રાશિફળ ૫ ઓક્ટોબર : આજે આ ૫ રાશિઓનું ભાગ્ય પક્ષ રહેશે મજબૂત, પ્રમોશન મળવાના બની રહ્યા છે યોગ

મેષ રાશિ

આજે તમારા કોઈ નજીકના સંબંધીને તમારી આર્થિક મદદની જરૂર પડી શકે છે. સહયોગીઓની પાસે તમારી સાથે શેર કરવા માટે અમુક રોમાંચક યોજનાઓ હોઈ શકે છે. તેમના વિચારોનો સ્વીકાર કરવો અને તમારી પ્રમાણિકતાનું મંતવ્ય પણ આપવું. તમે આજે ખૂબ જ ઝડપથી સફળતા પ્રાપ્ત કરશો. વ્યવસાયના ક્ષેત્રમાં તમને ઘણાં મોટા લાભ થશે. આજે કોઈ રોગના કારણે મન મૂંઝવણમાં રહેવાથી નિર્ણય લેવામાં અવરોધ આવી શકે છે. પ્રમોશનના પ્રબળ યોગ બની રહ્યા છે.

Advertisement

વૃષભ રાશિ

આજે પરિવારના લોકો તરફથી ભરપૂર સહયોગ મળશે. તમારી નેતૃત્વ કરવાની કુશળતા તમારા જૂથમાંથી સર્વશ્રેષ્ઠ છે અને તમારા વિચારો તમારા કરિયરને નવી ઊંચાઇઓ પર લઈ જઈ શકે છે. દૂર ફરવા જવાની અચાનક યોજના બની શકે છે. નોકરીની દિશામાં પ્રગતિ થશે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને તમારો સાચો પ્રેમ મળવાની પૂરી સંભાવનાઓ નજર આવી રહી છે. કોઈની સાથે જૂનો મતભેદ હોય તો આજે દૂર થઈ જશે.

મિથુન રાશિ

સંતાન પક્ષને લઈને ચિંતિત રહી શકો છો. મનને શાંત રાખવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. તમારા સંબંધો મજબૂત બનશે. તમારા અમુક નવા મિત્રો પણ બની શકે છે. તમારું સામાજિક વર્તુળ વધશે. આસપાસના લોકો પાસેથી તમને મદદ મળશે. પારિવારિક જીવનમાં પ્રવૃત્તિ વધી શકે છે. પોતાના નજીકના લોકો પાસેથી સહયોગ મળવાથી માનસિક સુખની પ્રાપ્તિ થશે. નોકરીમાં સહકર્મી તરફથી સહયોગ મળશે. ઘરના નિર્માણ માટે ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે.

કર્ક રાશિ

આજે તમારા મિત્રો તમારા પક્ષમાં રહીને તમારી મદદ કરતા નજર આવશે. લવમેટ માટે પણ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે અમુક નકામા ખર્ચા તમને પરેશાન કરી શકે છે. કાર્યોને લઇને બિનજરૂરી માનસિક તણાવ આવી શકે છે. તમને નસીબ તરફથી પૂરો સહયોગ પ્રાપ્ત થશે. અધિકારીઓ પાસેથી તમને મદદ મળશે. ભાગ્ય તમારી સાથે છે અને તમને સફળતા જરૂર મળશે. અચાનક કોઈ યાત્રા પર જવું પડી શકે છે.

સિંહ રાશિ

આજે તમે પોતાના શત્રુઓ અને વિરોધીઓ પર અંકુશ રાખી શકશો. કોઈ સંબંધી તમારા વિચારોનો વિરોધ કરી શકે છે. નવા કાર્યોમાં તમને રુચિ વધશે. તમને કંઈક નવું શીખવાનો વિચાર આવી શકે છે. નિષ્ફળતા મળવાથી મન નાનું કરવું નહી. વાદ-વિવાદથી દૂર રહેવું. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઇ શકે છે. ધાર્મિક શુભ કાર્ય સંપન્ન થશે. આજે તમારે સગા સંબંધીઓની સાથે મતભેદ થઈ શકે છે. નોકરિયાત વાળા લોકોને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

આજે જમીન અને સંપત્તિ સંબંધિત બાબતોમાં સફળતા મળશે. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. કોઈ જૂની વાતને લઈને તમે થોડા પરેશાન રહી શકો છો પરંતુ સાંજ સુધીમાં બધું જ બરાબર થઈ જશે. નિર્માણ કાર્યથી લાભ થશે. વસ્ત્રો ઉપહારમાં મળી શકે છે. સંયમ રાખવું અને ધૈર્યથી કામ લેવું. વૈવાહિક જીવનમાં થોડી ખટાશ આવી શકે છે તેથી સાવચેત રહેવું. કોર્ટ-કચેરીના મામલાઓમાં વિલંબ થઈ શકે છે. મહેમાન આગમનના યોગ બની રહ્યા છે.

તુલા રાશિ

આજે નવી જવાબદારી મળવાના યોગ છે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે અને તમે પોતાના પ્રિયની સાથે એક શાંત દિવસનો આનંદ ઉઠાવી શકશો. સંયમથી જ કાર્ય કરવું અને તણાવ લેવાથી બચવું. પૈસા બાબતે આજે સ્થિતિ સામાન્ય રહેશે. હાલના સમયમાં ખૂબ જ સમજી-વિચારીને પૈસા ખર્ચ કરવા. તમારા કામની ગુણવત્તાને જોઈને તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે. અમુક નવા મિત્રો બની શકે છે. બેરોજગાર લોકોને રોજગારના અવસર પ્રાપ્ત થશે. પ્રેમીઓ માટે આવનાર સમય અનુકૂળ રહેશે.

વૃશ્ચિક રાશિ

જરૂરી કામકાજ માટે સમય પર ભાગદોડ કરવું જરૂરી રહેશે. આજે તમે તમારા અમુક ઈર્ષાળુ સહકર્મીઓથી સાવધાન રહેશો તો સારું રહેશે. તે તમારા માટે કોઈ સમસ્યા ઉભી કરવાનો પ્રયાસ કરી શકે છે. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થશે. તે કાર્ય સમય પર પૂરા થવાથી તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે. ખોટા સમય પર કરવામાં આવેલી ખાણી-પીણી તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. પારિવારિક જીવન સારું જળવાઈ રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

ધન રાશિ

નોકરીમાં અધિકારીઓ તમારાથી ખુશ થઇ શકે છે. તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો અને ખૂબ જ ઉત્સાહિત પણ રહેશો. જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે. પ્રેમ-પ્રસંગની બાબતોમાં પણ આજે તમને સફળતાની પ્રાપ્તિ થશે. આજે તમને તમારા પ્રિય વ્યક્તિ પાસેથી ભેટ મળી શકે છે. તમારા પ્રયાસો હવે પારિવારિક સંપતિ અને તમારા વ્યક્તિગત ધનના નિર્માણની તરફ વળ્યા છે. તમારા અટવાયેલા કામો હવે પૂરા થશે.

મકર રાશિ

આજે મિત્રો અને પરિવારની સાથે મોટી પાર્ટી થવાની સંભાવનાઓ રહેલી છે. વૈવાહિક જીવનની વાત કરીએ તો આજે જીવનસાથીનો મૂડ સારો રહેશે નહી. તેવામાં તમારે તેમનો મૂડ ઠીક કરવા માટે કંઈક નવું કરવું પડશે. મિત્રો અને સંબંધીઓ તરફથી આજે તમને મદદ મળી શકે છે. પોતાના વિચારો અન્ય લોકોની સામે વ્યક્ત કરવામાં અને અન્ય લોકોને પોતાના વિચારો સાથે સહમત કરાવવામાં તમે ઘણી હદ સુધી સફળ રહેશો.

કુંભ રાશિ

આજે તમાર મનને વૈચારિક માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદ થઈ શકે છે. તમારા ભાઈઓની વચ્ચે પણ મતભેદ થઈ શકે છે. આ સ્થિતિમાં તમારે ખૂબ જ સમજદારીથી મામલાને શાંત કરવો પડશે. નોકરી અને ધંધામાં આવી રહેલી અડચણો સમાપ્ત થઈ જશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. વેપારી વર્ગના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ લાભ આપવાવાળો રહેશે. તમને અચાનક શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે.

મીન રાશિ

વ્યવસાયમાં તમારો સાથી તમારા નુકસાનનું ધ્યાન રાખશે. કામકાજની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. જો તમે વ્યવસાય કરી રહ્યા હોય તો આજે કોઈ એવા કામથી તમને ફાયદો મળવાના સંકેત છે જેની તમને ક્યારેય આશા નહી હોય. તમારા ઘરમાં અચાનકથી પરિવર્તન આવી શકે છે જેનાથી તમને ધન લાભનો અવસર પ્રાપ્ત થશે. આજે ઓછી મહેનતથી વધારે લાભ મળવાની સંભાવનાઓ છે. ઘણા દિવસથી અટવાયેલા કામોમાં તમને સફળતા મળી શકે છે.

Advertisement