મેષ રાશિ
આજે બિનજરૂરી ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. ધન આગમનની સંભાવના રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. તમારું કોઇ રોકાયેલું સરકારી કાર્ય પૂરું થશે. પ્રેમભર્યું વૈવાહિક જીવન તમને પ્રસન્ન રાખશે. મોટું કામ કરવાની યોજના બનાવી શકો છો. રોકાયેલા કાર્યો પુરા કરવા માટે આજનો દિવસ સારો છે. લાંબા સમય પછી પરિવારની સાથે ભોજન કરવાનો અવસર મળશે. મેષ રાશિવાળા જાતકોએ આજે ભગવાન શ્રીરામ અને સીતાજીને મીઠા પાન ચડાવવા.
વૃષભ રાશિ
તમારા પરિવારની ભાવનાઓને સમજીને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો. તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. આજનો દિવસ સંઘર્ષ પૂર્ણ રહેશે. મોટી જવાબદારીઓ મળી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહેવું. પ્રેમ સંબંધ તૂટી શકે છે. જૂની યાદો તમારા મનમાં રહેશે, તેને ભૂલી જશો તો જ તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આજે તમારે ભગવાન શ્રીરામનું પૂજન કરીને ૐ જનાદરનાય નમઃ મંત્રનો જાપ કરવો. આવકના નવા સ્ત્રોત મળી શકે છે.
મિથુન રાશિ
કોઈ કારણ વગર ચિંતાના લીધે તમારું મન પરેશાન રહી શકે છે, અત: તમારે પોતાના મનને કેન્દ્રિત કરવાના પ્રયાસ કરવા. દુશ્મનોથી બચીને રહેવું. તમારી કોઈ મહત્વપૂર્ણ ચીજ ગાયબ કે ચોરી થઇ શકે છે. મીડિયા અને આઇટી ફિલ્ડના જાતકો સફળતાની પ્રાપ્તિ કરશે. પરિવારિક મામલાઓમાં બેચેની રહી શકે છે. વેતન વૃદ્ધિનો સમય શરૂ થવા જઇ રહ્યો છે. આજે તમારે ભગવાન શ્રીરામની પૂજા કરીને ૧૦ ફળોને ગરીબોમાં વહેંચવા, ધનની પ્રાપ્તિ થશે.
કર્ક રાશિ
આજે તમારી ખૂબ જ પ્રશંસા થશે. વાહન ચલાવતા સમયે તમારે સાવધાની રાખવી આવશ્યક રહેશે. વ્યવસાયમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. નોકરીમાં નવા અવસરોની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. આજે ધનનું આગમન થઈ શકે છે. તમારી સાથે રહેતા લોકો તમારાથી કોઈ મોટી વાત છુપાવી શકે છે. કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળશે.
સિંહ રાશિ
કોઈ રોકાયેલા કાર્ય પૂર્ણ થવાથી ખુશી મળશે. વ્યવસાયમાં કોઈ અનુભવીની સલાહ મહત્વપૂર્ણ સાબિત થશે. યાત્રાની યોજના બનશે. સંતાન અને સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. રોકાણમાં ફાયદો મળવાના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી પ્રેમમાં રહેલા લોકોએ થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે, તેમના મનમાં એકબીજા પ્રત્યે ગેરસમજણ ઉત્પન્ન થઇ શકે છે. રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિની સંભાવના રહેલી છે. ઉતાવળમાં કોઇ કામ કરવું નહી.
કન્યા રાશિ
આજે માનહાનિ થવાની શંકા રહેલી છે. વ્યવસાય સાથે જોડાયેલ કોઇ મહત્વપૂર્ણ બાબતો અચાનક તમારી સામે આવી શકે છે, જેને તમારે ખૂબ જ બુદ્ધિમાનીથી સંભાળવી પડશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના કોઈ અવસર તમને પ્રાપ્ત થઇ શકે છે. શેરબજારના ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો માટે આવનારા દિવસો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે તમે કોઈ નવી શરૂઆત કરવામાં સફળ થઈ શકો છો. અટવાયેલું ધન પરત મળવાની સંભાવના રહેલી છે.
તુલા રાશિ
આજે તમારે આર્થિક મામલાઓમાં ખૂબ જ વધારે સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. જો તમે તમારા બજેટના અનુસાર ચાલશો તો આજે કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહી. તમે તમારા વૈવાહિક જીવનનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો. વકાલત તથા પ્રશાસન સાથે જોડાયેલ લોકો સફળ રહેશે. પૈસાની સ્થિતિ સામાન્ય રહેશે. આર્થિક લેવડ-દેવડ માટે આજનો દિવસ સારો નથી. કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિસ્પર્ધીઓને પોતાના ખોટા કર્મોનું ફળ મળશે. પરિવારના લોકોની સાથે સંબંધ સારા રહેશે.
વૃશ્ચિક રાશિ
જે લોકો સરકારી કાર્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને આજે વધારે લાભ થવાની શક્યતા રહેલી છે. જો તમને થોડા દિવસોથી કોઈ કામનું ભારણ પરેશાન કરી રહ્યું છે તો આજનો દિવસ તમારા માટે થોડો સારો સાબિત થશે. દાંપત્યજીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જીવનસાથી સાથે કોઈ વાત પર મતભેદ થઈ શકે છે. આર્થિક યોજનાઓમાં ધનનું રોકાણ થઈ શકે છે. તમારી ઈચ્છા ના હોવા છતાં પણ તમારે કોઈને પૈસા આપવા પડી શકે છે. કાનૂની બાબતોમાં બેદરકારી તમને ભારે પડી શકે છે.
ધન રાશિ
આજે સંભાવના છે કે કોઈ તમારી આસપાસ તમારા વિચાર ચોરીને તેમના કરિયરમાં પ્રગતિ કરવા માંગશે. કામકાજની બાબતમાં આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. આજે તમે જોશ, ઉત્સાહ અને આત્મવિશ્વાસની સાથે કામ કરશો, જેના પરિણામ સ્વરૂપે તમને ખૂબ જ જલ્દી મોટી સફળતા મળવાની સંભાવના રહેલી છે. કોઈની સાથે વાત કરતાં સમયે સાવધાન રહેવું. આજે તમારે રામ દરબારમાં બેસનના લાડુનો ભોગ ચઢાવવો, જુના કરજ ખતમ થઈ શકે છે.
મકર રાશિ
આજે ધનના આગમનથી મન પ્રસન્ન રહેશે. દાંપત્યજીવનમાં સુખ જળવાઈ રહેશે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું કારણકે તેનાથી તમારે ભવિષ્યમાં પશ્ચાતાપ કરવો પડી શકે છે. આજે તમે મુશ્કેલ કાર્યને પણ સરળતાથી પૂરા કરી શકશો. તમારા બોસની સાથે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઇ શકે છે. તમને તમારા નજીકના મિત્રોનું બિનશરતી સમર્થન મળશે. ભગવાન શ્રીરામનું પૂજન કરવું, ઓમ રામભદ્રાય નમઃ મંત્રનો જાપ કરવો. કરિયરમાં આગળ વધવાના અવસર મળશે.
કુંભ રાશિ
આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. તમે પોતાના પાર્ટનરની સાથે સમય પસાર કરી શકશો, જે તમારા દિલને શાંતિ આપશે. પૈસાની બાબતમાં આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમે ખૂબ જ સમજી-વિચારીને જ ખર્ચ કરશો, જેના લીધે કોઈ સમસ્યા ઉત્પન્ન થશે નહી. વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને આજે સફળતા મળશે. આઈટી અને બેન્કિંગ ફિલ્ડમાં કાર્ય કરતાં લોકોને સફળતા મળી શકે છે. કામકાજની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમે પૂરી ઈમાનદારીથી મહેનત કરશો. પાડોશીઓ સાથે કોઇ વાત પર મતભેદ થવાની સંભાવના રહેલી છે.
મીન રાશિ
આજે એક દિલચસ્પ અને બુદ્ધિશાળી વ્યક્તિની સાથે એક નવી મિત્રતા બનાવવાનો અવસર મળશે. આજે તમને પોતાના પાર્ટનરનું એક અલગ જ રૂપ જોવા મળશે, બની શકે છે કે આજે તેમના સ્વભાવમાં થોડી વધારે ઉગ્રતા રહે. રાજનીતિમાં નવા અવસરની પ્રાપ્તિ થશે. ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલો સહયોગ તમને પ્રોત્સાહિત કરશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમને સારા પરિણામની પ્રાપ્તિ થઇ શકે છે. આજે તમને પોતાની સાચી પ્રતિભા બતાવવાનો અવસર મળશે.
નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહી ઘટનાઓમાં રાશિફળ ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.