રાશિફળ ૨૮ ઓક્ટોબર : ગણેશજી આ ૭ રાશિઓનાં દરેક પ્રકારનાં દુ:ખોને કરશે દૂર, કામકાજની પ્રશંસા થશે

Posted by

મેષ રાશિ

આજે તમારા મનમાં કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવી રહ્યો હોય તો તેના માટે આજનો દિવસ શુભ છે. પરિવારનું વાતાવરણ તણાવભર્યું રહેશે. પરસ્પર લડાઈ ઝઘડાઓ મનને ખરાબ કરી શકે છે. તમે ધાર્મિક કામોમાં આગળ આવીને ભાગ લેશો. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે અત્યાર સુધી તમારા માટે અડચણ બની રહી હતી તે હવે તમારી મદદ કરવા માટે આગળ આવશે. આ અવસરનો તમારે પૂરો લાભ ઉઠાવવો જોઇએ. આજના દિવસે પ્રેમ સંબંધોની વિશે વિચારવું નહી.

વૃષભ રાશિ

આજે કોઈને પૈસા ઉધાર આપતા સમયે સાવધાન રહેવું. તમારી સાથે કામ કરનાર લોકોની સાથે તાલમેલ જાળવી રાખવો. કોઈ મિત્રની સાથે લડાઈ-ઝઘડાઓ થવાની સંભાવના બની રહી છે, તેથી સાવચેત રહેવું. તમે લગભગ તમારા જીવનને લઇને કોઈ દ્વિધામાં છો અથવા તો કોઈ ખાસ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતા નથી. સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ પણ બેદરકારી દાખવવી નહી. આવકના સાધન પ્રાપ્ત થઇ શકે છે. કોઈ પ્રોપર્ટીને ભાડે આપી શકો છો.

મિથુન રાશિ

પરિવારનાં લોકોની સાથે પરસ્પર મતભેદ વધે નહીં તેનું ધ્યાન રાખવું. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ બગડી શકે છે. આ જ પરિસ્થિતિ તમારા દાંપત્યજીવનમાં પણ રહેશે. જીવનસાથીનાં ક્રોધને વધારવાનું કામ ના કરવું પરંતુ કોઈપણ બાબતને ઉકેલવાનો પ્રયાસ કરવો. જો તમે વિદ્યાર્થી છો તો તમને તે ખુશખબરી સ્કોલરશીપ કે એડમિશનના રૂપમાં મળી શકે છે. તમારે કરિયરમાં અમુક મોટા નિર્ણયો લેવા પડશે, જેનાથી તમને ફાયદો પણ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે તમારો વ્યવસાય ખૂબ જ સારો ચાલશે. આજે પૈસા રોકાણ કરવા માટે દિવસ સારો નથી. આવકમાં થોડો વધારો થશે. કામકાજની બાબતમાં તમને સારા પરિણામો મળશે. તમે પોતાના પરિવારજનોની સાથે કોઈ યાત્રા પર જઈ શકશો નહી, જો તમે જશો તો પણ તમારા માર્ગમાં અમુક અડચણો આવી શકે છે. પરિવારની સાથે સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવાથી નોંધપાત્ર માનસિક દબાણ ઉત્પન્ન થઇ શકે છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે.

સિંહ રાશિ

આજે તમારી અમુક જૂની સમસ્યાઓ ખતમ થઈ શકે છે. આજે તમારો દ્રષ્ટિકોણ સંપૂર્ણ રીતે બદલી શકે છે. સંતાન પાસેથી અમુક એવી વાત જાણવા મળશે જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે. આજે તમે વ્યવહારિક અને તર્કસંગત વાતોની તરફ તમારું ધ્યાન દોરશો. કાર્યમાં સફળતા મેળવવા માટે વધારે પરિશ્રમ કરવો પડશે. કામ પૂરું કરવા માટે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિના સંપર્કમાં રહેવું.

કન્યા રાશિ

આજે તમારું મન કામમાં બિલકુલ પણ લાગશે નહી. બની શકે કે આજે તમે તમારી જવાબદારીઓ પણ યોગ્ય રીતે નિભાવી નહી શકો. કાર્યક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે. તમારી મહેનત ચાલુ રહેશે અને તમે તમારા કામમાં એક નવી ઊંચાઇએ પહોંચશો. વેપારીઓ પાસે એક વ્યસ્ત અને લાભદાયક દિવસ હશે અને સંયુક્ત વ્યવસાયમાં તે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાની યોજના બનાવશે. કાર્યક્ષેત્ર પર વધારે કમાણી કરવાની તક મળી શકે છે.

તુલા રાશિ

યાત્રા થઈ શકે છે. તમારા કરિયરમાં આવી રહેલી અડચણો આજે ખતમ થઈ શકે છે. એક નવા રૂપમાં આગળ વધવાની તક મળી શકે છે. પૈસા બાબતે કોઈ મોટો સોદો આજે પૂર્ણ થઇ શકે છે. મીઠી વાણીનાં પ્રયોગથી તમારા કામ પૂરા થઈ જશે. તમારા સાથીની સાથે તમારા સંબંધ મજબૂત થશે. ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. સમુદાયમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે વ્યવસાય સામાન્ય રહેશે. પોતાના સકારાત્મક વ્યવહારથી ઘરનું વાતાવરણ સારું રાખવું.

વૃશ્ચિક રાશિ

પરિવારમાં પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળશે. આજે તમે સકારાત્મક અને ખુશ પણ રહેશો. તમને રોમાન્સની તક મળી શકે છે. વૈવાહિક જીવન સુખી રહેશે. પ્રવાસ અથવા તો ખાણી-પીણીનું સુંદર આયોજન કરશો. ધન સંબંધિત મામલાઓને લઈને સતર્ક રહેવાની જરૂરિયાત છે. નિયમિત વ્યાયામનાં માધ્યમથી વજનને નિયંત્રિત રાખવાનો પ્રયાસ કરવો. પરિવારમાં કે સંબંધીઓનું કામ તમારી મદદથી પૂરું થશે. પરિવારના વડીલોની સાથે સમય પસાર કરવાની તક મળશે.

ધન રાશિ

વૈવાહિક જીવન માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે. કામકાજમા વિલંબથી પરેશાન રહી શકો છો. બાળકોની ક્રિએટિવિટીથી પ્રભાવિત થશો. કોઈ પ્રોપર્ટીને વેચવા માટે સારા ગ્રાહકની શોધ કરશો. આજે તમે ઉત્સાહમાં આવીને કોઈ ખોટું કામ પણ કરી શકો છો. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. લોકોની સાથે સારો વ્યવહાર રાખવો, ખાસ કરીને તેમની સાથે જે તમને પ્રેમ કરે છે.

મકર રાશિ

વિવાહ ઈચ્છુક વ્યક્તિઓને જીવનસાથી મળવાના યોગ છે. કોઈ અન્ય વ્યક્તિનાં કહેવા પર રોકાણ કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઇચ્છીત કામ પૂરા થવામાં થોડો સમય લાગશે. ઘરના કામમાં મદદ કરવાથી બધા જ લોકો પ્રશંસા કરશે. અભ્યાસમાં તમારું પ્રદર્શન સારું રહેશે. તમારા સાથી સાથે તમારા સંબંધ મજબૂત થશે. કોઈ કામ માટે પોતાની તરફથી પહેલ કરવામાં સંકોચ કરવો નહી. કોઈપણ કાર્યને શરૂ કરતાં પહેલાં પોતાના વડીલોનાં આશીર્વાદ જરૂર લેવા.

કુંભ રાશિ

આજે તમે નિરાશાવાદી માનસિકતા પર નિયંત્રણ રાખવાના પ્રયાસ કરશો, તેમાં તમને સફળતા પણ મળશે. પૈસા બાબતે કે નોકરીનાં સવાલો પર તમને ઉપયોગી અને મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે. તમારા ઘણા સવાલોનાં જવાબ આજે તમને મળી શકે છે. કાર્યક્ષેત્ર પર તમારા પ્રયાસોથી તમારી સ્થિતિ મજબૂત થશે. બહાર ફરવા જઈને એન્જોય કરી શકશો. આવનારા દિવસોમાં પૈસાની સ્થિતિમાં સુધારો થશે. તમારા કામકાજની પ્રશંસા થઈ શકે છે.

મીન રાશિ

કોર્ટ-કચેરીનાં મામલાઓ ઉકેલાઈ જશે. આજે તમારે પોતાના ક્રોધ પર સંયમ રાખવાની આવશ્યકતા છે નહિતર વિવાદમાં ફસાઈ શકો છો. કોઈ યાત્રા પર જવા માટે આરામદાયક વિકલ્પ પસંદ કરવો. અભ્યાસ કરવા માટે આજનો દિવસ સારો રહેશે, સફળતા પણ મળશે. પ્રેમ સંબંધોમાં સુધારો લાવવાના અવસર મળી શકે છે. નજીકનાં સંબંધોમાં મધુરતા આવશે. આનંદદાયક પ્રવાસનો લાભ પ્રાપ્ત કરી શકશો. પોતાના જીવનસાથીની સાથે સમય પસાર કરીને આનંદ થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહી ઘટનાઓમાં રાશિફળ ૨૮ ઓક્ટોબર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *