મેષ રાશિ
આજે તમારા દરેક કાર્ય સફળ થવાની સાથે સાથે પૂર્ણ પણ થશે. તમારા જીવનસાથીનો સહયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઈ ઐતિહાસિક ઈમારતની આસપાસ ફરવા જવાની યોજના બનાવી શકો છો, જેનાથી તમારા બાળકો અને તમારા પરિવારના સદસ્યોને તાજગી મળશે. આજે અચાનક ધન લાભની સંભાવના છે. પોતાની જીવનશૈલીને વધારવા માટે તમે પૈસા ખર્ચ કરી શકો છો. આર્થિક બાબતોમાં લાલચુ થવાથી બચવું.
વૃષભ રાશિ
તમારા માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિથી ખૂબ જ શુભ છે. પ્રેમ-પ્રસંગની બાબતોમાં તમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓને તેમની ગતિવિધિઓમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો. તમારે પોતાના ભાઈઓ અને પરિવારના સદસ્યોની સાથે તાલમેલ જાળવી રાખવો જોઈએ. કોઈ નજીકના સંબંધીની સાથે ફરવા જવાની યોજના બનાવશો, જેનાથી તમને રાહત મહેસુસ થશે.
મિથુન રાશિ
આજે તમારે બેંક સાથે જોડાયેલ લેવડદેવડમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. તમારા પરિવારના સદસ્યો તમને પર્યાપ્ત રૂપથી સહયોગ કરશે. આજે તમે કોઇ નવા વ્યક્તિને મળી શકો છો. અમુક લોકોને વ્યાપારિક અને શૈક્ષણિક લાભ મળશે. તમારે પોતાની નોકરી કે વ્યવસાય સંબંધિત પરિયોજનાઓ માટે યાત્રા કરવી પડી શકે છે. વ્યવસાયમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ મળશે. પ્રગતિ થવાની સંભાવના રહેલી છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
કર્ક રાશિ
આજે તમને વ્યવસાયમાં લાભ મળવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં તમારું કામ ખૂબ જ વધી શકે છે. કોઈ સંબંધી અચાનક તમારી ઘરે આવી શકે છે, જેના લીધે તમારી યોજનાઓ બગડી શકે છે. આજે તમે ખૂબ જ વધારે ઊર્જાવાન રહેશો અને પોતાની ક્ષમતાઓના આધાર પર પોતાના કામમાં સફળતા પ્રાપ્ત કરશો. તમારી થાકેલી અને ઉદાસ જિંદગી તમારા જીવનસાથીને તણાવ આપી શકે છે. અજાણ્યા વ્યક્તિ પર અતિ વિશ્વાસ કરવો નહી.
સિંહ રાશિ
વેપાર સંબંધિત આયોજન કરી શકો છો. જીવનસાથીની સલાહ પર ધ્યાન આપવું. કારણકે કોઈ એવો રસ્તો મળી શકે છે કે જેનાથી તમારું કામ પણ બની જાય અને ખર્ચ પણ ના થાય. ઉતાવળમાં રહેવું નહી, નહિતર તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. તમને ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. બાળકોની અસહમતીના લીધે વાદ-વિવાદ થઈ શકે છે અને તેનાથી પરિવારમાં તણાવભર્યુ વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓને આજે થોડી પરેશાનીઓનો સામનો કરવો પડશે. આજનો દિવસ નાણાકીય મોરચે તમને રાહત આપશે.
કન્યા રાશિ
જુનાં રોકાણથી તમને અપેક્ષાથી વધારે લાભ પ્રાપ્ત થશે. કાર્યસ્થળમાં પોતાના વરિષ્ઠ અને સહકર્મીઓની સાથે સુમેળતા જાળવી રાખવી. આજે શક્ય છે કે તમારા ભૂતકાળ સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરી શકે છે. કાનૂની અડચણો દૂર થશે. આવકમાં અનિશ્ચિતતા રહેશે. ઘરના સદસ્યોની સારી સલાહ તમારા માનસિક તણાવને ઓછું કરવામાં દવાની જેમ અસરકારક સાબિત થશે. ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થવાથી તમને ખુશી મળશે.
તુલા રાશિ
આજે સંતાનો માટે સમય અનુકૂળ છે. આજના દિવસે કાર્યક્ષેત્રમાં તમે પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી શકો છો. કોઈપણ ખર્ચાળ કામ કે યોજનામાં હાથ નાખતા પહેલા સમજી વિચારી લેવું. કોઈ ભારે નુકસાન થવાથી વૈવાહિક જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પિતા તરફથી લાભ થશે અને મિત્રો તરફથી ભરપૂર સહયોગ મળશે. તમામ પ્રકારના કાર્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક રાશિ
આજે તમારી એકાગ્રતાનો અભાવ માનસિક અસ્વસ્થતામાં વધારો કરશે. આજે તમે ખૂબ જ પૈસા કમાઇ શકો છો પરંતુ આ અવસરને પોતાના હાથમાંથી સરકવા દેશો નહી. કોઈ જૂનો મિત્ર પોતાની સાથે તમારા જીવનસાથીના જુના યાદગાર કિસ્સાઓ લઈને આવી શકે છે. કોઈ એવા સંબંધી જે ખૂબ જ દૂર રહે છે, તે આજે તમારો સંપર્ક કરી શકે છે. પરિશ્રમની તુલનામાં પરિણામ સંતોષજનક મળશે નહી. દરેક કાર્યમાં સંભાળીને આગળ વધવું પડશે.
ધન રાશિ
પોતાના પ્રિય વ્યક્તિની સાથે તકરાર થઈ શકે છે. ત્યાં સુધી કોઈ વચન આપવું નહીં જ્યાં સુધી તમે પોતે તે ના જાણતા હોય કે તમે તેને પૂર્ણ કરી શકશો કે નહી. પોતાના વ્યક્તિત્વ અને રંગ રૂપને સારુ બનાવવાની કોશિશ સંતોષજનક સાબિત થશે. પરિવારના લોકોની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાથી તમે પોતાને રિલેક્સ મહેસૂસ કરશો. કામમાં અડચણ ઉત્પન્ન થઇ શકે છે. વાહન અને મશીનરીના પ્રયોગમાં સાવધાની રાખવી. સરકારી લાભ મળી શકે છે.
મકર રાશિ
આજે દિવસભર વ્યસ્ત રહેવા છતાં પણ તમને થાકનો અનુભવ થશે નહીં. પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે. અપ્રત્યાશિત લાભ સંભવ છે. મનોરંજન અને સૌંદર્યમાં જરૂરિયાતથી વધારે સમય ખર્ચ કરવો નહી. અટવાયેલા કામમાં ગતિ આવશે. કોઈપણ કાર્ય એકલા ના કરવું, તેની જગ્યાએ સાથી સહકર્મીઓની સાથે કામ કરવાથી લાભ પ્રાપ્ત થશે. વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. આજે તમામ કામ મિત્રોની મદદથી પૂર્ણ થશે.
કુંભ રાશિ
આજે જેટલું બની શકે તમારે પોતાના જીવનસાથી સાથે સમય પસાર કરવો જોઈએ. આજે તમે પોતાને ઉર્જાથી તરબોળ મહેસૂસ કરશો. નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આગળ વધશે. રોકાણ અને નોકરી અનુકૂળ લાભ આપશે. પારિવારિક તણાવને ગંભીરતાથી લેવા, પરંતુ બિનજરૂરી ચિંતા ફક્ત તમારા માનસિક દબાણમાં જ વધારો કરશે. તમારી કાર્યક્ષમતા પર આંગળી ઉઠાવવાની વાત હવે પ્રત્યક્ષ રૂપથી તમારી સામે આવી શકે છે.
મીન રાશિ
અન્ય લોકોને સહયોગ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. સહકર્મીઓ તરફથી અપેક્ષા પ્રમાણે સહયોગ મળશે નહી, પરંતુ ધેર્ય જાળવી રાખવું. આજે લેવડદેવડમાં સાવધાની રાખવી. આવક અને ખર્ચાઓ બરાબર રહેશે. ચિંતા અને તણાવ રહી શકે છે. વ્યવસાય યાત્રા સફળ રહેશે. જો તમારી પાસે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની દ્રઢ ઇચ્છાશક્તિ છે તો કંઈપણ અસંભવ નથી. પોતાના વિચારો અને ગુસ્સાને અંકુશમાં રાખવા. ફક્ત તમારા કામ પર જ ધ્યાન આપવું.
નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૫ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.