રાશિફળ ૪ ઓક્ટોબર : આજે આ ૭ રાશિવાળા લોકોના જીવનમાં આવશે ખુશહાલી, જ્યારે બીજી રાશિઓએ ઉઠાવવું પડશે નુકશાન

Posted by

મેષ રાશિ

આજે તમારા પ્રતિસ્પર્ધીઓનો પરાજય થશે. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. નોકરી બદલવાની દિશામાં પ્રયાસ કરી શકશો. વ્યવસાયમાં ઉત્તમ ધન લાભ થવાની પ્રબળ સંભાવના રહેશે. તમારા માટે પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખવું અને ભવિષ્ય માટે બચત કરવી ખૂબ જ આવશ્યક છે. આજે તમારો દિવસ અનુશાસીત રહેશે. લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આજે તમારે દિવસના મધ્યમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિ

આજે તમને પરિવારના સભ્યો તરફથી સહયોગ મળશે. દાંપત્ય જીવનની મધુરતામાં વધારો થશે અને કાર્યક્ષેત્રમાં પણ તમે છવાયેલા રહેશો. પ્રેમ જીવનમાં કમી નો અહેસાસ થશે. પોતાના સાથીને આપેલ કોઈ વચન નિભાવવામાં આજે તમે અસફળ રહેશો. જો તમે તરત જ પરિણામની આશા રાખો છું તો તમને નિરાશા મળી શકે છે. એક ટીમના રૂપમાં કામ કરશો તો આજે તમને સૌથી સારું પરિણામ મળશે. આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે.

મિથુન રાશિ

મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર મળશે અને જેનો લાભ મળશે. તમારી ઓફિસમાં અમુક અડચણો તમારો રસ્તો રોકશે પરંતુ તમે તેજ બુદ્ધિનો ઉપયોગ કરીને તમે તેને પણ જીતી લેશો. બની શકે છે કે આજે તમને અમુક આડી-અવળી વાતો સાંભળવા મળી શકે છે. તમે જે કંઈપણ સાંભળશો તેના પર વિશ્વાસ કરવો નહી. તમારા જીવનસાથી સાથે થનાર ઝઘડાઓ આગળ જઈને તમારી સમસ્યા વધારી શકે છે. તમારા અંગત જીવનમાં થોડા ઘણા ઝઘડાઓ થઈ શકે છે.

કર્ક રાશિ

પારિવારિક જીવન ખુશનુમા રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતાથી ખુશી મળી શકે છે અને તમારુ તેમાં મન લાગશે. તમે તમારું કામ મન લગાવીને કરી શકશો. પારિવારિક જીવનમાં પણ આજનો દિવસ પ્રેમ અને સ્નેહથી ભરપૂર રહેશે. ઘરમાં વધારે પ્રમાણમાં કામનું દબાણ તમને તણાવ આપી શકે છે. તમારા વડીલો તમારા જટિલ પરિશ્રમની પ્રશંસા કરશે. જીવનસાથી સાથે કોઈ જૂની વાત શેર કરી શકો છો. આવું કરવાથી તમને ખૂબ જ રાહત મળશે.

સિંહ રાશિ

આજે તમારી વાણીમાં ઉગ્રતા રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. માનસિક રૂપથી દબાણ મહેસુસ કરશો અને માતા-પિતા તરફથી પણ આજે તમને સહયોગ લગભગ મળી શકશે નહી. તમારું કરિયર આજે પોતાની ચરમસીમા પર છે. તમારા કાર્યસ્થળ પર બધું જ તમારી મરજી મુજબ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં તમે જેટલું પણ કષ્ટ ઉઠાવ્યું છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થવા લાગશે. ગૃહિણીઓ ઘરને વ્યવસ્થિત કરવામાં વ્યસ્ત રહેશે.

કન્યા રાશિ

ખર્ચા થોડા વધારે થઇ શકે છે તેથી તેમના પ્રત્યે થોડી સાવધાની રાખવી. પરિવારને તમારા ધન અને તમારા સમયે બંનેની આવશ્યકતા રહેશે. આજે પોતાના સુવિધા ક્ષેત્રથી બહાર જવું નહી. તમે જે ક્ષેત્રમાં સારું કરી રહ્યા છો તેની સાથે જોડાયેલા રહેવું. તમે પોતાને અમુક મનોરંજન ગતિવિધિઓમાં સામેલ કરવા માંગો છો પરંતુ તમને તમારા કામની જવાબદારીઓ રોકી શકે છે. કોઈ મહિલા મિત્ર સાથે આજે તમારી મિત્રતા થઈ શકે છે.

તુલા રાશિ

આજે તમારા પોતાના ગુસ્સા પર કાબૂ રાખવું. આજનો દિવસ પારિવારિક જીવન માટે સામાન્ય દિવસ રહેશે. કોર્ટ-કચેરી સાથે જોડાયેલાં કામોમાં સફળતા મળશે. તમારા કાર્યક્ષેત્રમાં આજે કોઇ નવા અને મોટા કામ માટે તમારી પસંદગી કરવામાં આવી શકે છે. જેના લીધે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે તમારું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનો પ્રયાસ કરશો. દાંપત્યજીવનમાં નાની-નાની વાતોને લઈને તણાવ વધી શકે છે. તમને તમારા માતા-પિતા તરફથી પુરુ સમર્થન પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

કરિયરમાં નવા સહકર્મી અડચણો ઉત્પન્ન કરશે. જો તમે કોઈ નવા સ્થાન પર છો તો વિરોધીઓનો સામનો કરવો પડશે. શરૂઆતમાં તકલીફ વધારે પડશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સતત કામ કરવાથી તમને બચવાની સલાહ આપવામાં આવે છે. કામ કરતા સમયે વચ્ચે થોડો આરામ કરી લેવો. કારોબાર સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા પરિવારની સલાહ જરૂર લેવી. પોતાના પ્રેમીની વાત પર તમને ગુસ્સો આવી શકે છે અને તમે તેને ઠપકો પણ આપી શકો છો જેના કારણે તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે.

ધન રાશિ

આજે તમે કોઈ એવા વ્યક્તિને મળશો જેમના વિચાર તમારા વિચાર સાથે મળતા હશે. આજે પરિવારમાં કોઈ નવા સમાચાર મળી શકે છે જેના કારણે તમારા પરિવારમાં ચહલ-પહલ વધી શકે છે. આજે તમારે ઉપરી અધિકારીઓની ટીકાઓ સાંભળવી પડશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. પરંતુ તમારે આ પ્રકારની કડવી વાતોથી પ્રેરણા લેવી જોઈએ. કોઈ સદસ્યના ખરાબ વ્યવહારના કારણે તમે દુઃખી થઈ શકો છો. પિયર પક્ષ તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના વધારે રહેલી છે.

મકર રાશિ

સ્વજનો તરફથી અપેક્ષિત સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. નાની-નાની વાતોને મોટો મુદ્દો બનાવવો નહી. બીજા લોકોને સમજવાનો પ્રયાસ કરવો. આ સમયે તમારે ધૈર્યથી કામ લેવું પડશે. શાંત મગજથી પોતાની સમસ્યાઓને દૂર કરવાના પ્રયાસ કરવા તમને સફળતા જરૂર મળશે. કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તમારી ઇચ્છાઓ સફળ થશે નહી. કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવી. પરિવારનું કોઈ સદસ્ય તમારાથી નારાજ થઈ શકે છે.

કુંભ રાશિ

આજે સ્થિરતા અને ગંભીરતાથી કરવામાં આવેલ કોઈપણ કાર્યથી લાભ પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક ક્ષેત્રમાં સામાન્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. આજે ખર્ચો ખૂબ જ વધારે થઈ શકે છે. જીવનસાથીની સાથે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક પસાર થશે. પોતાના પ્રિય વ્યક્તિનો સાથ મેળવીને તમને ખૂબ જ સારું મહેસુસ થશે. આજે તમે ખૂબ જ વ્યસ્ત રહી શકો છો. નકામા વિવાદો પણ તમારી સામે આવી શકે છે. વિવાહિત લોકોને જીવનનું મહત્વપૂર્ણ જ્ઞાન મળી શકે છે.

મીન રાશિ

આજે તમે તમારી આવશ્યકતાઓ અને ઈચ્છાઓને પૂરી કરવામાં ખૂબ જ પૈસા ખર્ચી શકો છો. બાળકોને લઈને તમે વધારે ચિંતિત રહી શકો છો. તેમની શિક્ષા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વાતો તમને પરેશાન કરી શકે છે. પોતાના પૈસાના સંબંધમાં કોઈપણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહી. દાંપત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહેશે અને જીવનસાથીનો પુરો સહયોગ તમને મળશે. આજે તમારા પ્રિયની મદદથી કોઇ મોટી સમસ્યાનું સમાધાન નીકળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *