રાશિફળ ૨૮ નવેમ્બર ૨૦૨૧ : આજે આ પાંચ રાશિવાળા જાતકોને વ્યવસાયમાં મળી શકે છે દગો, થઈ શકે છે આર્થિક નુકસાન

મેષ રાશિ

આજનો દિવસ તમને પરેશાનીઓમાંથી મુક્તિ અપાવનાર રહેશે. આજે તમને વધી રહેલા આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મળી શકે છે અને કોઈનું કરજ ઉતારવામાં સફળ રહી શકો છો, જેનાં લીધે તમે રાહતનો શ્વાસ લેશો. વિદ્યાર્થીઓને આજે પોતાનાં ગુરુજનનાં સહયોગની આવશ્યકતા રહેશે. આજે તમે પોતાનાં જીવનસાથીની પ્રગતિ જોઇને પ્રસન્ન રહેશો. આજે વ્યવસાયની બાબતમાં તમારે કોઈ યાત્રા પર જવું પડી શકે છે, જેમાં તમારે સાવધાન રહેવું પડશે કારણકે તેમાં વાહન ખરાબીનાં લીધે તમારા ધન ખર્ચમાં વધારો થઇ શકે છે.

Advertisement

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. જો તમારા ઘર-પરિવારમાં કોઈપણ વિવાહ યોગ્ય સદસ્ય છે તો તેમનાં લગ્નની વાત આજે આગળ ચાલી શકે છે, જેનાં લીધે ઘર-પરિવારનું વાતાવરણ શુભ અને માંગલિક રહેશે. આજે સાંજનાં સમયે તમારા ઘર પર કોઈ અતિથિનું આગમન થઇ શકે છે, જેમાં ધન ખર્ચ અને કામ બંને વધી શકે છે. આજે તમે પોતાનાં જીવનસાથી સાથે થોડો સમય એકલતામાં પસાર કરી શકો છો, જેમાં તમે અમુક ભવિષ્યની યોજનાં પર પણ વાતચીત કરી શકો છો.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉન્નતિથી ભરપુર રહેશે. આજે તમારા અમુક પરિજન તમારી અપ્રત્યાશિત ઉન્નતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. જો આજે તમે પોતાની મહેનત અને ધગશથી કોઈ પરીક્ષામાં ભાગ લો છો તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે તેથી તમારે પોતાની મહેનત અને ધગશને જાળવી રાખવી લાભદાયક રહેશે. જો તમે પોતાની નોકરીમાં બદલાવ કરવા માંગો છો તો તેના માટે પણ આજે ઉત્તમ દિવસ રહેશે. જો આજે તમારી કોઈ પ્રશંસા કરે છે તો તમારે તેમાં પણ સાવધાન રહેવાની આવશ્યકતા રહેશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમે પરોપકારનાં કાર્યોમાં પસાર કરી શકો છો. આજે તમે વ્યસ્તતાનાં લીધે પણ પોતાનાં પરિવારનાં વરિષ્ઠ સદસ્યોનોની સેવા માટે સમય કાઢવામાં સફળ રહેશો. આજે સાંજનાં સમયે તમારા ઘર પર કોઈ અતિથિનું આગમન થઈ શકે છે, જેમાં પરિવારનાં સદસ્યો વ્યસ્ત નજર આવી શકે છે. આજે સાંજનો સમય તમે પોતાનાં માતા-પિતાની સેવામાં પસાર કરી શકો છો.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. જો તમે ભાગીદારીમાં કોઈની સાથે વ્યવસાય કરી રહ્યા છો તો આજે તમારે પોતાનાં પાર્ટનર પર આંધળો વિશ્વાસ રાખવાથી બચવું પડશે, જો તમે આવું કરો છો તો તમને દગો પણ મળી શકે છે. જો તમે સાસરિયા પક્ષનાં કોઇ વ્યક્તિને ધન ઉધાર આપવાનું વિચારી રહ્યા છો તો તે ધન પરત મેળવવામાં તમારે મુશ્કેલી થઈ શકે છે. જો તમારે પોતાનાં ભાઈ સાથે કોઈ વાદવિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ આજે સમાપ્ત થઈ શકે છે.

કન્યા રાશિ

આજનાં દિવસે તમે પોતાનાં કાર્યક્ષેત્રમાં અમુક પરિવર્તન કરી શકો છો, જેનો તમે ભવિષ્યમાં લાભ પણ ઉઠાવી શકશો. આજે તમે પોતાનાં વ્યવસાયમાં લાભ મેળવવા માટે વધારે પરિશ્રમ કરશો પરંતુ તમે જેટલી મહેનત કરશો તે પ્રમાણે લાભ મળી શકશે નહી, જેનાં લીધે તમારા મનમાં નિરાશા ઉત્પન્ન થઇ શકે છે. આજે તમે પોતાનાં જીવનસાથી સાથે સાંજનાં સમયે અમુક દૈનિક આવશ્યકતાઓની ખરીદી કરવા માટે પણ જઈ શકો છો.

તુલા રાશિ

આજનાં દિવસ તમે ચિંતિત રહી શકો છો. આજે તમને કોઇ એવા કામની ચિંતા પરેશાન કરી શકે છે, જે તમે કર્યું પણ નહીં હોય. વ્યાવસાયિક ક્ષેત્રમાં વિરોધીઓની ભીડ આજે તમારી સામે ઉત્પન્ન થઈ શકે છે પરંતુ તમારે પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરવી પડશે. આજે તમારી અમુક પરેશાનીઓ વાસ્તવિક હશે પરંતુ અમુક વ્યર્થની હશે. આજે તમારે પોતાનાં ધનને પણ ભવિષ્ય માટે રોકાણ કરવા માટે કોઈ કઠોર યોજના બનાવવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહી શકે છે. આજે તમારે પોતાનાં મનમાં નિરાશાજનક વિચારોને આવવાથી રોકવા પડશે ત્યારે જ તમે પોતાનાં મનથી યોગ્ય કાર્ય કરી શકશો અને લાભનાં અવસરને ઓળખી શકશો. આજે તમારે પોતાનાં વ્યવસાયમાં કોઈની સાથે દલીલબાજી થઈ શકે છે, જેનાં લીધે તમને માનસિક તણાવ પણ રહેશે. સંતાન પક્ષ તરફથી આજે તમને કોઇ નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તમારું મન થોડું પરેશાન રહેશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે દરેક બાબતમાં શુભ પરિણામ આપી શકે છે પરંતુ આજે તમારે પોતાનાં દિનચર્યાનાં કાર્યમાં બિલકુલ પણ બેદરકારી દાખવવી નહી, જો તમે આવું કરો છો તો તમારા ઘણા બધા કાર્ય લાંબા સમય માટે અધુરા રહી શકે છે. આજે કોઈ નવા વ્યક્તિનાં સંપર્કમાં આવવાથી તમને લાભ મળવાની પુરી સંભાવના છે. આજે રાત્રીનાં સમયે તમે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઇ શકો છો. વ્યાવસાયિક ઉન્નતિ જોઈને આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે.

મકર રાશિ

આજે તમારી ચારેય તરફ સુખદ વાતાવરણ રહેશે. આજે તમે પોતાનાં કોઈ વરિષ્ઠ સદસ્યની મદદ કરવા માટે આગળ આવશો. આજે નોકરીમાં પણ તમારા બોસ તમારી પ્રશંસા કરતા નજર આવી શકે છે, જેનાં લીધે તમારા સાથીઓનો મુડ ખરાબ થઈ શકે છે પરંતુ તમારે તેમને નજરઅંદાજ કરવા પડશે. સાસરીયા પક્ષ તરફથી પણ આજે તમને માન-સન્માન મળી શકે છે. રાજકારણનાં ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે કારણકે તેમને આજે કોઈ પાર્ટી સાથે જોડાવાનો અવસર મળી શકે છે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે પારિવારિક એકતા વધારવા માટેનો રહેશે. જો આજે તમારા પરિવારનાં કોઇપણ સદસ્યને કોઈ પરેશાની થાય છે તો તમારા પરિવારનાં તમામ સદસ્યો તેમની સાથે નજર આવશે, જેનાં લીધે પારિવારિક એકતામાં વધારો થશે. તમે પોતાનાં ધીમી ગતિથી ચાલી રહેલા વ્યવસાય માટે આજે પોતાનાં ભાઇઓની સલાહ લઈ શકો છો. આજે સાંજનાં સમયે તમે પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે કોઈ યાત્રા અથવા તો કોઈ ધાર્મિક આયોજનમાં પણ સામેલ થઇ શકો છો.

મીન રાશિ

આજે તમને પોતાનાં ભાગ્યનો ભરપુર સાથ મળી શકે છે અને વ્યવસાયમાં પણ ઉન્નતિનાં માર્ગ ખુલી શકે છે, જેનાં લીધે તમારા દરેક કાર્ય પુર્ણ થશે પરંતુ આજે તમારે પોતાનાં અમુક ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે કારણકે તે તમારી પ્રગતિ જોઇને તમારી ઇર્ષ્યા કરી શકે છે. આજે તમે પોતાનાં દિવસનો થોડો સમય આધ્યાત્મિક કાર્યોમાં પણ પસાર કરી શકો છો, જેમાં તમારે ધન ખર્ચ થઈ શકે છે. આજે તમે પોતાનાં માતા-પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢી શકો છો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાંઓમાં રાશિફળ ૨૮ નવેમ્બર ૨૦૨૧ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Advertisement