રાશિફળ ૩ નવેમ્બર : આ ૮ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે મંગળવારનો દિવસ, મળી શકે છે પ્રમોશન

Posted by

મેષ રાશિ

આજે તમને કાર્યમાં સફળતા અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળવાથી તમારા મનમાં પ્રસન્નતા છવાયેલી રહેશે. વધતા ખર્ચાઓ પર નિયંત્રણ આવશે અને તમારી આર્થિક સ્થિતિ માટે દિવસ સારો રહેશે. વેપારીઓને આવકના નવા સ્ત્રોત મળશે. ઓફિસમાં તમને બધાનો સહયોગ મળશે. વ્યવસાયમાં પણ સારો લાભ મળવાના યોગ બની રહ્યા છે. આજનો દિવસ તમને સારા સમાચાર આપીને જશે. અમુક લોકોને તમારી ઉદારતા પસંદ આવી શકે છે.

વૃષભ રાશિ

તમારા પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે પરંતુ દાંપત્યજીવનમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે. સંબંધીઓમાં તમારા વિષે અમુક નકારાત્મકતા આવી શકે છે જેને તમારે દૂર કરવી પડશે. જે લોકો સંગીત કે ગાયકનાં ક્ષેત્ર સાથે જોડાયેલ છે તેમને કોઈ મોટી જગ્યા પર પ્રદર્શન કરવાનો અવસર મળશે. આજે તમને અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ જીવન સામાન્ય રહેશે. તમારે પોતાનું ધ્યાન ભટકાવવાથી બચવું જોઈએ.

મિથુન રાશિ

આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે કારણકે આજે ધન લાભના યોગ બની રહ્યા છે. તમારી પરિસ્થિતિ વિશે ફરિયાદ કરવાથી અને તેને લઈને દુખી રહેવાથી કંઈ પ્રાપ્ત થશે નહી. તમારી પરિયોજનાઓમાં તમારા પ્રયાસોના ઉત્કૃષ્ટ પરિણામ મળવાની સંભાવના રહેલી છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે. તમારી આવકમાં વધારો થશે અને કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પણ પરત મળી શકે છે. તમારી વાણીમાં મધુરતા રાખવી અને મગજને શાંત રાખવું.

કર્ક રાશિ

આજે ભાગ્ય થોડું કમજોર રહી શકે છે તેથી થોડો સંઘર્ષ વધારે કરવો પડશે. વધતી ઘરેલું જવાબદારીઓ અને પૈસાના વાદ-વિવાદનાં લીધે તમારા વૈવાહિક જીવનમાં ખટાશ આવી શકે છે. કોર્ટ કચેરીના મામલામાં વિજય પ્રાપ્ત થશે. બિનજરૂરી કારણોનાં લીધે વધારે ભાગદોડ કરવી પડશે. નોકરીયાત લોકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. નોકરિયાત લોકોને પોતાના દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિ

આજે તમને કંઇક નવું શીખવાની ઈચ્છા થશે. કામકાજની બાબતમાં આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. તમારી પસંદનું કામ તમને મળી શકે છે. પ્રગતિ થવાના પણ યોગ બની રહ્યા છે. ડાયાબિટીસના દર્દીઓને આજે વિશેષ સાવધાની રાખવાની જરૂરિયાત છે કારણકે સ્વાસ્થ્ય બગડવાની આશંકા રહેલી છે. તમારી બચતમાં વધારો થવાની સંભાવના રહેલી છે. તમારા પ્રેમ સંબંધમાં મિશ્રિત ઘટનાક્રમ થશે. વિદ્યાર્થીઓને વધારે પ્રયાસ કરવા પડશે.

કન્યા રાશિ

વ્યર્થના ઝઘડાઓ અને વિવાદોથી બચવાના પ્રયાસ કરવા. કામકાજની બાબતમાં તમારા પરિણામો ગુણવત્તા લાવશે અને તમારું કામ લોકોની નજરમાં આવશે. તમારા બોસ પણ આજે તમારાથી ખુશ રહેશે પરંતુ બુદ્ધિપૂર્વક લીધેલ નિર્ણય તમારા માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થશે. કરજ લેવાથી બચવું. તમારા વ્યાવસાયિક સહયોગીઓની સાથે તમારી સમજને ઝટકો લાગી શકે છે તેથી તમારે ધૈર્ય અને સતર્ક રહેવાની જરૂરિયાત છે. વેપારીઓને આવકના નવા સ્ત્રોત મળશે.

તુલા રાશિ

જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો તે તમારો પીછો દરેક નિકૃષ્ટ રીતે કરશે. અટવાયેલ ધન પણ આજે પરત મળવાની સંભાવના રહેલી છે. આજે થોડો વધારે પરિશ્રમ કરવો પડશે. જો કોઈ કાર્યમાં સફળતા ના મળે તો હાર માનવી નહી, ધૈર્યની સાથે કાર્ય પર ફોકસ કરવું. ઘણા લાંબા સમયથી જે યોજના પર કામ કરવાના વિશે વિચારી રહ્યા છો, આજે તેમની શરૂઆત થતી જોવા મળી રહી છે. પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલું કોઈ જૂનું કામ આજે ફળ આપશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારે કંઈપણ બોલતા પહેલા વારંવાર વિચારવાની જરૂર પડશે. ધૈર્ય રાખવું અને વાણી પર સંયમ રાખીને જ બોલવું નહીંતર સંબંધમાં હંમેશા માટે તિરાડ પડી શકે છે. તમારી અંદર રહેલા ક્રોધને બહાર લાવવાનો આ સમય યોગ્ય નથી. ભોળાનાથ પર વિશ્વાસ રાખો તે તમારી તમામ સમસ્યાઓનો અંત લાવશે. પરિવારમાં માતા-પિતાનો સહયોગ તમને સૌથી વધારે મળશે. વેપારીઓને ધન લાભ થશે અને નોકરીયાત લોકોની સેલેરીમાં વધારો થઈ શકે છે.

ધન રાશિ

આજે તમે પોતાના પ્રિય દ્વારા કહેવામાં આવેલી વાતોના પ્રત્યે સંવેદનશીલ રહેશો. પરિવારમાં કોઈ વાતને લઈને તમારું મન ખાટું થઇ શકે છે. સરકારી કાગળોમાં હસ્તાક્ષર કરતા પહેલા એકવાર તપાસી લેવા. ક્રોધની માત્રા વધારે રહેશે તેથી સાવધાન રહેવું અને વાણી પર સંયમ રાખવો. આજે એકંદરે તમારો દિવસ આમોદ-પ્રમોદમાં પસાર થશે. નોકરિયાત લોકોને કાર્યસ્થળમાં વધારે જવાબદારીઓ આપવામાં આવી શકે છે.

મકર રાશિ

મકર રાશિવાળા મહત્વપૂર્ણ લોકોની સાથે વાતચીત કરતા સમયે પોતાના શબ્દોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. આજે તમને કોઇ જગ્યાએથી ઉપહાર કે સન્માનની પણ પ્રાપ્તિ થઇ શકે છે. દાંપત્યજીવનમાં મધુરતાનો અહેસાસ થશે. જીવનસાથી કે વ્યાવસાયિક ભાગીદાર પર કારણ વગર હુકમ ચલાવવો નહિ, નહિતર તીખી પ્રતિક્રિયા મળી શકે છે. સંતાનની બાબતમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. મધુર વ્યવહાર વિરોધીઓને પણ મિત્ર બનાવી શકે છે.

કુંભ રાશિ

આજે તમારે હસી-મજાકમાં કહેવામાં આવેલી વાતોને લઈને કોઈના પર શક કરવાથી બચવું. આજે કોઈને પૈસા ઉધાર આપવા નહી કારણકે આજે આપવામાં આવેલા પૈસા પરત આવવાની સંભાવના ઓછી છે. પોતાની આસપાસના લોકોની પ્રશંસા કરવી, ખાસ કરીને તેમની જેમણે તમારી મદદ કરી હતી. વાહન ચલાવતા સમયે પણ સાવધાની રાખવી. દુર્ઘટનાની આશંકા રહેલી છે, તેથી સંભાળીને રહેવું. આજે તમે ધાર્મિક અને માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો.

મીન રાશિ

આજે તમને પ્રભાવશાળી લોકોનાં સંપર્કનો લાભ મળશે. આજે વ્યવસાયમાં તમારા માટે નફાનો દિવસ રહેશે. પોતાના અંગત લોકો પાસેથી નિરાશા મળી શકે છે, જેના લીધે તમે તણાવમાં રહી શકો છો. કોઈપણ કાર્યમાં મહેનત કરશો તો ફળ જરૂર મળશે. કોઈ નજીકનાં સંબંધીના ઘરની યાત્રા થઈ શકે છે. કોઈ ધાર્મિક યાત્રાની પણ યોજના બનાવશો. આર્થિક લાભ માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.

નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૩ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *