રાશિફળ ૩૦ નવેમ્બર : આજે થઈ રહ્યું છે ચંદ્રગ્રહણ, આ ૮ રાશિનાં જાતકો માટે રહેશે શુભ

Posted by

મેષ રાશિ

આજે જરૂરિયાતથી વધારે સમય અને પૈસા મનોરંજન પર ખર્ચ ના કરવા. તમને સલાહ આપવામાં આવી રહી છે કે આ પ્રકારના નિર્ણય તમારે પોતાએ જ લેવા, અન્ય લોકોના પ્રભાવમાં આવીને તમારો નિર્ણય બદલવો નહી. તમે જાણતા જ હશો કે તમારા માટે સારું શું છે. એવા કામમાં સહભાગીતા કરવા માટે સારો સમય છે, જેમાં યુવાન લોકો જોડાયેલા હોય. ધન ખર્ચ કરતા પહેલા પોતાની આર્થિક સ્થિતિનું અવલોકન જરૂર કરી લેવું. આજે વ્યવસાયમાં કોઈ યોજના બનાવ્યા વગર આગળ વધવું નહી.

વૃષભ રાશિ

આગળ વધવાની જગ્યાએ તમારે ચીજોને યોગ્ય કરવા માટે વધારે મહેનત કરવી જોઈએ. આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. સંબંધીઓના આગમનની સંભાવના રહેલી છે. તમારા સન્માનમાં વધારો થશે અને લોકો તમારી સલાહ લેશે. પેટ સંબંધિત રોગનાં કારણે શારીરિક દુઃખ થઈ શકે છે. આજે ઘરની સમસ્યાઓથી ભાગવું નહી પરંતુ તેમને દૂર કરવાના પ્રયાસ કરવા. આજે ઘરનું કોઈ સદસ્ય ઘરના વિવાદોને ઉકેલવામાં તમારી મદદ કરશે.

મિથુન રાશિ

વૈવાહિક જીવનમાં શારીરિક સુખ મળશે. અચાનક ધન લાભ થઈ શકે છે. વિરોધીઓ પર આજે વિજય મળવાની સંભાવના રહેલી છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ મહેનતનું ફળ મળશે. જીવનસાથીની સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો. પોતાના દિવસની શરૂઆત વ્યાયામથી કરવી. ઓવરટેક કરવું હાનિકારક રહેશે. તમે પોતાના વ્યવસાયમાં વધારો કરશો. લાંબી રજાઓ ગાળવા માટે પણ મૂડ બનાવી શકો છો.

કર્ક રાશિ

તણાવ અને નકારાત્મકતાને દૂર રાખવા માટે ધ્યાન કરવાનું શરૂ કરવું. જો તમે બેરોજગાર છો તો કોઈ સારી કંપનીમાંથી નોકરીનો પ્રસ્તાવ આજે તમને મળી શકે છે. રોમેન્ટિક જીવનમાં આજે તમારા પાર્ટનરનો ગુસ્સો આખરે શાંત થશે અને તે તમારી સાથે મુલાકાત કરવા માટે તૈયાર થશે. વ્યવસાયમાં હાનિ થઇ શકે છે. વધારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. આજે પોતાના ક્રોધ પર સંયમ રાખવું. નશો કરીને વાહન ચલાવવું નહી.

સિંહ રાશિ

આજે તમારા મનમાં અમુક મોટા વિચારો આવી શકે છે. આર્થિક મોરચા પર એક સામાન્ય દિવસ રહેશે કારણકે દરેક ચીજો તમારા પ્રોજેક્ટ અનુસાર થશે. બપોરબાદ ખર્ચ વધારે થશે અને હાનિ પણ સંભવ છે. પરિશ્રમ કરનારની આજે જીત થશે. તમારી દરેક ચિંતાઓનો આજે અંત આવશે. આજનો દિવસ સામાન્ય રહેશે. થોડી ખુશીઓ તો થોડી ચિંતા પણ રહેશે. બપોર સુધી મન પરેશાન રહેશે. બપોર બાદ વ્યવસાયિક લાભ અને કાર્ય પણ બની શકે છે.

કન્યા રાશિ

આજે તમે પોતાના કરિયરનાં વિષયમાં કોઇ મોટો નિર્ણય લઈ શકો છો. પ્રતિયોગી પરીક્ષામાં મહેનત કરવાનું સારું ફળ મળી શકે છે. બપોર સુધીનો સમય સાવધાનીપૂર્વક પસાર કરવો. કોઈ જોખમી કાર્ય કરવાથી બચવું. તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ આજે ખૂબ જ સારો દિવસ છે. પરિવારના સદસ્યોમાં સોહાર્દ જળવાઈ રહેશે. આજના દિવસે વધારે સમય ખરીદીમાં અને બીજી ગતિવિધિઓમાં પસાર થશે. બાળકોને લઈને ખુશીનો અનુભવ થશે.

તુલા રાશિ

જીવનસાથીની સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે. વધારાની ગતિવિધિઓમાં ભાગ લેવાથી તમામ લોકો તમારી પ્રશંસા કરશે. પ્રેમ સંબંધોને લઇને ઉત્સાહિત નજર આવશો. આજે ધન પ્રાપ્તિના માર્ગ બનશે. વાણીનાં સારા પ્રયોગથી ધન-લાભ સંભવ છે. સારા કાર્યોથી યશ, માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારામાંથી અમુક જાતકોને નવા ક્ષેત્રોમાં ઉદ્યમ કરવાનો અવસર મળશે અને તમે પોતાના પ્રયાસોમાં સફળ પણ રહેશો. કમીશનનું કામ કરનાર લોકોને લાભ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમે પરિસ્થિતિથી બિલકુલ પણ ગભરાશો નહી. તમારી આ વાત વડીલોને ખુબ જ પસંદ આવશે અને તેમનું ઉચિત્ત પરિણામ આવનારા સમયમાં તમને મળવાની સંભાવના છે. આજના દિવસે તમને લોકોને જો ખાલી સમય મળે તો તેનો ભરપૂર લાભ ઉઠાવવો અને પોતાના પરિવારની સાથે થોડો સમય પસાર કરવો. આજે તમે પુરા આત્મવિશ્વાસની સાથે દરેક સમસ્યાઓનો સામનો કરી શકશો. આજે શત્રુઓથી સાવધાન રહેવું. વ્યવસાય સામાન્ય રહેશે.

ધન રાશિ

આકસ્મિક ખર્ચાઓની સંભાવના રહેલી છે. ઉત્સાહવર્ધક સમાચાર મળશે. આર્થિક પક્ષ મજબૂત થશે. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે. વ્યાવસાયિક પ્રયાસ ફળીભૂત થશે. અંગત સંબંધો પ્રગાઢ થશે. આજે શિક્ષા-પરીક્ષા હેતુ સમય સારો છે. આજે અમુક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. ભાગ્ય સાથ આપશે. બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમે પોતાને એકલા મહેસૂસ કરશો. તમને મિત્રોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

મકર રાશિ

આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. સખત પરિશ્રમ પછી ધન-લાભનાં યોગ બનશે. ફેશન કલા વર્ગના જાતકો આજે લાભમાં રહેશે. કાર્યક્ષેત્ર પર સતર્ક રહેવાની જરૂરિયાત છે. પરિવારના લોકોની સાથે સમય પસાર કરીને સારું મહેસૂસ કરશો. તણાવ મહેસુસ કરી રહેલા લોકો રજા પર જવાનો પ્રોગ્રામ બનાવી શકે છે. પ્રેમ સંબંધો માટે સમય સારો ચાલી રહ્યો છે. પ્રગતિના માર્ગ પ્રશસ્ત થશે. માનસિક દ્રઢતામાં વધારો થશે.

કુંભ રાશિ

આજનો દિવસ સામાન્ય શુભ રહેશે. વધારે પરિશ્રમ કરવાથી સામાન્ય પરિણામ મળશે. ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવા અવસર મળશે. આજનો દિવસ સામાન્ય રહેશે. સંબંધોમાં મધુરતા આવશે. યાત્રાની સ્થિતિ સુખદ રહેશે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. પરિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતાં આગળ વધશો. મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો.

મીન રાશિ

પરિવાર માટે આજનો દિવસ શુભ છે. તમારા ખુશમિજાજ સ્વભાવથી બધા લોકો ખુશ રહેશે. જીવનસાથી તમારી વાત સાંભળવાના મુડમાં નજર નહી આવે. બપોર સુધી તમારા કાર્યમાં બાધા આવશે અને પરિશ્રમ વધારે રહેશે, બપોર બાદ શ્રેષ્ઠ કાર્યોમાં તમને ભાગ્ય સાથ આપવા લાગશે. શૈક્ષણિક મોરચા પર કોઈ પ્રોજેક્ટ મળી શકે છે. તમે એક અજ્ઞાત વ્યક્તિ સાથે સંબંધિત એક નાજુક સ્થિતિનો અનુભવ કરશો. તમારા સાથીને તમારા લાડ-પ્રેમની જરૂરિયાત રહેશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૩૦ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *