રાશિફળ ૨૬ સપ્ટેમ્બર : આ ૪ રાશિઓ માટે કલ્યાણકારી રહેશે આજનો દિવસ, આવશે પ્રગતિના દિવસો

Posted by

મેષ રાશિ

આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. પોઝિટિવ વિચાર રાખવાની જરૂરિયાત છે. તમે તમારી મીઠી વાણીથી ધન કમાઈ શકશો. તમારા જીવનસાથી પાસેથી તમને નકારાત્મક પ્રતિક્રિયા મળવાની સંભાવના છે. પોતાના ભવિષ્યની યોજના બનાવવા માટે બિલકુલ યોગ્ય દિવસ છે. જો કોઈ જગ્યાએ તમારું ધન ફસાયેલું હોય તો તે પરત મળવાની પૂરી સંભાવના છે. ફિલ્મ અને મીડિયા ફિલ્ડના લોકો સફળ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના કરિયરને નવી દિશા આપી શકશે. કાર્યસ્થળ પર ક્રોધ કરવાથી બચવું જોઈએ.

વૃષભ રાશિ

તમારું શારીરિક અને માનસિક સુખ સારું રહેશે. આંતરિક શક્તિઓથી મન પ્રસન્ન રહેશે. આજે તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમને શિક્ષાના ક્ષેત્રમાં ધનલાભ થશે. મોટા વેપારીઓએ લેવડ-દેવડ કરતા સમયે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવી. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. વિદ્યાર્થીઓને સંઘર્ષ કરવો પડી શકે છે વ્યવસાયમાં નવા અવસરોની પ્રાપ્તિ થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. બપોરબાદ કોઈ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના રહેલી છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે.

મિથુન રાશિ

કરિયરની બાબતમાં આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. પરિવારમાં તમારા ભાઈ-બહેનોનો તમને પૂરો સહયોગ મળશે. આર્થિક પરિસ્થિતિ સારી હોવાના કારણે તમારા માટે જરૂરી ચીજો ખરીદવી આસાન રહેશે. પરિવારના લોકો તરફથી સહયોગ મળશે. વ્યવસાયમાં સફળ રહેશો. નોકરીમાં આજે સંઘર્ષ કરવો પડી શકે છે. સારું કાર્ય થવાથી મન પ્રસન્ન રહેશે. કૃષિ યોગ્ય જમીન ખરીદી શકો છો. વિદેશી કંપનીઓ સાથે સંબંધિત કાર્યોથી ધનલાભ થવાની સંભાવના છે.

કર્ક રાશિ

આજે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો. કોઈ જુના મિત્રને મળવાથી ખુશ રહેશો. વ્યવસાય મોરચા પર નવા પ્રયોગ કરવામાં યોગ્ય સાધનોના અભાવનો સામનો કરવો પડી શકે છે. જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે. જો તમે કોઈ સારા કામમાં થોડો સમય લગાવશો તો ખૂબ જ સકારાત્મક બદલાવ લાવી શકો છો. પિતા અને સાસરિયા પાસેથી ધન લાભ થશે. શુભ ચિંતકો તરફથી હાર્દિક સહયોગ મળી રહેશે. યુવાનોએ જોયેલા પ્રેમના સપના પુરા થશે.

સિંહ રાશિ

આજે તમારે તમારા દિવસની શરૂઆત કસરતથી કરવી. શરીરમાં સ્ફૂર્તિ રહેવાના કારણે કાર્ય કરવામાં ઉત્સાહ વધારે રહેશે. મોટા નિર્ણયો તમારે સમજી-વિચારીને લેવા. જો તમે દિલ ખોલીને પૈસા ખર્ચ કરો છો તો તમે આર્થિક રીતે બાદમાં સમસ્યાનો સામનો કરી શકો છો. કોઈ કામમાં કરવામાં આવેલી મહેનતનું પૂરું ફળ તમને મળશે નહી જેનાથી તમે થોડા પરેશાન રહી શકો છો. ઓફિસમાં તમારો પ્રભાવ વધતો જોવા મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકોએ પોતાના મનને ખરાબ વિચારોથી દૂર રાખીને સારા કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત  કરવું. તમને કામના નવા અવસર ખૂબ જ જલ્દી મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. સાથે જ તમને બીજા લોકો પાસેથી આશા પણ વધારે રહેશે. કામમાં મન લગાવો અને ભાવુક વાતોથી બચીને રહેવું. જો આજે તમે યાત્રા કરી રહ્યા હોય તો તમારે પોતાના સામાનની વધારે સુરક્ષા કરવાની જરૂરિયાત રહેશે. નવી પરિસ્થિતિઓ તમારામાં નવી પ્રતિભાઓનું સંચાર કરશે. પ્રેમી લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.

તુલા રાશિ

નવી યોજનાઓ અને વિચારધારાની નવીનતાથી વેપાર પ્રગતિની દિશામાં અગ્રેસર થવા લાગશે. પ્રેમની બાબતમાં પોતાની વાણી પર નિયંત્રણ રાખવું, નહિતર પરેશાનીમાં પડી શકો છો. થોડી મહેનત કરવાથી ધનલાભ થવાના અવસર પ્રાપ્ત થઇ શકે છે. જો તમે ઉતાવળમાં નિષ્કર્ષ કાઢો છો અને બિનજરૂરી કામ કરો છો તો આજનો દિવસ તમારા માટે ખુબ જ નિરાશાજનક સાબિત થઈ શકે છે. પરિવારની સજાવટમાં વ્યસ્ત રહી શકો છો.

વૃશ્ચિક રાશિ

આજે આર્થિક બાબતને લઈને પરેશાન રહેશો અને તમે તેને ઉકેલવાની કોશિશ પણ કરશો. તમે પોતાના મિત્રો સાથે ખુશીઓ મનાવશો. અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. તમારા મિત્રો તમારા ઉદાર સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તમારી આકર્ષક છબી તમને ઇચ્છિત પરિણામ આપશે. બાળકોનું આજે અભ્યાસમાં મન લાગી શકે છે. લવમેટની સાથે આજે તમારા સંબંધ મધુર રહેશે. આજે પ્રેમની બાબતમાં સામાજિક બંધન તોડવાથી બચવું. કોઇ ગરીબ વ્યક્તિને અન્નદાન કરવું.

ધન રાશિ

વેપારી વર્ગને અચાનકથી ધનલાભ થવાના સંકેત મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે. તમારા અભ્યાસ સંબંધી કોઈ સારા સમાચાર તમને ખુશ કરી શકે છે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરી શકે છે. એકલતાને પોતાના પર હાવી થવા દેવી નહી. તેનાથી સારું રહેશે કે તમે કોઈ જગ્યાએ ફરવા માટે જતા રહો. તમારો આર્થિક પક્ષ પહેલાની અપેક્ષામાં વધારે મજબૂત થશે. તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરી શકશો.

મકર રાશિ

સામાજિક દ્રષ્ટિએ તમને માન-સન્માન મળશે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવાની કોશિશ કરી શકો છો. તમારું સારું વ્યક્તિત્વ સમાજમાં અલગ ઓળખાણ બનાવવામાં તમને મદદ કરશે. તમારો અંગત સંબંધ આજે થોડો પરેશાનીમાં પડી શકે છે. ઉંડાણપૂર્વક અને સમજ્યા વગર કોઈ કાનૂની દસ્તાવેજ પર સહી કરવી નહી. વિરોધીઓના ષડ્યંત્રમાં ફસાઇ શકો છો. માનસિક શાંતિ તમારા મન પર છવાયેલી રહેશે. નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે.

કુંભ રાશિ

કરિયરમાં આગળ વધવાના યોગ બની રહ્યા છે. તમારે પરિવાર સાથે જોડાયેલી ઘણી જવાબદારીઓ પણ નિભાવવી પડશે. જેને તમે ખૂબ જ સારી રીતે સંભાળી પણ લેશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બસ પોતાના વિચારોને સકારાત્મક રાખવા. તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક સંપન્ન થશે. જમીન કે મકાન ખરીદવા માંગતા હોય તો તેના માટે ખૂબ જ સારો સમય છે. સંતાનોની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે. કોઈ ભારે નુકસાનના લીધે લગ્નજીવન વિક્ષેપિત થઈ શકે છે.

મીન રાશિ

જો તમે આજે ખૂબ જ મહેનત કરશો તો સફળતા નિશ્ચિતરૂપથી તમારો દરવાજો ખખડાવશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારી રીતે કામ કરી શકશો. તમને કોઈ સામાજિક કાર્યોમાં સામેલ થવાની તક મળી શકે છે. આજે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ખતમ થઈ શકે છે. તમને કોઈ જુના મિત્ર મળવાની સંભાવના રહેલી છે. આજે તમારી પ્રગતિની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. તમારા વ્યક્તિત્વને વિકસિત કરવા માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *