્ણ જાણકારી મેળવી લેવી અને પરિવારનાં કોઈ વડીલ સદસ્યની સલાહ જરૂર લેવી. આજે તમારા અધિકારીઓ પણ તમારી પ્રશંસા કરતા નજર આવી શકે છે. આજે સંતાન પક્ષ તરફથી તમને કોઈ હર્ષવર્ધન સમાચાર સાંભળવા મળી શકે છે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ભાગદોડ ભરેલો રહેશે. જો તમારે પોતાનાં સંતાન સાથે કોઈ સમસ્યાઓ ચાલી રહી હતી તો આજે તમે તેનું સમાધાન શોધવામાં વ્યસ્ત રહેશો. આજે કોઈ ખાસ ઉપલબ્ધિ મળવાનાં લીધે તમારું મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓ આજે કોઈ પ્રતિયોગીતામાં ભાગ લઈ શકે છે. આજે તમારા સ્વાસ્થ્યમાં થોડી કમી આવી શકે છે, જેનાં લીધે તમે પરેશાન રહી શકો છો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાંઓમાં રાશિફળ ૨૬ નવેમ્બર ૨૦૨૧ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.