રાશિફળ ૨૭ જાન્યુઆરી : આ ૩ રાશિઓ પર ગણપતિ બાપા રહેશે મહેરબાન, ધન-સમૃદ્ધિનું થશે આગમન

Posted by

મેષ રાશિ

આજે સારી ભાવનાત્મક અભિવ્યક્તિથી તમારા સંબંધોમાં મધુરતા આવશે. આજે તમે પોતાને ઉર્જાવાન મહેસૂસ કરશો. શત્રુઓ તમારી સામે ઉભા રહી શકશે નહી. ઘરમાં કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. તમારા ઉપરથી પૈસાની તંગી સંપૂર્ણ રીતે દૂર થઈ જશે. કાર્યસ્થળ પર સુધારો અને પરિવર્તન થઈ શકે છે. તમારા માનસિક તણાવમાં વધારો થઇ શકે છે. અમુક લોકોના કારણે તમારો મૂડ પણ ખરાબ થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે તમે પોતાના પરિવારના સદસ્યોની સાથે મળીને જે પણ કાર્ય કરશો, તેમાં તમને સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. વ્યાવસાયિક સંદર્ભમાં સારો સમય છે, પરિણામ તમારા પક્ષમાં આવશે. કોઇ આનંદોત્સવમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. ફાલતુ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. આર્થિક સ્થિતિ બગડી શકે છે. આજે તમારે કોઇપણ પ્રકારનું નવું કરજ લેવાથી બચવું જોઈએ. પૈસાની બાબતમાં તમારે સાવધાન રહેવું પડશે.

મિથુન રાશિ

આજે તમારા નવા-નવા લોકો સાથે સંપર્ક બની શકે છે. આજે તમને ઓફિસમાં તમારા સહયોગીઓનો સહયોગ મળશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા પ્રભાવમાં વધારો થશે. કોઈ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી થઇ જશે. વ્યવસાયમાં વધારો થવાના યોગ છે. તમારું ધ્યાન લક્ષ્ય પરથી ભટકી શકે છે. યાત્રા થવાના યોગ બની રહ્યા છે પરંતુ અમુક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. પાર્ટનર તરફથી સહયોગ મળશે. ભાગદોડ વધારે રહેશે.

કર્ક રાશિ

આજે તમે પોતાને તાજગીથી ભરપૂર મહેસૂસ કરશો. આર્થિક સ્થિતિને લઈને ઉતાવળમાં મોટા નિર્ણય લેવાથી બચવું પડશે. આજે તમે પોતાના બાળકોની સાથે પ્રેમભર્યો સમય પસાર કરી શકશો. ભાઈ-બહેનો સાથે કોઈ બાબતમાં પરસ્પર દલીલ થઈ શકે છે, જેનાથી તમારે બચવું જોઈએ. યાત્રા લાભદાયક રહેશે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું અને ખાણી-પીણી પર ધ્યાન આપવું. હાઈબ્લડપ્રેશર સંભવિત લોકોએ સાવધાની રાખવી. જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યના કારણે ચિંતિત રહેશો.

સિંહ રાશિ

આજે કોઈ નવી નોકરી કે વ્યવસાય શરૂ થઈ શકે છે. સફળતાઓને તમે પોતાના લોકોની સાથે શેર કરશો. પ્રેમ પ્રસંગ માટે દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે. પરિવારને લઈને તમે થોડા ભાવુક થઇ શકો છો. તમે ખૂબ જ ઝડપથી પોતાની અલગ ઓળખાણ બનાવીને સફળતાના રસ્તા પર આગળ વધશો. આજે તમને પાર્ટી અને પિકનિકનો ભરપૂર આનંદ પ્રાપ્ત થશે. બૌદ્ધિક કાર્ય સફળ રહેશે. સંગીત વગેરેમાં રુચિ જાગૃત થશે. પોતાના ઇષ્ટદેવને ફૂલ અર્પિત કરવા, તમારી બધી જ ઇચ્છાઓ પૂરી થશે.

કન્યા રાશિ

નફો મેળવવા માટે વ્યવસાયમાં ઘણા અવસર સામે આવશે. તમારા પ્રતિસ્પર્ધીઓ પર નજર રાખશો તો ઉચિત રહેશે. યાત્રા થઈ શકે છે, જે મનોરંજન હશે અને આનંદ પણ પ્રદાન કરશે. એક શાંત મન રાખવાથી તમારા મોટાભાગના કાર્યોને પુરા કરવામાં મદદ મળી શકે છે. મહેનત વધારે થશે પરંતુ લાભ ઓછો મળશે. દુષ્ટ વ્યક્તિઓ તરફથી હાનિ પહોંચી શકે છે. આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે દિવસ સામાન્ય રહેશે. મહેનત કરશો તો સફળતા જરૂર મળશે.

તુલા રાશિ

પરિવારના સદસ્યોની સાથે સારો સમય પસાર થશે. વ્યવસાયનું વિસ્તરણ કરવા માટે સમય યોગ્ય છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરંતુ બિનજરૂરી ખર્ચાઓ તમારા બજેટને બગાડી શકે છે. પરિવારની મદદથી જ તમારી આર્થિક સમસ્યા ઉકેલાઇ શકે છે. વ્યવસાયમાં પ્રગતિ થશે. સ્થાયી સંપત્તિનાં કાર્ય મોટો લાભ અપાવી શકે છે. રોજગાર પ્રાપ્તિના પ્રયાસો સફળ રહેશે. આજે મિત્રો સાથે થનારી મુલાકાત તમારા માટે ફાયદાકારક રહેશે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. વ્યાવસાયિક સંદર્ભમાં તમે મહેનત અને પ્રભાવશાળી વ્યક્તિઓની સહાયતાથી પોતાની સ્થિતિમાં સુધારો કરી શકશો. નિર્ધારિત કામમાં સફળતા મળશે. કામ-ધંધા અને અંગત મામલાઓમાં તમારુ વર્તન આક્રમક રહી શકે છે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીની પ્રસન્નતા પ્રાપ્ત થશે. સાયન્સના વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો રહેશે.

ધન રાશિ

સામાજિક રૂપથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે અને તમે પોતાના બાળકોની પ્રગતિ થવાથી ખૂબ જ ખુશ રહેશો. વ્યવસાય કરનારા લોકોને સરકાર તરફથી લાભ મળશે અને નોકરિયાત લોકોને ઉચ્ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થવાના યોગ છે. પરિવારની સાથે કોઇ જગ્યાએ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી શકશો. ઘર બહાર પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. બેન્કિંગ ફિલ્ડમાં કાર્ય કરનારા જાતકો સફળ રહેશે. લવ લાઇફમાં સફળતા મળશે. સંબંધોને લઇને તમારી જવાબદારીઓ વધી શકે છે.

મકર રાશિ

આજે નવા કામ કરવા માટે પ્રેરિત થશો. તમારો શુભ સમય શરૂ થઈ ચૂક્યો છે. ઇજા કે દુર્ઘટનાથી શારીરિક હાનિ પહોંચવાની સંભાવના છે. વાણી પર નિયંત્રણ રાખવું. તમારા દુશ્મનો તમારી વિરુદ્ધમાં ગુપ્ત રીતે કામ કરી શકે છે અને તમને પરેશાની આપી શકે છે. આજે કોઈની પણ સાથે વાત કરો તો ખૂબ જ સમજી-વિચારીને વાત કરવી. ગાડી ચલાવતા સમયે સાવધાન રહેવું. ઘણા લાંબા સમયથી રોકાયેલા કાર્યો પૂર્ણ થવાથી તમારું મન હર્ષિત રહેશે. વૈવાહિક જીવન આનંદમય રહેશે. ઓફિસમાં તમારા કાર્યોની પ્રશંસા થશે.

કુંભ રાશિ

આજે તમારું ઉત્કૃષ્ટ પ્રદર્શન તમારા માલિકો અને ઉચ્ચ અધિકારીઓને પ્રભાવિત કરશે. પૂજા પાઠમાં મન લાગશે. પાર્ટનર સાથે મતભેદ દૂર થશે. તમારા વરિષ્ઠ અધિકારીઓનો વ્યવહાર તમારા પ્રત્યે નરમ રહેશે. તમારું પારિવારિક જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે. આઈટી અને મીડિયા ફિલ્ડનાં લોકોને સફળતા મળશે. આજે તમારી લવ-લાઈફ સારી રહેશે. સાર્વજનિક જીવનમાં તમને સન્માનિત કરવામાં આવશે.

મીન રાશિ

આજે તમારી પાસે નવા અવસર હશે અને તેમનો ઉપયોગ કરીને તમે લાભ પ્રાપ્ત કરી શકશો. કરિયર માટે આજનો દિવસ ખૂબ જ કઠિન સાબિત થશે. ઉચ્ચ અધિકારી તરફથી પ્રાપ્ત થતો સહયોગ તમને પ્રોત્સાહિત કરશે. જો તમે પોતાના જીવનમાં કોઈ રીતે પરિવર્તન કરવા માંગતા હોય તો તરત જ પગલાં ભરવાથી લાભ થશે. આજે ધનનું આગમન થઇ શકે છે. ભાવનાત્મક રીતે કમજોરી મહેસૂસ થઇ શકે છે. આજે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૭ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *