રાશિફળ ૪ જાન્યુઆરી : સોમવારનો દિવસ આ ૫ રાશિનાં જાતકો માટે રહેશે ભાગ્યશાળી, ભોળાનાથની કૃપાથી ઝડપથી આગળ વધશે કરિયર

Posted by

મેષ રાશિ

આજે સ્નેહના બંધનને જાળવી રાખવા માટે તમારે પરસ્પર સન્માન અને વિશ્વાસ રાખવાની જરૂરિયાત રહેશે. જો તમે પોતાની વાણી પર સંયમ નહી રાખો તો તમારી પ્રતિષ્ઠા સરળતાથી ધૂળમાં મળી શકે છે. જીવનસાથી તરફથી સહયોગ અને સાનિધ્ય મળશે, પરંતુ ભાવુકતા પર નિયંત્રણ રાખવું. જો તમે ખરીદી કરવા જઈ રહ્યા હોય તો જરૂરિયાતથી વધારે ખરીદી કરવાથી બચવું. નોકરીના તમને સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે.

વૃષભ રાશિ

આજે તમને નવા સંબંધોથી ફાયદો મળશે. આવનાર સમયમાં બેરોજગાર લોકોને રોજગાર પ્રાપ્ત થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ તમારા જીવનમાં ખાસ અસર છોડશે. તે અન્ય લોકોને તમારી સમજણ સમજાવવામાં અને તેમની મદદ પ્રાપ્ત કરવામાં કારગર રહેશે. તમારા છુપાયેલા દુશ્મન તમારા વિશે અફવા ફેલાવવા માટે અધીરા બનશે. વ્યવસાયનો વિસ્તાર કરતા પહેલા તમારે ખૂબ જ સારી રીતે રિસર્ચ કરી લેવું જોઈએ.

મિથુન રાશિ

તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. ફક્ત બુદ્ધિનો ઉપયોગ કરીને કરવામાં આવેલું રોકાણ જ તમારા માટે ફાયદાકારક રહેશે, તેથી પોતાની મહેનતની કમાણી સમજી-વિચારીને લગાવવી. કામનું દબાણ અને પરિવારનાં મતભેદ તમારા તણાવનું કારણ બની શકે છે. આજે તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે. શિક્ષા પ્રતિયોગિતાનાં ક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત સાર્થક રહેશે. સંતાન સંબંધમાં સારા સમાચાર મળશે.

કર્ક રાશિ

તમારી અધૂરી ઇચ્છા પૂર્ણ થતી જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ અમુક અડચણોનાં લીધે અટકી શકે છે, પરંતુ ધીરજથી કામ લેવું. હિતકારી ગ્રહ એવા કારણો ઉત્પન્ન કરશે, જેના લીધે તમે ખુશી મહેસૂસ કરશો. કમજોરી અને સંઘર્ષની અવધિ, ઘર-પારિવારિક મામલાઓને સંરક્ષિત કરવાની આવશ્યકતા રહેશે. ભાગીદારીની પરિયોજનાઓ સકારાત્મક પરિણામથી વધારે પરેશાનીઓ આપશે.

સિંહ રાશિ

તમારા જીવનમાં આવનારી પરેશાનીઓથી છુટકારો મળશે. યાત્રા અને શિક્ષા સાથે જોડાયેલ કામ તમારી જાગરૂકતામાં વધારો કરશે. તમે પોતાના જીવનસાથીની સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. દરેક ક્ષણ તમને એકબીજાની નજીક લાવશે. તમે ઈચ્છો તો તમારી પરેશાનીઓને સ્મિતથી દૂર કરી શકો છો અથવા તો તેમાં ફસાઇને પરેશાન રહી શકો છો. આજે મૌન રહીને દિવસ પસાર કરી દેવામાં જ બુદ્ધિમાની છે, નહિતર મતભેદનો પ્રસંગ બની શકે છે.

કન્યા રાશિ

આજે અચાનક યાત્રાના કારણે તમે તણાવનો શિકાર થઈ શકો છો. તમે કોઈ પ્રોપર્ટી ખરીદી કે વહેંચી શકો છો. અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ છે. તમારા પ્રયાસોથી જીવનમાં પ્રેમ અને સ્નેહ મેળવવામાં સફળ રહેશો. કોઈની સાથે વાદ-વિવાદમાં પડવું નહી. તમારી સફળતાનો માર્ગ ખૂલી રહ્યો છે. પરિવારના દરેક સદસ્યોની જરૂરિયાત પર ધ્યાન આપવું આજે તમારી પ્રાથમિકતા રહેવી જોઈએ.

તુલા રાશિ

પરિવારની જવાબદારીઓમાં વધારો થશે, જે તમને તણાવ આપી શકે છે. કોઈ ઘર કે પ્લોટ ખરીદવાનો પ્લાન બનાવી શકો છો. ઉચ્ચ શિક્ષા માટે પૈસા અર્જિત કરવામાં સફળ રહેશો. કોઈ તમારા તરફ આકર્ષિત થઇ શકે છે. સાંજના સમયે તમે સરળતાથી પોતાના માટે થોડો સમય કાઢી શકશો. સંબંધીઓને લઈને જીવનસાથી સાથે તકરાર થઇ શકે છે. આજે તમને મહેસુસ થશે કે તમે પોતાનો સમય બરબાદ કરી રહ્યા છો.

વૃશ્ચિક રાશિ

આજે તમે પોતાના ભૂતકાળને લઈને પોતાના જીવનસાથી સામે ખોટું બોલી શકો છો, જે નિરાશાજનક રહેશે. ધ્યાન લગાવવાની નવી ટેક્નિકથી એકાગ્રતા વધશે. પ્રોપર્ટી માલિકો માટે આજે ખૂબ જ સારો દિવસ રહેશે. આજે તમે પોતાના જીવનસાથી સાથે સમય પસાર કરવાનું પસંદ કરશો. જે પણ બોલો સમજી વિચારીને બોલવું, આજે કાયદાકીય બાબતમાં તમારો પક્ષ કમજોર છે. તમારી સહાનુભૂતિ અને સમજની પ્રશંસા થશે. પરંતુ સાવધાન રહેવું કારણ કે ઉતાવળમાં લેવામાં આવેલ કોઈપણ નિર્ણય દબાણ બનાવી શકે છે.

ધન રાશિ

આજનો દિવસ અવસરોનો લાભ લેવા માટે પર્યાપ્ત રૂપથી સાવધાન અને સક્રિય રહેવાનો છે. પોતાના સંબંધીઓને મળવા જઈ શકો છો. કોઈ પ્રોપર્ટી ખરીદવા વિશે વિચારી શકો છો. તમે પોતાના જીવનસાથી સાથે વધારે સમય પસાર કરવા માંગશો તમારા સ્વાસ્થ્યમાં પહેલાની તુલનામાં ઘણો સુધારો જોવા મળશે. આજના દિવસે તમારા ચહેરા પર સ્મિત જળવાઈ રહેશે અને અજાણ્યા લોકો પણ પરિચિત લાગશે.

મકર રાશિ

કોઈ પરિવર્તન કે આવનાર સમયના પરિવર્તનથી તમારા દિવસમાં થોડી ચિંતા પેદા કરી શકે છે. આજે સોનું કે જ્વેલરી ખરીદવા માટે શુભ દિવસ છે. અભ્યાસમાં કોઈની મદદ લેવાથી ફાયદો થશે. જીવનસાથી સાથે મતભેદ દૂર કરવાની કોશિશ કરવી. પોતાની ઉર્જાને વ્યક્તિત્વ-વિકાસના કાર્યમાં લગાવવી, જેનાથી તમે વધારે શ્રેષ્ઠ બની શકો. આજે તમારા પ્રેમનો માર્ગ એક સુંદર વળાંક લઇ શકે છે.

કુંભ રાશિ

દિલ સાથે જોડાયેલા મામલાઓમાં આજે તમે ખૂબ જ ગંભીર જોવા મળશો. કાર્યક્ષેત્ર પર અધૂરા રહેલા કામોને પુરા કરવાની કોશિશ કરશો. મહિલાઓ પોતાની નિયમિત દિનચર્યામાં કંઈક નવું કરવા વિશે વિચારશે. મિત્રોની સાથે કોઈ યાત્રા પર જઈને આનંદ ઉઠાવી શકશો. પોતાના અંગત જીવનમાં પ્રેમની ઉમંગ જાળવી રાખવી. જૂની તકલીફો દૂર થશે. આજના દિવસે તમારી અને તમારા જીવનસાથીની વચ્ચે આત્મીયતાપૂર્ણ વાતો કરવાનો યોગ્ય સમય છે.

મીન રાશિ

આજના દિવસે તમે પોતાની અંદર સત્યને જાણવાની કોશિશ કરશો. પરિવારના કોઈ સદસ્યનો સંબંધ નક્કી થઈ શકે છે. કોઈ મિત્ર કે સંબંધીને મળવા જઈ શકો છો. પૈતૃક સંપત્તિ મળવાના યોગ છે. કોઈનું દિલ જીતવામાં સફળ રહેશો. આજે તમારે એ જ કામ કરવું, જેમાં તમારું મન લાગતું હોય. આજના દિવસે તમે કાર્યક્ષેત્રમાં આલોચનાઓનો શિકાર થઈ શકો છો. યાત્રાના અવસરને હાથમાંથી જવા દેશો નહી.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૪ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *