મેષ રાશિ
આજે તમારે જોખમ વાળા કાર્ય કરવામાં સાવધાની રાખવી. વેપાર સામાન્ય ચાલશે. પ્રતિસ્પર્ધીઓનો પરાજય થશે. આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યમાં સુધારો આવવાથી તમને ખુશી મહેસુસ થશે. પ્રારંભિક અડચણ બાદ તમને સફળતા મળશે. આજે રોજગારના મામલામાં કોઇ વ્યક્તિને સલાહ લેવી. આ સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જૂની ગેરસમજ દૂર થઇ શકે છે. કોઇ વ્યક્તિની વાતોથી પ્રભાવિત થઈ શકો છો. અચાનક તેમને સારો એવો ફાયદો મળી શકે છે.
વૃષભ રાશિ
આજે તમને આર્થિક લાભ થશે, પરંતુ શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થવાથી તમારી રહેણીકરણી સારી બનશે. તમારી જીવનશૈલી ઉચ્ચ સ્તરની બનશે. આશા-નિરાશાનાં મિશ્રિત ભાવ તમારા મનમાં રહેશે. કોઈ મિત્રની મદદથી તમારું કામ પૂર્ણ થઇ શકે છે. કોઇ કાગળ પર જોયા વગર હસ્તાક્ષર કરવા નહીં. વેપારને આગળ વધારવા માટેના નવા અવસર પ્રાપ્ત થશે. નવી જગ્યાએ તમે રોકાણ કરવા માટે ઉત્સુક રહેશો.
મિથુન રાશિ
આજે કોઇ મહત્વપૂર્ણ યોજના બની શકે છે. કોઈ નાના પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. ક્રોધ કરવાથી નુકસાન થવાની આશંકા રહેલી છે. કોઇ અન્ય વ્યક્તિને કારણે તમારી બદનામી ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. લાંબી યોજનાઓ પૂરી થવાની દિશામાં આગળ વધી રહી છે. આજે પાર્ટનરશીપમાં વેપાર કરતા લોકો માટે અનુકૂળ સમય રહેશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન થવાની સંભાવના છે. ઓફિસમાં તમને કોઈ નવા કામની જવાબદારી મળી શકે છે.
કર્ક રાશિ
આજે નોકરી કરતા લોકો પોતાની વિચારધારા સુધારવાનો પ્રયાસ કરશે, જેનાથી તેમને આવનારા સમયમાં ખૂબ જ લાભ થશે. નોકરી દરમિયાન સહજતા મહેસૂસ કરી શકો છો. આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે. જો તમે પોતાના સ્વાસ્થ્યની યોગ્ય દેખભાળ નથી કરતા, તો હાલના સમયમાં તમે કોઈ બીમારીની ઝપેટમાં આવી શકો છો. કારકિર્દી અને આર્થિક મુદ્દાને ભૂલીને પોતાના પરિવાર પર ધ્યાન આપવું.
સિંહ રાશિ
આજે તમને કોઇ અપ્રત્યાશિત ખુશખબરી મળશે, તે તમારી કારકિર્દી અથવા અંગત જીવન સાથે જોડાયેલી હોઈ શકે છે. આજે તમે એક સાથે ઘણી બધી અડચણોનો ઉકેલ લાવી શકશો. તમે યોગ્ય દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં ઉઠાવશો અને લોકો તમારી પ્રશંસા કરશે. તમારા કાર્યમાં કોઇ પણ પ્રકારની અડચણ આવી શકે છે, પરંતુ તેમ છતાં પણ તમે પોતાનું કાર્ય પૂર્ણ કરી શકશો. આવકના ઘણા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. તમારા ઘરે આજે મહેમાનોનું આગમન થઇ શકે છે.
કર્ક રાશિ
આજે કામકાજની બાબતમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય છે. તમને લાગશે કે આજે તમે ભાવનાત્મક રૂપથી પરેશાન છો તથા આત્મવિશ્વાસ પ્રત્યે અરુચિ તથા નિષ્ક્રિય વલણને કારણે અમારા પ્રયાસોમાં અડચણ આવશે. આળસ કરવી તમારા હિતમાં રહેશે નહીં. વેપારમાં તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધશે. મનોરંજન કાર્યક્રમ ખર્ચ થઈ શકે છે. શિક્ષાના ક્ષેત્રમાં પ્રદર્શન ખૂબ જ સારું રહેશે. લાંબા સમયથી તમારા બધા જ કાર્ય પૂર્ણ થઇ જશે.
તુલા રાશિ
આજે તમારે પોતાના જિદ્દી વર્તનથી બચવું જોઈએ અને ખાસ કરીને પરિવારના લોકોની સાથે, નહીં તો તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે. અચાનક ખર્ચથી તમે પરેશાન થઈ શકો છો. નવા કામ શરૂ કરવા માટે ખૂબ જ સારો સમય છે. અસ્થિર સ્વભાવને કારણે પોતાના પ્રિય વ્યક્તિની સાથે મતભેદ થઈ શકે છે. ભરોસા લાયક વ્યક્તિ તરફથી આજે લાભ થવાની શક્યતા છે. કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના રહેલી છે. મિત્રો અથવા સંબંધો તરફથી ઉપહાર મળવાના પણ યોગ બની રહ્યા છે.
વૃશ્ચિક રાશિ
આજનો દિવસ તમારા માટે આર્થિક રૂપથી ખૂબ જ સારો રહેવાનો છે. ગૃહસ્થ જીવનમાં આનંદપૂર્ણ વાતાવરણ રહેશે. નવા વસ્ત્ર તથા મોજ મસ્તીની ચીજોમાં ખર્ચ થશે. આ સમયે તમે ઇલેક્ટ્રોનિક ઉપકરણ અથવા વાહન ખરીદી શકો છો. મનોરંજન કાર્ય પર ખર્ચ થઈ શકે છે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળશે. મિત્રો અથવા સંબંધીઓ તરફથી તમને સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળવાના યોગ બની રહ્યા છે. આજે તમને અચાનક કોઈ મોટો ધનલાભ થઈ શકે છે. આજે જે પણ કોઈ કાર્ય તમે કરશો તેમાં તમને સફળતા મળશે.
ધન રાશિ
વેપાર અને નોકરીના ક્ષેત્રમાં તમને ખૂબ જ મોટો લાભ મળશે. વિદ્યાર્થીઓએ મહેનત કરવાની જરૂરિયાત છે. તમારા ક્રોધ અને આવેશને કારણે ભાગીદારીના કાર્ય બગડી શકે છે. બેદરકારીને કારણે તમે કોઈ ચીજ ગુમાવી શકો છો. ગુપ્ત શત્રુ આજે તમને નુકસાન પહોંચાડવાની કોશિષ કરી શકે છે. ભાઈ-બહેન દ્વારા લાભ થવાની સંભાવના રહેલી છે અને સફળતાને કારણે પદોન્નતિ અને યશ પ્રાપ્ત થશે. આજે તમારા વિચારેલા દરેક કાર્ય પૂર્ણ થશે. આજે અમુક સારા લોકો સાથે તમારી મુલાકાત થઇ શકે છે.
મકર રાશિ
આજે કોઈ ધાર્મિક અથવા માંગલિક પ્રસંગ માં તમારી ઉપસ્થિત રહેશે. આજે તમારું મન થોડું નિરાશ રહેશે. ઘરમાં કોઈ નવા સદસ્ય અથવા મહેમાનનું આગમન થઈ શકે છે. તમારું રોકાયેલું અથવા અટવાયેલું ધન તમને પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા સુનિશ્ચિત થશે. પારિવારિક સદસ્યોની સાથે ભોજન તથા આનંદપૂર્વક સમય પસાર કરવાના યોગ બની રહ્યા છે. નોકરી કરતા લોકોને ફાયદો મળવાની શક્યતા રહેલી છે. તમારે આળસનો પણ સામનો કરવો પડશે.
કુંભ રાશિ
તમારું કોઇ અટવાયેલું કાર્ય પૂર્ણ નથી થઇ રહ્યું તો આજે તેને ફરીથી કરવાનો પ્રયત્ન કરો, સફળતા અવશ્ય મળશે. નવા કાર્યોનાં આયોજન હાથમાં લઇ શકો છો. બપોર બાદ મનોરંજન હેતુ કોઈ જગ્યાએ જવાના અવસર પ્રાપ્ત થશે. તમારા પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે. તમારી આવક વધવાથી તમારા ખર્ચમાં પણ વધારો થશે. જો કે તમને અનાવશ્યક ખર્ચાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. રોકાણ કરવાની બાબતમાં ખૂબ જ સમજી-વિચારીને કામ લેવું.
મીન રાશિ
આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમને આગળ વધવાના નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે. આજે તમે ઘણું બધું કરવાની ઈચ્છા રાખો છો, તેના માટે તમારે ઘણી બધી શક્તિ લગાવવી પડશે. તમારે એલર્ટ રહીને કામ કરવું. પારિવારિક ખર્ચ ઓછો થઇ શકે છે. અમુક લોકોને સંતાનનાં કાર્યોમાં દુઃખ મળશે. આજે ખર્ચ વધારે રહેશે. કાર્યક્ષેત્રમાં વાદ-વિવાદને કારણે તણાવ બની શકે છે, જેથી પોતાની વાણી પર નિયંત્રણ રાખવું વધારે આવશ્યક છે.