રાશિફળ ૨૯ ઓક્ટોબર : આજે આ ૪ રાશિઓનું ભાગ્ય થશે મજબૂત, ભૂતકાળમાં કરવામાં આવેલાં પ્રયત્નો સાર્થક થશે

Posted by

મેષ રાશિ

આજે તમારે કોઇપણ પ્રકારનાં વાદ-વિવાદમાં પડવું નહી. ઓફીસનો તણાવ તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે તમારું કામ સરળતાથી પૂરું કરી લેશો. વિશ્વાસનાં પાયા પર એક નવા સંબંધની શરૂઆત થશે. કોઈ આધ્યાત્મિક ગુરુ કે કોઈ વડીલ તમારી સહાયતા કરી શકે છે. વૈવાહિક જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કામનું ભારણ વધારે રહેશે. કાર્યમાં આવતી અડચણો દૂર થશે. વ્યવસાય બાબતે સારા સમાચાર મળશે.

વૃષભ રાશિ

ઘર કે ગાડીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ભાગ્યશાળી છે. તમે ધાર્મિક કાર્યોને કરવામાં ધન ખર્ચ કરી શકો છો. યાત્રા દરમિયાન તમે નવી જગ્યાઓ વિશે જાણશો અને મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. જીવનસાથીની સાથે વાદ-વિવાદ થવાની સંભાવના રહેલી છે. આજનો દિવસ આર્થિક લાભ માટે સારો દિવસ રહેશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું જોઈએ. વ્યવસાયમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોએ વ્યર્થના વાદ-વિવાદમાં પડીને પોતાનો સમય બરબાદ કરવો નહી. તમને તમારા જીવનસાથી અને વ્યવસાયિક સહયોગીઓની સાથે ધૈર્ય રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કારણ કે સીઝનનું સંક્રમણ તમારા પર હાવી થઈ શકે છે. નોકરીમાં કોઈ મોટી ભૂલ ના લીધે બોસ તમારા પર ક્રોધિત થઈ શકે છે, સાવધાનીપૂર્વક કામ કરવું. એવા નિર્ણયો લેવા જે જરૂરી હોય અને આવનાર સમયમાં તમને યોગ્ય દિશા આપી શકે.

કર્ક રાશિ

આજે તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક વિકાસ થશે. એવા મિત્રોની સાથે બહાર જવું જે તમારી પરિસ્થિતિ અને જરૂરિયાતને સમજી શકે. તમારું વૈવાહિક જીવન તમારા પરિવારનાં લીધે નકારાત્મક રૂપથી પ્રભાવિત થઈ શકે છે પરંતુ તમે બંને ચીજોને હોશિયારીથી સંભાળી શકશો. તમારે સરકાર સંબંધિત અનુમતિઓમાં અમુક અડચણોનો સામનો કરવો પડી શકે છે. આજે તમે કોઈ નવીન કાર્ય આરંભ કરી શકો છો.

સિંહ રાશિ

તમે જે પ્રોજેક્ટને લઈને કામ કરી રહ્યા હતા આજે તેમનું ખૂબ જ સારું પરિણામ તમને મળશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને પ્રગતિ સ્પષ્ટ નજર આવી રહી છે. વેપારી વર્ગના લોકોને પોતાના દૈનિક લક્ષ્યોને પૂરા કરવામાં અડચણો આવી શકે છે. તમે એક મોટું ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો. મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ હોય શકે છે. આજનો દિવસ લગ્નજીવનના સૌથી ખાસ દિવસોમાં એક છે.

કન્યા રાશિ

આજે તમારું મન ઉદાસ રહી શકે છે. લાભના અવસર હાથ આવશે. ભાગીદારોની વચ્ચે પ્રેમ વધશે. તમારા બચતમાં વધારો થશે. પરિવારના લોકોની સાથે ઝઘડો થવાની સંભાવના છે, તેથી પોતાના પર સંયમ રાખવું. આધ્યાત્મિક રૂપથી દિવસ સામાન્ય રહેશે. વ્યક્તિગત કાર્યો અધૂરા રહેશે. એવી જાણકારીઓને ઉજાગર ના કરવી જે વ્યક્તિગત અને ગોપનીય હોય. જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.

તુલા રાશિ

આજે કરવામાં આવેલી યાત્રા તમારા માટે આનંદદાયક અને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. દરેક વ્યક્તિને પોતાના રહસ્યો કહેવા નહી. નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો આવશે. બાળકોના સ્વાસ્થ્યથી પરેશાની થઇ શકે છે. લાગણીમાં આવીને નિર્ણય લેવાની આશંકા રહેલી છે. ગૃહસ્થ જીવનમાં અનુકૂળ સ્થિતિ બનશે. મિત્રો તરફથી પૂર્ણ સહયોગ મળશે. તમારા સપના સાકાર થઈ શકે છે અને નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

મિત્રો અને સંબંધીઓની મદદ કરવાનો અવસર પ્રાપ્ત થશે. આજે વાહન ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવવું, ઇજા પહોંચી શકે છે. પરિવારના શુભ કાર્યોમાં તમારું સરાહનીય યોગદાન રહેશે. કોઈ મુશ્કેલીમાં મુકાઇ શકો છો. પૂરી મહેનત સાથે કાર્ય કરવું, સફળતા અવશ્ય મળશે. શુભચિંતકો તરફથી પૂર્ણ સહયોગ મળશે. તમારો પ્રિય વ્યક્તિ આજે રોમેન્ટિક મૂડમાં હશે. માંગલિક કે સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લેશો. આર્થિક પક્ષ મજબૂત થશે.

ધન રાશિ

સામાજિક આયોજનમાં ભાગ લેશો. આજનો દિવસ પરિવારના લોકો માટે મહત્વપૂર્ણ રહેશે. રોકાયેલા કાર્યો તમારી સમજદારીથી પુરા થશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. વ્યવસાયિક લાભ મળશે. અંગત જીવનમાં લાગણીમાં આવીને કોઈપણ નિર્ણય લેવો નહી. તમારા બાળકોની સાથે થોડો સમય પસાર કરવો તમારા માટે ખૂબ જ જરૂરી હશે, જેના લીધે તેમની પ્રગતિ થશે. પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. સંબંધોમાં મધુરતા આવશે.

મકર રાશિ

કઠિન પરિશ્રમ તમને એક નવી ઊંચાઈએ લઈ જશે. ઈન્વેસ્ટમેન્ટમાં ફાયદો થશે. પોતાનાં કાર્યક્ષેત્રમાં સમયસર મન લગાવીને કામ કરવુ. કોઈ ખોટું કામ કરવું નહી, નહીંતર આગળ જઈને ફસાઈ શકો છો. વિવાદાસ્પદ સમાચાર મળી શકે છે, જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારી સજાગતાથી આર્થિક કામમાં આવનારી અડચણો દૂર થશે. જુના કાર્યોનું વિશ્લેષણ કરવું. નવા પ્રયોગથી નવું શીખવા મળશે.

કુંભ રાશિ

આજે તમે પોતાના જીવનસાથીની સાથે અમુક મુદ્દાઓને ઉકેલવામાં સફળ રહેશો, જેના લીધે તમારો સંબંધ વધારે મજબૂત થશે. રાજકારણમાં નવો પરિચય ભવિષ્યમાં તમારા માટે લાભકારી સાબિત થશે. કુટુંબના નકારાત્મક વ્યવહારથી પરેશાન થઇ શકો છો. વાણીના ગંદી ભાષાના પ્રયોગથી બચવું. આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. પરિવારના લોકોને સમય આપવો. દરેક કાર્યમાં જીવનસાથી તરફથી પૂર્ણ સહયોગ મળશે. સખત પરિશ્રમથી ઇચ્છિત સફળતા મળશે.

મીન રાશિ

સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજે થોડું સંભાળીને રહેવું. અમુક લોકો સાથે ફાલતુ વાતો પર તકરાર થવાની પણ સંભાવના રહેલી છે. કોઈ સાથે દેખાદેખી કરવી નહી. અચાનકથી કોઈ મોટા ખર્ચની સંભાવના બની રહી છે. આક્રમક મૂડમાં રહેશો, આ આક્રમકતા તમને લાભ અપાવશે. નીતિથી વ્યવસાય કરવો જે તમને વ્યવસાયમાં નિશ્ચિત સફળતા અપાવશે. કાર્યસ્થળ પર પ્રતિસ્પર્ધામાં તમે વિજયી થશો. અવિવાહિત લોકોની લવ લાઇફ સારી રહી શકે છે. ઓફીસના કોઈ કર્મચારી કે પાડોશીના કારણે તણાવમાં રહી શકો છો.

નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહી ઘટનાઓમાં રાશિફળ ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *