રાશિફળ ૬ ડિસેમ્બર : આજે આ ૩ રાશિઓએ સંભાળીને રહેવું પડશે, અડચણો વાળો રહેશે આજનો દિવસ

Posted by

મેષ રાશિ

આજે પરિવાર તરફથી ભરપૂર સહયોગ મળશે. દિવસભર સુસ્તીનો સામનો કરવો પડી શકે છે. તમે પોતાના કામમાં ઉદાસીન બની શકો છો. પરિવારના લોકો સાથે ચાલી રહેલાં તમારા ઝઘડાઓ આજે આખરે સમાપ્ત થશે અને ફરી એકવાર તમને પરિવારના સદસ્યોનો સ્નેહ મળશે. કાર્ય ક્ષેત્રમાં કામનું ભારણ વધારે રહેવાથી તમે પરેશાન રહી શકો છો. જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું. તમારી સાથે જોડાયેલા લોકો પોતાના કામમાં સફળ થશે.

વૃષભ રાશિ

આજે તમને પોતાના સાથીઓનો સહયોગ પ્રાપ્ત ના થવાના કારણે માનસિક તણાવ રહેશે. પ્રેમ-પ્રસંગનાં મામલાઓમાં તમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓને તેમની ગતિવિધિઓમાં સારું પરિણામ મળશે. તમારે પોતાના બાળકો પર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. તમારે પોતાના ભાઈઓ અને પરિવારના સદસ્યો સાથે તાલમેલ જાળવી રાખવો જોઈએ. ભાગ્ય તમને અવશ્ય સાથ આપશે. અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે.

મિથુન રાશિ

ગૃહસ્થ જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમારા પરિવારના સદસ્યો તમને પર્યાપ્ત રૂપથી સહયોગ કરશે. ઘરનું વાતાવરણ સારું રહેશે. તમારે પોતાની નોકરી કે વ્યવસાય સાથે સંબંધિત પરિયોજનાઓ માટે યાત્રા કરવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં દરેક ચીજો અનુકૂળ રહેશે. મિત્રો અને સ્નેહીજનોની સાથે પ્રવાસ કે પર્યટનના યોગ છે. ધર્મ-કર્મમાં આસ્થા વધશે.

કર્ક રાશિ

વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. વ્યવસાય કરતા લોકો પોતાના નુકસાનની વસૂલી કરી શકશે. કાર્યક્ષેત્રમાં તમારું કામ ખૂબ જ વધી શકે છે. માતા-પિતાની સાથે સંબંધ સારા રહેશે. આજે તેમની તરફથી તમને લાભ મળશે. આજે તમે ખૂબ જ વધારે ઊર્જાવાન રહેશો અને પોતાની ક્ષમતાઓના આધાર પર પોતાના કામમાં સફળતા પ્રાપ્ત કરશો. આજનો દિવસ તે લોકો માટે ભાગ્યશાળી રહેશે જ્યારે તમારા પ્રિય વ્યક્તિ તમને વિશેષ મહેસૂસ કરાવશે.

સિંહ રાશિ

તમે સંબંધીઓ કે પાડોશીઓની સાથે વધારે વ્યસ્ત રહેશો. કાર્ય પૂર્ણ કરવાની ઉતાવળમાં રહેવું નહી, નહિતર તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. વૈવાહિક જીવન સુખી રહેશે. જીવનસાથીની સાથે પરસ્પર લગાવ અને પ્રેમ વધશે. વિદ્યાર્થીઓને આજે થોડી પરેશાનીઓનો સામનો કરવો પડશે. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ રાહત આપશે. બહાર જઈને એવા મિત્રો અને લોકોને મળવું જે તમને જોઈને પ્રસન્ન થાય. ઘરનું વાતાવરણ શાંત રહેશે.

કન્યા રાશિ

આજે ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. કાર્યસ્થળમાં પોતાના વરિષ્ઠો અને સહકર્મીઓની સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવા. પૈસાની બાબતમાં આજનો દિવસ લાભદાયક રહેશે. આવકમાં વધારો થઈ શકે છે, જે તમારા વધતા ખર્ચાઓને સંભાળી લેશે. તમારા પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સારો રહેશે. તમારા જીવનસાથી અને માં દિલથી તમને સમર્થન કરશે. યાત્રા કરવાના યોગ છે. તમારે પોતાના કામના લીધે સતત યાત્રા પર જવું પડી શકે છે.

તુલા રાશિ

આજે સંબંધીઓની સાથે પોતાના સંબંધોને ફરીથી તાજા કરી શકશો. નોકરી કરતા જાતકોને આજે ઓફિસમાં લાંબા સમયથી અટવાયેલું કોઈ કામ કોઈપણ અડચણ વગર પૂર્ણ થઇ જશે અને તમારી ખૂબ જ પ્રશંસા પણ થશે. આજે તમે પોતાને પરિસ્થિતિઓના અનુસાર ઢાળવાની કોશિશ કરશો. ધનલાભ થશે. તમારા પ્રયાસોને યોગ્ય દિશા આપવી.

વૃશ્ચિક રાશિ

જો કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોય તો આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારી પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પરંતુ હિમ્મત હારવી નહી. આજે તમે સુખ સુવિધાઓ પર ખૂબ જ વધારે ખર્ચાઓ કરશો. આજે થોડા નાના-મોટા ઝઘડાઓ થવાની સંભાવના છે, તેથી અન્ય લોકો સાથે પોતાનું વર્તન સારું રાખવું. તમારે પોતાના પરિવારનાં કોઈ નાના સદસ્યના લગ્નના ખર્ચાઓ ઉઠાવવા પડી શકે છે.

ધન રાશિ

તમારા ખર્ચાઓમાં વધારો થશે, જે તમારા માટે પરેશાનીનું કારણ સાબિત થઈ શકે છે. પારિવારિક જીવનમાં આજે તણાવ સંભવ છે. જીવનસાથીની સાથે મતભેદ થઈ શકે છે, આજે તમારી કોઈ વાતને લઈને તે ખૂબ જ નારાજ થશે. તમારા જે રીતે નાની-નાની વાતો પર પરિવારના લોકો સાથે વાદવિવાદ થઈ રહ્યા છે, તેનાથી આજે ઘરમાં કોઈ મોટો વિવાદ ઊભો થઈ શકે છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા નહી.

મકર રાશિ

આજે તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. પારિવારિક જીવન સુખમય રહેશે. તમારે વધારે સફળતા મેળવવા માટે પોતાના પ્રયાસોને ચાલુ રાખવા અને પોતાના અહમને તમારા રસ્તામાં આવવા દેશો નહી. જેના લીધે લોકો તમારો આદર કરશે. ઉતાવળ કરવી નહી પરંતુ યોગ્ય સમય અને અવસરની રાહ જોવી. કામકાજની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે. પ્રગતિના અવસર મળી શકે છે. રોજગાર ના નવા સ્ત્રોત સામે આવશે.

કુંભ રાશિ

જો આજે તમે કોઇ સામાજિક સમારોહમાં જઈ રહ્યા હોય તો ત્યાં તમને ઘણા લોકોને મળવાનો અવસર મળશે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. માતા-પિતાનો પ્રેમ અને આશીર્વાદ મળશે. જીવનસાથીનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ભોજન, ગેસ અથવા મનોરંજક ગતિવિધિઓ સિવાય કોઈ અન્ય ચીજ પર પૈસા ખર્ચ ના કરવા. આજે દિનચર્યા સારી રહેશે.

મીન રાશિ

શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. તમે પોતાની સીમાઓમાંથી બહાર આવીને કોઈ જોખમ ઉઠાવવા માંગશો. જીવનસાથીની સાથે સંબંધમાં મીઠાશ જળવાઈ રહેશે. સંતાન પક્ષ તરફથી પણ સુખની પ્રાપ્તિ થઇ શકે છે. પ્રેમીઓ માટે આજનો દિવસ સંભાળીને રહેવાની જરૂરિયાત રહેશે. અન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણથી મુદ્દાઓને જોવાની શરૂઆત કરવી. તમે ખોટા હોઈ શકો છો અને તેને સ્વીકાર કરવામાં કંઈ ખરાબી પણ નથી. તમે પોતાના જીવનમાં ઘણી ચીજોને આગળ વધારવા માંગશો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૬ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *