રાશિફળ ૨૭ નવેમ્બર ૨૦૨૧ : ગ્રહ-નક્ષત્રો નાં શુભ પ્રભાવથી આ ૫ આ રાશિવાળા લોકોને થશે ધન લાભ

મેષ રાશિ

આજનાં દિવસે તમારે પોતાનાં પર ધ્યાન આપવાની આવશ્યકતા રહેશે. આજે તમે પોતાનાં પરિવારનાં નાના બાળકો સાથે થોડો સમય પસાર કરી શકશો અને તેમને કોઈ સારી જગ્યાએ ફરવા લઈ જઈ શકો છો. આજે તમારે પોતાની ખાણીપીણી પર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા રહેશે નહિતર અમુક બિમારીઓ તમને પોતાની ચપેટમાં લઈ શકે છે. આજે નોકરીમાં તમારા અમુક શત્રુઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર બનાવતા નજર આવશે, તમારે તેનાથી બચવાની પુરી કોશિશ કરવી પડશે.

Advertisement

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લઇને આવશે. આજે તમને સંપુર્ણ દિવસ એક પછી એક શુભ સુચનાં પ્રાપ્ત થતી રહેશે, જેનાં લીધે તમારા મનમાં ઉત્સાહ રહેશે. જો આજે તમે કોઈ કાર્ય કરતા પહેલા મુંઝવણમાં રહેવું નહીં અને ચિંતામુક્ત થઈને કાર્ય કરવું કારણકે તમારું તે કાર્ય અવશ્ય પુરું થશે. વ્યવસાયમાં આજે તમને સંપુર્ણ દિવસ લાભનાં અવસર પ્રાપ્ત થતા રહેશે પરંતુ તમારે તેમને ઓળખીને તેનો લાભ ઉઠાવવો પડશે. આજે નોકરીમાં તમારે કોઈના પર પણ ભરોસો કરતા પહેલા વિચારી લેવું કારણકે આજે તમારી સાથે કોઈ વિશ્વાસઘાત કરી શકે છે તેથી સાવધાન રહેવું.

મિથુન રાશિ

આજનો દિવસ તમારે સાવધાનીપુર્વક ચાલવા માટેનો રહેશે. આજે તમારે કોઈ અન્ય લોકોને સલાહ આપતા પહેલા એ ધ્યાન રાખવું પડશે કે ક્યાંક તેની ખોટી અસર થવા પર તમારે તેમનાં તરફથી સાંભળવું નાં પડે તેથી આજે અન્ય કોઈની બાબતમાં બોલવું નહી, એ જ સમજદારી રહેશે. આજે તમને કોઇ શુભ કે માંગલિક કાર્યક્રમમાં જવાનો અવસર મળી શકે છે જ્યાં તમારી અમુક ખાસ લોકો સાથે મુલાકાત થઇ શકે છે. આજે સાંજનાં સમયે અન્ય લોકોની મદદ કરવાથી તમારા મનને શાંતિ મળશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહશે. જે લોકો આજે કોઈ સંપત્તિ ખરીદી કરવા માટે જઈ રહ્યા છે આજે તેમનું ભાગ્ય ચમકી શકે છે કારણકે તેમનાં માટે આજે સંપત્તિ ખરીદવી લાભદાયક રહેશે. પ્રેમ જીવનમાં જો લાંબા સમયથી કોઈ અડચણો આવી રહી હતી તો આજે તે સમાપ્ત થઈ શકે છે. આજે તમે સંતાનનાં દાયિત્વની પુર્તિ કરવામાં પણ સફળ રહેશો. જો આજે તમારા પર કોઈ મુશ્કેલી આવે છે તો પરિવારનાં લોકો તમને ભરપુર સાથ આપશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહી શકે છે. આજે તમે પોતાનાં લાંબા સમયથી અધુરા રહેલા કાર્યને પુર્ણ કરવામાં વ્યસ્ત રહેશો, જેનાં લીધે આજે તમે પોતાનાં સંતાન માટે પણ સમય કાઢવામાં નિષ્ફળ રહેશો. આજે સાંજનાં સમયે તમને હરવા-ફરવા દરમિયાન કોઇ મહત્વપુર્ણ જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. ઓફિસમાં પણ આજે તમને કોઈ એવું કાર્ય સોંપવામાં આવી શકે છે, જેમાં તમારે પોતાનાં સાથીઓનાં સાથની આવશ્યકતા રહેશે ત્યારે જ તમે તેને સાંજ સુધીમાં પુર્ણ કરવામાં સફળ રહેશો.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયી રહેશે. દાંપત્યજીવન જીવી રહેલા લોકોની વચ્ચે મધુરતા વધશે. વ્યવસાયમાં પણ આજે તમને વારંવાર લાભનાં અવસર મળશે, જેનો લાભ પણ તમે ઉઠાવી શકશો. આજે તમને કોઇ હર્ષવર્ધન સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તમારું મન પ્રસન્ન રહેશે. જો આજે તમે કોઈ જમીન-સંપત્તિની ખરીદી કરવાની તૈયારી કરી રહ્યા છો તો તેનાં દસ્તાવેજોને ધ્યાનપુર્વક તપાસી લેવા.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે દરેક મામલામાં સકારાત્મક પરિણામ લઇને આવશે પરંતુ આજે તમને અમુક સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પોતાની ચપેટમાં લઈ શકે છે. વ્યવસાય કરી રહેલા લોકોની આજે અમુક ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે, જેનાં લીધે તે પોતાનાં વ્યવસાયની અમુક મહત્વપુર્ણ વાતો પણ શેર કરી શકશે. આજે સંતાનનાં શિક્ષણ સંબંધિત કોઈ પરિણામ આવી શકે છે, જે તેમને પ્રસન્નતા આપશે. આજે તમારી કોઈ પ્રિય વસ્તુ ખોવાઇ જવાથી તમને દુઃખ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે. આજે તમને સામાજિક ક્ષેત્રમાં પણ સન્માન પ્રાપ્ત થઇ શકે છે. આજે તમે પોતાનાં વ્યવસાયમાં કોઈ નવા પ્રોજેક્ટ પર કાર્ય કરતા પહેલા પોતાનાં પાર્ટનરની સલાહ લઈ શકો છો. ઓફિસમાં આજે અમુક ખાસ પરિવર્તન થઈ શકે છે, જેનાં લીધે તમારા અમુક અધુરા રહેલા કાર્ય પણ થઈ શકે છે. આજે સાંજનો સમય તમે પોતાનાં જીવનસાથી અને પોતાનાં બાળકોની સાથે મોજ મસ્તીમાં પસાર કરી શકો છો. જો તમે કોઈ યાત્રા પર જવાનો પ્લાન બનાવ્યો છે તો તેને થોડા સમય માટે સ્થગિત કરી દેવો.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમરૂપથી ફળદાયક રહેશે. વિદ્યાર્થીઓનું આજે અભ્યાસમાં ખુબ મન લાગશે પરંતુ આજે તમને પોતાનાં જીવનસાથીનાં સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે. રાજકારણની ગતિવિધિઓ આગળ વધશે અને તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યની પ્રશંસા થઇ શકે છે પરંતુ તમારા અમુક શત્રુઓ તમારી પ્રગતિ જોઇને તમારાથી ઇર્ષ્યા કરી શકે છે પરંતુ તે તમારું કંઈ બગાડી શકશે નહીં કારણકે તે પરસ્પર લડીને જ નષ્ટ થઈ જશે. જો આજે તમે કોઇ વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તેનાં માટે આજે ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક રહી શકે છે. આજે સરકારી નોકરી સાથે જોડાયેલ જાતકો એ કોઈ મહિલાથી સાવધાન રહેવું પડશે કારણકે તે આજે તમારા કોઈ બની રહેલા કામને બગાડવાની કોશિશ કરી શકે છે. જો આજે તમારી આસપાસમાં કોઈ વાદવિવાદ થાય છે તો તમારે તેમાં પણ પોતાની વાણી પર મધુરતા જાળવી રાખવી પડશે. આજે તમારે પોતાનાં વધી રહેલા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે ત્યારે જ તમે ભવિષ્ય માટે ધન સંચય કરી શકશો.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે અન્ય દિવસોની તુલનામાં ખુબ જ સારો રહેશે. જો ઓફિસમાં પણ આજે તમારે કોઇની સાથે વાદવિવાદ થાય છે તો તેમાં તમને વિજય પ્રાપ્ત થઇ શકે છે. જો તમારો કોઈ કાયદાકીય મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે તો તેમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે પ્રમોશન મળી શકે છે. વિવાહ યોગ્ય જાતકો માટે આજે અમુક ઉત્તમ અવસર આવી શકે છે, જેને પરિવારનાં સદસ્યો દ્વારા મંજુરી આપવામાં આવી શકે છે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે પ્રસન્નતાદાયક રહેશે. જો આજે તમે પોતાનાં માતા-પિતાની સલાહ લઇને કોઇપણ કાર્ય કરશો તેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. વ્યવસાય કરી રહેલા લોકો જો આજે કોઈની પાસેથી ધન ઉધાર લેવાનું અથવા તો બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છે તો તે પણ આજે તમને ખુબ જ સરળતાથી મળી શકે છે. જો તમે અગાઉ કોઈ જગ્યાએ રોકાણ કર્યું હતું તો તે પણ આજે તમને સારો લાભ આપી શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં પરિવારનાં કોઈ સદસ્યોની ઈચ્છા પુરી કરવામાં વ્યસ્ત રહેશો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાંઓમાં રાશિફળ ૨૭ નવેમ્બર ૨૦૨૧ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Advertisement