રાશિફળ ૨૮ જાન્યુઆરી : ભગવાનશ્રી વિષ્ણુની કૃપાથી આજે ચિંતા મુક્તિનો અનુભવ કરશે આ ૫ રાશિઓના જાતકો, અપ્રત્યાશિત લાભના પણ બની રહ્યા છે યોગ

Posted by

મેષ રાશિ

આજે નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. બહાર જવાનો કાર્યક્રમ બની શકે છે. ઉત્સાહ અને પ્રસન્નતાથી કાર્ય કરી શકશો. ભાવનાઓથી ઓત-પ્રોત બની રહેશો. વ્યવસાયમાં થઈ રહેલા નુકસાનની ભરપાઈ થશે. તમે પોતાની બુદ્ધિથી સમસ્યાઓનું સમાધાન કરવામાં સક્ષમ રહેશો. ઉત્સાહપૂર્વક નવી યોજનાઓમાં સક્રિય થશો. તમને ન્યાયાલય તરફથી લાભ મળશે. આજે સાંજે તમને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે.

વૃષભ રાશિ

આજે તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. વાહન પર ધન ખર્ચ થશે. કોઈ વિવાદમાં વિજય પ્રાપ્ત થશે. પ્રેમ-પ્રસંગ અનુકૂળ રહેશે. સારા કાર્યમાં લગાવવા માટે તમારે પોતાની ઊર્જા બચાવીને રાખવી. જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તમારા માટે લાભદાયક રહેશે. તમે પોતાના કરિયર અને પ્રગતિ માટે દરેક સંભવ કોશિશ કરશો. મનમાં કોઈપણ પ્રકારની શંકા રાખવી નહી. ભૂલને સ્વીકારીને સગા-સંબંધીઓની વચ્ચે પોતાના સંબંધોને સુધારવા.

મિથુન રાશિ

આજે નવી યોજના બનાવશો, જે ભવિષ્યમાં કારગર સાબિત થશે. કોઈ તીર્થયાત્રાનો કાર્યક્રમ બની શકે છે. કોઈ સાધુ-સંતના આશીર્વાદ મળી શકે છે. જો તમે આજે યોજના બનાવીને કામ કરશો તો લાંબા સમયથી આવી રહેલી સમસ્યાઓમાંથી સરળતાથી છુટકારો મેળવી લેશો. વિદ્યાર્થીઓ માટે તેમજ તેમના કરિયર માટે સારો સમય ચાલી રહ્યો છે. શત્રુઓના ષડયંત્ર નિષ્ફળ જશે. પરિવારના કોઈ મોટા વડીલની તબિયત ખરાબ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે તમે મજબૂત મનોબળની સાથે અમુક સાહસિક કાર્યો કરી શકો છો. વિવેકનો પ્રયોગ કરવો. પોતાના લક્ષ્યને સતત ધ્યાનમાં રાખવું. દિનચર્યામાં થોડા જ પરિવર્તનથી તમારું જીવન બદલાઈ શકે છે. સંતાન સંબંધિત ચિંતામાં વધારો થશે. તમને પોતાના કરિયરમાં ઉન્નતીના નવા અવસર પ્રાપ્ત થશે. પ્રયાસરત કાર્યોમાં તમને સફળતા મળશે. લેખન-વાંચન કાર્યથી ધન લાભ થશે. તમારે મહેનત વધારે કરવી પડશે અને તેનો ફાયદો પણ તમને મળવા લાગશે.

સિંહ રાશિ

આજે તમારું કામ જોઈને તમામ લોકો ખુશ થશે. લોકો તમારી સાથે જોડાવાની કોશિશ કરી શકે છે. સામાજિક કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે. ઘર બહાર પૂછપરછ થઈ શકે છે. કોઈ સુખદ યાત્રા પર જવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે. સંતાનનું સ્વાસ્થ્ય બગડી શકે છે. જુના કામ પૂર્ણ કરવાનું મન બની શકે છે. લાઈફ પાર્ટનરની સાથે ફરવા જઈ શકશો. જૂની વાતો ભૂલીને વર્તમાનની સાથે સમાધાન કરવું. આજે તમામ કાર્ય સરળતાથી પૂર્ણ થશે.

કન્યા રાશિ

આજે તમને વ્યવસાય અને નોકરીના ક્ષેત્રમાં મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. તમારા અટવાયેલા પૈસા પ્રાપ્ત થવાના યોગ છે. પ્રયાસ કરશો તો ભાગ્ય તમને જરૂર સાથ આપશે. સ્વાસ્થ્યને લઈને ઉતાર-ચઢાવ રહેવાના સંકેત છે. મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે. આજે તમારે ભાગદોડ વધારે કરવી પડી શકે છે. પરિવારની સમસ્યાઓ પરેશાન કરશે. નાની-નાની વાતોને લઈને પરિવારમાં તણાવની સ્થિતિ ઉત્પન્ન થવા દેવી નહી.

તુલા રાશિ

આજે તમે વ્યવસ્થિત રૂપથી આર્થિક વિષયોનું આયોજન કરી શકશો. કોઈ મોટો ખર્ચ થવાની સંભાવના છે. અન્ય લોકો પાસેથી અપેક્ષા રાખવી નહી. કોઈપણ પ્રકારની દલીલમાં ભાગ લેવો નહી. જીવનસાથી તરફથી ઉપહાર મળી શકે છે. આજે તમારું ભાગ્ય અચાનક ખુલી શકે છે. આજે તમારી સેવિંગ ખર્ચ થઈ શકે છે. તમે ઉતાવળમાં આજે અમુક એવી વાત કહી શકો છો, જેનાથી તમારું કામ બગડવાની સંભાવના છે. વ્યાવસાયિક વિસ્તારમાં કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકો આર્થિક મામલાને લઈને થોડા તણાવનો સામનો કરી શકે છે. અપ્રત્યાશિત લાભના યોગ છે. લોટરી અને સટ્ટાથી દૂર રહેવાની કોશિશ કરવી. તમે પોતાના પ્રેમીને આપેલ વચન નિભાવવામાં નિષ્ફળ સાબિત થઇ શકો છો. પોતાની ભાવનાઓને પોતાના વશમાં રાખવી. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે, પરંતુ આવકમાં કમી આવવાનાં પણ યોગ બની રહ્યાં છે. ઓફિસમાં અધિકારી વર્ગ તમારા ઉપર કામનું દબાણ બનાવી શકે છે.

ધન રાશિ

આજે પરિણીત જાતકો માટે દિવસ સારો રહેશે. વ્યવસાયના ક્ષેત્રમાં અચાનક ભારે ધન લાભ થવાથી મન પ્રસન્ન રહેશે. ઘરમાં અતિથિઓનું આગમન થશે. દૂરથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. સાંસારિક વાતોને ભૂલીને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં લીન રહેશો. માનસિક શાંતિ રહેશે પરંતુ વાતચીતમાં સંયમ રાખવું. ઓફિસમાં અમુક લોકો તમારાથી કોઈ વાત કે જાણકારી છુપાવવાની કોશિશ કરી શકે છે. વ્યવસાયમાં બમ્પર ધન લાભ થશે.

મકર રાશિ

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ચિંતામાંથી મુક્તિનો અનુભવ કરી શકશો. કોઈ અસહાય વ્યક્તિની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયમાં વધારો થશે. તમારા અટવાયેલા કામ ફરી બની જશે. કોઈ જમીન કે સંપત્તિથી ધન લાભ થવાની સંભાવના છે. સમયનો સદુપયોગ કરવો અથવા પોતાનો સમય નષ્ટ ના કરવો. વ્યવસાયી અને સામાજિક કાર્ય માટે બહાર જવાના અવસર મળી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોએ આજે નવા સંબંધો સ્થાપિત કરતાં પહેલાં ગંભીરતાથી વિચારી લેવું. યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. પરિવારની સાથે સમય પ્રસન્નતાપૂર્વક પસાર થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સાર્વજનિક જીવનમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ક્રોધ અને આવેશનું પ્રમાણ પણ વધારે રહેશે. રોગ અને શત્રુઓ પરાસ્ત થશે અને તમને નવા પ્રકારના કાર્યથી લાભ મળશે. પિતૃ પક્ષ તરફથી તમને લાભ થઈ શકે છે.

મીન રાશિ

વ્યવસાયમાં જબરદસ્ત નફો મળી શકે છે. પાર્ટી અને પિકનિકનો આનંદ પ્રાપ્ત કરી શકશો. શૈક્ષણિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. સરકાર અને ઉપરી અધિકારીના વિષયમાં કાર્ય સફળતા મળશે. મહેનત પણ વધારે કરવાની રહેશે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે. આજે તમારે પોતાના આત્મસન્માનને લઈને ચિંતા કરવાની જરૂરિયાત રહેશે નહી. પ્રેમી કે જીવનસાથી સાથે સમય પસાર કરશો. સરકારી કાર્યોમાં સફળતા મળશે. પેટના દુખાવાથી પરેશાની થઇ શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૮ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *