રાશિફળ ૨૬ નવેમ્બર : આજે આ ૪ રાશિઓની સાથે થઈ શકે છે વિશ્વાસઘાત, દુષ્ટ લોકો પહોંચાડશે હાનિ

Posted by

મેષ રાશિ

આજે પરિવારના સદસ્યોની વચ્ચે મતભેદ થઈ શકે છે. કોઈ જોખમભર્યું કાર્ય કરવાથી બચવું. આજે કોઈ નવો પ્રોજેક્ટ કે યોજનાનો આરંભ કરવો શુભ રહેશે. તમારા પ્રયાસોમાં સફળતા મળશે. આજે તમને કંઈક નવું શીખવા મળશે. નવા સ્થાન પર પણ જઈ શકો છો. આજે તમે મીઠું બોલીને તમારા તમામ કામ પૂરા કરી શકો છો. સિદ્ધિ પ્રાપ્ત થશે. યશ-કીર્તિ પ્રાપ્ત થવામાં સરળતા રહેશે. મિત્રોની સાથે પ્રવાસનો આનંદ લઇ શકશો. આકસ્મિક ઉપહારથી ખુશી મળશે.

વૃષભ રાશિ

આજે તમે પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં સમર્થ રહેશો. યાત્રા કરવી નહી અને વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. બિનજરૂરી ખર્ચાઓ કરવાથી બચવું. જરૂરી કામ પૂરું કરવામાં અમુક લોકોની મદદ મળી શકે છે. કોઈ મોટું કામ કરતાં પહેલાં ખૂબ જ સારી રીતે વિચારી લેવું, કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ પણ લેવી. શુભ કાર્ય આરંભ કરતાં પહેલા તમારા કુળદેવી અને દેવતાનું ધ્યાન કરવું. પારિવારિક મામલાઓમાં સાવધાની રાખવી. વ્યવસાયમાં સ્થિતિ અનુકૂળ રહેશે.

મિથુન રાશિ

પૈસાની લેવડ-દેવડ કે જમાનત તમને ફસાવી શકે છે, આજે તેનું ખાસ ધ્યાન રાખવું. સામાજિક અને પારિવારિક જીવનમાં માતા-પિતા તરફથી સહયોગ મળશે. વિવાદના મામલાઓમાં પોતાને દૂર રાખવાની કોશિશ કરવી. પૈસાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. જુના અટવાયેલા કામોમાં પણ ગતિ આવી શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં ભાગીદારોની સાથે સંબંધોમાં સકારાત્મકતા વધશે. સાથે કામ કરતાં લોકો પાસેથી સહયોગ મળશે. કાયદાકીય અને ચિકિત્સકીય મામલાઓ વિશે જાણવાનો આ ઉત્કૃષ્ટ સમય છે.

કર્ક રાશિ

સંતાનોની સમસ્યા તમને ચિંતિત કરશે. વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે આજનો દિવસ લાભદાયક રહેશે. કોઈ પ્રિયજન વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આજનો દિવસ પ્રસન્નતા પૂર્વક પસાર થશે. અમુક વિવાદોમાં સમાધાન થઇ શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ-વિવાદ થવાથી તમારે તેમની નારાજગી સહન કરવી પડી શકે છે. સારું રહેશે કે આજે દિવસની શરૂઆતમાં જ પોતાના કામની રૂપરેખા બનાવી લેવી. રોજગારના અવસર પ્રાપ્ત થશે.

સિંહ રાશિ

આજે કોઈ કાર્યમાં સફળતા મળવાથી તમારા ઉત્સાહમાં વધારો થશે. પારિવારિક વાતાવરણ ખૂબ જ સારું રહેવાથી પરિવારના લોકોનો સહયોગ અને સાનિધ્ય તમને મળશે અને તે પણ તમારા કામમાં તમારી મદદ કરશે. તમારા મનમાં રહેલી કોઈ પ્રકારની મૂંઝવણ ખતમ થઈ શકે છે. આજે તમે પોતાના કામકાજમાં વ્યસ્ત રહેશો. તમારી સામે આજે જવાબદારી વાળા કામ પણ આવી શકે છે. આજે આર્થિક લાભ મળવાની પણ સંભાવના રહેલી છે. પ્રવાસની તૈયારી રાખવી.

કન્યા રાશિ

આજે તમે તન-મનથી થાક અને બેચેનીનો અનુભવ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક રૂપથી તમે ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિઓમાં રહેશો. પૈસા અને અન્ય બાબતોમાં ફાયદા વાળો દિવસ રહેશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ સામાન્ય રહેશે. દાંપત્યજીવન સામાન્ય રહેવાની આશા રાખવામાં આવે છે. કામકાજની બાબતમાં કરવામાં આવેલી યાત્રા લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે.

તુલા રાશિ

આજનો દિવસ મોજ-મસ્તી અને આનંદથી ભરપૂર રહેશે કારણકે તમે જીવનનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો. આવકમાં વધારો થશે. તમારે પોતાના પરિવારના સદસ્યો પર અન્ય લોકોનો ગુસ્સો ના કાઢવો. કોઈ વાતને લઈને પ્રભાવશાળી વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે. પારિવારિક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. માતા-પિતાનાં સહયોગથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમને અમુક મનોરંજક કાર્ય કરવાનો અવસર મળશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે પડકારજનક રહેશે. તમારે પોતાની વાણીમાં મધુરતા જાળવી રાખવી, જેનાથી તમારી લવ લાઇફમાં મીઠાશ જળવાઈ રહેશે. પરીવારમાં ઝઘડા થવાની સંભાવના રહેલી છે, તમારે સતર્ક રહેવું જોઈએ. ઘણા કામો એકસાથે કરવાથી સફળતા મળવાની સંભાવના ઓછી રહેશે. મિત્રોની સાથે કોઈ લાંબી યાત્રા માટે આયોજન બની શકે છે. મિત્રોની સાથે મનોરંજન યાત્રાની યોજના બનાવશો.

ધન રાશિ

ધાર્મિક કાર્યો પ્રત્યે તમારી રુચિમાં વધારો થશે. પરિવારનું વર્તન થોડું પરેશાની વાળું રહી શકે છે. દાંપત્યજીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો પસાર થશે. દરેક મોરચા પર શાંતિભર્યો દિવસ પસાર થવાની સંભાવના રહેલી છે. પાછલા ઘણા સમયથી જે ગેરસમજણના કારણે તમારા સંબંધો યોગ્ય ચાલી રહ્યા ના હતા આજે તે સંબંધમાં સુધારો આવી શકે છે. તમારા વિચારો અને પ્રસ્તાવોને તમારા બોસ દ્વારા સ્વીકાર કરવામાં આવશે.

મકર રાશિ

આજનો દિવસ લાભદાયક રહેશે, તેથી કોશિશ કરવી અને આગળ વધવું. જુના પૈસા પરત મળી શકે છે. જે લાંબા સમયથી અટવાયેલા હતા. શિક્ષણના ક્ષેત્રમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. નોકરીયાત લોકોને કામ કરવા માટે એક પ્રતિષ્ઠિત પરિયોજના આપવામાં આવી શકે છે. તે તમારા માન-સન્માનમાં વધારો કરી શકે છે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોના સંબંધો સારા રહેશે. સમજી વિચારીને લેવામાં આવેલ નિર્ણયો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે.

કુંભ રાશિ

આજે તમારા ગ્રહો અનુકૂળ છે. અર્થ લાભ માટે કોઈ પ્રકારના નવા કાર્યોનો શુભારંભ કરવામાં આવી શકે છે. તમારી પાસે ઓફિસનું કે તમારા વ્યવસાયનું કામ ખૂબ જ રહેશે. આજે તમે ઘણું કામ પૂર્ણ કરવાની કોશિશ કરી શકો છો. જીવનસાથી પાસેથી મદદ મળી શકે છે. ઘરની બાબતો ઉકેલી શકશો. લાભ મળશે અને સફળતા પ્રાપ્ત થશે. કામકાજમાં આવી રહેલી અડચણો દૂર થશે. વ્યવસાય વધારવા માટે સારો સમય ચાલી રહ્યો છે. અગાઉ કોઈ અધૂરું રહેલું કામ આજે પૂર્ણ થશે.

મીન રાશિ

આજે તમારા વર્ચસ્વમાં વધારો થશે. કામ પર જતા પહેલા મન શાંત રાખવું. કોઇ નવા કાર્યને પ્રારંભ કરવા માટે આજે સમય અનુકૂળ છે. ઓફિસના અમુક ખાસ કામ પુરા કરવામાં આજે તમે સફળ થઈ શકો છો. સરકારી ક્ષેત્રમાં લાભ મળવાની સંભાવના છે. સામાજિક અને પારિવારિક જીવનમાં માતા-પિતા પાસેથી સહયોગ લેવો. પ્રેમ સંબંધ બગડવાનું કારણ માનસિક તણાવ હોઈ શકે છે. તમે ઉત્સાહિત અને હસમુખ રહેશો. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૬ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *