આજનું રાશિફળ ૦૮ જુલાઇ ૨૦૨૩ : આજે તુલા, ધન અને કુંભ રાશિ વાળા લોકોને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે, શનિદેવનાં આશીર્વાદ પણ પ્રાપ્ત થશે

મેષ રાશિ : આજે ઘણી પરિસ્થિતિઓમાં તમે નેતૃત્વની ભુમિકામાં હોય શકો છો. વેપારીઓએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. વિદેશમાં રોકાણ કર્યું હોય તો કાગળનાં દસ્તાવેજો તૈયાર રાખવા. આજે યુવાનોએ આયોજન અનુસાર કામ કરવું જોઈએ. નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુનાં કામમાં સફળતા મળશે. તમે ઘરે કોઈ પ્રસંગ અથવા ઉજવણીમાં ભાગ લેશો. પ્રિયજનો સાથે સકારાત્મક મુલાકાત થશે. આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું.

વૃષભ રાશિ : સરકાર તરફથી લાભ મળશે. આજે તમારે અમુક મહત્વપુર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. સંતાનની મદદથી કોઈ મોટું કાર્ય પુર્ણ થશે. તમને માતા-પિતાનો ભરપુર સહયોગ મળશે. આ રાશિ વાળા વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ રુચિ રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે ઘરે માંગલિક કાર્યક્રમનું આયોજન કરવાનું વિચારી શકો છો, જેનાં લીધે ઘરમાં ખુશીઓ આવશે. આજનાં દિવસે લાભદાયી યાત્રા થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે.

મિથુન રાશિ : આજે તમારા જીવનસાથી પ્રત્યેની તમારી આશક્તિ વધશે. સાંસારિક બાબતો અને આર્થિક સમસ્યાઓને થોડા પ્રયત્નોથી ઉકેલી શકાય છે. તમારે તમારા ખોરાકને સ્વસ્થ રાખવો જોઈએ. માતા-પિતા તેમનાં બાળકો સાથે વધુને વધુ સમય પસાર કરશે, જે પરિવારને ખુશ કરશે. શિક્ષણ, નોકરી અને વ્યવસાય ક્ષેત્રે નવા શુભ સમાચાર મળવાની સંભાવના નજર આવી રહી છે. બીજાની પરેશાનીઓમાં મદદ કરવાથી તમને માનસિક શાંતિ મળશે.

કર્ક રાશિ : આજે ક્રોધિત અવસ્થા તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. નોકરીમાં આજે સહકર્મચારીઓનાં મનમાની વર્તનનાં કારણે તમારે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, જેનાં કારણે તેમની સાથે તમારે બોલાચાલી પણ થઇ શકે છે. ઘરનું વાતાવરણ સુખમય રહેશે. વેપારીઓએ નવો ધંધો શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. તમે તમારા જીવનમાં તમારી પોતાની અલગ ઓળખ બનાવી શકશો. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.

સિંહ રાશિ : આજે વાહન અને મશીનરીનાં કામમાં સંપુર્ણ બેદરકારી રાખવી નહી નહિતર અકસ્માત થઈ શકે છે. બિઝનેસ સેક્ટરમાં હરીફો તરફથી તણાવ આવી શકે છે અને નવી બિઝનેસ યોજના બનશે. યુવાનોને ભવિષ્યનાં માટે સારા અવસર મળી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે તેથી સતર્ક રહેવું. આર્થિક રીતે દિવસ સારો છે પરંતુ તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે.

કન્યા રાશિ : ખોટું બોલતા લોકોથી સાવધાન રહેવું, તમને અચાનક તેની જરૂર પડી શકે છે. બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કોઈપણ કામ કરતા પહેલા તમારે તમારા વડીલોની સલાહ જરૂર લેવી જોઈએ, તેનાથી તમને ફાયદો થશે. તમે મિત્રો સાથે પ્રવાસ પર જવાનું વિચારશો. તમારે પોતાની ક્ષમતા બતાવવાની તક ગુમાવવી નહી. આજે તમે પ્રેમ માટે સમય કાઢી શકશો. તમારી તીક્ષ્ણ અને ગુસ્સાવાળી વાણી પર નિયંત્રણ રાખવું કારણ કે તેનાં કારણે તમારી બદનામી થઈ શકે છે.

તુલા રાશિ : આજે તમે વિજેતા બનીને સામે આવશો. તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવનાં રહેલી છે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને તમારું સંતાન પોતાનાં કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે. જીવનસાથીની કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે પરંતુ નાના-નાના વિવાદોથી તમારે દુર રહેવું પડશે. નવા કાર્યસ્થળમાં જોડાવા અથવા નવા પ્રોજેક્ટ્સને શરૂ કરવા માટે આજનો દિવસ અનુકુળ છે. ધંધામાં પૈસાની લેવડ-દેવડને લગતા કામ ખુબ જ કાળજીપુર્વક કરવા.

વૃશ્ચિક રાશિ : આજે તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેશે. તમે સફળતાનાં નવા શિખરો પ્રાપ્ત કરશો. તમે લાંબા સમયથી અધુરા રહેલા કામને પુર્ણ કરવાનાં પ્રયાસ કરશો. અધિકારીઓ અને પિતાનો સહયોગ શ્રેષ્ઠ સંપતિની પ્રાપ્તિ તરફ ઈશારો કરી રહ્યો છે, જેમાં કેટલાક ખર્ચાઓ પણ શક્ય છે. વિદ્યાર્થીઓને નવી તક મળશે. તમારી લવ લાઈફ સારી રહેશે. આજે તમે સ્વસ્થતાનો અનુભવ કરશો. સમાજમાં તમારું માન-સન્માન વધશે. તમે પ્રતિષ્ઠિત લોકોને મળશો, જે તમારા માટે ખુબ જ ફાયદાકારક હશે.

ધન રાશિ : વેપારનાં ક્ષેત્રમાં તમને અપાર ધન લાભ થશે. તમારી આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે પરંતુ કોઈપણ પ્રકારનું રોકાણ તમારા માટે નુકસાનકારક સાબિત શકે છે. કાર્યક્ષેત્રમાં દુશ્મનો તમારી કામમાં નુકસાન પહોંચાડવાનાં પ્રયાસ કરી શકે છે. તમારા માટે વિદેશ યાત્રા જવાનાં સંકેત પણ મળી રહ્યાં છે. આ યાત્રા કામનાં સંબંધમાં અથવા પરિવારનાં સભ્યો સાથે થઈ શકે છે. આત્મનિર્ભરતાને તમારો મુળ મંત્ર બનાવવો. અમુક નવી પ્રતિભાઓને ઉજાગર કરવામાં આવશે. સ્વચ્છતાનું પુરું ધ્યાન રાખવું.

મકર રાશિ : પરિવારમાં કોઈપણ પ્રકારની મુંઝવણથી બચવું પડશે. આજનો દિવસ તમને વ્યવસાયની દ્રષ્ટિએ શ્રેષ્ઠ લાભ આપવાનો રહેશે. સંતાન તરફથી આજે તમને હર્ષવર્ધન સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તમારા મનમાં ખુશી રહેશે. શારીરિક રીતે તમે આળસ, થાક અને આશક્તિનાં કારણે ખરાબ સ્વાસ્થ્યનો અનુભવ કરશો. પરિવારનાં સભ્યો સાથે સંઘર્ષ થવાની સંભાવના રહેલી છે. આજે કોઈપણ અટવાયેલી ચુકવણી સાથે આર્થિક પરિસ્થિતિમાં ઘણા હદ સુધી સુધારો થશે.

કુંભ રાશિ : આજે પરિવાર સાથે સંબંધો સારા રહેશે. વધારાની આવકની તક મળી શકે છે. આજે તમને કામ-ધંધાને લઈને માનસિક ચિંતા રહી શકે છે પરંતુ બિલકુલ પરેશાન ના થવું કારણ કે ધંધામાં ધન લાભની સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. ભાઈ-બહેન સાથેની બોલાચાલી તમને હતાશ કરી શકે છે. તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવનાં રહેલી છે. તમારું લગ્નજીવન ખુશીઓથી ભરપુર રહેશે. ઘરમાં મહેમાનોનાં આગમનથી વાતાવરણ વધારે ખુશનુમા રહેશે.

મીન રાશિ : આવક વધારવા માટે તમારા મનમાં કોઈ નવી યોજનાઓ આવશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને આજે સારા સમાચાર મળી શકે છે. વ્યવસાયની પ્રગતિ કરવા માટે કડક નિર્ણયો લેવા પડી શકે છે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો પારદર્શિતા અને મુડી બતાવવી પડશે. એકંદરે આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. પરિવાર કે મકાન સંબંધિત અધુરા કામ પુરા થવાની સંભાવનાં રહેલી છે. કોઈ સારી કંપની તરફથી તમને નોકરીની તક મળશે.