રાશિફળ ૨૯ સપ્ટેમ્બર : આજે બની રહ્યો છે વર્ષનો સૌથી મોટો રાજયોગ, ૬ રાશિઓના બંધ નસીબના દરવાજા ખોલશે આજનો દિવસ

Posted by

મેષ રાશિ

આજે પોતાના મનમાંથી નકારાત્મક વિચારોને કાઢી નાખવા. આજના દિવસે કાર્યક્ષેત્રમાં તમે ગુસ્સામાં તમારું સંતુલન ગુમાવી શકો છો. જો તમે ઉતાવળમાં નિષ્કર્ષ કાઢશો અને બિનજરૂરી કામ કરશો તો તમારો આજનો દિવસ નિરાશાજનક પસાર થઈ શકે છે. જરૂરી કામ થોડી જ મહેનત કરવાથી પૂરા થઈ જશે. મોટી લેવડ-દેવડ કરવામાં તમને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. જૂના મિત્રો સાથે જો લાંબા સમયથી વાતચીત થઈ ના હોય તો તેમના ખબર અંતર અવશ્ય પૂછવા.

વૃષભ રાશિ

ભગવાન શિવજીની કૃપાથી તમને તમારા જીવનમાં દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થશે. પોતાની કાર્યકુશળતા વધારવા માટે નવી ટેકનોલોજીની મદદ લેવી. તમારી શૈલી અને કામ કરવાનો નવો અંદાજ લોકોમાં દિલચસ્પી ઊભી કરશે. ઘરનું વાતાવરણ ખુશનુમા બનેલું રહેશે. આજે સમય તમારા પક્ષમાં રહેશે. કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. સ્વાર્થી લોકો તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આજે તમે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને લાગણી મહેસૂસ કરશો.

મિથુન રાશિ

આજે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે પરંતુ તમારે બહારનું ખાવાથી બચવું પડશે. તમારે એ યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વાર વિચારવું જે તમારી સામેથી આવી હોય. પોતાના બાળકો સાથે મિત્ર જેવો સંબંધ વિકસિત કરવો. જૂની વાતોને પાછળ છોડીને આગળ વધવું. તમારા પર કામનું ખૂબ જ દબાણ રહેશે તેથી તમારો સ્વભાવ ચીડિયો અથવા તો ગુસ્સાવાળા મૂડમાં રહેશે. આજે તમારે કોઈ મુસીબતનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ

આજે તમારા પ્રતિસ્પર્ધીઓ પર તમને વિજય મળશે. મિત્ર તરફથી મળેલા સારા સમાચારથી તમારા દિવસની શરૂઆત થશે. જો આજે તમે તમારા પ્રિય વ્યક્તિની સાથે બહાર જાવ તો તમારા પહેરવેશ અને વર્તનમાં ધ્યાન રાખવું. તમે તમારા જે કરિયર વિશે વિચારી રહ્યા છો તેમના વિશે પોતાના મિત્રોની સલાહ જરૂર લેવી. તમારા જીવનમાં તમારી આસપાસની ઘણી ચીજો યોગ્ય નથી. તેને ઠીક કરવામાં આજે તમે તમારો સમય લગાવી શકો છો. જૂની વાતો તમારી ચિંતાનું કારણ બની શકે છે.

સિંહ રાશિ

આજે કર્જ લેવાથી કે આપવાથી દૂર રહેવાની કોશિશ કરવી. તમારો ઉદાર સ્વભાવ આજે તમારા માટે ખુશનુમા સમય લઈને આવશે. આજે તમારો સામનો ઘણી નવી આર્થિક યોજનાઓ સાથે થઈ શકે છે. આજનો દિવસ તમારા કામ માટે ખૂબ જ અનુકૂળ પ્રતિત થઈ રહ્યો છે. તમારે તમારી વાણી પર સંયમ રાખવું. ઓફિસમાં મહિલા સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. માન-સન્માન મળવાના યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં તેજી રહેવાથી ફાયદો થઈ શકે છે. માતૃ પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે સારો નથી. કીમતી વસ્તુઓ સંભાળીને રાખવી. તમારા સકારાત્મક વિચારો ખૂબ જ મદદગાર સાબિત થશે. મજાકમાં કહેવામાં આવેલી વાતોને લઈને કોઈના પર શંકા કરવી નહી. તમારા વ્યવસાયને આગળ વધારવા માટે સ્વરોજગાર માટે સમય યોગ્ય પ્રતીત થાય છે. વિદ્યાર્થીઓ માટે સમય યોગ્ય છે, નબળા વિષય પર અભ્યાસ કરવો. વાહન ચલાવતા સમયે ખૂબ જ કાળજી રાખવી. આવકની સ્થિતિ મજબૂત થશે.

તુલા રાશિ

આજે તમારો સારો સમય શરૂ થઇ રહ્યો છે જેનાથી તમને બધા જ કામોમાં સફળતા મળશે. તમારી દિનચર્યામાં કમી આવશે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારા ભાઈનું સમર્થન ઘણી રીતે ઉપયોગી સાબિત થશે. તમારા પરિવારની સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે. આવનાર સમય પણ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. તમને તમારા સંબંધીઓ અને મિત્રો પાસેથી ખુબ જ મદદ મળશે.

વૃશ્ચિક રાશિ

આજે તમે તમારી અંદર શાંતિની શોધ કરશો. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મામલાઓ તમને ચિંતિત કરી શકે છે. ખોટા આરોપોથી બચવું. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે આ એક મુશ્કેલ દિવસ હશે. તે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકે. જે પોતાના દિલથી તમારું હિત ઈચ્છતા હશે તે તમને સારી સલાહ આપશે. આજે ભાગ્ય અને પિતાનો સહયોગ મળશે. જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે. આજે સંપત્તિ સંબંધિત દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા નહી.

ધન રાશિ

આજે તમારો વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. જો તમે યાત્રા કરો છો તો તમારે દરેક સમયે સાવધાન રહેવું. આજે તમને દગો મળવાની સંભાવના છે. ચોરી પણ થઈ શકે છે. પરિવારની સમસ્યાઓનું સમાધાન થશે. કરિયરમાં ખૂબ જ સારા પ્રસ્તાવ મળી શકે છે. તમે તમારા અંદાજથી બીજા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકશો. આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. લગ્નજીવનમાં તાલમેલની કમી આવી શકે છે. ઉધરસ કે પેટમાં દુખાવો થઇ શકે છે.

મકર રાશિ

આજે તમારે સમજદારીથી કામ લેવું અને વાતચીત કરીને સમસ્યાને ઉકેલવી. તમારા જીવનસાથીનો એક ખોટો નિર્ણય તમારા માટે સમસ્યા ઊભી કરશે. નાણાકીય લાભ મળી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે ઉતાવળમાં પોતાના નાણાકીય નિર્ણય લેવાથી બચવું. કોઈ પ્રતિસ્પર્ધામાં ભાગ લેશો. નોકરીમાં પણ ઉપલબ્ધીઓ મળશે. કાયદાકીય મામલાઓમાં પણ જીત મળશે. આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. દિવસ સારો રહેશે અને જે પણ નિર્ણય કરશો તે સાચો સાબિત થશે.

કુંભ રાશિ

આજે તમે સકારાત્મક ઉર્જાથી ભરાયેલા રહેશો. આજનો દિવસ વેપારીઓ માટે એક લાભદાયક દિવસ સાબિત થશે પરંતુ અરાજકતા રહેશે. આજે ખોટા ખર્ચાઓ થઇ શકે છે. તમે કોઈ નવી ભાષા શિખવામાં રસ દાખવશો. તમને મનગમતી નોકરી મળી શકે છે. વ્યવસાયમાં સફળતાના યોગ બની રહ્યા છે. ચેરીટી અને ડોનેશનના કાર્યોમાં બેદરકારીથી કામ લેવું નહી. વ્યવસાયમાં પણ તમારા ભાગીદાર અને મિત્રો તરફથી સહયોગ મળશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોએ આજે લેવડ-દેવડમાં સાવધાની રાખવી. પોતાના પ્રેમી કે જીવનસાથીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આજે તમારે પોતાનું કામ પૂરું કરવામાં ખૂબ જ વધારે મહેનત કરવી પડી શકે છે. પૈસાની આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે. આજે તમે એક નવી પરિયોજના શરૂ કરી શકો છો. મનગમતી નોકરી મેળવવા માટે પ્રયાસો વધારે કરવા પડી શકે છે. જો આજે તમે કોઇ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હોય તો તે તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. વિરોધીઓ તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *