રાશિફળ ૨૮ નવેમ્બર : શનિદેવની કૃપાથી આજે દૂર થશે આ ૩ રાશિઓનાં કષ્ટ, ચમકવા લાગશે ભાગ્ય

Posted by

મેષ રાશિ

આજે બધું જ તમારી ઈચ્છા અનુસાર થશે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખર્ચાઓ વધારે થશે. ચિંતા અને તણાવ રહેશે. આવકમાં પણ વધારો થશે. મનમાં કોઈ વાતને લઈને મૂંઝવણ રહી શકે છે, જેના લીધે કામ પર ફોકસ કરવામાં પરેશાની થશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. તમને એવું લાગશે કે આ બધું તમારી મહેનતથી નહી પરંતુ તમારા સૌભાગ્યનાં કારણે થઈ રહ્યું છે. તમારી નિયમિત સુખ સુવિધાઓમાં વધારો થશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમને અને તમારા પરિવારને ખુશી અને શાંતિ આપશે. બાકી રહેલી રકમ વસૂલવાના પ્રયત્નો સફળ થશે. વ્યવસાય યાત્રા સફળ રહેશે. આવકમાં વધારો થશે. કોઈ જૂની સમસ્યાનો ઉકેલ શોધી શકશો. કામકાજની બાબતમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે તમે કોઈ દૂરની યાત્રા પર જઈ શકો છો. આપણું સ્વાસ્થ્ય વધારે મહત્વ રાખે છે તેથી બીમાર પડવાથી બચવાનાં પ્રયાસ કરવા. સંયમ રાખવાની આવશ્યકતા રહેશે. પ્રેમ પ્રસંગ માટે હાલનો સમય યોગ્ય છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે પડકારજનક રહી શકે છે કારણ કે નકારાત્મક વિચારોથી તમે ઘેરાયેલા રહેશો. નવી યોજનાઓ બનશે. આવકમાં વધારો થશે. પરિવારના લોકોનો સાથ મળશે. ખર્ચાઓ ખૂબ જ વધશે. તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. દાંપત્યજીવન માટે દિવસ ખૂબ જ સારો રહેશે પરંતુ નાની નાની વાત પર કડવી વાણીનો પ્રયોગ કરવો નહીં. આજે તમારે વાદ-વિવાદથી બચવું પડશે. સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે.

કર્ક રાશિ

આજે દિવસભર સંતોષનો અનુભવ થશે. પૂજા પાઠમાં મન લાગશે. કોર્ટ અને કચેરીના કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. કુદરતે તમને આત્મવિશ્વાસ અને તેજ દિમાગ આપ્યું છે તેથી તેનો ભરપૂર ઉપયોગ કરવો. વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. દાંપત્યજીવનમાં પણ આજે સ્થિતિ સારી રહેશે, પરંતુ સાંજના સમયે તમારા ખર્ચાઓ અચાનકથી વધી જશે. પ્રેમ જીવન માટે દિવસ ખૂબ જ સારો પસાર થશે. અમુક લોકો નવા પ્રોજેક્ટ શરૂ કરી શકે છે, જે તમને આર્થિક લાભ આપશે.

સિંહ રાશિ

આજે ઇજા, ચોરી કે વિવાદ વગેરેથી હાનિ સંભવ છે. જોખમી અને જમાનતના કાર્યો ટાળવા. તમારે પોતાના પાછલા અનુભવથી દૂર રહેવું જોઈએ કારણ કે તે સફળતાને તમારાથી દૂર રાખશે. આજે યાત્રા કરવાથી બચવું. પરિવારમાં લડાઈ-ઝઘડાઓની સંભાવના રહેલી છે. પરિવારના નાના સદસ્યો પાસેથી તમને ફાયદો થશે. તમે વ્યવસાયમાં કોઈ નવી રણનીતિ બનાવી શકો છો. અન્ય લોકો પર અતિ વિશ્વાસ તમને ભારે પડશે. ભાગીદારીના વ્યવસાયમાં લાભ થશે.

કન્યા રાશિ

ઘરથી દૂર કામ કરી રહેલા લોકોને વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કાનૂની અડચણો દૂર થશે. વ્યવસાય લાભદાયક રહેશે. યાત્રા અનુકૂળ રહેશે. સંપત્તિના કાર્ય લાભ આપશે. દાંપત્યજીવનમાં તમે ધ્યાન આપી શકશો. જીવન સાથીને સ્નેહ આપશો અને તેમની સાથે કંઈક ખાસ વાત કરશો. પ્રેમ જીવન જીવી રહેલા લોકોને આજે થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આજે તમે વધારે સંવેદનશીલતા અને ભાવુકતાનો અનુભવ કરશો.

તુલા રાશિ

આર્થિક તંગીથી બચવા માટે પોતાના નક્કી કરેલા બજેટથી આગળ ના વધવું. આજે તમે પોતાનાં કોઈ કાર્યમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો, જેના લીધે તમને ભવિષ્યમાં કોઈ મોટો ફાયદો થઈ શકે છે. કોઈના પર જરૂરિયાતથી વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન પહોંચાડી શકે છે. સારું રહેશે કે પોતાના કાર્યો માટે કોઈ અન્ય પર નિર્ભર રહેવાની જગ્યાએ તમે સ્વયં તેને પૂર્ણ કરો. ઉત્તેજના અને ક્રોધમાં કોઈપણ નિર્ણય લેવા નહી. વ્યક્તિગત સંબંધો સહાયક રહેશે. પ્રેમ માટે સમય ખૂબ જ સારો છે. મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવાનો દિવસ છે.

વૃશ્ચિક રાશિ

આજે સ્નેહના બંધનને જાળવી રાખવા માટે તમારે પરસ્પર સન્માન અને વિશ્વાસ ઉત્પન્ન કરવાની જરૂરિયાત છે. યોગ અને પ્રકૃતિની તરફ યાત્રા તમને તરોતાજા થવામાં મદદ કરશે. અમુક ગુપ્ત શત્રુ તમને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સાવધાન રહેવું. સ્થાયી સંપત્તિના મામલાઓમાં આજે સંયમથી કામ લેવું. પ્રેમ-પ્રસંગમાં મામલાઓમાં પણ સફળતા મળશે. સંતાન તરફથી પણ સુખદ સમાચાર મળશે અને સાથે જ કોઈ કાર્ય સફળ થવાથી ખુશીનું વાતાવરણ રહેશે. દાંપત્યજીવનમાં આજે મધુરતા આવશે.

ધન રાશિ

આજે તમે વ્યવસ્થિતરૂપથી આર્થિક યોજના બનાવી શકશો. સુખ-સાધનોમાં વધારો થશે અને વ્યવસાયમાં પણ વધારો જોવા મળશે. મન આધ્યાત્મિક કાર્યોમાં લાગેલું રહેશે અને સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે તમને એકાગ્ર થવામાં મદદ મળશે અને તમે પોતાનામાં તાજગી મહેસૂસ કરશો. મિત્રો અને સંબંધીઓ પાસેથી પણ તમને મદદ મળશે. જમા પૂંજીમાં વૃદ્ધિ સંભવ છે. જટિલ અને જૂની પરીયોજનાઓને પૂરી કરવા માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે.

મકર રાશિ

આજે તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. આજે પારિવારિક મામલામાં સમય સામાન્ય રહેશે. ઘણા દિવસોથી પડતર પડેલાં કેટલાક કામ આજે પૂર્ણ થવાથી મનમાં હર્ષ થશે અને ખુશીની પ્રાપ્તિ થશે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો કંઈક મોટું કરવાના મૂડમાં રહેશે. આજે કોઈ કાર્યને લઇને પરેશાન ના રહેવું અને ફોકસ કરીને પોતાના કામ પર ધ્યાન આપવું. એવા લોકોથી દૂર રહેવું જે જવાબદારીઓના વિશે પ્રામાણિક ના હોય. શિક્ષાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.

કુંભ રાશિ

આજે દિવસભર આનંદ તમારા મન પર છવાયેલો રહેશે. પિતા અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. આજે વડીલો સાથે સંબંધ મધુર થશે, પરંતુ સહકર્મીઓ સાથે મતભેદ અને તકરાર થઇ શકે છે. ખૂબ જ સમજી-વિચારીને કાર્ય કરવું. મનને નકારાત્મક વિચારોથી દૂર રાખવું ત્યારે જ તમારું કામમાં મન લાગશે. જો તમે ઘણા દિવસોથી કામકાજમાં પરેશાનીનો સામનો કરી રહ્યા હોય તો આજે તમને રાહત મહેસુસ થશે.

મીન રાશિ

આજે ભાગીદાર તમારી યોજનાઓ અને વ્યાવસાયિક વિચારો પ્રત્યે ઉત્સાહિત રહેશે. આજે તમારે પોતાની વાણી પર સંયમ બનાવી રાખવું પડશે અને નકામી વાત પર કોઈની સાથે પણ દલીલ કરવી ભારે પડી શકે છે. ધાર્મિક સ્થળની યાત્રા કરવાનો અવસર મળી શકે છે. આજે મનોરંજનના કાર્યો પર ખર્ચ થશે. સાંજના સમયે મહેમાનનાં આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને ઘરના તમામ સદસ્યો પ્રસન્ન રહેશે. શહેરથી બહાર યાત્રા કરવી વધારે આરામદાયક રહેશે નહી.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૮ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *