રાશિફળ ૨૭ સપ્ટેમ્બર : આ પાંચ રાશિઓ માટે ઉત્તમ રહેશે આજનો દિવસ, લાભ મળવાની છે પ્રબળ સંભાવના

Posted by

મેષ રાશિ

મેષ રાશિના લોકોએ પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી. બેરોજગાર લોકોએ રોજગાર પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવા જોઈએ, સફળતા મળી શકે છે. પરિવારની સાથે કોઇ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી શકો છો. પ્રેમ સંબંધને લઇને આજનો દિવસ સારો પસાર થશે. જોખમ લેવાથી ગભરાવું નહી. અનાથ આશ્રમમાં કંઈક દાન કરવું, જીવનમાં લોકો તરફથી સહયોગ મળતો રહેશે. તમારા દુશ્મન ઇચ્છવા છતાં પણ તમારું કંઈ બગાડી નહીં શકે પરંતુ પોતાના લોકો દગો આપી શકે છે. વ્યવસાયમાં ધ્યાન આપવું.

વૃષભ રાશિ

આજે તમે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યામાંથી મુક્ત થઈ જશો. જે તમારા મનને શાંતિ આપશે. કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન ખૂબ જ સારું રહેશે. જોખમ વાળા કાર્યો કરવાથી બચવું. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થવાથી સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. બીજા લોકોની વાતો સાંભળવી પરંતુ પોતાના મગજથી કામ લેવું. પોતાના ખર્ચા પર તમારે નિયંત્રણ રાખવું પડશે. કાર્યક્ષેત્ર પર કોઈ મામલામાં તમારા વિચારોની બધા જ લોકો પ્રશંસા કરશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે.

મિથુન રાશિ

આજે તમે તમારો વધારાનો સમય નિસ્વાર્થ સેવામાં લગાવશો. કોઈ વિપરીત માનસિકતા વાળા વ્યક્તિને મળીને તમે પરેશાન થઈ શકો છો. અમુક લોકો તમારાથી ઈર્ષાની ભાવના રાખી શકે છે. તેથી કોઈપણ નિર્ણય સમજી-વિચારીને લેવો. માતા અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓનું અધ્યયનમાં મન લાગશે અને ઉચ્ચ શિક્ષાની તરફ અગ્રેસર થશે. અભ્યાસને લઈને પોતાની ક્ષમતાઓને ઓળખવાની કોશિશ કરવી. બહાર ફરવા જવાનો અવસર મળી શકે છે.

કર્ક રાશિ

આજે કોઈ મિત્રની સાથે ગેરસમજણ ખરાબ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ લાભદાયક રહેશે. સ્થિતિની અનુકૂળતાથી મન પ્રસન્ન રહેશે. વ્યવસાયને વધારવા માટે કોઈ એક્સપર્ટ પાસેથી યોગ્ય સલાહ મળશે. શુભ સમાચાર મળી શકે છે. ઘરના કામોને કોઈ બીજા પર નાખવા નહી. આજે સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું પડશે. ખર્ચમાં વધારો થઇ શકે છે. કોઈ યાત્રામાં જવાના કારણે તમારા કોઈ નજીકના નારાજ થઈ શકે છે.

સિંહ રાશિ

આજે તમારા તરફથી કરવામાં આવેલી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. આર્થિક મામલાઓમાં બીજા પર ભરોસો કરવો નહી. ભાવનાત્મક સંબંધોમાં મધુરતા આવશે. અભ્યાસને લઈને બધા જ તમારી પ્રશંસા કરશે. પોતાની ભાવનાઓને કાબુમાં રાખતા શીખવું. મિત્રો તેમજ નજીકના સંબંધીઓ સાથે તાલમેલ બનાવીને રાખવું શુભ રહેશે. પ્રેમમાં પોતાના અશિષ્ટ વર્તન માટે માફી માંગવી. ઘર-પરિવારમાં પ્રસન્નતા રહેશે.

કન્યા રાશિ

આજે તમે પોતાને ઉર્જાવાન મહેસૂસ કરશો. વ્યવસાય સમસ્યાઓનો ઉકેલ તમારા માધ્યમથી થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનતથી વધારે લાભ મળી શકે છે. વિવાહિત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. નિયમિત યોગ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે. નસીબ તરફથી પૂરો સહયોગ મળશે. અધિકારી વર્ગ સાથે તાલમેલ જળવાઈ રહેશે. ધર્મ-કર્મમાં પણ તમને રુચિ રહેશે. આજે તમે સરકારી અથવા તો બિન સરકારી સંસ્થા સાથે જોડાઈ શકો છો.

તુલા રાશિ

આજે તમારે પોતાની ભૂલોથી શીખવાની કોશિશ કરવી. તમારા કામ પર પૂરું ધ્યાન આપશો તો તમે તમારા બોસની નજરોમાં સારું પ્રદર્શન કરી શકશો. મુસાફરીમાં સાવધાની રાખવી. ચિંતા અને તણાવમાં રહેશો. પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. ઘર બહાર પ્રસન્નતા રહેશે. પરિવારમાં વડીલોનું સન્માન કરવું. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઈમાનદારીથી કામ કરશો તો તમને સફળતા જરૂર મળશે. કોઈપણ ચીજમાં રોકાણ કરતા પહેલા ખૂબ જ સારી રીતે વિચારી લેવું.

વૃશ્ચિક રાશિ

ભૌતિક સુખથી યાત્રાની સંભાવના રહેલી છે. તમારા ખર્ચા વધી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પર અસર પડશે. કાર્ય વધારે રહેવાથી તમે તણાવમાં રહેશો. કાર્યસ્થળ પર કર્મચારીઓની અનિયમિતતાથી પરેશાન રહી શકો છો. આજનો દિવસ દાંપત્યજીવન માટે થોડો કમજોર રહેશે. કાર્યસ્થળ પર માનસિક પરિવર્તન સંભવ છે. આવકમાં વધારો થઇ શકે છે. તમે નફાકારક સોદા કરશો અને તમારા ભાગીદાર અને સહયોગી તમને લોકોને તેમના તરફથી ખૂબ જ સારો સહયોગ આપશે.

ધન રાશિ

વ્યવસાયિક રીતે મંદિર રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા જોવા મળશે. મિત્રો તેમજ પ્રિયજનો પાસેથી તમને સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. પૈસાનું રોકાણ કરવાથી સારા પરિણામ પ્રાપ્ત થશે. નવા વસ્ત્રોની પ્રાપ્તિ માટે આજે સારો દિવસ છે. વાહન પર પૈસા ખર્ચ થઈ શકે છે. પરિવારમાં પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદ થઈ શકે છે, તેનાથી બચવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. વાહન મશીનરી અને અગ્નિ વગેરેના પ્રયોગમાં બેદરકારી રાખવી નહી.

મકર રાશિ

આજે તમારો પ્રેમ જીવન સામાન્ય રહેશે અને પોતાના પ્રિય વ્યક્તિને સમજાવવામાં સફળતા મળશે, જેનાથી તમારું પ્રેમ જીવન ખૂબ જ સારું રહેશે. તમારા વ્યવહારથી લોકો આકર્ષિત થશે. કાર્યસ્થળ પર પૂજાપાઠમાં સામેલ થઇ શકો છો. ભાઈ-બહેનો તરફથી સ્નેહ મળશે. એકલતાને પોતાના પર હાવી થવા દેશો નહી, તેથી સારું રહેશે કે તમે કોઈ જગ્યાએ ફરવા માટે જતાં રહો. વડીલો તરફથી માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થશે. કોઈ મોટી ચિંતામાંથી મુક્તિ મળી શકે છે.

કુંભ રાશિ

આજે તમને મિત્રો તરફથી સહયોગ મળશે. બાળકોમાં સ્વાસ્થ્ય સંબંધી વિકાર થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી રહેશે. યાત્રા કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી, ધન હાનિ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. તમારા કાર્યોને સમયસર પૂર્ણ કરવા, તમારા આળસુ સ્વભાવના લીધે નુકસાન થઈ શકે છે. તમારી આવક સામાન્ય રહેશે. આળસથી બચીને સક્રિય થઈ જવું તમારા માટે લાભદાયક રહેશે. કોઈ પ્રોપર્ટી ખરીદવા વિશે વિચારી શકો છો.

મીન રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. રોકાયેલા કામો પૂરા થશે. કોઈ ગુરુ કે સન્માનજનક વ્યક્તિ પાસેથી આજે તમને યોગ્ય સલાહ મળી શકે છે. કામની બાબતમાં પરિણામ સારા મળશે. પિતા સાથે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થઇ શકે છે. પૈસાને સતત પાણીની જેમ વહાવી દેવાથી તમારી યોજનાઓમાં અડચણ પેદા થઈ શકે છે. બીજાના કામમાં દખલગીરી કરવી નહી. માંગ્યા વગર કોઈને સલાહ આપવી નહી. કાર્ય કુશળતામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *