રાશિફળ ૩૦ સપ્ટેમ્બર : આજે આ ૭ રાશિઓને રાખવી પડશે ખૂબ જ સાવચેતી, રહી શકે છે એક તણાવપૂર્ણ દિવસ

Posted by

મેષ રાશિ

આજે તમારો આર્થિક પક્ષ તમારા માટે ખૂબ જ મજબૂત રહેશે. રસ્તો પસાર કરતા સમયે સાવધાની રાખવી. આજે તમે માથાનો દુખાવો કે એસીડિટીથી પીડિત થઇ શકો છો. ભોજન કરતાં સમયે તમારે સંયમ રાખવું. તમારા પારિવારિક જીવનમાં અમુક મુદ્દા ઉત્પન્ન થઇ શકે છે. આજે વિભિન્ન સ્ત્રોતોથી આવક થશે. સાથે જ સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે. તમારું મન ના હોવા છતાં પણ અમુક કામ કરવા પડી શકે છે. કોઈ સાથે અનાવશ્યક વિવાદ થઈ શકે છે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. ઘરનું વાતાવરણ આનંદપ્રદ હશે. કોઈ તમારી મદદ માટે આગળ આવી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કારણ કે માથાનો દુખાવો તમને પરેશાન કરી શકે છે. વ્યવસાયમાં લાભ થવાની શક્યતા રહેલી છે. કોઈ મોટા કાર્યને પૂરું કરવામાં તમારા સહકર્મીઓ પાસેથી તમને પુરી મદદ મળશે. પોતાના વ્યવસાયને વધારવા માટેની યોજના બનાવી શકો છો. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ

તમે તમારી મીઠી વાણીથી વ્યવસાયમાં પ્રગતિ કરી શકશો. પોતાના કામ પ્રત્યે ગંભીર હોવાથી તમને તમારા પ્રયાસોમાં સફળતા મેળવવામાં મદદ મળશે. ઝઘડાઓ થવાની સંભાવના ખૂબ જ વધારે છે તેથી તમારે સાવધાન રહેવું જોઈએ. અલગ વિચારીને તમારી રચનાત્મક ક્ષમતાનું પ્રદર્શન કરવું. પૈસાની આવક માટે અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે. વિદ્યાર્થીઓ પોતાનું બધું જ કામ સમય પર કરશે. જોખમભર્યા નિર્ણય લેવાથી બચવું. સમજી-વિચારીને જ પૈસાનું રોકાણ કરવું.

કર્ક રાશિ

વ્યવસાયિક મોરચે ચીજો અને કામ સરળતાથી આગળ વધશે. તમારી અમુક સમસ્યાઓનું કારણ તમે પોતે છો, તમે પોતે જ મતભેદમાં પડી રહ્યા છો. આજે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. પોતાના કાર્યોને સફળતાપૂર્વક પુરા કરવા. તમારા ખૂબ જ પ્રયાસો છતાં પણ તમારી ચુકવણી અટકી શકે છે. ઘણી બધી જૂની યાદો તાજા થઇ જશે અને તમે સમયમાં પાછળ ચાલ્યા જશો. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. નફો થવાના યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ

આજે તમારો વિરોધી વર્ગ પરાજિત થશે. તમારા અધુરા કાર્યો આજે પૂરા થશે. જો તમે આજે યાત્રા કરવા માંગતા હોય તો તમે બિમાર પડી શકો છો અથવા તો કંઇક મહત્વપૂર્ણ ગુમાવી શકો છો. ભાગીદારીમાં વ્યવસાયને લઈને સતર્ક રહેવું. તમે તમારા ખીચામાંથી ખોટો ખર્ચ કરી શકો છો અને બાદમાં પસ્તાવો થઇ શકે છે. જે પણ કાર્ય સાથે જોડાયેલ છો તેમાં નવી ઉભરતી સંભાવનાઓથી મોઢું ફેરવવું નહી. તમારું મન ખોટા કામોની તરફ ઝૂકી શકે છે.

કન્યા રાશિ

તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવું. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને કંઈક બાબતે ઝઝૂમવું પડી શકે છે. આજે બોલતા સમયે શબ્દોની પસંદગીને લઈને બેદરકારી રાખવી નહી. આજે તમારામાંથી કોઈના માટે એક તણાવપૂર્ણ દિવસ રહી શકે છે. તમારા વિરોધીઓના કારણે તમને થોડી પરેશાની થઇ શકે છે. સ્થળાંતર થવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને હજુ વધારે મહેનત કરવી પડશે. વિરોધીઓ તમારી છબીને બગાડવાના પ્રયત્નો કરી શકે છે.

તુલા રાશિ

આજે તમને કોઇ ખોવાયેલી વસ્તુ મળી શકે છે. આજે તમે આ દિવસનો ભરપૂર આનંદ ઉઠાવશો. નવા લોકોને મળવાથી લાભના યોગ છે. તમારે પ્રયત્નો કરવા કે તમારી વાતોથી કોઈને દુઃખ ના પહોંચે અને પરિવારની જરૂરિયાતને પણ સમજવી. તમારો પ્રિય વ્યક્તિ આજે રોમેન્ટિક મૂડમાં હશે. વ્યવસાય બાબતે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. બહાર કામ કરનાર મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવું પડશે. ઘરેલુ મોરચા પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા વિરોધીઓથી બચવું પડશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા ઘર પર એક શુભ કાર્યક્રમ આયોજીત કરવામાં આવી શકે છે જે વાતાવરણને શાંતિપૂર્ણ બનાવવામાં મદદ કરશે. પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે પરિચય વધારવા માટે સામાજિક ગતિવિધિઓ સારી તક સાબિત થશે. તમારા પ્રિયની તબિયત ખરાબ થતાં ચિંતામાં રહેશો. પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખવું. શાંતિ સાથે પોતાનું કામ કરતાં રહેવું. કોઇની વાતોમાં આવવું નહી.

ધન રાશિ

આજે લેવડ-દેવડની બાબતમાં તમારા પર આરોપ લાગી શકે છે. તમારી અંદરની ઉર્જાને બહાર લાવવાની કોશિશ કરવી. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો પસાર થશે. જો આજે પરિણામ તમારી આશા પ્રમાણે ના આવે તો નિરાશ થવું નહી. તમારે તમારી ટીમમાં એકતા બનાવી રાખવી જરૂરી છે. ટીમમાં મતભેદ તમારા કામને પણ પ્રભાવિત કરી શકે છે. તે લોકો પર નજર રાખવી જે તમને ખોટા રસ્તા પર લઈ જઈ શકે છે. ઓફિસ અથવા વ્યવસાયની જગ્યા પર કામનું ભારણ વધશે.

મકર રાશિ

આજે રોમાન્સ તમારા હૃદય અને મગજમાં છવાયેલો રહેશે. આજનો દિવસ તમારા લગ્નજીવનને ભરપૂર આનંદ આપશે. જરૂરિયાતથી વધારે સૂવું તમારી ઉર્જાને ખતમ કરી શકે છે તેથી આજના દિવસે પોતાને સક્રિય રાખવા. કોઈની સાથે નવી પરિયોજના અથવા ભાગીદારી વાળા વ્યવસાયની શરૂ કરવાથી બચવું. ખણખોદ કરનાર વ્યક્તિને પોતાના દિલની વાત બિલકુલ પણ જણાવવી નહી. પ્રોફેશનલ લાઇફમાં અમુક ઝટકા માટે તૈયાર રહેવું. કાર્યસ્થળ પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિ

આજે તમે અમુક આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે પોતાની રચનાત્મક ક્ષમતાઓનો પ્રયોગ કરી શકો છો. આજે તમારે અમુક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. તમારે કામ કરવામાં થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. નાણાકીય બાબતમાં સુધારો અવશ્ય આવશે. આજે તમે તણાવમાં રહી શકો છો પરંતુ પરિવારની તરફથી સહયોગ મળશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. આજે તમારે આલોચનાઓ માટે તૈયાર રહેવું પડશે. પરંતુ તેનાથી તમારે ગભરાવવાની બિલકુલ પણ જરૂર નથી.

મીન રાશિ

કાર્ય સ્થળ પર વિવાદ સમાપ્ત થવાથી શાંતિ અને સુખમાં વધારો થશે. અમુક લોકો માટે આકસ્મિક યાત્રા ભાગદોડ ભરેલી અને તણાવપૂર્ણ રહેશે. પૈસાની લેવડ-દેવડની બાબતમાં સાવધાન રહેવું. મોટુ નુકસાન થઈ શકે છે. તમારો જીવનસાથી આજે તમારા ઉપર ખાસ ધ્યાન આપશે. આજે તમે ભરપૂર ઊંઘની મજા લઇ શકશો. પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારે વાણી પર નિયંત્રણ રાખવું અતિ આવશ્યક છે. નવા કામને લઈને ઉત્સાહમાં રહેશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *